હનુમાનજી ને ચડાવેલ આ પાન હંમેશા રાખો તમારી પાસે,જીવનભર નહીં થાય ધન ની અછત,તિજોરી ધનથી ભરાયરલી રહેશે છલોછલ..

આપણે બધા જાણીએ છીએ કે હનુમાજી શિવજીતનો અવતાર છે, આ માટે જો શ્રાવણ મહિનામાં શિવજીની સાથે સાથે હનુમાનજીની પણ પૂજા-અર્ચના કરવાથી મનોકામના પૂર્ણ થાય છે.પવિત્ર શ્રાવણ માસમાં આમ તો ભગવાન શિવની આરાધનાનું વિશેષ મહત્વ હોય છે. આ માસ દરમિયાન શિવાલયોમાં ભક્તોની ભારે ભીડ ઉમટે છે. પરંતુ તમે એ વાત નહીં જાણતા હોય કે આ માસમાં શિવજીના રુદ્ર અવતાર એટલે કે પવનપુત્ર હનુમાનને પણ પ્રસન્ન કરવા ખૂબ સરળ છે. શ્રાવણ માસના મંગળવારે હનુમાનજીના વિશેષ ઉપાય કરવામાં આવે તો તેનાથી જીવનના તમામ કષ્ટોમાંથી હનુમાનજી છૂટકારો આપે છે.

Advertisement

શ્રાવણ માસના મંગળવારે હનુમાનજીને એક નાગર વેલના પાનમાં કાથો, ગુલકંદ, વરીયાળી, કોપરું અને ફૂલ પધરાવી ચડાવો. આ પાનમાં સોપારી કે ચૂનાનો ઉપયોગ ન કરવો. ભગવાનની પૂજા કરી તેમની સમક્ષ તમારી મનોકામનાપૂર્તિ માટેની પ્રાર્થના કરો.મંગળવારે ઘરમાં હનુમાનજીની પારસની મૂર્તિ સ્થાપિત કરો. તંત્ર અનુસાર પારસથી બનેલા હનુમાનજીનું પૂજન કરવાથી બગડેલા કામ પણ બની જાય છે. તેનાથી બધા જ પ્રકારના વાસ્તુદોષ પણ દૂર થઈ જાય છે અને સાથે જ ઘરનું વાતાવરણ પણ શુદ્ધ થઈ જાય છે.

મંગળવારે સવારે નાહી અને વડલાના ઝાડના 11 અથવા 21 પાંદડા તોડી લાવો અને તેને પાણીથી ધોઈ લો અને તેના પર ચંદનથી ભગવાન શ્રીરામનું નામ લખો. હવે આ પાંદડાની એક માળા બનાવી હનુમાનજીના મંદિરમાં જાવ અને આ માળા હનુમાનજીને અર્પણ કરો.મંગળવારે સવારે સ્નાનાદી કરી વડલાના ઝાડનું એક પાંદડું તોડો અને તેને સ્વસ્છ પાણીમાં ધોઈ લો. હવે આ પત્તાને મંદિરમાં હનુમાનજીની મૂર્તિની સામે રાખો અને ત્યારબાદ તેના પર કેસરથી શ્રીરામ લખો. આ પાનને પછી પોતાના પર્સમાં રાખી દેવું. પર્સ ક્યારેય ખાલી નહીં રહે. જ્યારે ફરીવાર શ્રાવણ માસ આવે ત્યારે આ પાનને નદીમાં પ્રવાહીત કરી દો અને ફરીથી એક અભિમંત્રિત પાન સાથે રાખી લો.

પૂજામાં હનુમાનજીની મૂર્તિને સ્નાન કરાવવા માટે તાંબાના વાસણ, તાંબાનો લોટો, દૂધ, વસ્ત્ર, આભૂષણ, સિંદૂર, દીવો, તેલ, રૂ, ધૂપબત્તી, ફૂલ, ચોખા, પ્રસાદ માટે ફળ, ઘરમાં બનેલી મીઠાઈ, નારિયેળ, પંચામૃત, સૂકા મેવા, મિશ્રી, પાન, દક્ષિણા વગેરે વસ્તુઓ રાખી શકો છે.ઘરના મંદિરમાં પૂજાની વ્યવસ્થા કરો. સૌથી પહેલાં શ્રીગણેશનું પૂજન કરો. ગણેશજીને સ્નાન કરાવો. વસ્ત્ર અર્પણ કરો. ફૂલ, ધૂપ, દીવો અને ચોખાથી પૂજા કરો.

ગણેશ પૂજા બાદ હનુમાનજીનું પૂજન કરો. હનુમાનજીની મૂર્તિને સ્નાન કરાવો. વસ્ત્ર અર્પણ કરો. વસ્ત્ર બાદ આભૂષણ પહેરાવો. હાર-ફૂલ ચઢાવો. ૐ એં હનુમતે રામદૂતાય નમઃ મંત્રનો જાપ કરીને હનુમાનજીને સિંદૂરનું તિલક લગાવો. ધૂપ-દીપ પ્રગટાવો. પ્રસાદ ચઢાવો. ફળ, મિઠાઈ, પાન અર્પણ કરો. એક-એક કરીને પૂજાની બધી વસ્તુઓ ભગવાનને ચઢાવો. શ્રદ્ધાનુસાર ઘી અથવા તેલનો દીવો પ્રગટાવો. આરતી કરો. આરતી બાદ પરિક્રમા કરો. પૂજા બાદ ભગવાનથી અજાણ્યા ભૂલની માફી માંગો. ભક્તોને પ્રસાદ વહેંચો.ચૈત્ર મહિનાની પૂર્ણિમાને હનુમાન જયંતી તરીકે ઉજવવામાં આવે છે. આ વખતે આ તહેવાર 8 એપ્રિલ અને બુધવારે છે. હનુમાન જયંતિ નિમિત્તે બજરંગ બલીના આ કેટલાક વિશેષ ઉપાયો અજમાવવાથી તમારા ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે અને તમારી બધી મનોકામનાઓ પણ પૂર્ણ થાય છે. ચાલો આપણે અહીં જાણીએ આ વિશેના ઉપાય.

હનુમાનજીને ચોલા અર્પણ કરતા પહેલા પોતે સ્નાન કરી શુદ્ધ થઈ જાવ અને સ્વચ્છ કપડાં પહેરી લો. ફક્ત લાલ રંગની ધોતી પહેરશો તો તે સૌથી સારું રહેશે. ચોલા ચઢાવવા માટે ચમેલીના તેલનો ઉપયોગ કરો. તેમજ ચોલા અર્પણ કરતી વખતે હનુમાનજીની પ્રતિમા સામે દીવો પ્રગટાવીને રાખી દો. દીવામાં પણ ફક્ત ચમેલીના તેલનો જ ઉપયોગ કરો.ચોલા ચઢાવ્યા બાદ હનુમાનજીને ગુલાબની માળા અર્પણ કરો અને હનુમાનની મૂર્તિના બંને ખભા પર કેવડાના અત્તરનો થોડો થોડો છંટકાવ કરો. હવે એક આખું સોપારીનું પાન લો અને એનાં ઉપર થોડો ગોળ અને ચણા મૂકી હનુમાનજીને અર્પણ કરો. ભોગ ચઢાવ્યા પછી થોડી વાર તે જ સ્થળે બેસી રહો અને નીચે લખેલા મંત્રનો તુલસીની માળાથી જાપ કરો. ઓછામાં ઓછી 5 માળાનો જાપ અવશ્ય કરો.

राम रामेति रामेति रमे रामे मनोरमे।
सहस्त्र नाम तत्तुन्यं राम नाम वरानने।।

હનુમાનજીને અર્પણ કરેલા ગુલાબની માળામાંથી એક ફૂલ તોડી, તેને લાલ કપડામાં લપેટીને તમારી પૈસાની જગ્યાએ અથવા તિજોરીમાં રાખો. આમ કરવાથી, ધન સંબંધી સમસ્યા હલ થવાના યોગ બનવાના શરૂ થશે.બુધવારની એટલે કે આજની સવારે સ્નાન કર્યા પછી, વડના વૃક્ષનું એક પાન તોડીને તેને શુધ્ધ સ્વચ્છ પાણીથી ધોઈ લો. હવે આ પાનને થોડો સમય હનુમાનજીની મૂર્તિની સામે રાખો અને તે પછી તેના પર કેસર થી શ્રીરામ લખો. હવે આ પાન તમારા પર્સમાં રાખી લો. આમ કરવાથી તમારું પર્સ આખું વર્ષ પૈસાથી ભરેલું જ રહેશે.

તમારા ઘરમાં ભગવાન હનુમાનજીની પારસની મૂર્તિ સ્થાપિત કરો. પારસને રસરાજા પણ કહેવામાં આવે છે. પારસથી બનેલી હનુમાનજીની મૂર્તિની પૂજા કરવાથી બગડેલા કાર્યો પણ બને છે. ઘરમાં પારસથી બનેલી હનુમાનજીની મૂર્તિ રાખવાથી તમામ પ્રકારની વાસ્તુ ખામી આપમેળે દૂર થઈ જાય છે, અને સાથે સાથે ઘરનું વાતાવરણ પણ શુદ્ધ રહે છે. દરરોજ તેની પૂજા કરવાથી ઘરના કોઈપણ પ્રકારનાં તંત્રની અસર થતી નથી અને કોઈ પણ તંત્ર ક્રિયાની સાધક પર કોઈ અસર થતી નથી.

જો કોઈને પિતૃદોષ છે, તો તેણે દરરોજ પારસની હનુમાનજીની પ્રતિમાની પૂજા કરવી જોઈએ. આમ કરવાથી પિતૃદોષ દૂર થઈ જાય છે.હનુમાન જયંતિની સાંજે, નજીકમાં આવેલા હનુમાનજીના મંદિરે જવાના બદલે ઘરે જ હનુમાનજીની પ્રતિમાની સામે સરસવના તેલનો દીવો અને શુદ્ધ ઘી પ્રગટાવો. આ પછી, ત્યાં જ બેસીને હનુમાનજી ચાલીસાના પાઠ કરો. હનુમાનજીની કૃપા મેળવવાનો આ એક ખાતરીપૂર્વકનો માર્ગ છે.

સવારે સ્નાન કર્યા પછી ઘરમાં જ હનુમાનજીની મૂર્તિ સમક્ષ બેસી અને રામ રક્ષા સ્રોતનો પાઠ કરો. આ પછી ભગવાન હનુમાનજીને ગોળ અને ચણાનો ભોગ ચઢાવો. જો તમારા જીવનમાં કોઈ સમસ્યા હોય તો તેના નિવારણ માટે હનુમાનજી સમક્ષ પ્રાર્થના કરો.હાલ, કોરોનાવાઇરસના કારણે દેશભરમાં લોકડાઉન છે. આવી સ્થિતિમાં ઘરમાં પૂજાની જે સામગ્રીઓ ઉપલબ્ધ છે, તેનાથી જ પૂજા કરો. અહીં જણાવેલી વસ્તુઓ ઉપલબ્ધ ન હોય તો દીવો પ્રગટાવીને હનુમાન ચાલીસાનો પાઠ કરી શકો છો, પરંતુ ઘરની બહાર જવું નહીં.

Advertisement