હસ્તમૈથુન કરીને જ્યારે સ્ખલન થઈ જાય ત્યારબાદ લિંગની ટોચ પર સફેદ દાણા જેવું ચોંટી રહે છે તો આ શું કોઈ…..

આજ રોજબરોજ ની જિંદગી માં ઘણા એવી સમસ્યાઓ ઉભી જેને તમે કોઈને કહી નથી સકતા,તમસર જીવન માં ઘણી એવી મુજવાનો હોય છે જેને તમે સામે ચાલી ને કોઈને પૂછી નથી સકતા નહીં તમને એવી ઘણી બધી સમસ્યાઓ નો ઉકેલ મળશે.પણ અહીં તમને એવી તમારી દરેક સમસ્યાનો નો ઉકેલ મળશે તો જાણીએ એના વિશે અને મિત્રો આની સાથે થોડા સવાલ જવાબ પણ જાણીશું તો ચાલો જાણીએ.

સવાલ: ૨૭ વર્ષનો સિંગલ યુવક છું. કોઈ રિલેશનશિપમાં હોવાથી સંતોષ માટે મૅસ્ટરબેશન કરતો હોઉં છું. મોટા ભાગે રાત્રે આ ક્રિયા પતાવ્યા પછી એટલો થાક લાગી જાય છે કે એમ જ ઊંઘ આવી જાય છે. વીર્ય મારા અન્ડરવેઅરથી જ સાફ કરી લઉં છું. સવારે ઊઠીને જ્યારે બાથરૂમમાં જોઉં છું ત્યારે ઇન્દ્રિયની આજુબાજુમાં સફેદ દાણા ચોંટેલા હોય છે. શું વીર્ય પણ દૂધની જેમ ફાટી જાય? કે પછી આ દાણા એ કોઈક ઇન્ફેક્શનનું લક્ષણ છે? મારા વીર્યની ક્વૉન્ટિટી પૂરતી છે અને રંગ પણ સફેદ જ હોય છે. એમાંથી વાસ પણ નથી આવતી, પરંતુ સવારે જ્યારે સાફ કરું ત્યારે ઇન્દ્રિયના ફોલ્ડ કરેલા ભાગમાંથી ભયંકર વાસ આવે છે. પહેલાં આવું નહોતું થતું, તો શું વારંવાર હસ્તમૈથુન કરવાને કારણે તો આવી મુસીબત નહીં હોયને.

જવાબ: પ્રાઇવેટ પાર્ટ ઢંકાયેલો રહેતો હોવાથી એમાં ગરમી વધુ રહે છે અને જ્યાં ગરમી વધુ હોય ત્યાં ભેજ અને વાસની સમસ્યા રહેવાની. તમે જે વર્ણન કર્યું એ મુજબ વીર્યમાંથી ગઠ્ઠા કે દાણા નથી નીકળતા, પણ સવારે ઇન્દ્રિયની સફાઈ દરમ્યાન દાણા જેવું નીકળે છે બરાબર? તમારી સમસ્યાનું કારણ પણ તમે જ જણાવી દીધું છે. વીર્ય નીકળ્યા પછી તમે અન્ડરવેઅરથી જ સાફ કરી લો છો એને કારણે ઇન્દ્રિયની યોગ્ય સફાઈ નથી થઈ હોતી અને એટલે ઇન્દ્રિયની ફોરસ્કિનની અંદરના ભાગમાં વધુ કચરો જમા થાય છે જે સવારે તમને દાણા જેવો દેખાય છે. વીર્યની પોતાની કોઈ તીવ્ર ગંધ નથી હોતી, પરંતુ એ ફોરસ્કિનમાં ભરાઈ રહે તો એમાં સ્મેલ આવી શકે છે.

ફોરસ્કિન આગળ-પાછળ કરીને અંદરના ભાગને રોજ બરાબર સાફ કરવામાં ન આવતો હોય તો એ જગ્યાએ સફેદ છારી જેવો કચરો બાઝે છે. એને સ્મેગ્મા કહે છે. એની સ્મેલ પણ ખરાબ હોય છે. તમે દિવસમાં બે વાર સ્વચ્છ પાણી અને સાબુથી ઇન્દ્રિયના ભાગને સાફ કરો એ જરૂરી છે. સફાઈને કારણે સ્મેગ્માની જમાવટ નહીં થાય. હવેથી હસ્તમૈથુન કર્યા પછી જો ઊભા થવાનો કંટાળો આવતો હોય તો અન્ડરવેઅરથી જ એ ભાગ સાફ કરવાને બદલે બીજો સ્વચ્છ નૅપ્કિન હાથવગો રાખો. બીજા દિવસે સવારે એને ધોઈ નાખો. સૌથી સારી આદત છે પાણીથી સફાઈ કરી લેવાની. ‌દિવસમાં બે વાર સાબુ અને સ્વચ્છ પાણીથી એ ભાગને ચોળીને ફોરસ્કિનને પાછળ ખેંચીને એ ભાગ સાફ કરવાની આદત રાખશો તો સમસ્યા સૂલઝી જશે.

સવાલ:હું એક વિદ્યાર્થિની છું. મારા ઘરનું વાતાવરણ એવું પણ નથી કે હું કોઈની સાથે મોકળા મને વાત કરી શકું. મારા મનમાં સેક્સ વિષે કેટલીક જિજ્ઞાાસાઓ છે, જેના વિશે આજે હું તમારી પાસેથી જાણવા માગું છું.શું શારીરિક સંબંધ બાંધતી વખતે સ્ત્રીને કોઈ તકલીફ કે ખુબજ પીડા થાય છે?કોઈ સ્ત્રી કેવી રીતે સગર્ભા બને છે? જો કોન્ડોમ વાપરવામાં આવે તો શું આ સ્થિતિથી બચી પણ શકાય છે.

જવાબ:અમારી આ કોલમમાં લગભગ દરેક લેખમાં સામાન્ય શરીર વિજ્ઞાન અને સેક્સ વિશે ઉપયોગી જાણકારી આવતી જ રહેતી હોય છે. એનો લાભ તમે પણ લઈ શકો છો. છતાં પણ તમારા સવાલોના જવાબ ક્રમ પ્રમાણે અહીં પ્રસ્તુત કર્યા છે.સામાન્ય રીતે સમાગમ ન તો સ્ત્રી કે ન તો પુરુષ માટે પીડાદાયક કે તકલીફદાયક હોય છે. આ મિલન તો બંને માટે સુખદ અને આનંદદાયક જ હોય છે. શરત એટલી કે બંને ખરા દિલથી તે સંબંધ બાંધતા હોય તો. ફક્ત પ્રથમ સમાગમ વખતે યુનિચ્છેદના તૂટવાના સમયે સ્ત્રીને થોડી તકલીફ જરૂર થાય છે, પરંતુ ધીરજ અને પ્રેમથી મિલન બહુ જલદી સહજ, સરળ અને વિધ્ન વગરનું પણ થઈ જાય છે.માસિકધર્મની શરૂઆતથી માંડીને રજોનિવૃત્તિ થાય ત્યાં સુધી દર મહિને સ્ત્રીનાં અંડાશયમાં એક કે એથી વધારે બીજ બને છે અને તે છૂટું પણ પડે છે.આ બીજ માસિકચક્રના મધ્ય સમય દરમિયાન છૂટું પડે છે.

એ દિવસોમાં સમાગમ કરવાથી પુરુષના વીરયમાંના શુક્ણુઓનિં સ્ત્રીના બીજ સાથે મિલન થાય છે. એ દરમિયાન શુક્ણુઓ દ્વારા ભેદીને તેમાંથી છૂટું પડેલું બીજ જ ગર્ભ ધારણ કરવા સક્ષમ હોય છે, જે ગર્ભાશયમાં પોતાનું સ્થાન સ્થાપિત કરી લે છે અને પછી ધીમે ધીમે વિકસિત પણ થાય છે.પુરુષ સાથી કોન્ડોમનો ઉપયોગ કરે એટલે એનું વીરય કોન્ડોમની થેલીમાં જ રહી જાય છે. જેથી ગર્ભ નથી રહેતો. કોન્ડોમનો ઉપયોગ ગર્ભનિરોધક તરીકે જ થાય છે. સમાગમ વખતે પૂરેપૂરો સંતોષ મળે એટલા માટે એને ચીકાશવાળું પણ બનાવાય છે. જોકે તે સમાગમમાં કોઈ પણ રીતે મદદરૂપ નથી હોતું.

સવાલ:શું ફેફસાંનો ટીબી થયા પછી ગર્ભધારણ કરવાની ક્ષમતા પર કોઈ અવળી અસર પડે છે? પ્રાથમિક તબક્કે જ તેનો ઉપચાર શરૂ કરી દેવામાં આવે અને પૂરા આઠ-નવ મહિના સુધી બરાબર ઈલાજ કરવામાં આવે તો પણ આ તકલીફ થઈ શકે છે? શું ઈલાજ પછી સમયસર માસિક આવતું હોય, તો તે સ્ત્રીની ગર્ભધારણ કરી શકવાની ક્ષમતાનો પુરાવો નથી? જો કોઈ સ્ત્રીને ટીબી થઈ ગયો હોય અને તે કારણસર તેની ગર્ભપાત કરાવી નખાય તો શું પછી તે ફરીથી માં નથી બની શકતી.

જવાબ:તમે એકસાથે ઘણા પ્રશ્નો પૂછી નાખ્યા છે એમાંથી દરેકનો ‘હા’ કે ‘ના’ માં સ્પષ્ટ જવાબ આપવો પણ શક્ય નથી, આમ છતાં એની વિરુદ્ધ વૈજ્ઞાાનિક સ્પષ્ટતા તમને જણાવું છું. હા, એ સાચું છે કે ફેંફસાંનો ટીબી થવાથી સ્ત્રીની ગર્ભધારણ ક્ષમતા પર અવળી અસર પણ પડી શકે છે, પરંતુ આવું ફક્ત એવા કિસ્સામાં જ થાય છે જેમાં ટીબીનાં જંતુ પ્રજજનઅંગોમાં પહોંચી જાય છે અને અંડવાહિની (ફિલોપિયન ટયૂબ્સ) માં વિકૃતિ પેદા કરી દે છે. ભારતમાં ૨ થી ૧૦ ટકા નિ:સંતાન સ્ત્રીઓમાં જ પ્રજનનઅંગોનો ટીબી બાળક ન થવાનું કારણ છે.

અને સીધી ભાષામાં કહીએ તો ફેફસાંના ટીબી પછી કેટલીક સ્ત્રીઓને જ પ્રજનનઅંગોનો ટીબી થાય છે અને તેમને જ પછીથી ગર્ભધારણ કરવામાં મુશ્કેલી પડે છે. આ માટેનો પૂરો ઈલાજ કરાવવો ખૂબ જ જરૂરી છે, પણ આ ઈલાજ એ વાતની ખાતરી નથી આપતો કે એ કરાવ્યા પછી પ્રજનનઅંગ તદ્દન સ્વસ્થ થઈ જશે. જો અંડવાહિનીઓમાં ખામી ઊભી થઈ જાય તો તે દવાથી દૂર નથી થતી. દવાથી ફક્ત ટીબીના જંતુઓ મરે છે અને રોગ જલદી નિયંત્રણમાં આવી જાય તેવી સંભાવના રહેતી હોય છે.

માસિકધર્મ નિયમિત આવે એ વાતની ખાતરી નથી કે કે સ્ત્રીમાં મા બનવાની ક્ષમતા છે. પ્રજનન અવયવોના ટીબીમાં વ્યંધત્વની તકલીફ મોટા ભાગે અંડવાહિની બંધ થઈ જવાથી અથવા તેમાં વિકૃતિ આવી જવાથી થતી હોય છે. આવી સ્થિતિમાં માસિકસ્ત્રાવ તો સામાન્ય રીતે થયા જ કરે છે અને જ્યારે વિશેષ પરીક્ષણ અને તપાસ કરાવીએ ત્યારે જ સાચી ખામીની ખબર પડે છે.

ફેફસાંનો ટીબી થાય ત્યારે સગર્ભા સ્ત્રીએ ગર્ભપાત કરાવવાની જરૂર નથી. સામાન્ય રીતે તો તે ટીબીનો ઈલાજ ચાલુ રાખીને સ્વસ્થ બાળકનો જન્મ પણ આપી શકે છે, પણ જો કોઈ કારણસર સ્ત્રીએ ગર્ભપાત કરાવવો જ પડે તો પણ ફરીથી ગર્ભધારણ કરવામાં આમ તો કોઈ મુશ્કેલી ન આવવી જોઈએ. હા, મુશ્કેલી ત્યારે જ આવે છે, જ્યારે પ્રજનન અવયવોમાં કોઈ ચેપ લાગી જાય અને અંડવાહિની બંધ પણ થઈ જાય.

સવાલ:ત્રણ વર્ષ પહેલાં મારા દીકરાના જન્મ વખતે મારું સિઝેરિયન ઓપરેશન કરાયું હતું. અને એના એક વર્ષ પછી ગર્ભ રહી જવાથી મારે ડી.એન્ડ.સી. કરાવવું પડયું હતું બસ, ત્યારથી મારું પેટ અને નિતંબ ખૂબ વધી ગયા છે. આથી શરીર બહુ બેડોળ લાગે છે. સિઝેરિયન થયું હતું એટલે ક્યાંક કંઈ નુકસાન ન થઈ જાય એ બીકે વ્યાયામ પણ નથી કરતી. તમે જ કહો કે શું યોગ અને વ્યાયામ મારા માટે ઉચિત રહેશે? મારો દીકરો પણ બહુ દૂબળો-પાતળો છે, એને જાડો કરવા માટે કોઈ ટોનિક કે મિલ્ક પાઉડરનું નામ સૂચવો.

જવાબ:આ પત્ર તમે અમને થોડા સમય પહેલા લખ્યો હોત તો સારું થાત. પેટના કોઈ પણ ઓપરેશન પછી જો કોઈ મુશ્કેલી ઊભી ન થાય તો ત્રણથી છ મહિના પછી દરેક પ્રકારનું મહેનતવાળું કામ કરી શકાય છે. જો તમે પહેલેથી જ યોગ અને વ્યાયામ શરૂ કરી દીધાં હોત અને ખાવા-પીવામાં ધ્યાન પણ રાખ્યું હોત તો શરીર આટલું ફૂલી ન ગયું હોત.હવે તમે વ્યાયામની સાથે સાથે ખાવા-પીવામાં પણ ધ્યાન રાખો. તળેલી ચીજો, ઘી-માખણ, મલાઈવાળી ચીજો, સ્નેક્સ, ફાસ્ટફુડને ન ખાવા. લીલાં શાકભાજી, સલાડ અને ફળ ખાશો તો શરીર સ્ફૂર્તિનું બનશે.તમારો દીકરો દૂબળો છે એની ચિંતા ન કરો. જો તે બરાબર દોડતો કૂદતો હોય, હસતો-રમતો હોય અને ખાતો-પીતો હોય તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. કોઈ ટોનિક કે મિલ્ક પાઉડર એને જાડો નહીં કરે.

સવાલ:મારી છાતીથી લઈને પેટ સુધી નાના નાના વાળ ઊગી નીકળ્યા છે. એનાથી છુટકારો મેળવવાનો કોઈ ઘરગથ્થુ ઉપાય બતાવશો. હોઠ ઉપર પણ નાના નાના વાળ પણ છે. આમ તો હું ઉબટણનો નિયમિત ઉપયોગ કરું છું. એનાથી ખાસ ફેર પડયો નથી.તો હું શું કરું?

જવાબ:આછાં રૂંવાં ઊગી આવવાં એ સામાન્ય બાબત છે. એને લઈને મન પર ભાર ન રાખવો. આવા વાળ દરેકના શરીર પર જોવા મળે છે. જો તમારા કિસ્સામાં કોઈ ખાસ કારણને લીધે આ વાળ તમને પરેશાન કરી રહ્યા હોય, તો તમે તેમનાથી છુટકારો મેળવવા અથવા તેમને છુપાવવા માટે આ પ્રમાણેના ઉપાય અપનાવી શકો છો. હોઠ ઉપર દેખાતા વાળને થ્રેડિંગથી દૂર કરી શકાય છે અથવા બ્લીચિંગથી છૂપાવી શકાય છે.આનાથી વાળનો રંગ સોનેરી પણ થઈ જશે અને તે દેખાશે નહીં. બીજો વિકલ્પ ઈલેક્ટ્રોલિસિસ કરાવવાનો છે. પેટ પર ઊગી આવેલા વાળને એમ ને એમ જ રહેવા દો. જો તે ન ગમતા હોય તો ત્યાં ઈલેક્ટ્રોલિસિસ કરાવવું એ જ ઉત્તમ ઉપાય છે.

સવાલ:હું એક એફ.વાય.બી.કોમ ની વિદ્યાર્થી છું. હું કોઈપણ છોેકરી અથવા કોઈ અશ્લીલ દ્રશ્ય જોતાં જ એટલો બધો ઉત્તેજિત થઈ જાઉં છું કે, જાત પર કાબૂ રાખી જ શકતો નથી. આ કારણસર મેં ૫-૬ વાર ખોટી જગ્યાએ જઈ કેટલીક છોકરીઓ સાથે સંબંધ પણ બાંધ્યો છે. મારા આ કાર્ય માટે હું આત્મગ્લાનિ પણ અનુભવું છું, પરંતુ લાચાર છું. હું મારી જાત પર કાબૂ રાખી શકું એવો કોઈ ઉપાય કે દવા બતાવશો?એક વિદ્યાર્થી

જવાબ:દરેક વ્યક્તિમાં સેક્સની ભાવના વધારે કે ઓછી હોય જ છે. તે માટેની કોઈ જ દવા નથી. આ અંગે તમારે થોડાં વર્ષ સંયમપૂર્વક વર્તવું પડશે. માણસની ઈન્દ્રિયોને કાબૂમાં રાખવાનું કાર્ય મુશ્કેલ છે, પરંતુ અશક્ય નથી. તમે કોશિશ દ્વારા તમારી જાત પર કાબૂ મેળવી શકો છો. તે માટે અભ્યાસ અને રમતગમત વગેરે તરફ તમારી જાતને વધુમાં વધુ પ્રવૃત્ત રાખો, તે જરૂરી છે. આના લીધે તમારું ધ્યાન બીજે નહીં દોરવાય. ઉન્મુક્ત જાતીય સંબંધ બાંધવાની તમને એઈડ્સ જેવો જીવલેણ રોગ પણ થઈ શકે છે, તેથી અનૈતિક સંબંધોથી દૂર રહો.

સવાલ:મારી એક સહેલી સાથે મારો સમલૈંગિક સંબંધ છે. મારું વ્યક્તિત્વ છોકરાના વ્યક્તિત્વ જેવું છે અને મારી બહેનપણી મને એનો પતિ માને છે. અમે બંને કાયમ સાથે રહેલા માગીએ છીએ, પરંતુ અમારાં કુટુંબીજનો વિરોધ કરે છે. શું કરવું?એક યુવતીજવાબ:તમારું વ્યક્તિત્વ ભલે ગમે તેવું હોય, પરંતુ સચ્ચાઈ એ છે કે તમે યુવતી છો. આ વાસ્તવિક્તા સ્વીકારીને એ છોકરી સાથે બીજી બહેનપણીઓ સાથે રાખતાં હો એવો જ સંબંધ રાખો. સામાન્ય રીતે લગ્ન પછી આવા સમલૈંગિક સંબંધ પર પૂર્ણવિરામ મુકાઈ જતું જ હોય છે.

સવાલ:હુ એક નોકરી કરતી પરિણીતા છું. દેખાવમાં પણ સુંદર અને સ્માર્ટ છું. મારું દામ્પત્યજીવન સુખમય છે. મારું કુટુંબ સમૃદ્ધ છે. સામાન્ય રીતે હું બહુ ઓછા લોકો સાથે હળીમળી શકું છું, પરંતુ આશ્ચર્યની વાત એ છે કે મારા નવા ઓફિસર, જે આધેડ વયના હોવા છતાં પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવે છે. તેમના પ્રત્યે એટલી બધી આકર્ષાઈ છું કે પહેલાં ઈશારાથી અને પછી શાબ્દિક રીતે મારી લાગીણી મેં વ્યક્ત કરી છે. એમને જોયા વિના એક દિવસ પણ રહેવાતું નથી. અમારી વચ્ચે ચુંબનનું આદાનપ્રદાન પણ થાય છે, પરંતુ હું મર્યાદામાં રહેલા ઈચ્છું છું. હું કંઈ અનૈતિક તો નથી કરી રહી ને?

જવાબ:તમારું દામ્પત્યજીવન સુખમય હોવા છતાં તમે પરપુરુષ પ્રત્યે આકર્ષાયા છો એટલું જ નહીં, તમારી લાગણીને દબાવવાને બદલે તમે એમને શાબ્દિક અભિવ્યક્તિ દ્વારા સામેથી આમંત્રણ આપ્યું છે. એક પરિણીતા સ્ત્રી, જેનો પતિ એને અનહદ ચાહે છે, તેના માટે આવું વર્તન શોભાસ્પદ નથી. તમે જો ખરેખર મર્યાદામાં રહેવા ઈચ્છતાં હો, તો તમારા અધિકારી સાથેના સંબંધ ન રાખો. તમે નોકરી કરવા ઓફિસે જાવ છો, એટલે તમારા કામ પ્રત્યે વધુ ધ્યાન આપો, તે જ વધારે સારું રહેશે.

સવાલ: મેં પ્રેમલગ્ન કર્યા છે. છતાં મારા ઘરના સભ્યોએ યથાશક્તિ દહેજ આપ્યું છે પણ સાસરીના સભ્યોની અપેક્ષાએ તેમને ઘણું ઓછું લાગે છે. ખરું જોતાં, મારા પતિનો સંબંધ મારાં સાસું જ્યાં કરવા ઈચ્છતાં હતાં ત્યાંથી તેમને ખૂબ ધનદોલત દહેજમાં મળવાની હતી. તે છોકરી તેમની કરોડપતિ બહેનપણીની એકની એક દીકરી હતી. પણ મારી સાથે લગ્ન કરીને પતિએ બધું ગુમાવી દીધું. હવે મારાં સાસુ ઊંઘતાજાગતાં મને મહેણું મારે છે. તે બધું મારા પતિને કહું છું તો તે કહે છે તેને બોેલવા દે, તું શા માટે ચિંતા કરે છે. હું બી.એ., બી.એડ. થયેલી છું. લગ્ન પહેલાં સ્કૂલમાં ભણાવતી હતી. વિચારું છું કે ફરીથી નોકરી જોઈન્ટ કરી જ લઉં. દૂર રહેવાથી થોડી તો રાહત મળશે. શું આનાથી મારી મુશ્કેલીનો ઉકેલ આવશે કે પછી ઘરબહાર બંને જવાબદારીઓથી થાકીને લોેથપોથ થઈ જઈશ.

જવાબ:તમે કહો છો કે તમારી સાથે લગ્ન કરતાં પહેલાં તમારાં સાસુ પોતાના દીકરાનાં લગ્ન કોઈ પૈસાદાર છોકરી સાથે કરાવવા ઈચ્છતાં હતાં. પરંતુ તમે તેની ઈચ્છાઓ પર પાણી ફેરવી દીધું. એટલે તે ગુસ્સે થાય એ સ્વાભાવિક છે. આમ પણ શરૂઆતમાં લેણાદેણીને લઈને આવા પ્રકારની બોલાચાલી થાય છે, પણ થોડા સમય પછી બધું શાંત સામાન્ય થઈ જાય છે. એટલે તમે ચિંતા ન કરો. તમારો નોકરી કરવાનો વિચાર પણ વાજબી છે. આથી ત્યાં તમને ઘરથી દૂર બહારનું અલગ વાતાવરણ મળી જશે અને આર્થિક રીતે પણ તમે સક્ષમ થઈ જ જશો.

સવાલ:મારા પતિ એમસીડીમાં કાર્યરત છે. અમને સરકારી ક્વાર્ટર પણ મળેલું છે. મારી ઓફિસ અને બંને બાળકોની સ્કૂલ પણ નજીક છે. હવે અહીં મારા સસરાની પણ બદલી દિલ્હી કેંટમાં થઈ છે. હવે મારાં સાસુ-સસરા એવું ઈચ્છે છે કે અમે લોકો તેમની સાથે રહીએ અને આવું કરવામાં અમને ઘણી તકલીફ થશે પણ તે લોકો માનતાં નથી. તે કહે છે કે દિલ્હી બદલી કરાવવાનો શું ફાયદો થયો, જો તમારે અલગ અલગ રહેવું હતું, અમને ઘણી મુશ્કેલી પડે એમ છે. શું કરીએ? સૌથી મોટી વાત તો એ છે કે ત્રણ વર્ષ પછી તેમની ફરી બદલી થઈ જ જશે. પછી ફરી અમારે શિફ્ટ થવું પડશે.

જવાબ:આ મુશ્કેલીનો પ્રશ્ન એટલો અઘરો નથી જેટલો તમે વિચારી રહ્યાં છો. બસ, તમારે લોકેએ સંમત થવું જરૂરી છે. તમારા સાસું સસરાને તમારા લોકો સાથે લગાવ છે. એટલે તે વિચારે છે કે આખો પરિવાર એકસાથે રહીને સુખી થઈએ. પણ તમે તેમની પાસે બેસીને શાંતિથી સમજાવી શકો છો કે બાળકોની સ્કૂલ અને તમારે બંનેને પોતાની ઓફિસ પહોંચવામાં ઘણો સમય લાગશે. જેથી મોટા ભાગનો સમય તો અમારો આવવાજવામાં જ જતો રહેશો અને પછી દિલ્હીમાં ટ્રાફિકની મુશ્કેલીથી તો દરેક વ્યક્તિ વાકેફ છે.તમે તેમને આ પણ સમજાવી પણ શકો છો કે સરકારી ક્વાર્ટર્ એક વાર છોેડી દીધા પછી ફરીવાર મળવું સહેલું નથી. આટલી મુશ્કેલીઓ વેઠવા કરતાં સારું એ છે કે અમે લોકો રજાઓમાં અથવા જ્યારે સગવડ હોય ત્યારે તમને મળવા આવીશું. તેમની સાથે બેસીને વાત કરશો તો તે જરૂર તમારી વાત સાથે સંમત થઈ જ જશે.

સવાલ:હું એક પરિણીતા છું, મને વસ્ત્રોનો બહુ ક્રેઝ છે. પતિ પણ શોખીન સ્વભાવના છે. મારી માતાની એકની એક દીકરી છું, એટલે ત્યાંથી પણ અવારનવાર નવા નવા ડ્રેસ મળતાં રહે છે. મારો આ શોખ મારા સાસુના મનમાં નથી ઊતરતો. જ્યારે પણ હું કોઈ નવો ડ્રેસ પહેરું છું ત્યારે તે ખરાબ રીતે મોં મચકોડે છે. ક્યારેક ક્યારેક કટાક્ષમાં પણ બોલે છે કે કેટલા બધા પૈસા વસ્ત્રો પાછળ ફૂંકી મારે છે, શો ફાયદો? બધો મૂડ બગાડી નાખે છે. જો કે મેં આજ સુધી તેમની પાસેથી એક પણ રૂપિયો નથી જ માંગ્યો. તો પણ ખબર નહીં શા માટે ગુસ્સે થાય છે. શું બધાની સાસુ આવી જ હોય છે.

જવાબ:તમારા પતિને તમારા તરફથી કોઈ ફરિયાદ નથી અને તે તમારી ઈચ્છા પૂરી કરે છે. જ્યાં સુધી તમારી સાસુની વાત છે તો કેટલાક અપવાદને છોડીને સાસુ આવી જ હોય છે. વહું નવાં વસ્ત્રો પહેરી, ઓઢીને ફરે તે તેમને બિલકુલ સારું નથી લાગતું, એટલે તમારી સાસુ રોકટોક કરે તો તેના પર તમારે વધારે ધ્યાન ન આપવું જોઈએ.