હસ્તમૈથુન કરતાં યુવતીની હાથમાં આવી ગયું બ્લડ,ત્યારબાદ યુવતીએ જે કર્યું તે જાણી ચોંકી જશો….

આજ રોજબરોજ ની જિંદગી માં ઘણા એવી સમસ્યાઓ ઉભી થાય છે જેને તમે કોઈને કહી નથી સકતા, તમારા જીવનમાં ઘણી એવી મુજવાનો હોય છે જેને તમે સામે ચાલી ને કોઈને પૂછી નથી સકતા નહીં તમને એવી ઘણી બધી સમસ્યાઓ નો ઉકેલ મળશે.આજે તમારા જીવન માં ઘણી એવી સમસ્યાઓ હશે જેને તમે કોઈ ને કહી નથી શકતા તમારી જીવન માં તમારી પર્સનલ લાઇફ માં ઘણી વધી સમસ્યાઓ હશે જેને ઉકેલ મળવો મુશ્કેલ છે.

Advertisement

હું ૪૦ વર્ષનો પરિણીત પુરુષ છું. લગ્નને ૧૫ વર્ષ થઈ ગયાં છે. બે બાળકો છે. મારી પત્ની સુંદર, સુશીલ અને બહુ જ કર્તવ્યનિષ્ઠ મહિલા છે. ઘર-પરિવાર અને બાળકોનું ખૂબ ધ્યાન રાખે છે. મારા પ્રત્યે અપાર વિશ્વાસ રાખે છે, જ્યારે હું તેનો વિશ્વાસઘાત કરી રહ્યો છું. મારી પોતાની સેક્રેટરી સાથે મારે ગેરકાનુની સંબંધો છે. મને ઘણીવાર બહુ જ અપરાધબોધ થાય છે, પરંતુ ઈચ્છા હોવા છતાં પણ હું આ સંબંધ પૂર્ણ કરી શકતો નથી. – એક પુરુષ (રાજકોટ)

તમે આધેડ ઉંમરના અને બાળબચ્ચાવાળી વ્યક્તિ છો. તમારી પત્ની તમારા પર અતૂટ વિશ્વાસ રાખે છે. તેમ છતાં પણ તમે તેની સાથે દગો કરી રહ્યા છો. જો તમારી પત્નીને ખબર પડી જશે તો તમારા દામ્પત્યજીવન પર અસર થશે. એટલે જાણ થાય તે પહેલાં આ સંબંધ પર પૂર્ણવિરામ મૂકી દો. જો તમે દ્રઢ નિશ્ચય કરી લેશો તો એમ કરવાનું મુશ્કેલ નહીં બને. તમે તમારી સેક્રેટરીથી દૂર રહેવા માટે તેને ક્યાંક બીજે નોકરી શોધવાનું કહી શકો છો.

હું ૨૭ વર્ષનો યુવક છું. મારી પત્ની લગ્નનાં એક વર્ષ પછી પણ સેક્સની બાબતમાં સ્વાભાવિક નથી થઈ શકતી. હું રોજેરોજ સંભોગ કરું છું, પરંતુ તેના મનમાં આ ક્રિયા માટે કોઈપણ રીતે આનંદ નથી હોતો. જાણે હું બળાત્કાર ન કરી રહ્યો હોઉ! તે તેને બહુ જ ખરાબ કાર્ય સમજે છે. તેને કેવી રીતે સમજાવવું કે તે થોડી રોમાન્ટિક થઈ જાય! – એક યુવક, રાજકોટ

શિક્ષણનો પ્રચાર પ્રસાર હોવા છતાં પણ યુવાનોને, ખાસ તો યુવતીઓને સેક્સના વિષયમાં કોઈ નોલેજ નથી હોતું. તમે તમારી પત્નીને કોઈ સારા પબ્લિશર્સનું સેક્સ પર લખેલું કોઈ પુસ્તક લાવીને વાંચવા આપો. રોમાન્ટિક ફિલ્મ દેખાડો. તમે જેટલું જાણતા હો તેનું જ્ઞાાન તેને કરાવો. કોઈ રોમાન્ટિક સ્થળ પર ફરવાં લઈ જાઓ તોે કદાચ તે રોમાન્સમાં રસ લેવા લાગે.

અત્યારે તો ઉપરના પ્રયત્નોથી તમારી સમસ્યાનો ઉકેલ આવી જશે, પરંતુ જો એવું ના થાય તો તમે કોઈ સેક્સ સ્પેશિયાલિસ્ટનો સંપર્ક કરી શકો છો.હું ૩૫ વર્ષની પરિણીતા છું. અમે પતિ-પત્ની બંને નોકરી કરીએ છીએ. સસરા નિવૃત્ત છે અને તે ઘરે જ રહે છે. તેઓ કામવાળી સાથે છેડછાડ અને ખરાબ મજાકમશ્કરી કરે છે. કામવાળીએ બે-ત્રણ વખત મને ફરિયાદ કરી. મને સમજાતું નથી કે શું કરું? શું પતિને વાત કહેવાનું સારું રહેશે? – એક સ્ત્રી (બાલાસિનોર)

આવા પ્રકારની વાતો તરફ વધારે ધ્યાન ના આપો. કેટલાક લોકોનો ઉછેર જ એવા પ્રકારનો હોય કે તેઓને ખાલી જ કોઈ કારણ વિના હલકી મજાક કરવાની ટેવ હોય છે. આવું શિક્ષણની ઊણપના લીધે થતું હોય છે અને ઠપકો આપવાથી કે બોલવાથી તેમાં કોઈ સુધારો નથી થતો. આવાં કારણોથી સંબંધ ના તોડાય. હું ૧૮ વર્ષની યુવતી છું. એક બીજી જ્ઞાતિના યુવકને બે વર્ષથી પ્રેમ કરું છું.

સારો પગાર અને બીજી સગવડ છે. અમે બંને લગ્ન કરવા માંગીએ છીએ, પરંતુ સમસ્યા એ છે કે મારાં મમ્મી-પપ્પા મારા માટે સરકારી નોકરીવાળો વર શોધે છે, જ્યારે છોકરાના ઘરવાળાને હું પરજ્ઞાતિની હોવાથી મંજૂર નથી. ટૂંકમાં આ સંબંધ માટે બંને પરિવારો તરફથી મુશ્કેલી છે, પરંતુ અમે બંને આ લગ્ન માટે તૈયાર છીએ. છોકરી કહે છે કે કોર્ટ મેરેજ કરી લઈએ. અમે શું કરીએ? – એક યુવતી ( અમદાવાદ)

તમે તમારા ઘરનાં લોકોને સમજાવો કે જો ફર્મ સારી હોય તો પ્રાઈવેટ નોકરી પણ ખરાબ નથી અને તમે તેને પ્રેમ કરો છો તેની સાથે ખુશ રહેશો. છોકરાના ઘરવાળાને પણ સમજાવી શકાય છે કે હવે બીજી જ્ઞાાતિમાં લગ્ન સામાન્ય વાત છે. સંતાનોની ખુશી માટે તેમણે જિદ્દ છોડી દેવી જોઈએ. હજુ તમારી ઉંમર નાની છે એટલે તમારે લગ્ન માટે ઉતાવળ ન કરવી જોઈએ, ઘરનાં લોકોને વિચારવાનો થોડો સમય આપો. તમારા પ્રેમીને સમજવાનો સમય મળી જશે. છેલ્લે, જો કોઈપણ રીતે બંનેના ઘરનાં લોકો રાજી ના હોય તો તમારી પાસે કોેર્ટ મેરેજનો તો વિકલ્પ છે જ.

હું ૨૮ વર્ષની યુવતી છું. સગાઈ થઈ ગઈ છે. લગ્ન જલદી થવાનાં છે, પરંતુ આ દિવસો દરમિયાન ઘણી ચિંતામાં છું, કારણ કે હું હસ્તમૈથુન કરતી હતી તે વખતે મારી આંગળીમાં સાધારણ રક્ત આવી ગયું. શું મારું કુંવારિકાપટલ ફાટી ગયું હશે? ક્યાંક પતિ મારા પર ચારિત્ર્યહીનતાનો આક્ષેપ તો નહીં લગાડે ને. મેંં આજ સુધી કોઈ પુરુષ સાથે સંબંધ નથી રાખ્યો કે દોસ્તી પણ નથી કરી.શું પતિ વિશ્વાસ કરશે. – એક યુવતી (મુંબઈ)તમે કારણ વગર ગભરાઈ રહ્યાં છો. હસ્તમૈથુન કરતાં ક્યારેય કૌમાર્યભંગ નથી થતો. તમે જો કોઈ ગુનો નથી કર્યો તો ખોટું ગભરાઓ છો શા માટે? ખોટી ચિંતા છોડી આવનાર સુંદર જીવનની કલ્પના કરો.

હું ૨૪ વર્ષની છું. મારા લગ્નને એક વર્ષ થયું છે. મને સેક્સની બહુ ઇચ્છા થાય ત્યારે હું હસ્તમૈથુનને સહારો લઉં છું. મારી બીજી સમસ્યા એ છે કે માસિક દરમિયાન મને એક જ દિવસ રક્તસ્ત્રાવ થાય છે અને તેનું પ્રમાણ ઘણું ઓછું હોય છે. શું હસ્તમૈથુનની આદત અને માસિકની તકલીફને કારણે મને માતા બનવામાં મુશ્કેલી થશે? બીજું સંભોગ પછી મારામાંથી બધુ જ વીર્ય બહાર નીકળી જાય છે. શું આ કારણે મને ગર્ભ રહેતો નહીં હોય.

હસ્તમૈથુન અને ગર્ભ રહેવા સાથે કોઇ સંબંધ નથી. કામવાસના દૂર કરવા માટે લગ્નબાહ્ય સંબંધ બાંધવા કરતા હસ્તમૈથુન આદર્શ છે. શરીરનો આવેગ દૂર કરવાનો આ એક કુદરતી માર્ગ છે. હા, માસિક ઓછું આવે છે એ વાત ચિંતા ઉપજાવે તેવી છે. આ માટે તમે કોઇ નિષ્ણાત ગાયનેકોલોજીસ્ટનો સંપર્ક કરો. તમારી અને તમારા પતિની અમુક ટેસ્ટ પછી તેઓ ઉપચાર જણાવશે. સંભોગ દરમિયાન વીર્ય બહાર આવવું એ સામાન્ય છે. ગર્ભ રહેવા માટે વીર્યનું એક ટીપું પણ કાફી છે. આથી એની ચિંતા કરવાની પણ જરૂર નથી.

ગુપ્તાંગની ચામડી ઢીલી હોય તે બીમારી નથી. દરેક પુરુષના ગુપ્તાંગની ચામડી ઢીલી જ હોય છે. જરૂરતની વસ્તુ એ છે કે ઉત્તેજિત અવસ્થામાં ઈન્દ્રિયમાં સખતપણું આવે છે કે નહીં. અને આ સખતપણું ચામડી પર નિર્ભર હોતું નથી પણ ઈન્દ્રિયમાં પહોંચેલો લોહીના પ્રવાહ પર આધાર રાખે છે.બીજો પ્રશ્ન છે બચપનમાં હસ્તમૈથુનની આદતથી તમે સ્ત્રીને સંતોષ આપી શકતા નથી. એ વાત ખોટી છે. હસ્તમૈથુન એ મૈથુનનો જ પ્રકાર છે.

હસ્તમૈથુનથી શીઘ્રપતનની તકલીફ થાય છે એ એક મિથ્યાધારણા છે અને શીઘ્રપતનની તકલીફનો ઈલાજ યોગાભ્યાસ (વ્રજોલી, અશ્વિની મુદાષી) અને બીજી દવાઓથી બહુ જ સહેલાઈથી થઈ શકે છે.અને ધારો કે તમને શીઘ્ર પતન થઈ જતું હોય તો પણ તમારી પત્નીને સંતોષ તો આપી જ શકો છે. ઋષિ વાત્સાયન આવી અવસ્થામાં સ્ત્રીને સંતોષ આપવા માટે ત્રણ વસ્તુ સૂચવે છે. મુખમૈથુન અથવા હસ્તમૈથુન અથવા અપદ્રવ્ય (કૃત્રિમ લિંગ)થી સંતોષ આપવો.

હું ૨૭ વર્ષની છું. મારા પતિ પણ ૨૭ વર્ષના છે. અમારા લગ્નને પાંચ વર્ષ થયા છે પણ હજુ સુધી અમને સંતાન નથી. લગ્નના પહેલા વર્ષ મને ગર્ભ રહ્યો હતો. પરંતુ તે સમયે સંતાનની ઇચ્છા નહીં હોવાથી મેં ક્યુરેટિન કરાવ્યું હતું. ડૉક્ટરે કહ્યું હતું કે ક્યૂરેટિન કરવાથી ગર્ભ જલદી રહેતો નથી. તો શું હવે મને પ્રેગનન્સી રહેશે નહીં? સંભોગ દરમિયાન મારા પતિનું વીર્ય બહાર આવી જાય છે. મારા પ્રશ્નનું યોગ્ય સમાધાન સૂચવવા વિનંતી.

કોઇ નિષ્ણાત ગાયનેકોલોજીસ્ટને દેખાડી તેમની સલાહ મુજબ તમારે અને તમારા પતિએ ટેસ્ટ કરાવવાની જરૂર છે. તમારી સમસ્યાનો ઉપાય માત્ર ડૉક્ટર પાસે જ છે. સેક્સ કર્યાં પછી વીર્ય બહાર નીકળી જાય છે. એ સમસ્યાનું સમાધાન આગલા જ પ્રશ્નના ઉત્તરમાં આપ્યું છે.સેક્સોલોજીસ્ટોએ જણાવ્યા પ્રમાણે માસિક આવી ગયા પછી એક અઠવાડિયું છોડી બીજા અને ત્રીજા સપ્તાહમાં એકાંતરે સંબંધ બાંધ્યા પછી સ્ત્રી પોતાના ઘૂંટણ છાતી પાસે લાવીને અડધો કલાક એ સ્થિતિમાં સૂઇ રહે તો ગર્ભ રહેવાની શક્યતા છે.

પરંતુ આ પધ્ધતિ અપનાવવાથી ગર્ભ રહેશે એમ ગેરેન્ટી સાથે કહી શકાય તેમ નથી.આ ઉપરાંત સમાગમ દરમિયાન જેલી કે કોઈ ચીકણો પદાર્થ વાપરતા હો તો તે બંધ કરી દો. આ કારણે શુક્રજંતુની ગતિ મંદ થઇ જાય છે કે તે ગતિહીન થઇ જાય છે. તમે કોઇ નિષ્ણાતની સલાહ લો. આપણે બનતી મહેનત કરવી. ફળ આપવાનું કામ ઇશ્વરનું છે. આથી નિરાશ થવાની જરૂર નથી.

હું પરણીત સ્ત્રી છું. મારી ઉંમર ૨૯ વર્ષ છે. હું ગુજરાતથી પરણીને મુંબઈ આવી છું. મારા ઘરમાં મારા સાસુ-સસરા મારા પતિ ને મારી બે વર્ષની દીકરી છે. મારી સમસ્યા છે કે મારા પતિ બહુ જાડા છે. સંબંધમાં થાકી જાય છે. હું સ્લીમ તથા બહુ સેક્સી છું.મને મારા સસરા ક્યારેક ટચ થાય તો મને કંઈક એમના પ્રત્યે ખેંચાણ થાય છે અને એમની સાથે સેક્સ કરવાની ઈચ્છા થાય છે. મારા પતિ તરફથી મને હા છે. મારે શરૂઆત કેમ કરવી એની મુંઝવણ થાય છે.

હું આ સંબંધ બાંધુ તો મારા જીવનમાં ક્યાંય તકલીફ નહીં થાય ને?એક બહેન (બોરીવલી-મુંબઈ)પહેલી વાત તો એ કે સમાજની દ્રષ્ટિએ આ ઊચિત નથી. એવી શક્યતા પણ ખરી કે તમે તમારા પતિની નજરમાંથી કાયમ માટે ઊતરી જાવ. એ તમારા તરફ વધુ શંકાશીલ બને. ખરી રીતે તો તમારા પતિને વજન ઊતારવાની અને ફીટ બનવાની સલાહ આપો. કોઈ સારા સેક્સોલોજિસ્ટની સલાહ લો.

હું ૨૪ વરસનો છું. મારાથી મોટી મહિલા સાથે મારે ઓળખાણ થઇ અને હવે અમારી વચ્ચે શારીરિક સંબંધ છે. તે રોજ સહવાસ માટે મને મજબૂર કરે છે. મારે હવે આ પ્રકરણ સમાપ્ત કરવું છે તો મારે શું કરવું એ જણાવવા વિનંતી.તમારી મરજી વિરુધ્ધ કોઇ તમને શારીરિક સંબંધ બાંધવા મજબૂર કરી શકે તેમ નથી. તમે એ સ્ત્રીને ઉત્તેજન આપ્યું હશે એટલે જ તે આગળ વધી હશે. તમારે આ સંબંધ પર પૂર્ણવિરામ મૂકવું હોય તો એ મહિલાને આ બાબતે સ્પષ્ટ શબ્દોમાં જણાવી દો અને તેની સાથે બધો જ વ્યવહાર બંધ કરી દો. બોલવા-ચાલવાનું બંધ કરો અને તેનાથી દૂર રહો.

એક ઘટના કહું, ૧૯૭૦ના અંદર વિટામિન ઈ આપવાનું શરૂ થયું. ત્યારે સૌપ્રથમ ઉંદરો પર પરીક્ષણ કરાયું. અને ત્યારે મેલ ઉંદરોને વિટામિન ઈ આપવામાં આવ્યું, તો તેમની મેટિંહ બીહેવિયર એટલે કે તેમની કામેચ્છા પર ખૂબ જ સારી અસર થઈ એટલે કે ઉંદરોએ કામશક્તિ દાખવતાં ધમપછાડા શરૂ કર્યા હતા.એના ઉપરથી અમુક લોકોએ એવું અવલોકન તારવ્યું કે કદાચ આ વિટામિન ઈ પુરુષોમાં પણ કામશક્તિ વધારવા કામ આવી શકે, પણ અફસોસ, જે પરિણામ ઉંદરોમાં જોવા મળ્યું હતું તે પરિણામ મનુષ્યમાં જોવા ન મળ્યું.

આ વિટામિન ઈ ઉંદરડા માટે સારું પણ મનુષ્ય માટે ઉપયોગી સાબિત ન થયું.કામેચ્છા બે કાન વચ્ચે છે, બે પગ વચ્ચે નથી. પુરુષ અને સ્ત્રી બન્ને મરવાની ક્ષણ સુધી સંભોગ કરી શકે છે. હા, થોડોક ફરક જરૂર પડે. જેમ જેમ ઉંમર વધતી જાય તેમ પુરુષને ઉત્તેજિત થવામાં વધારે વખત લાગે અને સ્ત્રીને પણ ઉત્તેજિત થવામાં થોડો સમય વધારે લાગે. દા.ત. એક માણસને એલિસ બ્રીજ દોડીને પાર કરવો છે. દસ વર્ષ પહેલાં જે સ્પીડે તે દોડીને જતો હતો તે સ્પીડે નહીં, જઈ શકે પણ ચાલીને જરૂર જઈ શકશે.

એ જ પ્રમાણે ઈન્દ્રિયમાં ઉત્થાન થશે જ પણ હળવે હળવે. એવા સમયે તે જો ઈન્દ્રિય તરફ ધ્યાન રાખે કે તે ઉત્તેજિત થાય છે કે નહીં, તો એ ઉત્તેજિત નહીં થાય. દા.ત. હું તમને એક પ્રશ્ન પૂછું તમે શ્વાસ લો છો કે નહીં? જુઓ પહેલાં તમને ખ્યાલ નહોતો તોપણ તમે શ્વાસ લેતાં હતાં પણ હવે તમે સભાન થઈ ગયા. ઈન્દ્રિયમાં, પણ આવું જ છે. જેટલું એના તરફ ધ્યાન આપશો તો ઈન્દ્રિયમાં ઉત્તેજનાં નહીં આવે, જેટલા બેફિકર થઈ જશો તો ઈન્દ્રિય ઉત્તેજિત ઓટોમેટીક થશે.

એક વૃદ્ધ એમ વિચારે કે હું જવાન છું. તો એ જવાન બની જાય છે. જો એક જવાન એમ વિચારે હું વૃધ્ધ થઈ ગયો છું અને ઘડપણ હવે ગળે વળગી રહ્યું છે તો એવું બની જાય છે. હકીકતમાં ઢળતી ઉંમર એ સેક્સનો સુવર્ણકાળ છે. કારણ કે બન્ને જણને એકબીજાના ગમાઅણગમા, ભેદ, પ્રેમ, મહોબ્બત અને મહોબ્બતની પરાકાષ્ઠા એ વસ્તુનો પરસ્પર ખ્યાલ હોય છે. એ સમજવું જરૂરી છે કે સેક્સ ઈઝ એઝ ઈમ્પોર્ટન્ટ ફોર ધ ઓલ્ડર સેટ એઝ ઈટ ઈઝ ફોર ધ ઝેટ સેટ. સેક્સને કોઈ એક્સપાયરી ડેટ હોતી નથી.સ્ત્રી કેટલી ઉંમર સુધી ગર્ભધારણ કરી શકે,જ્યાં સુધી એની માસિક પાળી નિયમિત આવતી હોય ત્યાં સુધી ગર્ભધારણ કરવાની તે ક્ષમતા ધરાવે છે. મેનોપોઝ રજોનિવૃત્તિ સમય પછી સ્ત્રી બીજ બનવાનું બંધ થઈ જાય છે, માટે બાળક પેદા થવાની શક્યતા નથી રહેતી.

સંભોગ સમયે આનંદ મળતો નથી અને મારા પતિ સારી રીતે શારીરિક સુખ આપતા નથી.આમ તો મારી ઉમર 22 વર્ષ છે અને મારા પતિની ઉમર 25 વર્ષ છે અને મારા લગ્નને એક વરસ થઈ રહ્યું છે.પરંતુ સંભોગ સમયે મને મારા પતિ તરફથી સંતોષ મળ્યો નથી જેથી વળી વીર્ય યોનિમાંથી બહાર નીકળી જાય છે જેથી મારામાં ગર્ભ રહેતો નથી અને ઘરમાં બધાને હું જલ્દી ગર્ભવતી બનું એવી ઈચ્છા છે.

પણ વીર્ય બહાર નીકળી જાય છે ત્યાં સુધી બધું બેકાર છે અને જો આમ વીર્ય બહાર નીકળશે તો ગર્ભ રહી શકશે નહીં. અમે હમણાં એવું નક્કી કર્યું છે કે સમાગમ પછી મારા પતિ તેમની આંગળી અંદર નાંખીને વીર્યને અંદર છેક સુધી પહોંચાડે અને બહાર નીકળતું અટકાવે, જેથી ગર્ભ રહે. વળી તે આંગળી અંદર નાખીને ક્રિયા કરે છે ત્યારે મને પરમ સુખનો આનંદ મળે છે અને સંતોષ થાય છે.

પણ આવું કરવાથી મારા યોનિના સ્થાન ને કંઈ નુકસાન થાય? મારા પતિનું પેટ મોટું છે. તેથી સૂઈને સમાગમ કરીએ છીએ પણ એમાં મને સંતોષ થતો નથી.અમને સમાગમનાં વિવિધ આસનો વિશે કંઈ જાણકારી પણ નથી.શુ સમાગમના આસન વિશે કોઈ પુસ્તક હોય તો જણાવવા વિનંતી.જવાબ:કેટલીક મહિલાઓ આ વાત થઈ અજાણ હોય છે કે સમાગમ દરમિયાન જે વીર્ય બહાર નીકળી જાય છે તેથી ગર્ભ નથી રહેતો પરંતુ તમારો આ ભ્રમ છે ગર્ભ રહેવા માટે ખાલી વીર્યના અમુક ટીપાની જ જરૂર પડે છે.

પુરુષ આંગળીથી યોનિમાર્ગમાં સ્પર્શ ક્રિયા કરે તેમાં કોઈ નુકસાન નથી. યોનિને ઢાંકતા અંદરના નાના ગુલાબી હોઠ ઉપર તરફ પૂરા થાય છે ત્યાં તે હોઠ સાથે જોડાયેલા કિલટોરિસ નામનો નાનો અવયવ છે. તેની પર ચામડીનું છત્ર (હૂડ) છે. સ્ત્રીના આ અંગમાં કુદરતે કામસુખના સંવેદનોના જ્ઞાાનતંતુનાં ઘણાં જ ઝૂમખાં મૂક્યાં છે. આ જગ્યાએ તથા યોનિમાર્ગમાં આરંભનાં એક તૃતિયાંશ ભાગની દિવાલોમાં કામસુખના જ્ઞાાનતંતુઓ છે. તે સ્તનોની નિપલ્સ વગેરે સ્થાનોમાં પણ છે.

આ સર્વ સ્થાનોમાં સ્પર્શ ઘર્ષણની ક્રિયાથી પણ સ્ત્રીને કામતૃપ્તિનો અનુભવ થાય. પતિ સાથે નિખાલસ વાતચીતમાં આ સ્થાનો અને ક્રિયાઓ વિશે વાત કરવી.પેનિસમાં હાથ દ્વારા પ્રયત્ન મેનિપ્યુલેશન કર્યા પછી જ ઉત્થાન થાય છે. પણ ઉત્થાન થાય છે અને પેનિસનો યોનિ પ્રવેશ શક્ય બને છે તેથી પતિમાં કોઈ ખામી નથી. તે મનથી હળવાશ અનુભવે અને સમાગમ પૂર્વેની ક્ષણોમાં મનમાં ચિંતા-તનાવ ન રહે તેવો પ્રયત્ન કરવો.

તેમ થતાં પ્રયત્ન વગર પણ પેનિસમાં ઉત્થાન થશે.હજી લગ્નને એક જ વર્ષ થયું છે. તેથી ગર્ભ નથી રહેતો તો બાબતને ચિંતાનો વિષય ન બનાવો. સમાગમ પછી પતિ તરત છૂટા ન થાય તેમ રાખો. સમાગમ પછી પાંચેક મિનિટ તે અલગ ન થાય. તે અલગ થાય પછી તમે પણ થોડો સમય એટલે કે આઠ-દસ મિનિટ શાંતિથી પડયા રહો. વીર્ય યોનિની બહાર નીકળી જાય છે તે બાબતને ગર્ભ ન રહેવા સાથે તમે માનો છો તેવો સંબંધ નથી.જે વીર્ય નીકળે છે તેમાં દસ ટકા જ વીર્ય જંતુઓ હોય છે.

તે ટકામાં પણ કરોડો વીર્ય જંતુઓ હોય છે, વીર્ય જંતુઓ યોનિમાર્ગની દિવાલોને ચોંટી જાય છે અને તે ગર્ભાશય મુખ તરફ ગતિ કરે છે. જે નીકળી જાય છે તે ભલે વીર્ય છે, પણ તેમાં વીર્યજંતુઓ બધા નીકળી જાય છે તેમ માની ને ચિંતા કરવાની જરૂર નથી.પતિને તેલ-ઘી-મિઠાઈ વગેરે પદાર્થો ઓછા કરાવો. જેથી પેટનો ભાગ સપ્રમાણ થાય. આસનોની બાબતમાં કોઈ પુસ્તક સૂચવી શકતા નથી. ખરી વાત એ છે કે એવા કોઈ આસનોના પુસ્તકની જરૂર નથી. પતિ-પત્ની બંનેએ વિવિધ શક્ય આસનો અજમાવીને શોધવાં.

મારી ઉંમર 33 વર્ષ છે અને મારી પત્ની ની ઉમર 28 વર્ષ છે અમારા બંને ના લગ્નને ૧૧ વર્ષ થયાં છે.લગ્ન પછી અમે કેટલીય વાર શારીરિક સંબંધ બાંધ્યા છે પરંતુ એક વખત સમાગમ વિશિષ્ટ આસન વખતે પત્નીનું શરીર પાછળની તરફ વધારે પડતું ઝૂકી જવાથી પેનિસ પર માઠી અસર થતાં રક્તસ્ત્રાવ શરૂ થઈ ગયો.અમે ડોક્ટરની સલાહ મુજબ ટ્રીટમેન્ટ લીધી.ડોકટરની સારવાર પ્રમાણે ધીમે-ધીમે સારું થયું.આમ સારું થઈ ગયા પછી અમેં ત્રણ મહિના બાદ સમાગમ કર્યો તો કોઈ તકલીફ થઈ નથી.

પરંતુ પહેલા જે રક્ત સ્ત્રાવ થયો હતો તો મને ભય થાય છે કે ભવિષ્યમાં રક્તસ્ત્રાવ થશે તો આ અંગે યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી. સ્વાભાવિક વાત છે કે કોઈ એવી ઘટના કોઈ પછી દરેક વ્યક્તિના મનમાં તે ઘટના વિશે ભય બેસી જાય છે. પણ કારણસર પેનિસમાં અંદર કોઈ રક્તવાહિની તૂટી જવાથી તમને રક્તસ્ત્રાવ થયો. હવે તે રક્તવાહિની સંધાઈ ગઈ છે. આવું બન્યા પછી તમને મનમાં ચિંતા અને ભયનો અનુભવ થાય તે સ્વાભાવિક છે. તમે વિશેષ માર્ગદર્શન તમારો ઉપચાર કરનાર ડૉક્ટર પાસેથી મેળવો.

Advertisement