જાણો ક્યાં અને કેવીરીતે બને છે હિંગ, ચોક્કસ તમેં નહીં જ જાણતાં હોવ…..

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, ભારતમાં બધા જ રસોડામાં થી હીંગ સરળતાથી મળી આવતા મસાલો છે. તેની વધારે પ્રમાણ આવતી સુગંધ અને સ્વાદના લીધે તેનો ચપટી એક ઉપયોગ રસોઈને સ્વાદીષ્ટ બનાવવામાં મદદ કરે છે. તેનો ઉપયોગ આખા ભારતમાં થાય છે. ઘણાને તે પસંદ નથી પરંતુ તેનો ઉપયોગ તે ઔષધીમાં કરી તેના લાભ મેળવે છે. હિમાલય પ્રેદેશમાં તેની ખેતી થાય છે. હિંગને પેક ડબ્બામાં રા ખવી જોઇએ જેથી તેની સુગંધ ન જાય. ભારતમાં પ્રથમ વખત હિંગની ખેતી થઇ રહી છે તે કાઉન્સિલ ફોર સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રીસર્ચ (CSIR) જણાવે છે.

Advertisement

પાલમપુર સ્થિર ઇન્સ્ટિટ્યૂટ ઓફ હિમાલયન બાયોરેસોર્સ ટેક્નોલોજી (IHBT) દ્વારા સોમવારથી ખેતીની શરૂઆત થઇ. હિમાલયના લાહોર વિસ્તારમાં હિંગની ખેતી કરવાનું શરૂ કરી રહ્યા છે. CSIRના ડાયરેક્ટર શેખર માંદે એ જણાવ્યું કે પહેલી વાર ભારતમાં આ ખેતી થવા જઇ રહી છે. ભારતમાં હિંગની ખેતી કરવી એ મુશ્કેલ છે ત્યા કેમ નથી થતી ખેતી? તેનું કારણ શું છે? દેશમાં જો ખેતી થતી નથી તો હિંગ આવે છે ક્યાથી તેનું ઉત્પાદન ક્યા થાય છે અને ભારતમાં તેનો આટલો બધો ઉપયોગ કેમ થાય છે.

હિંગ ક્યાંથી લાવવામાં આવે છે? તેનું વાવેતર ભારતમાં થતું નથી તો પણ ત્યા આટલો મોટો વપરાસ થાય છે. એક અંદાજ મુજબ વિશ્ર્વમાં ઉત્પાદન થતી હિંગનો લગભગ 40 ટકા જેટલો વપરાશ ખાલી ભારતમાં જ થાય છે. દેશમાં વપરાતી હિંગ ઈરાન, અફઘાનિસ્તાન અને ઉઝબેકિસ્તાન જેવા પ્રદેશો માંથી માંગાવાય છે. ક્યારેક કોઇક વેપારી તેને કઝાખસ્તાનથી પણ મંગાવે છે. તેમાં સૌથી શ્રેષ્ઠ અફઘાનિસ્તાનથી આવતી હિંગ છે. તે લોકોને વધારે પસંદ છે. CSIRમા કહેવામાં મુજબ દેશમાં 1200 ટન હિંગ આ દેશો માંથી 600 કરોડ રૂપિયાનો ખર્ચ કરીને મંગાવાય છે. જોકે તેનું ઉત્પાદન સરળ નથી. પરંતુ જો તે ભારતમાં થવા લાગશે તો તેને મંગાવાના ખર્ચમાં ઘટાડો થશે અને હિંગની કિંમતમાં પણ ઘટાડો થશે.

હિંગની કિંમત આટલી વધારે કેમ છે?.હિંગનું ઉત્પાદન ઠંડા અને સૂકા પ્રદેશોમાં વધારે થાય છે. તેને સૂકુ વાતાવરણ અનુકુળ આવે છે. તેના છોડ ગાજર અને મૂળાના છોડ જેવા હોય છે. વિશ્ર્વમાં તેમા લગભગ 130 જેટલા પ્રકાર પડે છે. તેમાં મુખ્ય પ્રકાર ફેરુલા એસાફોઇટીડા ભારતમાં થતો નથી. તેમાથી બીજા કેટલાક પ્રકારો પંજાબ, કાશ્મીર, લદ્દાખ જેવા ઠંડા પ્રદેશમાં વાવવામાં આવે છે. જે હિંગનુ વાવેતર થઇ રહ્યું છે તેના બી ઈરાન માથી લાવવામાં આવ્યું છે. ત્યાની હિંગ શ્રેષ્ઠ છે. દિલ્હીમાં આવેલ નેશનલ બ્યૂર ઓફ પ્લાન્ટ જેનેટિક રેસોર્સિસ (ICAR-NBPJR) નામની સંસ્થા દ્વારા ઈરાન થી હિંગના નવ પ્રકાર મંગાવામા આવ્યા હતા.

આ સંસ્થાએ જણાવ્યું છે કે 3 વર્ષ મા પ્રથમ વખત હિગ ના બીયા ને દેશમા લાવવામા આવ્યા છે. બી વાવવાનો એ મતલબ નથી કે તેની પેદાશ થશે જ તેના બીજ વાવીયા પછી ચાર થી પાંચ વર્ષ તેને ઉપજ આપતા થશે. તેને લગભગ ચાર વર્ષ જેટલો સમય લાગે છે અને એક છોડ માંથી તે માંડ અડધો કિલો જ નીકળે છે તેથી તેની કિંમત વધારે છે. આપણા દેશ મા શુદ્ધ હિંગની અત્યારની કિંમત લગભગ 35 થી 40 હજાર રૂપિયાની આસપાસ છે. તેની કિંમત કેવી રીતે તેની પેદાશ થઇ તના પર આધાર રાખે છે.

તેથી સીએસઆઈઆર સંશોધકોને લાગે છે કે હિંગની ખેતી ભારતમાં થશે તો ખેડૂતોને ઘણો ફાયદો થશે. તેની પેદાશ કેવી રીતે થાય છે? ફેરુલા એસાફોઇટીડા નામની હિંગના જળમૂળમાંથી નિકળ રસ માથી હિંગ બનાવવામાં આવે છે. આ કરવું ખુબ અઘરુ છે. તેનો રસ કાઢીને પછે તેમાથી હિંગ બનાવવાની પ્રોસેસ ચાલુ થાય છે. સ્પાઇસેસ બોર્ડની વેબસાઇટમાં જણાવ્યા મુજબ હિંગના બે પ્રકાર પડે છે. પહેલી કાબુલી સફેદ હિંગ અને બીજી હિંગ લાલ. સફેદ કાબુલી હિંગ પાણી સાથે ભળી જાય છે અને હિંગ લાલ કે કાળી તેલ સાથે ભળી જાય છે.

કાચી હિંગ ની સુગંધ બહુ તીખું આવે છે તેથી તે ખાવા લાયક હોતી નથી. ઉપયોગ કરવા માટે તેને ગુંદ અને સ્ટાર્ચને ભેળવીને તેના નાના નાના ટુકડા કરવામાં આવે છે. તે ખાવાલાયક હોય છે. ઘણા વેપારીઓનું કહેવું છેકે તેની કિંમત એના પર નક્કી થાય છે કે તેમા શું મિશ્ર કરવામાં આવ્યુ છે. તેનો પાવડર પણ તેમા ભેળવવામાં આવે છે. હિંગને દક્ષિણ ભારત માં પકવાય છે. પાકેલી હિંગના પાવડરનો વપરાશ મસાલામાં થાય છે. ભારતમાં કેવી રીતે આવી? આ ઈરાન અને અફઘાનિસ્તાનમાં થતી હોવાથી તે મુઘલકાળ ના સમયમાં ભારત આવી તેવું ઘણા લોકોનું માનવું છે.

પહેલાના પુસ્તકોમાથી ખબર પડે છે કે મુઘલો આવ્યા તે પહેલાથી તેનો ઉપયોગ આપણા દેશમાં થાય છે. સંસ્કૃતમાં તેને હિંગુ કહેવામાં આવે છે. ઇન્ડિયન સ્ટડી સેન્ટરનાં મૅનેજિંગ ટ્રસ્ટી મુગ્ધા કાર્નિકના કહેવા મુજબ કેટલાક લોકોએ તેને ઈરાનથી ભારતમાં લાવ્યા હશે. તેના પર શોધ કરી રહ્યા છે. આ લોકોના ખાનપાનમાં હિંગનો વપરાશ થતો હોવાથી ત્યારે ભારતમાં હિંગ આવી હશે એમ માનવામાં આવે છે. તેઓ ના કહેવા મુજબ ઈરાન અને અફઘાનિસ્તાનના વેપારી ઓ પાસેથી ભારતની પ્રજા મંગાવતી. આ રીત થી તે દક્ષિણ ભારતમાં પણ ઉપયોગ કરવામાં આવ્યો હશે.

આયુર્વેદમાં જરૂરી હિંગ.આયુર્વેદમાં પણ હિંગના ઉપયોગો જણાવેલા છે તેવુ મુગ્ધા કહે છે. અષ્ટાંગહૃદયમાં વાગ્ભટ્ટના કહે છે, “हिंगु वातकफानाह शूलघ्नं पित्त कोपनम्‌। कटुपाकरसं रुच्यं दीपनं पाचनं लघु।।” આનો મતલબ એ થાય છે કે તે શરીર માં વાત અને કફને દુર કરે છે. તેનાથી પિત્તમાં વધારો થાય છે. તે ગરમ હોવાથી ભુખમાં વધારો કરે છે. તેના ઉપયોગથી રસોઈમાં સ્વાદ વધે છે. કોઇને સ્વાદ ન આવતો હોય તો હિંગને પાણીમાં ભેલવીને પીવો તેથી સ્વાદ આવવા લાગશે.

વાય.એમ.ટી આયુર્વેદીક કોલેજમાં ફરજ બજાવતા ડો. મહેશ કાર્વે જે એસોસિએટ પ્રોફેસર છે. તેના કહે છે, આયુર્વેદમાં ચકરસંહિતા નામનું સૌથી જુનુ પુસ્તક છે. તેમાં હિંગના ફાયદાઓ વિશે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેથી હજારો વર્ષોથી તેનો ઉપયોગ થતો આવે છે. તેમા જણાવેલ છે કે હિંગને ઘઈમા શેકીને તેનો ઉપયોગ કરવામાં આવે છે તેનો કાચો ઉપયોગ કરવાથી ઊલટી થવાની શક્યતા છે. આયુર્વેદા અનુસાર તે હિંગના ગુણો સમજાવે છે, તે પાચનક્રિયા શુધારો કરે છે. તે ખોરાકને પાચન કરવામાં મદદ રૂપ છે. તેના રોજના ઉપયોગથી ગેસની તકલીફ માંથી રાહત મળે છે.

ભારતના ભોજન પ્રમાણે તેમા સ્ટાર્ચ અને ફાયબરનું પ્રમાણ વધારે હોવાથી તે વધારે ફાયદેમંદ રહે છે. તમને પાચન ન થતું હોય કે તેને લગતી કોઇ પણ સમસ્યા હોય તો હિંગાસ્તકા ચુર્ણ લેવાથી તેમા રાહત મળે છે. આ ચુર્ણમાં વધારે હિંગનો ઉપયોગ કરવામાં આવે છે. તેના લેપને પેટ દર્દ દુર કરવામાં વપરાય છે. ગણી દવામાં પણ હિંગનો વપરાશ થાય છે. કોઇ દવામાં ખાલી હિંગનો ઉપયોગ થતો નથી.

ભારતીય લોકોને હિંગ કેમ આટલી પસંદ આવે છે?. એશિયાનું સૌથી મોટું હિંગ નું બજાર દિલ્હીમાં આવેલી ખારી બાવલી છે. આ બજારની એક ગલીમાં હિંગની જ ગંધ આવે છે. આ બજારમાં સાચી હિંગ શોધવી એ બહુ કઠીન છે. જ્યારે હિંગના ઠગલા જોઇને એમ થાય કે ભારતમાં આટલી બધી હિંગનો ઉપયોગ થાય છે. ભારતમાં જ નહી પરંતુ પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને અરબના દેશોમાં પણ તેનો રસોઇમા અને દવામા ઉપયોગ કરતા.

ઘણા લોકો હિંગ નો ઉપયોગ કરતા નથી. ડુંગળી અને લસણ વાળા વ્યંજનમાં હિંગનો ઉપયોગ જરૂરી છે. તો કેટલાક તેનો ઉપયોગ માંસાહારી ભોજનમાં પણ કરે છે. તો ઘણા લોકો હિંગ વાળુ દુધ પીવે છે. ઘણાને તેની ગંધ પસંદ નથી તેથી તે તેને ડેવિલ્સ ડંગ કહે છે. રસોઇ સાથે ભેળવવાથી તેની ગંધ નહિવત થઇ જાય છે. કેરળ, કર્ણાટક અને તમિલનાડુના લોકો તેનો સાંભરમાં તેનો વપરાશ કરે છે. ગુજરાતમાં પણ ઘણી વાનગીઓમાં તેનો ઉપયોગ કરે છે. હવે તમને હિંગનો ઇતિહાસ અને ભૂગોળ વિશે જાણ થઇ ગઇ હશે. તો તેનો ઉપયોગ જરૂરથી કરો.

Advertisement