જમ્યા પહેલાં ખાઈ લો આ વસ્તુ, ભોજન પચી જશે,પાચન મજબૂત થશે અને ગેસ એસીડીટી જેવી સમસ્યા પણ નહીં રહે….

નમસ્કાર દર્શક મિત્રો આજ ની પોસ્ટ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજ ના જમાના માં ખોરાક ને લઈ ને ઘણી સમસ્યાઓ જોવા મળે છે કારણ કે બહાર જમવા ના કારણે શરીર માં પાચન ક્રિયા નબળી થઈ જતી હોય છે અને તેના કારણે પેટ ને લક્ષી ઘણી સમસ્યાઓ થાય છે તો ચાલો તેના વિશે વધુ માહિતી મેળવીએ દોસ્તો શારીરિક તંદુરસ્તીનો આધાર શરીરની પાચનક્રિયામાં વાયુની સ્થિતિ મુજબ નક્કી થાય છે.જો એમાં ફેરફાર થાય તો શરીરમાં નબળાઈ કે માંદગી આવે છે અને અનેક રોગો શરીરમાં ધીરે-ધીરે પ્રવેશે છે.

ભોજન જેટલું વધારે ચાવીને ખાવામાં આવે ભોજન એટલી જ સરળતાથી પચે છે.એની સાથે સિંધાલૂણ, મરી, આદું, સૂંઠ, લીંબુ ભોજનની શરૂઆતમાં ખાઈ લેવા પાચનને દુરસ્ત રાખે છે અને ખોરાક પચી જાય છે. બહુ વધારે ગરમ કે ઠંડુ ભોજન ન લેવું. ચાલો જાણીએ વાયુ વિકારોથી બચવાના નુસખાઓ જણાવવા જઇ રહ્યા છે.મળમૂત્ર વગેરે કુદરતી વેગો રોકવાથી, જમ્યા પછી તરત ખાધેલું પુરેપૂરું પચ્યા પહેલાં ફરીથી નાસ્તો વગેરે ખાવાથી, ઉજાગરા કરવાથી, મોટેથી બોલવાથી, વધુ પડતો શ્રમ કરવાથી, પ્રવાસથી, તીખા, કડવા અને તુરા પદાર્થોના વધુ પડતા સેવનથી, લુખા પદાર્થોથી, વાદળો થવાથી, ચિંતા, ભય અને શોકથી વાયુ પ્રકોપ તીવ્ર થાય છે.

કમરનો દુખાવો, સાંધા દુઃખવા, વંધ્યત્વ, કસુવાવડ, શરીરમાં દુખાવો, અટકી અટકીને પેશાબ થવો, વાયુ ઉપર ચડવો, વધુ પડતા ઓડકાર આવવા, પેટમાં આફરો થવો, અનિદ્રા, શરીરના કોઈપણ ભાગમાં ઝણઝણાટી થવી, કાનમાં બહેરાશ, દુખાવો કે અવાજ આવ્યા કરવો, ચામડી બરછટ થઈ જવી આ બધા રોગોમાં વાયુની પ્રબળતા હોય છે.15-20 ગ્રામ મેથી રોજ ફાકી જવાથી વા મટે છે. અજમો તવી પર ગરમ કરી, સમભાગે સિંધાલૂણ સાથે પીસી 3 ગ્રામ જેટલું ગરમ પાણી સાથે લેવાથી કોઠાનો વાયુ દૂર થાય છે. આદુનો રસ, લીંબુનો રસ અને સિધાલૂણ એકત્ર કરી ભોજનની શરૂઆતમાં લેવાથી વાયુ મટે છે અને ખાધેલું પચી જાય છે.

10-10 ગ્રામ આદુના અને લીંબુના રસમાં 1.5 ગ્રામ સિધાલૂણ મેળવી સવારે પીવાથી વાયુ મટે છે. ગોળ નાખેલું દહીં વાયુ મટાડે છે.ફુદીનો, તુલસી, મરી, આદુ વગેરેનો ઉકાળો કરી પીવાથી વાયુ દૂર થાય છે, અને સારી ભુખ લાગે છે. મરી અને લસણને પીસી ભોજનના પહેલા કોળીયામાં ઘી સાથે ખાવાથી વાયુ મટે છે.સામાન્ય રીતે લવિંગનો ઉપયોગ હળવા સ્વાદને ઉમેરવા માટે ખોરાકમાં વપરાય છે, પરંતુ ઘણા ઔષધીય લાભો પણ આપે છે.લવિંગના પાચન ફાયદાઓમાં તેમના એન્ટીબેક્ટેરિયલ, એન્ટીસ્પેસોડિક અને એનેસ્થેટિક ગુણધર્મોને લીધે પીડાથી રાહત થાય છે. નેચરલ હોમ રેમેડીસ જેમાં લવિંગનો સમાવેશ થાય છે તે પાચન તંત્ર માટે સારું છે કારણ કે તેઓ પીડા, સોજો અને લડવાના ચેપ ઘટાડે છે, અન્ય વસ્તુઓ વચ્ચે.

લવિંગ તેલ, લવિંગ ચા અથવા લવિંગ જેવા ઘરેલુ ઉપચારો બનાવવાથી અપચો, વાયુ અને અપચો દ્વારા ઉબકા જેવા પેટની સ્થિતિના લક્ષણોમાં સુધારો થાય છે. તે યુગોનોલ નામના સંયોજનને કારણે છે જે લવિંગમાં હાજર છે.લવિંગમાં સુગંધિત તીવ્રતા આ સંયોજન યુજેનોલમાંથી આવે છે. આ સંયોજન એ ઉત્તમ એન્ટીઑકિસડન્ટ છે જે સેલ્યુલર વૃદ્ધત્વમાં વિલંબ કરે છે અને હૃદયરોગનો સંઘર્ષ કરે છે. યુજેનોલ પીળા તૈલી પ્રવાહી છે જે તીવ્ર ગંધ સાથે છે, જે તુલસીનો છોડ,પત્તા,હળદર અને તજ જેવા અન્ય ઔષધો અને મસાલાઓ માં પણ જોવા મળે છે યુજેનોલની મુખ્ય ગુણધર્મો એન્થેટિક એન્ટાસિડ એન્ટી એડેમિકએન્ટીઑકિસડન્ટ એન્ટિવાયરલ એન્ટિસેપ્ટિક અને ગેસ્ટ્રો પ્રોટેક્ટીવ અને ગેસ્ટ્રો રિજનરેટિવ છે.

પાચન ઉપાયો માટે લવિંગનો ઉપયોગ કરવાના ઘણા રસ્તાઓ છે. પરંતુ તેનો ઉપયોગ મોટેભાગે દરેક વ્યક્તિના સ્વાદ અને તેમના સહનશીલતા સ્તર પર મસાલામાં રહેલો છે.ચરબીયુકત ખાધ્ય પદાર્થ કબજિયાત અને બીજી પાચન સમસ્યાઓ ઉત્પન્ન કરે છે. કારણ કે ચરબીયુક્ત ખાદ્યપદાર્થને પચવામાં ખૂબ વાર લાગે છે.સંપૂર્ણપણે ચરબીયુક્ત ખોરાકનો ત્યાગ ના કરવો કારણ કે ચરબી પણ આપણા શરીર માટે અમુક અંશે જરૂરી છે. માટે શરીરને જરૂરી માત્રામાં ચરબી મળી રહે તેવો અને તેટલો ખોરાક લેવો.

યોગ્ય પાચન માટે યોગ્ય સમયે ભોજન લેવું અગત્યનું છે. સમયસર ખોરાક લેવાથી પાચનતંત્ર પર સારી અસર થાય છે અને શરીરમાં એસિડનું પ્રમાણ પણ વધી નથી જતું.કોઈપણ જટિલ ખોરાક પચવામાં સ્ત્રી કે પુરુષને 6થી8 કલાક થાય છે. સૂપ કે ફયબર યુકત ખોરાક ઝડપથી પચી જાય છે. રોજિંદા જીવનમાં ફસ્ટફુડ તેમજ મેંદા વાળા ખોરાકનો ઉપયોગ ન કરતાં મહિનામાં ૧-૨ વાર લેવા જોઇએ. જેથી આપણા પાચનતંત્રને કોઈપણ પ્રકારનું નુકસાન ન થાય અને તે સ્વસ્થ રહે.

પરંતુ, શું તમને ખ્યાલ છે કે આ પ્રકાર નો આહાર વધારે પ્રમાણ માં જવા થી ધીમે ધીમે તે આપણા શરીર માટે હાનિકારક સાબિત થતો જાય છે આ ઉપરાંત મોટાપા નું સૌથી મોટું કારણ પણ આજ છે આ જંકફૂડ નું વધુ પડતું સેવન કમર અને પેટ પર ચરબી નું પ્રમાણ વધારે છે અને એકવાર આ ચરબી ના થર મા વૃદ્ધિ થાય એટલે શરીર ને પહેલાં જેવું સામાન્ય બનાવવું ખૂબ જ કપરું પડે છે.શું તમને ખ્યાલ છે કે શરીર માં સ્થૂળતા નું પ્રમાણ વધવા થી તમે અનેક પ્રકાર ની બીમારીઓ થી પીડાઈ શકો. જો તમે આ સમસ્યા માંથી મુક્તિ મેળવવા માંગતા હોવ, તો આજે અમે તમને આ પ્રકાર ના મોટાપા ની સમસ્યા થી બચવા માટે ના અમુક ઉપાયો જણાવીશું.

સૌ પ્રથમ તો તમે પોતાની જાત સાથે એક વાયદો કરો કે જીવન માં ભલે ગમે તેટલો કપરો સમય આવે તથા પરિસ્થિતિ વધુ ને વધુ કપરી જ કેમ ન બની જાય પરંતુ તણાવ ને કયારેય પણ તમારા માનસ ની વધુ નજીક નહીં આવવા દો. એ વાત માં કોઈ જ શંકા નથી કે જો તમારા જીવન મા માનસિક તણાવ નું પ્રમાણ વધી જાય તો તેની શરીર પર વિપરિત અસર પડે અને પરિણામે મોટાપા મા પણ વૃદ્ધિ થાય છે, સાથે સાથે અનેકવિધ અન્ય બીમારીઓ ને પણ આમંત્રણ આપે છે, તેથી તણાવ થી બને તેટલું દૂર રહેવું.

મોટાભાગ ના લોકો વ્યસ્તતા ભરેલા જીવન ના કારણે લીલા શાકભાજી નું સેવન કરતાં નથી અને તેના બદલે ઝડપી રાંધી શકાય તેવા શાકભાજી નું સેવન કરવાનું પસંદ કરે છે. આ ઉપરાંત તેઓ સ્વાદ વધારવા માટે વધુ પડતા ઓઈલ મસાલા નો ઉપયોગ કરે છે, જ્યારે લીલા શાકભાજી એ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી હોય છે તથા તે પોષક તત્વો થી ભરપુર હોય છે. આ લીલા શાકભાજી સ્થૂળતાના કટ્ટર શત્રુ બનીને આપણા શરીર ને સુડોળ રાખવામાં સહાયરૂપ બને છે.

લોકો ખાંડ નાખેલી મીઠી વસ્તુઓ, વિવિધ મીઠાઈઓ, ચોકલેટ, આઈસ્ક્રીમ જેવી ચીજવસ્તુઓ નુ સેવન કરવા માટે પોતાનું સંયમ તોડી નાખે છે અને ખૂબ બધું ખાઈ જાય છે, પરંતુ લોકો આ મીઠી ચીજો ને પચાવવા માટે ખૂબ જ વધુ પડતો પરિશ્રમ કરવો પડે છે.પરંતુ, આપણે આહાર ને ચાવવાનું જરાપણ પરિશ્રમ કરતા નથી, પરિણામે અમુક માત્રા મા મીઠાઇઓ ની શર્કરા પચ્યા વિના સીધી લોહી મા ભળી જાય છે. જે આગળ જતાં ડાયાબિટીસ થવા માટે નું કારણભૂત બને છે, અને શરીર માં ચરબી ના રૂપ મા વધારાની કેલરી ઉમેરાઈ જાય છે જે મોટાભાગે સ્થૂળતા નું પણ કારણ બને છે. જો તમે મોટાપા ની સમસ્યા થી દૂર રહેવા માંગતા હોવ અને સ્વસ્થ રહેવા માંગતા હોવ તો સ્વીટ ખાવાનું ઘટાડી દેવું.

ગ્રીન ટી થોડી સ્વાદે કડવી કે તૂરી હોય છે, પરંતુ તેમાં ભરપૂર પ્રમાણ મા ગુણતત્વો હોય છે, ગ્રીન ટી મા સમાવિષ્ટ એવા તત્વો છે જે શરીર ની અંદર ના તમામ ઝેર ને બહાર કાઢી લે છે, ગ્રીન ટી મા સમાવિષ્ટ કેટેચીન નામ નુ સંયોજન પાચન ક્રિયા ને મજબૂત બનાવીને પાચન ક્રિયા ને સરળ રાખવાનું કામ કરે છે. નિષ્ણાતો નું એવું માનવું છે કે ગ્રીન ટી કોઈપણ ચરબી ઘટાડનારા ઘટક કરતા 16 ગણું વધારે કામ કરે છે.

સુખી જીવન વ્યતીત કરવા માટે હસવું એ અત્યંત મહત્વપૂર્ણ છે, જો તમે તમારા સ્વભાવ મા હાસ્ય નો સમાવેશ કરો છો, તો તેના કારણે શરીર મા હેપી હોર્મોન્સ રીલિઝ થાય છે જે તમારા શરીર મા સ્થિત મોટાપા ને દૂર કરે છે. દિવસ દરમિયાન તમે જેટલું બની શકે તેટલું હસવું. આનંદિત રહેવાથી શરીર ને એક વિશેષ પ્રકાર ની ઊર્જા મળે છે જેના કારણે તમને કામ કરવાનો થાક નહીં લાગે અને બેઠાડા જીવન માંથી મુક્તિ મળશે.સવાર ના બ્રેકફાસ્ટ મા કે પછી સાંજે ચા પીને કંઈ ખાવા ની ઇચ્છા થાય તો ઓટમીલ માંથી બનેલ નાસ્તો કરવો જોઈએ. દલિયા એ એક એવું ભોજન છે જેમાં ઉચ્ચ પ્રમાણ મા ફાઇબર મળી આવે છે. જે પેટ અને પાચન માટે અમૃત તરીકે કાર્ય કરે છે, જે મોટાપા ને ઝડપ થી ઘટાડે છે, તેથી હવે તમે તમારા બ્રેકફાસ્ટ મા ઓટ ના લોટ નો સમાવેશ અવશ્ય કરો.

તેથી તમારા આહાર મા પપૈયા નો સમાવેશ નિયમિત રીતે કરો. પપૈયા ને તમે કાચું પણ ખાઈ શકો છે. આ ઉપરાંત તમે તેની વિવિધ વાનગી બનાવીને પણ આરોગી શકો છો. પાકું પપૈયું ચીરી કરી ને પણ ભોજન મા લઈ શકાય. જેમને શુગર ની તકલીફ ન હોય તેઓ ખાંડ કે મધ નાખી ને પણ તેનું સેવન કરી શકે છે. જેમને ગેસ કે કબજિયાત હોય એમણે પાકું પપૈયું નું સેવન કરવું જોઈએ.

તમે કહેશો કે આ તો નાના બાળક ને આપવાની સલાહ છે પરંતુ , વર્તમાન સમય મા મોટા લોકો ને પણ આ સલાહ આપવાની આવશ્યકતા પડી છે. મોટાં લોકો તો તેમનો ખોરાક ચાવીને જ ખાતા હોય ને! ના, એવું નથી પણ હોતું. લોકો પોતાના કામકાજ ની ઉતાવળ મા આહાર ને વ્યવસ્થિત રીતે ચાવતાં નથી. પરિણામે અપચો અને ગેસ ની સમસ્યાઓ ઉદ્ભવે છે. ચાવેલો ખોરાક મોં માંથી ઉત્સેચકો મુક્ત કરે છે જે ખોરા કનું સરળતા થી પાચન કરે છે અને જ્યારે ખોરાક નું યોગ્ય રીતે પાચન થાય છે ત્યારે પેટ ની ચરબી મા પણ ઘટાડો જોવા મળે છે.