જાણો આ વીર યોદ્ધાઓ વિશે જે રામાયણ અને મહાભારત બંનેમાં આ ખાસ ભૂમિકા ભજવી હતી….

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે. તમને જણાવી દઈએ કે રામાયણ ત્રેતાયુગમાં અને મહાભારત દ્વાપરયુગમાં થયેલ છે. રામાયણ અને મહાભારત બંને આપણાં મહાકાવ્યો છે. આપણે રામાયણ અને મહાભારતના પ્રમુખ પાત્રો વિશે તો જાણીએ જ છીએ પણ તમને એ ખબર છે કે કેટલાક મહત્વપૂર્ણ યોદ્ધાઓએ બંનેમાં ભાગ ભજવેલ છે. તો આજે તમને આવા જ પાંચ મહત્ત્વપૂર્ણ યોદ્ધાઓ વિશે વિસ્તારપૂર્વક જણાવીશું.

Advertisement

મહર્ષિ દુર્વાસા.રામાયણનાં અંત સમયે ઋષિ દુર્વાસા લક્ષ્મણને કહે છે કે તેઓ શ્રીરામને મળવા માંગે છે. જ્યારે મહાભારતમાં પણ દુર્વાસા ઋષિને કુંતી તથા કૃષ્ણને મળતા બતાવાયા છે.ગ્રંથો મુજબ, એક વખત ઋષિ દુર્વાસએ દેવરાજ ઇન્દ્રને પારિજાતના ફૂલોની માળા ભેટ કરી, પરંતુ ઇન્દ્રે અભિમાનમાં તે માળાને પોતાના હાથી એરાવતને પહેરાવી દીધી. એરાવતે તે માળાને પોતાની સૂંડથી વીટીને ફેંકી દીધી. પોતાની ભેટની આવી દશા જોઈ ઋષિ દુર્વાસા ખૂબ ક્રોધિત થયા અને તેમણે ઇન્દ્ર સહિત સમગ્ર સ્વર્ગને શ્રીહીન થવાનો શ્રાપ આપી દીધો. ત્યારે બધા દેવતા ભગવાન વિષ્ણુ પાસે ગયા. ભગવાન વિષ્ણુએ દેવતાઓને કહ્યું કે તમે બધા દૈત્યોની સાથે મળીને સમુદ્ર મંથન કરો. તેનાથી સ્વર્ગમાં ફરીથી ધન-સંપત્તિ પૂર્ણ થઈ જશે. સાથે જ અન્ય અમૃત પણ મળશે. દેવતાઓએ આવું જ કર્યુ.

હનુમાનજી.મહાભારતમાં જ્યારે પાંડવોનો વનવાસ ચાલી રહ્યો હતો, ત્યારે પાંચેય ભાઈ અને દ્રૌપદી જંગલમાં ભટકી રહ્યા હતાં. આ દરમિયાન તેઓ કૈલાશ પર્વતના જંગલોમાં પહોંચી ગયાં. તે સમયે યક્ષોના રાજા કુબેરનું નિવાસ સ્થાન પણ કૈલાશ પર્વત પર હતું. કુબેરના નગરમાં એક સરોવર હતું, જેમાં સુગંધિત ફૂલ હતાં. દ્રૌપદીને તે ફૂલની સુગંધ આવી. તેણે ભીમને ફૂલ લઇ આવવા માટે કહ્યું. રસ્તામાં ભીમે જોયું એક વાનર રસ્તામાં પૂંછડી ફેલાવીને સૂઇ રહ્યો હતો. કોઇ જીવને ઓળંગીને આગળ વધવું મર્યાદા વિરૂદ્ધ હતું.

જેથી ભીમે વાનરને રસ્તામાંથી પૂંછડી ઘસેડી લેવા માટે જણાવ્યું. વાનરે સાંભળ્યું નહીં. જેથી ભીમને ગુસ્સો આવી ગયો. તેણે વાનરને જણાવ્યું કે, તું જાણે છે હું મહાબલી ભીમ છું. વાનરે જવાબ આપતાં જણાવ્યું કે, તમે એટલાં જ શક્તિશાળી છો તો મારી પૂંછડી તમે જાતે જ ઘસેડીને જતાં રહો. ભીમ પૂંછડી ઘસેડવા માટે કોશિશ કરવા લાગ્યો, પરંતુ તે સહેજપણ ઘસી નહીં. ત્યારે ભીમે હાર માની લીધી. તેણે વાનરને પ્રાર્થના કરી. જેથી વાનર પોતાના મૂળ સ્વરૂપમાં આવી ગયો. તેઓ સ્વયં પવનપુત્ર હનુમાનજી હતાં.

તેમણે ભીમને સમજાવ્યું કે, ક્યારેય પોતાની શક્તિ ઉપર એટલો ઘમંડ કરવો જોઇએ નહીં. તાકાત અને વિનમ્રતા એવા ગુણ છે જે વિપરીત સ્વભાવના હોય છે, પરંતુ જો તે એક જ સ્થાને આવી જાય તો વ્યક્તિ મહાન થઇ જાય છે.હનુમાનજીએ રામાયણમાં રામજીની સેનાની આગેવાની કરી હતી. મહાભારતમાં તેઓ ભીમને મળ્યા હતા અને યુદ્ધમાં અર્જુનના રથની ધ્વજા પલ બિરાજમાન રહ્યા હતા.

પરશુરામ.રામાયણ અને મહાભારત કાળમાં ભગવાન પરશુરામ હાજર હતા. તેમણે રામાયણમાં સીતાજીના સ્વયંવરમાં ધનુષ તૂટ્યા પછી ભગવાન રામને પડકાર આપ્યો હતો. અને મહાભારતમાં કર્ણ અને ભીષ્મને અસ્ત્ર-શાસ્ત્રની શિક્ષા આપી હતી.પરશુરામનો જીવનકાળ રામાયણના યુગથી જ માનવામાં આવે છે. પરશુરામ જમદગ્ની અને રેણુકાનો પુત્ર હતા. રામાયણમાં તેનો ઉલ્લેખ જોવા મળે છે જ્યારે ભગવાન રામ, સીતા, સ્વયંવરમાં શિવ ધનુષ ઉપર પ્રત્યંચા ચડાવે છે અને તે તૂટી જાય છે. ત્યારે પરશુરામ સભામાં આવે છે અને તે જુએ છે કે ભગવાન શિવનું ધનુષ કોણે તોડ્યું. જ્યારે મહાભારતમાં પણ ઘણી વખત પરશુરામનો ઉલ્લેખ છે.

મહાભારતમાં પ્રથમ તેનો ઉલ્લેખ ત્યારે કરવામાં આવે છે, જયારે તે ભીષ્મ પિતામહના ગુરુ બને છે.અને મહાભારતમાં એક એવી ઘટના પણ છે, જે મુજબ ભીષ્મ અને પરશુરામનું યુદ્ધ પણ થયું હતું. મહાભારતમાં બીજી વાર તેનો ઉલ્લેખ ત્યારે મળે છે, જ્યારે તે ભગવાન કૃષ્ણને સુદર્શન ચક્ર આપે છે. અને ત્રીજી વખત સૂર્યપુત્ર કર્ણને બ્રહ્માસ્ત્ર શીખવે છે. એવું માનવામાં આવે છે કે પરશુરામ ચિરંજીવી છે. પરશુરામે સખત તપશ્ચર્યા કરીને વિષ્ણુ પાસે એવું વરદાન મેળવ્યું છે કે તે ચક્રના અંત સુધી તપસ્યારત ભૂલોક ઉપર રહેશે.

સુગ્રીવના મંત્રી જામવંત.સુગ્રીવના મંત્રી જામવંતે રામજી સાથે મળીને રામજી સાથે લડ્યા હતા. જામવંત એક વાર રામજી સાથે મલ્લ્યુદ્ધ કરવા માગતા હતા ત્યારે રામજીએ પણ તેમને કહ્યું કે આવતા અવતારમાં તમારી ઈચ્છા પૂરી થશે. ત્યારબાદ મહાભારતમાં શ્રીકૃષ્ણ એક ગુફામાં ગયા અને ત્યાં જામવંત રહેતા હતા અને તેમણે આઠ દિવસ સુધી મલ્લયુદ્ધ કર્યું પણ જામવંતને ખબર પડી કે આ તો ભગવાન રામ છે તો તેમણે પોતાની પુત્રી જામવંતીના વિવાહ શ્રીકૃષ્ણ સાથે કરી દીધા.જામવંતની ઉંમર હનુમાન અને પરશુરામ કરતાં પણ વધારે છે. જામવંત ત્રેતાયુગમાં શ્રી રામ સાથે હતા. જ્યારે દ્વાપર યુગમાં શ્રી કૃષ્ણના સસરા બન્યા. કારણ કે તેમની પુત્રી જામ્બવતી શ્રી કૃષ્ણની પત્ની હતી. ખરેખર, કૃષ્ણએ સ્યમંતક મણી માટે જામવંત સાથે યુદ્ધ કરવું પડ્યું હતું.

તે સમયે, શ્રી કૃષ્ણ યુદ્ધમાં વિજય મેળવ્યો હતો, તેથી જામવંતે તેના ભગવાન શ્રી રામને યાદ કર્યા.અને પછી જામવંતનો અવાજ સાંભળીને શ્રી કૃષ્ણને પોતે રામ રૂપમાં આવવું પડ્યું. ત્યારે જામવંતે પોતાની ભૂલ સ્વીકારી અને શ્રી કૃષ્ણ પાસે માફી માંગી. અને સ્યમંતક મણી આપી દીધો. અને તેમને વિનંતી કરી. કે મારી પુત્રી જામ્બવતી સાથે લગ્ન કરે. તેમના બંને પુત્રનું નામ સામ્બ હતું. જામવંતને તેના ભગવાન રામ તરફથી વરદાન પ્રાપ્ત છે. તે હંમેશાં ચિરંજીવી રહેશે. કલ્કી અવતારના સમયે તેની સાથે રહેશે.

રાવણના શ્વશુર મયાસુર.તેઓ રામાયણમાં તો હતા જ પણ તેઓએ મહાભારતમાં માયાભવન બનાવ્યું હતું. જેમાં દુર્યોધન ઊલઝીને પાણીમાં પડ્યો હતો અને દ્રૌપદીએ દુર્યોધનનો ઉપહાસ કર્યો હતો.ખાંડવપ્રસ્થના નિર્માણ વખતે જ્યારે મયાસુરનું યુદ્ધ ભગવાન શ્રીકૃષ્ણ તથા અર્જુન સાથે થયું, ત્યારે તે હાર પામ્યો અને શ્રીકૃષ્ણઍ તેને અભય દાન આપ્યું. શ્રીકૃષ્ણઍ તેને યુધિષ્ઠિર માટે ઇન્દ્રપ્રસ્થ નગરમાં એક ભવનનું નિર્માણ કરવા માટે આજ્ઞા કરી. મયાસુરે તે વખતનો મોટામાં મોટો અને અત્યંત સુંદર તથા બેજોડ ભવન નિર્માણ કર્યો, જે મયસભા તરીકે વિખ્યાત થયો.

Advertisement