જાણો રામાપીરના ચાર જુગના પાઠ ની સંપૂર્ણ માહિતી માત્ર એક ક્લિક મા……

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં હનુમાનજીના એક પૌરાણિક મંદિર વિશે જણાવવા જઈ રહ્યો છુ.મિત્રો તમને જણાવી દઈએ કે સૌ પ્રથમ સનાતન ધર્મ ની સ્થાપના પ્રહલાદ જીએ કરી ત્યારે એમની આગેવાની નીચે ચાલનારા એમી ધરાને અનુસરનારા આ ધર્મના માર્ગે ભાવે કે અભાવે સમજમાં કે અસમજમાં ચાલનારા એવા 15 કરાડો પુરુષો હતા મહાપુરુષોની ગણતરીએ કરોડનો સંધેભ પણ અલગ હોય છે.

Advertisement

પ્રહલાદજી જ્યારે મંડપ રચ્યો ત્યારે એમની આગેવાની નીચે આ 15 કરોડ માંથી ઋતુ પ્રમાણે પાંચ પાંચ કરોડ સૌરા મંડપમાં મળતા આ મંડપમાં ચંદનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો એ સમયે અલખને બિરાજમાન થવા માટે સોનાનો પાઠ અને સોનાના સિંહાસન હતા એમનો ઠાઠ એટલે કે આજુબાજુ ની ચીજવસ્તુઓ પણ સોનાની હતી ધર્મની આગેવાની સમયે સૂર્યની હતી.

આ સમયે કોટવાડ તરીકે ગરુડની હતા કોટવાડનું સ્થાન અને ભૂમિકા ખૂબ મહત્વના હોય છે. પ્રથમ યુગમાં સૌરો મંડપ રચ્યો ત્યારે કુંજાર એટલે કે હાથીને દોરી અને અલખના દ્વારે લઈ આવ્યા.એ સમયે જ્યોત પ્રગટ કરી અને કુંજરને વનુજ્યો ત્યારબા જત ગંગાએ મળી ગુરુ મહારાજે જે જે માર્ગદર્શન આપેલું તે અનુસાર એમના વચનમાં વર્તી તનમન ની એકતાથી ભક્તિનું કાર્ય કરી અને જ્યોતને અદ્રશ્ય કરી અને ગરુડજીએ જોયું કે હાથી હજુ બેઠો થયો નથી એટલે કે હાથી હજુ સજીવન થયો નથી.

ઊંડન ભગતને આ વાતની ખબર પડતાં તેને થોડો વિચાર કરી અને ઉપાય બતાવી અને યાજ્ઞા કરી કે ભાઇઓ આતો ગતગંગા છે ગતગંગા માં ઔલોકિત શકતી છે તો અલખનો આરાધ કરો અને જળની અંજલિ છાટો આપડે ભક્તિ રૂપી કમાણીનો પ્રતાપ તરત દેખાશે આ પછી ઉડન ભગતની આજ્ઞા અનુસાર ગતગંગા એ આરાધ કરી જળની અંજલિ છાંટી હાથીને અંજલિ છાંટતા તે તરત સજીવન થઈ ચાલતો થયો સૌરા મંડપમાં ધર્મની અને કાર્યની સફળતા નું પ્રમાણ મેળવવામાં આવતું હતું હાથી બેઠો થયો.

બાદ સિહલ દ્વીપ માં ગયો અન ગત ગંગાનું કાર્ય સફળ બનતા સૌને કોડીપાવડ વર્તાવ્યો એ શબ્દો ભેદી છે માર્મિક અને ગૂઢ રહસ્યો વાળ છે મહાપુરુષોની ભાષામાં કોડી એટલે શક્તિનો પ્રસાર અને પાવડ એટલે સતપુરુષોનો પ્રસાર પણ આવા દરેક માણસે સમજમાં આવી શકે ને તેમ નથી ગુરુ ચરણમાં રહી એમના વચનમાં વર્તનાર અને જેને ગુરુ મહારાજે કઈક ગમ આપ્યું હોય ને એવા પુરુષો જ આ કોડી પાવ ડ સંતનો ભેદ સમજી શકે છે.

જ્યારે કર્યા અને સફળતા મળે ત્યાર પછી જ કોડી પાવડનો પ્રસાદ લેતા પ્રથમ જુગમાં પ્રહલાદજી ના પત્ની રાણી રત્નાવલી એ ધર્મ ચળવ્યો અને જીલ્યો ધર્મ એ સતીઓનો કહેવાય છે એને સતી નારી જીલે છે અને એ ધર્મને કારણે એટલે પુરુષ કરે છે આ સમયે રાણી રત્નાવલી એ ધર્મ ચલાવ્યો અને સાત ને પગ ધરી પોતે પોતાના વતનમાં પોહચ્યા પોતાનું વતન એટલે કે આ જીલ જ્યાંથી આવ્યું છે તે ઇશ્વરનો દરબાર અને એ સાથે બીજા 5 કરોડ પુરુષોને એ માર્ગે દોરી અને નિર્માણ પદની પ્રાપ્તિ કરાવી.

બીજા જુગમાં સત્યવાદી રાજા હરીશ ચંદ્ર અને એમની પત્ની રાણી તારામતી એ સનાતન ધર્મની સ્થાપના કરી એમના ગુરુ નું નામ વિલોચન ગાચા હતું વિલોચન ગાચા સૂપડા બનવાનું કામ કરતા તેઓ નગરની બહાર જૂપડામાં રહેતા હતા એક વખત તેને ત્યાં સંત અને પાઠ પૂજનનું કરી પરિપૂર્ણ થઈ રહ્યું હતું હરીશ ચંદ્ર રાજા પોતે રાત્રીના સમયે નગર ચર્ચા જોવા માટે નીકળ્યા હતા.

એમને અહી દૂર થી આ પાઠ પૂજન નિહાળ્યો આ જોતા વેત રાજાની બુદ્ધિ નું અને પૂર્વની કોઈ અને પૂર્વની કમાઈનું કોઈ તેજ પ્રગટ્યું અને તેમને વિલોચન ગચા ને પોતાના ગુરુ માની અને કંઠી બંધાવી આ બોધ માટે તેઓ તારાવતી ને લઇ આવ્યા બીજા જુગમાં જ્યારે સૌરો મંડપ રચ્યો ને ત્યારે અલખને બિરજવા માટે ચાંદીનો પાઠ ચાંદીનું સિંહાસન અને ચાંદીનો ઠાઠ હતો એ સમયે ધર્મની આગેવાની પવન દેવની હતી આ સમયે કોટવાડ તરીકે ગણેશજી હતા.નકલનક રાય વૈદ્યો વૈદ્યો રેવત સાચા ધણી ને દુવાર સાત કરોડ કોળી પાવન થાય ગતે મળીને કર્યો અલખને આરાધ રેવત ચાલ્યો વનડા ની મોજાર.

ત્રીજો જુગમાં ત્રીજો પાટ જ માંડ્યો યુધિષ્ઠિર ને દુવાર ચવલી દોરીને હાલ્યા ધણી ને દુવાર ત્રામ્બા કેરા પાટ માંડ્યા ત્રામ્બા ના કળશ ત્રામ્બા ના સિંહાસન બેઠા નકલનક રાય વેધી વેધી ચવલી સાચા અલખને દુવાર નવ કરોડ કોળી પાવન થાય ગતે મળીને કર્યો અલખ ને આરાધ ચવલી ઉઠી ને ચાલ્યા વનડા મોજાર.ચોથો ચોથો જગન રચિયો બળી ને દુવાર અજિયા દોરી હાલીયા ધણી ને દુવાર માટી કેરા પાટ માંડ્યા માટી કેરા કળશ માટીના સિંહાસન બેઠા નકલનક રાય વેદી વેદી અજિયા સાચા અલખને દુવાર બાર કરોડ કોળી પાવન થાય ગતે મળીને કર્યો અલખને આરાધ અજિયા ઉઠીને ચાલ્યા બળી ને દુવાર એવા ચાર ચાર જુગના નર ચાલીયા નિર્વાણ ઉગમશી બોલ્યા આ તો આગમ ના એંધાણ

પેલો પેલો જગન રચિયો પ્રહલાદ દુવાર
હસ્તી ને દોરીને હાલ્યા ઘણી ને દુવાર
સોના કેરા પાટ માંડ્યા સોના કેરા કળશ
સોનાને સિંહાસન બેઠા નકલનક રાય
એવો વૈદ્યો વૈદ્યો હસ્તી સાચા અલખને દુવારપાંચ કરોડ કોળી પાવન થાય
એવી હસ્તી ઉઠી ચાલીયો વનની મોજાર.બીજો બીજો જગન રચિયો હરિસચંદ્ર રાય, રેવત ને દોરીને હાલ્યા ધણી ને દુવાર, રૂપા કેરા પાટ માંડ્યા રૂપાના કળશ, રૂપાના સિંહાસને બેઠા નકલનક રાય, વૈદ્યો વૈદ્યો રેવત સાચા ધણી ને દુવાર, સાત કરોડ કોળી પાવન થાય, ગતે મળીને કર્યો અલખને આરાધ
રેવત ચાલ્યો વનડા ની મોજા.

ત્રીજો ત્રીજો પાટ જ માંડ્યો યુધિષ્ઠિર ને દુવાર, ચવલી દોરીને હાલ્યા ધણી ને દુવાર, ત્રામ્બા કેરા પાટ માંડ્યા ત્રામ્બા ના કળશ, ત્રામ્બા ના સિંહાસન બેઠા નકલનક રાય, વેધી વેધી ચવલી સાચા અલખને દુવાર, નવ કરોડ કોળી પાવન થાય, ગતે મળીને કર્યો અલખ ને આરાધ
ચવલી ઉઠી ને ચાલ્યા વનડા મોજાર.

ચોથો ચોથો જગન રચિયો બળી ને દુવાર
અજિયા દોરી હાલીયા ધણી ને દુવાર, માટી કેરા પાટ માંડ્યા માટી કેરા કળશ, માટીના સિંહાસન બેઠા નકલનક રાય
વેદી વેદી અજિયા સાચા અલખને દુવાર
બાર કરોડ કોળી પાવન થાય, ગતે મળીને કર્યો અલખને આરાધ, અજિયા ઉઠીને ચાલ્યા બળી ને દુવાર , એવા ચાર ચાર જુગના નર ચાલીયા નિર્વાણ, ઉગમશી બોલ્યા આ તો આગમ ના એંધાણ.રાજસ્થાનના પોકરણગઢના રાજવી અજમલજીને આપેલું વચન નિભાવવા અને ધર્મની સ્થાપના કરવા ભગવાન પધાર્યા. વિરમદેના જન્મ બાદ બરાબર એક માસે વિક્રમ સંવત ૧૪૬૧ની સાલ ભાદરવા સુદ દશમની પરોઢે એટલે કે અગિયારસ બેસતાં ભગવાન રણછોડરાય બાળસ્વરૂપે વિરમદેજી સાથે પારણામાં પોઢી ગયા. પોતે દિવ્ય હોવાની, ભગવાન હોવાની નિશાની રૂપે કુમકુમ પગલાં પાડયાં. તેમનું નામ રામદેવજી રાખ્યું. રામાપીરે ઘણાં કાર્યો કર્યાં છે તે બધાને ખબર છે પણ આપણે બીજી જ વાત કરવાની છે.

શિવે પાર્વતીને નિજિયાધર્મ વિશે શું કહ્યું.અષાઢ સુદ બીજના દિવસે રણુજામાં રામાપીરે પાટોત્સવ કર્યો. આ પ્રસંગે હાજર રહેલા સહુને રામાપીરે જણાવ્યું કે આ પ્રસંગે શિવના પાટોત્સવને યાદ કરીએ. શિવે શક્તિને નિજિયા ધર્મ અને ગૃહસ્થ ધર્મ વિશે જે જે વાત કહેલી તે વાત અત્યારે અહીં બધાને સંભળાવું છું. તે ધ્યાન દઈ સાંભળવા યોગ્ય અને જીવનમાં ઉતારવા યોગ્ય છે. રામાપીરે પાટોત્સવમાં ઉપસ્થિત સર્વને જે વાતો જણાવી હતી તે આ પ્રમાણે હતી.નિજિયા ધર્મના આદ્ય સ્થાપક શિવ અને શક્તિ, નિજ એટલે પોતાનો ધર્મ, નિજિયા ધર્મના આદ્યસ્થાપક શિવ અને શક્તિ છે. આ નિજિયા ધર્મમાં સ્ત્રી કે પુરુષ, જ્ઞાતિ-જાતિના કોઈ ભેદભાવ નથી. જે પુરુષ પરસ્ત્રીને પોતાની માતાસમાન માની મનમાં દૃઢ માતૃભાવ રાખે છે તે જ રીતે સ્ત્રી પણ પરપુરુષને સગા ભાઈ જેવો સમજે છે તેઓને જ આ નિજિયા ધર્મમાં સ્થાન છે.

ગૃહસ્થાશ્રમ એ માનવસેવા છે. મહાધર્મનું એ પહેલું પગથિયું છે અને એ ધર્મ નિજિયા ધર્મ માને છે. જેમને પૂર્વજન્મમાં ભક્તિભાવ વરેલો છે એવાં પતિ-પત્ની એકમતવાળાં હોય છે તેઓ આ નિજ ધર્મ પાળતાં હોય છે. “હું” અને “મારું” મટી જાય, ધણીપણું ટળી જાય, આપાપણું ગળી જાય એ સાચો નિજારી કહેવાય છે. જેને પૂર્વજન્મમાં ભક્તિભાવ વરેલો છે એવાં પતિ-પત્ની એકમતવાળાં હોય તેઓ આ નિજધર્મ પાળતાં હોય, ભક્તિભાવમાં પૂરા રંગાયાં હોય એમના હૃદયમાં દિવ્ય પ્રકાશ થાય છે. આવાં ઉપાસક નર-નારીને માયાનો મોહપાશ તૂટી જઈ યુગેયુગના ભવબંધનથી છૂટે છે.

નામ અનેક પણ ગુણ એક જ,બીજ રહસ્ય બતાવનારો પંથ જેને મહાપંથ પણ કહેવાય છે. મહાપંથનાં અનેક નામો મળે છે. નિજિયા ધરમ, નિજર પંથ, બીજમાર્ગ, મહામાર્ગ, ધૂનો ધરમ, સનાતન ધર્મ, માર્ગીપંથ, મોટો પંથ, પાટ પંથ, ગુપ્ત ધરમ, મૂળ ધરમ કે આદિ ધર્મના નામે પ્રચલિત છે. નિરંજન નિરાકાર જ્યોતિસ્વરૂપ આદ્ય શિવ-શક્તિની ઉપાસનાથી માંડીને વિષ્ણુ ભગવાનના અંશાવતાર રામાપીર સુધી તેની ઉપાસના ચાલી આવી છે.

ચાર જુગના ચાર પાટોત્સવ,પહેલા જુગમાં પ્રહ્લાદ રાજાએ પાટ મંડાવ્યો. તેમનાં રાણી રત્નાદેએ એને મોતીડે વધાવ્યો. પાટની ગુરુગાદીએ આદિનાથજી અને કોટવાળ તરીકે ગણેશજી હતા. બીજા જુગમાં હરિૃંદ્ર રાજાએ પાટ પુરાવ્યો. તેમનાં રાણી તારાદેએ એ પાટને વધાવ્યો. પાટના ગાદીપતિ તરીકે ચૌરંગીનાથ અને કોટવાળ તરીકે ગરુડજી હતા. ત્રીજા જુગમાં યુધિષ્ઠિર રાજાએ પાટ મંડાવ્યો. રાણી દ્રૌપદીએ પાટને વધાવ્યો. પાટના ગાદીપતિ તરીકે મચ્છંદરનાથ અને કોટવાળ તરીકે ભૈરવજી હતા.

ચોથા જુગમાં બલીરાજાએ પાટ પુરાવ્યો. તેમનાં રાણી વિદ્યાવલીએ પાટને વધાવ્યો. પાટના ગાદીપતિ તરીકે ગોરક્ષનાથજી અને કોટવાળ તરીકે હનુમાનજી હતા. ઉપરાંત ચારેય જુગની કોળીમાં હાથી, અશ્વ, ગાય અને અજિયા દર્શાવાય છે. એના સંકેતોમાં જાણકાર સંતોનું એવું પણ અર્થઘટન છે કે, પહેલા જુગમાં જે હાથી દર્શાવ્યો છે તે હાથી એટલે કે અભિમાન રૂપી હાથીનું બલિદાન છે. બીજા જુગમાં અશ્વ દર્શાવ્યો છે તે પવન રૂપી ઘોડાને વશમાં કરવું- બલિદાન આપવું. ત્રીજામાં ગો એટલે ગાયનું એટલે ઈન્દ્રિયોની તમામ ક્રિયાઓનું બલિદાન આપવું. ચોથામાં અજિયા એટલે સૂક્ષ્મ વાસના રૂપી અજિયાનું બલિદાન આપવું. આવું સંતોએ સમજાવ્યું છે. આ તમામ પાટોત્સવોનું વિવરણ સ્થળસંકોચના હિસાબે ટૂંકમાં આપવાની કોશિશ કરી છે.

ચોપન વર્ષની ઉંમરે રામદેવપીરે વિ.સં ૧૫૧૫ની સાલમાં ભાદરવા સુદ-૧૧ ને ગુરુવારના દિવસે રણુજા (રામદેવરા)માં સમાધિ લીધી. દયાળીબાઈએ રામાપીરે સમાધિ લીધી એના બે દિવસ પહેલાં સમાધિ લીધેલી. રામદેવપીરે સમાધિ લીધા પછી રાણી નેતલદેને બે જોડિયા પુત્ર અવતર્યા. એકનું નામ દેવરાજ અને બીજાનું નામ સાદુજી. રણુજામાં ગાદીપતિ તરીકે રામાપીરના વંશજ ભોમસિંહજી છે.

રામદેવ પીરે સમાધિ લીધા પછી બસ્સો બેંતાલીસ વર્ષ બાદ (વિ.સં. ૧૭૫૭, જેઠ વદ પાંચમના રોજ) હરજી ભાટીને પરચો આપેલો. હરજી ભાટીનું ગામ રણુજાથી લગભગ ૧૪૦ કિમિ. દૂર ઓસિયા ગામ (ઓસિયાથી ૧૫ કિમી. દૂર) પાસે છે જે પંડિતજીની ધાણી તરીકે ઓળખાય છે. જે સ્થળે હરજી ભાટીને રામાપીરે સાધુના વેશે દર્શન આપેલ તે સ્થળ હરજી ભાટીના ગામથી ત્રણેક કિમી. દૂર છે જ્યાં નાનું રામાપીરનું મંદિર છે.

આ મંદિરની ટેકરી પાછળ નાની તળાવડી છે જ્યાંથી હરજી ભાટી રામાપીર માટે પીવાનું પાણી ભરી લાવ્યા હતા. વિ.સં. ૧૮૩૮ના રોજ હરજી ભાટીએ સમાધિ લીધેલી. હરજી ભાટીની જગ્યામાં ગાદીપતિ તરીકે હરજી ભાટીના પરિવારમાંથી જે આજીવન કુંવારા રહી શકે તેને જ બેસાડવામાં આવે છે.સુરેન્દ્રનગર જિલ્લાના માલવણ ચોકડી પાસે પીપળી ગામ પણ અત્યારે એક ધામ બની ગયું છે જે સવા ભગતની પીપળી તરીકે પ્રસિદ્ધ છે. પીપળીમાં દર બીજ અને પૂનમે અસંખ્ય યાત્રિકો આવી દર્શન કરી ધન્યતા અનુભવે છે.

Advertisement