જાણો વિનુભાઈ પટેલમાંથી મહંત સ્વામી બનવા સુધીની BAPS ના વડા સુધીની સફર

નમસ્કાર મિત્રો આજના આ લેખમા તમારુ સ્વાગત છે અને આજના આ લેખમા આજે આપણે વાત કરીશુ ભારતના સૌથી મોટા સંપ્રદાય શ્રી સ્વામિનારાયન ના પ્રમુખ શ્રી મહંત સ્વામી વિશે મિત્રો તમને જણાવી દઇએ કે મહંત સ્વામી મહારાજ વર્તમાન ગુરુ અને બોચાસણ વાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા ના પ્રમુખ છે જે સ્વામિનારાયણ સંપ્રદાયની એક મુખ્ય શાખા છે જે હિન્દુ સંપ્રદાય છે.

મિત્રો મહંત સ્વામીનો જન્મ 13 સપ્ટેમ્બર 1933ના રોજ જબલપુર, મધ્યપ્રદેશમાં થયો હતો અને તેમના પિતાનું નામ મનીભાઇ નારાયણભાઇ પટેલ અને માતાનું નામ દહીબેન છે. મહંત સ્વામીનું મૂળ નામ કેશવજીવનદાસ છે પરંતુ તેમના પરિજનો તેમને વ્હાલથી વિનુ કહીને સંબોધે છે તેઓ મૂળ આણંદના રેહવાસી હતા અને વ્યવસાય અર્થે જબલપુર ગયા હતા

મિત્રો મહંત સ્વામીએ જબલપુરમાં પ્રાયમરી અને સેકન્ડરી એજ્યુકેશન મેળવ્યુ હતુ અને ત્યારબાદ માં તેઓ આણંદ આવ્યા અને ત્યાં તેમણે કૃષિક્ષેત્ર માં આગળનો અભ્યાસ કર્યો જ્યા તેમણે 1951-52માં તેઓ યોગીજી મહારાજ ના સંપર્કમાં આવ્યા હતા અને 1957માં તેમણે પાર્શદ દીક્ષા લીધી અને વિનુભગત બન્યા

ગોંડલ ખાતે 1961માં તેમણે ભાગવતી દીક્ષા લીધી અને સ્વામી કેશવજીવનદાસ બન્યા હતા. બાદમાં તેમને દાદર મંદિરના મહંત બનાવવામાં આવ્યા અને તેઓ મહંત સ્વામી પ્રખ્યાત થયા હતા અને તમને જણાવી દઇએ કે 20 જુલાઇ 2012ના રોજ પ્રમુખ સ્વામીએ મહંત સ્વામીને પોતાના ઉત્તરાધિકારી તરીકે દર્શાવ્યા છે મિત્રો જ્યારે પ્રમુખસ્વામી મહારાજે અક્ષરધામ ગમન કરતાં BAPSની જવાબદારી મહંત સ્વામી ના નામે લોકપ્રિય એવા સાધુ કેશવજીવનદાસજીના શિરે આવી ગઇ હતી.

અને પરમ પૂજ્ય યોગીજી મહારાજ અને પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના કૃપાપાત્ર વરિષ્ઠ સંતોમાંના તેઓ એક છે તેમજ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજની આજ્ઞા અનુસાર તેઓ દેશ-વિદેશમાં વિચરણ કરીને સત્સંગ-પ્રસારનું કાર્ય કરી રહ્યા છેઅને હવે તેઓ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના અધ્યક્ષ અને ભગવાન સ્વામિનારાયણની ગુણાતીત ગુરુ પરંપરાના છઠ્ઠા ગુરુદેવ તરીકે મહંત સ્વામી બિરાજમાન થયા છે.

મિત્રો મુંબઇમાં વર્ષ 1961માં સાધુ કેશવજીવન દાસજી મહંત તરીકે નિમાયા ત્યારથી જ તેઓ મહંત સ્વામી તરીકે પ્રસિદ્ધ થયા અને આજે બી.એ.પી.એસ.ના સંસ્થાના અધ્યક્ષની જવાબદારી તેમને શિરે આવી છે. આવા 87 વર્ષીય પૂજ્ય મહંત સ્વામી સન 1956 માં બી.એસસી.એગ્રિ.ની ડિગ્રી પ્રાપ્ત કરીને સન 1957 માં દીક્ષિત થઈને બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજની સેવામાં જોડાયા હતા.

જ્યા પરમ પૂજ્ય મહંત સ્વામી બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના એક વરિષ્ઠ સંતવર્ય છે.અને સન-1951થી તેમને પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનાં ગુરુદેવ, પૂજ્ય બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજનો યોગ થયો અને યોગીજી મહારાજની આધ્યાત્મિક પ્રતિભાથી તેઓ રંગાઇ ગયા હતા.અનેપ્રખર બુદ્ધિમત્તા અને તર્કશીલ માનસ ધરાવતા સુશિક્ષિત મહંત સ્વામીને યોગીજી મહારાજના આધ્યાત્મિક વ્યક્તિત્ત્વમાં તમામ પ્રશ્નોનાં ઉત્તર જડી ગયા. સન-1961માં યોગીજી મહારાજનાં હસ્તે દીક્ષિત થઇને તેઓ સાધુ કેશવજીવનદાસ બન્યા હતા.

મિત્રો મુંબઇ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ ખાતે તેઓને મહંત તરીકે નિયુક્ત કર્યા ત્યારથી તેઓ મહંત સ્વામીના નામથી લોકપ્રિય બન્યા હતા. સન-૧૯૭૧થી તેઓ પ્રમુખસ્વામી મહારાજને જ યોગીજી મહારાજનાં સ્વરૂપ તરીકે એટલે કે પોતાના ગુરુ તરીકે અનુસરતા રહ્યા. પ્રમુખસ્વામી મહારાજની છત્ર છાયામાં તેમની આધ્યાત્મિક પ્રતિભાને સવિશેષ મહેકી ઉઠી હતી.અને એક ઉત્તમ સાધુતાયુક્ત સંત તરીકે અને પ્રખર બુદ્ધિમન્ત વ્યક્તિત્ત્વ તરીકે તેઓ અનેકને વર્ષોથી આધ્યાત્મિક માર્ગદર્શન પૂરું પાડતાં રહ્યાં છે.

મિત્રો મહંત સ્વામી પૂજ્ય પ્રમુખસ્વામીજી વિશે કહે છે કે સ્વામીશ્રી ફકત ભવ-બંધન કાપવા અને માયાપાર કરી ધર્મ-જ્ઞાન-વૈરાગ્ય અને ભગવાનની મહાત્મ્યયુક્ત ભક્તિ કરવા અને કરાવવા આવ્યા છે અને તેથી તે સિવાયની બીજી બાબતો માં છૂપા જ રહેને સ્વામી ભવ-રોગના નિષ્ણા છે. પરમાનંદના ભોક્તા અને દાતા છે. બ્રહ્મરસના ભોગી છે. જન્મ-કર્મને નિર્ગુણ કરનાર અને નિર્ગુણ માર્ગ બતાવનાર છે. આદર્શ ગુરુ છે. આદર્શ પરાભક્તિ અને ગુરુભક્તિ કરનાર છે. આદર્શ શિષ્ય છે. ગુણાતીત સમાજનાં નેતા છે. ભગવાને રહેવાનું ઘર છે. ભગવાન આપે છે. ભગવાનને કેમ રાખવા તે શીખવાડે છે.

મિત્રો પ્રમુખ સ્વામીએ સમયસર તેમના ઉત્તરા ધિકારી તરીકે મહંત સ્વામીને નીમી દીધેલા. 13-9-1933ના રોજ જન્મેલા મહંત સ્વામીનું સંસારી નામ વિનુ પટેલ હતું.અને સાધુ તરીકે તેમનું નામ કેશવજીવણદાસ રખાયું હતું. સ્વામીનારાયણની સંસ્થા જે ટૂંકમા BAPS તરીકે ઓળખાય છે તેના જગતભરમાં 713 મંદિરો છે.અને મહંત સ્વામી આજે પ્રમુખ સ્વામી પછી છઠ્ઠા સ્પિરિચ્યુઅલ નેતા છે. ગુરુ પરંપરા રીતે ચાલી આવે છે: (1) ગુણાતીતાનંદ સ્વામી (2) ભગતજી મહારાજ (3) શાસ્ત્રીજી મહારાજ (4) યોગીજી મહારાજ (5) પ્રમુખ સ્વામી મહારાજ (6) અને હવે મહંત સ્વામી

મિત્રો નવાઈની વાત છે કે પ્રમુખ સ્વામીએ સાળંગપુરમાં બચપણ વિતાવેલું ત્યારે નવા મહંત સ્વામી મધ્ય પ્રદેશના ગામ જબલપુરમાં ઉછરેલા અને 1961ની સાલમાં આજથી 55 વર્ષ પહેલાં મહંત સ્વામીને યોગીજી મહારાજે દીક્ષા આપેલી અને પછી સતત પંચાવન વર્ષ નિષ્ઠાપૂર્વક વિવિધ મંદિરોમાં સેવા કરતા રહ્યા જ્યા તેમની સેવાથી પ્રભાવિત થઈ 2012માં પ્રમુખ સ્વામીએ તેમને પોતાના પદના ઉત્તરાધિકારી નીમ્યા હતા મહંત સ્વામીના સંસારી પિતાનું નામ મણીભાઈ નારણભાઈ પટેલ અને માતાનું નામ ડાહીબહેન પટેલ હતું.

બન્ને પતિ-પત્ની શાસ્ત્રીજી મહારાજના ચુસ્ત શિષ્યો હતા અને નવાઈની વાત છે કે શાસ્ત્રીજી મહારાજે મહંત સ્વામીના જન્મ પછી તુરંત તેમના મા-બાપના ઘરે મુલાકાત લઈ પ્રથમ તેમનું ફેમીલી નામ કેશવ રાખેલું અને સંસારી વિનુભાઈ પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પોતાના જન્મ સ્થળે જબલપુરમાં પૂરું ર્ક્યુ. પછી જબલપુરમાં મેટ્રીક પાસ થઈ તેઓ ત્યાંની ક્રિશ્ચિયન સ્કૂલમાં દાખલ થયા.કૃષિ કોલેજ હતી અને આણંદમાં હતી. તમને નવાઈ લાગશે કે મહંત સ્વામી ખેતીવાડીની કોલેજના ગ્રેજ્યુએટ છે.

મિત્રો વિનુભાઈ પટેલ કોલેજમાં હતા ત્યારે 1951-1952માં યોગીજી મહારાજને મળ્યા હતા જ્યા તેઓ તેમનાથી પ્રભાવિત થઈને ઉનાળાના વેકેશનોમાં યોગીજી મહારાજ પાસે જતા અને ત્યારે તેમને સાધુ જીવન ગાળવાની પ્રેરણા મળી હતી અને 24ની ઉંમરે વિનુભાઈ પટેલ ઉર્ફે મહંત સ્વામીને (પાર્શ્વદ) દીક્ષા મળી. શરૂમાં તેમનું નામ વિનુ ભગત રખાયું હતુ. યોગીજી મહારાજ જ્યારે પ્રવાસ કરતા ત્યારે વિનુ ભગત સાથે સાથે સેવામાં હાજર રહેતા. તેમનો પત્રવ્યવહાર સંભાળતા. 28ની ઉંમરે પછી તેમને સ્વામી તરીકેની દીક્ષાં ગઢડામાં મળી. અને ત્યારે તેમને સાધુ તરીકે કેશવજીવનદાસનું નામ મળ્યું હતુ.

મિત્રો તે દિવસે 51 સેવકોને પણ દીક્ષા મળેલી. બધાને મુંબઈના સંસ્કૃતનો અભ્યાસ કરવા રખાયા અને તેમના 51ના ગ્રુપ લીડર દાદરમાં મહંત સ્વામી ઉર્ફે કેશવજીવનદાસ હતા. 1951માં મહંત સ્વામી, પ્રમુખ સ્વામીને મળ્યા. અને તેમની સાથે દેશ પરદેશમાં ધાર્મિક પ્રવાસ ર્ક્યો. મહંત સ્વામીની સેવાભાવનાથી પ્રભાવિત થઈ પ્રમુખ સ્વામીએ બીજા સીનીયર સાધુઓની અમદાવાદની હાજરીમાં 20-7-2012માં તેમનું નામ સાધુ તરીકેનું નામ મહંત સ્વામી રાખી દીક્ષા આપી.અને ત્યારે પ્રમુખ સ્વામીએ ચાર વર્ષ પહેલા સમયસર મહંત સ્વામીને પોતાના ઉત્તરાધિકારી નીમ્યા હતા.

સૌ પ્રથમ મહંત સ્વામીએ આજના યુવાનોને પ્રેરણાત્મક સંદેશો આપ્યો.મહંત સ્વામીએ યુવાનોને ચીમકી આપી કે તમને વેકેશન પડે એટલે થીમ પાર્કમાં કે બીજા આનંદ પ્રમોદમાં સમય વેડફવો નહીં. તે પછી જ્યારે અટલાન્ટા અમેરિકામાં 8000 જેટલી સંખ્યામાં સ્વામીનારાયણ પંથના યુવાનો ભેગા થયા તે અમેરિકામાં હિન્દુઓનું મોટામાં મોટું ગેધરીંગ હતું. 3200 જેટલી હાઈસ્કૂલ અને કોલેજોના યુવાનો આવ્યા હતા. યુવાનોને મહંત સ્વામીએ જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય અને ધર્મનો સંદેશ આપ્યો હતો.

મિત્રો ઝઝ મેળાવડામાં સ્વામીનારાયણ પંથના યુવક-યુવતીઓએ ગીત-નાચ દ્વારા ધર્મનો સંદેશ આપ્યો. અહીં મહંત સ્વામીએ તેમનું પ્રથમ ભાષણ ર્ક્યુ અને જંગી હાજરીમાં સ્વામીનારાયણ ભગવાનની આરતી ઉતારી તે સ્થળે ડોક્ટર સ્વામી તરીકે ઓળખાતા સ્વામીએ મહંત સ્વામીને પંથના ગુરુ જાહેર ર્ક્યા. મહંત સ્વામીએ દીક્ષા અને આરતી પછીની સ્પીચમાં સંસ્થાના તમામ સાધુઓમાં એકતા, એકમત અને પ્રેમભાવ રાખવાનો સંદેશ આપ્યો.

ઘણાને નવાઈ લાગશે કે હાલના બેપ્સના (BAPS) ગુરુ મહંત સ્વામી ગુજરાતી જાણે છે! અને બચપણ મધ્ય પ્રદેશમાં (જબલપુર) વીત્યું હતુ છતાં તેમને ધર્મના સંસ્કાર ક્યાથી મળ્યા? મહંત સ્વામીના સંસારી પિતા મણિભાઈ ધંધાર્થે જબલપુર ગયેલા એટલે વિનુભાઈ પટેલનું બચપણ-ટીનેજરની વય મધ્ય પ્રદેશમાં ગાળેલું, તેમને કોઈ સાધુ માનીને ચાર ચોપડી’ ભણેલા માનશો. મહંત સ્વામી ઇગ્લીંશ મિડીયમમાં ભણેલા. 12મા ધોરણના તે અતિ-અસાધારણ બ્રીલીયન્ટ વિદ્યાર્થી હતા.

મિત્રો બારમા ધોરણ પછી માતા-પિતા સાથે જબલપુરથી આણંદ આવ્યા. આણંદની કૃષિ કોલેજમાં અભ્યાસ ચાલુ રાખી કૃષિ ગ્રેજ્યુએટ બન્યા. જગતના શહેરમાં સ્વામીનારાયણ પંથીઓ એક વાતને વળગી રહે છે તે વાતના ચાર સ્તંભ છે. નોલેજ, ડિવોશન, ડીટેચમેન્ટ અને રાઈચસનેસ એટલે કે સ્વામી નારાયણ કે કોઈ પણ હિન્દુ કે મુસ્લિમ માનવીએ તેના જીવનમાં સતત જ્ઞાન વધારવું. સમર્પણ ભાવ રાખવો, મોહથી મુક્ત રહેવું અને દરેક વ્યક્તિ સાથે ન્યાયપૂર્વ રીતે વર્તન કરવું.