જે માતાને દૂધ નાં આવતું હોય તેમનાં માટે વરદાન રૂપ છે આ ઔષધિ,જાણો કઈ રીતે કરે છે કામ……

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, નવજાત બાળકનો જન્મ થયા પછી ધાત્રી માતાને ધાવણ ન આવતું હોય તો ધાવણ લાવતી ઔષધિ મારી મા વિના મૂલ્યે આપે છે. લગભગ 20/25 વર્ષથી એ ઔષધિ આપે છે. જેમ આજુબાજુના ગામડાના લોકોને માહિતી મળે એટલે લેવા આવે. એકવાર ગાંધીનગર મારા બનેવીની ઓફિસમા કામ કરતા સાહેબના દીકરીને ત્યાં દીકરાનો જન્મ થયો પણ ધાવણ ન આવતા દીકરો ખૂબ રડે. દીકરાને રડતા જોય સાહેબની દીકરી રડે. ડોક્ટરી સારવાર કરતા પણ પરિણામ ના મળતા સાહેબે મારા બનેવીને વાત કરતા ઘરે આવેલ. મારી માએ ઔષધિ આપતા બીજા જ દિવસે ધાવણ આવતા સાહેબે જાણ કરી.

Advertisement

એકવાર ધામધૂમા ગામના બેન આવી વાત કરતા કરતા રડવા લાગ્યા કે ભૂખુ બાળક રાત દિવસ રડે. પતિને કહ્યું તો કે તમારે જ્યા જવું હોય ત્યાં જા મારે નથી આવવું. એ બેનને માહિતી મળતા ઘરે આવેલ જેમને ઔષધિ આપતા પરિણામ મળતા ખૂબ રાજી થઈ માને પૈસા આપવા આવેલ. તો મારી મા કોઈ પાસેથી રૂપિયો પણ ના લે અને કહે બિચારા નાના બાળકના આશિર્વાદ મળે એના પૈસા ન લેવાય એમ જણાવે. માત્રા વેલાનું એક મૂળ ચાવીને રસ ગળવો. કૂચો ફેંકી દેવાનો. કોઈ આડઅસર નથી. આ પોષ્ટ બાળકના મુખ પર સ્મિત અને આનંદ જોવા માટે જ કરી છે.

માતાનું ધાવણ બાળક માટે અમૃત સમાન છે. બાળક છ મહિનાનું થાય ત્યાં સુધી ઉપરથી દૂધ આપવાને બદલે બાળકની રોગપ્રતિકારક શક્તિ વધારવા માતાએ સ્તનપાન કરાવવું વધુ હિતાવહ છે. માતાનું ધાવણ માત્ર સમતુલિત અને સુરક્ષિત આરોગ્ય માટે જ નહીં પણ બાળકને જીવનભરની તંદુરસ્તીનો પાયો પૂરો પાડે છે. માતાના દૂધથી બાળકને ડાયાબિટીસ ટાઈપ -૨, હાઈ બ્લડ પ્રેસર, એથેરોસ્કેલરોસીસ તથા મેદસ્વીપણું આવવાની શક્યતા નહિવત્ રહે છે.

છ મહિના પછી બાળકને સમયસર કોમ્પ્લિમેન્ટ્રી ફૂડ આપવું અનિવાર્ય છે. આ સાથે ધાવણ પણ ચાલુ રાખવું જોઈએ. બાળક જેમજેમ મોટું થતું જાય તેમતેમ ખોરાકમાં દૂધ તથા દૂધની બનાવટો, ધાન, કઠોળ તથા દાળ, ફળફળાદી, લીલા શાકભાજી, અને જો પરિવાર માંસાહારી હોય તો માછલી, ઈંડા, ચિકનમાંથી પોષણ મળી શકે છે. ખોરાકમાં તળેલી, વાસી વસ્તુઓ, બૅકરી આઈટમ, સોડા ચોકલૅટ, આઈસક્રીમ અને પ્રિઝર્વ્ડ ખોરાક લેવાનું ટાળવું જોઈએ.સરકાર દ્વારા અલગ અલગ રસીકરણ પ્રોગ્રામ ચલાવવામાં આવી રહ્યાં છે. જેમાં આંગણવાડીની બહેનો તથા દરેક PHC-CHC, અર્બન હેલ્થ સેન્ટરમાં BCG (ટીબીની રસી), ત્રિગુણી, પોલિયો, મગજના તાવની રસી, ઝેરી કમળો, હિપેટાઈટીસ-બી, ઓરીની રસી આપી શકાય છે.

આ ઉપરાંત ન્યુમોનિયા, ઝાડા-ઊલટીની રસી (રોટાવાઈરસ), સાદો કમળો (હિપેટાટીસ-એ), ટાઇફોઇડ, સ્વાઈન ફલૂ, અછબડા વગેરે સામેની રસીઓ બાળરોગ નિષ્ણાત પાસે જઈને અપાવવી જોઈએ. રસીકરણ બાળકનો જન્મસિધ્ધ અધિકાર છે. જેનાથી તેને વંચિત ન રાખવું જોઈએ. આ સિવાય સગર્ભા માતાઓ માટે Tdap અને સ્વાઈન ફ્લૂની રસી લેવાથી આવનાર બાળકને પણ તેનો અચૂક ફાયદો થાય છે.એનીમિયા: લોહીની ઉણપ જેમાંં મોટેભાગે આયર્નની ઉણપ થતી હોય છે.

દર છ મહિને કૃમિની સારવાર Albendazole (1-19 વર્ષ સુધી)6 મહિનાથી 5 વર્ષ સુધી અઠવાડિયામાં 2 વાર 20mg5 વર્ષથી 10 વર્ષ સુધી અઠવાડિયામાં 1 વાર 45mg 10-19 વર્ષ સુધી અઠવાડિયામાં 1 વાર 100mg સગર્ભા માતા તથા ધાવણ આપતી માતા માટે 100mg 100 દિવસ માટે પાલક, બીટ, ખજૂર, ગોળ, લીલા શાકભાજીમાં સારા પ્રમાણમાં આયર્ન મળે છે. રેડ મીટ, કલેજીમાં પણ સારા પ્રમાણમાં માતા-બાળકને આયર્ન મળી શકે છે. આ ઉપરાંત કેલ્શિયમ, વિટામિન-ડી, વિટામિન-એ, ઝીંક વગેરે ઘટકો સંમતુલિત આહાર માટે અનિવાર્ય છે.

બાળકના દાંતની તપાસ: બાળકોના દાંતના ડોક્ટર જોડે દાંતની તપાસ કરાવવી જરૂરી છે. રેગ્યુલર ડેન્ટલ ચેક અપ અને ડેન્ટલ કેવિટી, આડા અવળા દાંત, આગળ પડતા દાંત વિગેરેની સમયસર સારવારની ચિંતા કરવી જરૂરી છે.બાળકોને જંકફૂડથી દૂર રાખો: જંક ફૂડ, નિયમિત કસરતનો અભાવ એ બાળકોમાં મેદસ્વીપણું અને તેનાથી થતા રોગને આમંત્રણ આપે છે. બાળકોને નિયમિત ઘરનો સમતુલિત ખોરાક આપવો તેમજ ડોક્ટર પાસે બાળકના વધતા વજન, ઊંચાઈ, માથાનો ઘેરાવો વગેરેની ચકાસણી કરાવતા રહેવું જોઈએ. બાળકના જીવનમાં રમતગમતનો સમાવેશ જરૂરી છે. સ્કુલ બેગનું વધારે પડતું વજન એ બાળકના કરોડરજ્જુ અને કમરની તકલીફોને વધારી શકે છે

બાળકોને જાતીય શિક્ષણ આપો: ઉંમર વધતા બાળકોને માતા-પિતાએ સારા અને ખરાબ સ્પર્શની સમજણ આપવી જોઈએ. જાતીય શિક્ષણ આપવાથી કુતૂહલવૃત્તિ અને આવેશને કારણે બાળકો આડારસ્તે જતા અટકે છે. બાળકોને ઈન્ટરનેટનો ઉપયોગ વાલીની ઉપસ્થિતિમાં કરવા દેવો જોઈએ તથા રૂમના બારણા બંધ કરીને કોમ્પ્યુટરનો ઉપયોગ કરવા દેવો ન જોઈએ.બાળકનું જીદ્દીપણું કે ચીડિયાપણું: માતા-પિતાએ બાળકની ખોટી જીદને વશ ન થવું જોઈએ. તેમજ તેમના પર ગુસ્સો કરવાને બદલે સાચું માર્ગદર્શન આપીને કે ધ્યાન ડાયવર્ટ કરીને બાળકની જીદને ટાળી શકાય.

બાળકનું કરિયર: તરુણાવસ્થાના સમયે બાળકને શારીરિક ફેરફાર સાથે ભણવાનું દબાણ, કારકિર્દી બનાવવા માટેનું દબાણ તેમના કુમળા મન ઉપર ઘણી ઊંડી છાપ છોડે છે. આવા સમયે તેમની સાથે વાલીઓએ નિયમિત સમય વિતાવવો જોઈએ. બાળકના રસના વિષયોની સમજણ તથા તેમાં કઈ રીતે આગળ વધી શકાય તેનું માર્ગદર્શન આપવાથી બાળક જીવનમાં સાચા માર્ગે સારી રીતે આગળ વધી શકે. માતા-પિતાએ સમજણપૂર્વક બાળક પર તેની ઈચ્છા વગરનાૈ ફિલ્ડ પસંદ કરવા દબાણ ન કરવું જોઈએ.

Advertisement