જે વ્યક્તિ ભગવાનના નરી આંખે આ મંદિર માં દર્શન કરે છે તેની દ્રષ્ટિ જતી રહે છે,જાણો શુ છે કારણ….

આપણા દેશમાં ઘણા બધા અજબ ગજબ મંદિરો આવેલ છે. જે દૈવીય શક્તિઓના વિદ્યાપીઠ છે. જે ઘણી અલગ અલગ માન્યતાઓથી બનેલ મંદિરો છે. આમાંથી અમુક મંદિરો રહસ્યમય અને ચમત્કારી છે.ભારતમાં અનેક દેવી-દેવતાઓના હજારો મંદિરો આવેલા છે. તે તમામ માટે અલગ અલગ માન્યતાઓ છે અને તેની પૂજાના રીવાજો પણ અલગ અલગ હોય છે. આવા જ એક અદભૂત મંદિર વિશે જાણકારી અહીં આપવામાં આવી છે. સામાન્ય રીતે તો નાગ અને મણીની વાતોને મોટાભાગના લોકો કાલ્પનિક જ માનતા હોય છે.

પરંતુ ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં એક એવું મંદિર છે જેના દર્શન કોઈ આજ સુધી નરી આંખે કરી શક્યું નથી. માનવામાં આવે છે કે આ મંદિરના ગર્ભગૃહમાં નાગરાજ તેમની મણી સાથે બિરાજમાન છે. તેનું તેજ એટલું હોય છે કે તેને જોનારની દ્રષ્ટિ જતી રહે છે. આ મંદિરમાં પૂજા કરતી વખતે પૂજારી પણ તેની આંખ પર પાટા બાંધી રાખે છે.આ મંદિરને દેશભરમાં લાટૂ દેવતાના મંદિર તરીકે ઓળખવામાં આવે છે. આ મંદિર વર્ષમાં એકવાર જ ખુલે છે અને તે દિવસે પણ ભક્તો 75 ફુટ દૂરથી જ લાટૂ દેવતાના દર્શન કરે છે. સ્ત્રીઓ હોય કે પુરુષો આ મંદિરમાં કોઈ પ્રવેશી શકતું નથી. મંદિરના પૂજારી પણ આંખ અને નાક પર પટ્ટી બાંધી અને પૂજા કરે છે. માન્યતા છે કે જે વ્યક્તિ ભગવાનના નરી આંખે દર્શન કરે છે તેની દ્રષ્ટિ જતી રહે છે.

ઉત્તરાખંડની આરાધ્યા નંદા દેવીના ભાઈ છે. દર 12 વર્ષે થતી ઉત્તરાખંડની સૌથી લાંબી શ્રીનંદા દેવીની રાજ જાત યાત્રાનો બારમો પડાવ વાંણ ગામ છે. લાટૂ દેવતા વાંણ ગામથી હેમકુંડ સુધી નંદા દેવીનું અભિનંદન કરે છે. લાટૂ દેવતાનું મંદિર જ્યારે ખુલે છે ત્યારે વિષ્ણુ સહસ્ત્રનામ અને ભગવતી ચંડિકા પાઠનું આયોજન થાય છે. આ દિવસે મેળાનું પણ આયોજન થાય છે. ભક્તો દૂર દૂરથી આ મંદિરના દર્શને આવે છે. લોકોની માન્યતા છે કે આ મંદિરમાં નાગરાજ બિરાજમાન છે અને તેની મણીનું તેજ એટલું છે કે સામાન્ય લોકો તેના દર્શન નરી આંખે ન કરી શકે. પૂજારી પણ આંખ-નાક પર પટ્ટી એટલા માટે જ બાંધતા હોય છે કે નાગરાજની વિષૈલી ગંધ તેમના નાક સુધી ન પહોંચે.

આ મંદિર સાથે ઘણીબધી કથાઓ જોડાયેલી છે. લાટૂ દેવતા ઉત્તરાખંડના અર્ધ્ય દેવી નંદાના ધર્મભાઈ છે. ઉત્તરાખંડમાં દર 12 વર્ષમાં શ્રીંનંદા દેવીની રાજ યાત્રાનું આયોજન થાય છે. વાણ ગામ તેનો 12મો પડાવ છે. એવું કહેવાય છે કે લાટૂ દેવતા વાંણથી લઈને હેમકુંડ સુધી પોતાની બહેન નંદા દેવીની આગેવાની કરે છે. પણ હાલ તમારા મનમાં એ પ્રશ્ન ઉભો થઈ રહ્યો હશે કે શા માટે આ મંદીરમાં ભક્તોને પ્રવેશ નથી આપવા દેવામાં આવતો.

એવું કહેવાય છે કે આ મંદિરમાં સ્વયં નાગરાજ પોતાના અતિભવ્ય સ્વરૂમાં પોતાના મણી સાથે બિરાજમાન છે આ તેમનું નિવાસ સ્થાન છે નાગરાજને મણી સાથે જોવા તે દરેકના બસની વાત નથી. અને માટે જ અહીં લોકોનો પ્રવેશ વર્જિત કરાયો છે અને માટે પૂજારીએ પોતે પણ મોઢા, આંખ અને નાક પર પટ્ટી બાંધીને પૂજા કરવી પડે છે.આ ઉપરાંત એક બીજી પણ માન્યતા છે કે મણીનો પ્રકાશ એટલો દિવ્ય છે કે જે વ્યક્તિ તેને જોઈ લે તેની આંખોનું તેજ જતું રહે છે અને સાથે સાથે મંદીરમાં હાજર પુજારીના મોઢાની ગંધ દેવતા અનુભવવા ન જોઈ અને ન તો નાગરાજની ઝેરીલી ગંધ પુજારીના નાકમાં પ્રવેશવી જોઈએ, માટે જ નાક અને મોઢા પર પણ પટ્ટી લગાવવામાં આવે છે.

જોવા જઈએ તો સાપ એ એક ઝહરિલુ જીવ હોય છે અને દરેકને તેનાથી બીક લાગે છે અને જો આપણે એક ધાર્મિક દ્રષ્ટિથી જોવા જઈએ તો દેવોના દેવ મહાદેવ સાપને તેમના ગળામા એક આભૂષણ તરીકે પહેરે છે અને એટલા માટેજ તેમને પૂજનીય માનવામા આવે છે મિત્રો હિંદુ ધર્મમા તેને નાગ પંચમી નામના દિવસે અર્પિત કરવામા આવે છે જે લોકો તે દિવસે સાપોને દૂધ પીવડાવી તેની પુજા કરવામા આવે છે અને મિત્રો અહી એવી માન્યાતા છે કે તેમની પૂજાથી કુંડળીમા રહેલા કાલ સર્પ દોષ દુર થઈ જાય છે.

મિત્રો તમને જાણીને હેરાન થશે કે આપણા દેશના એક ભાગમા એક એવુ મંદિર આવેલુ છે જ્યા કોઈ દેવી દેવતાનહી પરંતુ સાપોનુ મંદિર આવેલુ છે મિત્રો તમે હિન્દુ ધર્મમા ઘણા દેવી દેવતાઓ મંદિરો જોયા હશે પરંતુ મિત્રો આ મંદિર કેરલ ના મન્નારસાલામા આવેલુ છે જેને સર્પ મંદિર પણ કહેવામા આવે છે મિત્રો કહેવાય છે કે દેશમા તો ઘણાબધા વિભિન્ન જગ્યાએ સાપોના મંદિરો આવેલા છે મિત્રો આ મંદિરને બધાના થી અલગ માનવામાં આવે છે મિત્રો એટલુ જ નહી આ મંદિરને આશ્ચર્યજનક મંદિરોમાથી એક માનવામાં આવે છે.

મિત્રો મન્નારસાલાના અલ્લાહ પુજા થી જેને અલ્વી પણ કહેવામા આવે છે તેનાથી 37 કિલોમીટર દુર આ મંદિર આવેલુ છે જે નાગરાજ અને તેમની અર્ધાગની નાગય્ક્ષીને સમર્પિત છે મિત્રો કહેવાય છે કે આ મંદિર લગભગ 16એકડમા ફેલાયેલું છે તેમજ મંદિરના દરેક ભાગમા સાપોની મુર્તિઓ આવેલી છે અને જો તે સાપોની મુર્તિઓની ગણતરી કરવામા આવે તો લગભગ 30,000 જેટલી થાય છે જે એક આશ્ચર્યજનક છે.

 

અને જો મિત્રો આ મંદિરની દંતકથા વિશે વાત કરવામા આવે તો તેના મુજબ મહાભારત કાળમા ખંડવા નામનું એક વનક્ષેત્ર હતુ જેને કોઈ કારણસર સળગાવી દેવામાં આવ્યુ હતુ જેનો એક કિસ્સો બની ગયો હતો મિત્રો કહેવાય છે કે આ ખંડવા વનક્ષેત્રમા સાપો સિવાય બીજા પણ જીવ જંતુઓએ પણ અહી શરણ લીધી હતી મિત્રો કહેવાય છે કે મંદિર પરિસરથી જોડાયેલો છે એક નમુદની નો એક સાધારણ જુનો પરીવાર.

દોસ્તો અહિ જણાવવામા આવ્યુ છે કે ત્યા ભ્રમચર્યનુ પાલન થતુ હતુ અને બીજા પુજારી પરીવારની સાથે અલગ ઓરડામાં નિવાસ કરતા હતા મિત્રો તેવી પણ માન્યતા છે કે તે પરીવારની એક મહિલા નિસંતાન હતી અને તેની પ્રાથનાથી વાસુકી દેવ પ્રસન્ન થયા અને જેનાથી તેને પોતાની કરતા અડધા ઉમરના એક પાચ માથાના નાગરાજ અને એક બાળકને જન્મ આપ્યો.

મિત્રો એવુ કહેવાય છે કે આ મંદિરમા સ્થાપિત પ્રતિમા તે જ નાગરાજની છે મિત્રો જો અહીના લોકોની માન્યતાની પ્રમાણે માનીએતો અહીયા નાગરાજના દર્શન કરવાથી નિસંતાન દંપતિને સંતાનની પ્રાપ્તિનો આશીર્વાદ મળે છે પરંતુ અહિયા સૌથી રહસ્ય વાત તો એ છે કે અહિયા દરરોજ 30,000 સાપ અહિયા આ મંદિરની પુજા કરવા માટે આવે છે અને અહિયા તે 30000 સાપની મુર્તિઓ પણ છે અને તે સિવાય 30000 સાપ દરરોજ લગભગ 1 કે 2 કલાકની પુજા કરવા માટે અહિ આવે છે અને મિત્રો એવુ કહેવાય છે કે જ્યારે તે સાપો અહિ આવે છે ત્યારે આ મંદિરની આજુબાજુ કોઈ પણ રહેતુ નથી મિત્રો એવુ પણ માનવામાં આવે છે કે આ સાપો મંદિરમા પ્રવેશ કરવાની સાથે તે સાપો બિલકુલ સાધારણ બની જાય છે અને કોઈને પણ ઇજા નથી પોહચાડતા.