જ્યારે હું મારી પત્નીનાં યૌનીમાં સ્ખલન કરું છું ત્યારે તેને લાઈબળે છે તો કોઈ યોગ્ય ઉપાય…

નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારા આર્ટિકલ માં આજે અમે લાવ્યા છે તમારા માટે કઈ નવું જ અને તમને જાણી ને ખૂબ આનંદ થશે અને તમને કઈ નવું જાણવા મળશે તો ચાલો મિત્રો જાણીયે તેના વિશે સવાલ: જ્યારે પણ હું મારી પત્નીની યોનિ ની અંદર સ્ખલન કરું છું, ત્યારે તે ઈર્ષ્યા અનુભવે છે. શું આ સામાન્ય વસ્તુ છે જો તમે યોનિની સુકાથી પરેશાન છો, તો પછી આ ઉપાયને અનુસરો, તેનો જબરદસ્ત ફાયદો થશે જવાબ: ઈર્ષ્યાના ઘણા કારણો હોઈ શકે છે.

Advertisement

સૌ પ્રથમ, તપાસો કે બર્નિંગ ઘર્ષણ અથવા શુષ્કતાને લીધે નથી. તે તમે ઉપયોગ કરી રહેલા કોઈપણ ઉત્પાદનો અથવા કોઈપણ પ્રકારનાં ચેપથી પણ એલર્જિક હોઈ શકે છે. વીર્ય એલર્જી, જો કે દુર્લભ છે, પણ શક્ય છે. તપાસ માટે સ્ત્રીરોગચિકિત્સકની સલાહ લો.સવાલ : મારી ઉંમર ૩૯ વર્ષ છે. મને લાગે છે કે મને અને મારી વાઇફને પ્રાઇવેટ પાર્ટમાં કંઈક રોગ થયો છે. અમે જ્યારે પણ સંભોગ કરીએ છીએ એ પછી મને શિશ્નમાં બળતરા થાય છે

અને તેને પણ વજાઇનામાં ચચરાટ ફીલ થાય છે. શિશ્ન પરની ચામડી ફાટી ગઈ હોય એવું લાગે છે એટલે એ પછી ખૂબ જ ખંજવાળ આવે છે. બે દિવસ સુધી ખંજવાળ રહે અને પછી શિશ્ન પર સફેદ સૂકી ચામડી જેવું નીકળે છે. આવું ચાર-પાંચ દિવસ પછી આપમેળે સારું થઈ જાય છે. પત્ની સાથે સંભોગ કરું છું ત્યારે આવું થાય છે, હસ્તમૈથુન વખતે નથી થતું. મારી વાઇફને પણ આવી જ રીતે ખંજવાળ આવ્યા કરે છે.

શું તકલીફ હોઈ શકે એનું નિદાન કરીને યોગ્ય દવા અને માર્ગદર્શન આપવા વિનંતી.જવાબ : સમાગમ પછી બળતરા થવાનું મુખ્ય કારણ લાગે છે ઘર્ષણ. યોનિમાર્ગમાં પૂરતી ચીકાશ ઉત્પન્ન થયા વિના જો ઘર્ષણ કરવામાં આવે તો પણ આમ થાય. ઘર્ષણ ઓછું કરવા માટે ફોર-પ્લેમાં વધુ સમય ગાળવો. જો યોગ્ય ચીકણાહટ ઉત્પન્ન ન થતી હોય તો કોપરેલનું તેલ સારીએવી માત્રામાં લગાડ્યા પછી જ યોનિપ્રવેશ કરાવવો.

આમ કરવાથી ઘર્ષણ નિરંતર ઓછું થઈ જશે. જો તમારી સમસ્યા ઘર્ષણના કારણે સર્જાતી હશે તો આ પ્રમાણે કરવાથી તમને રાહત થશે.બીજું, તમારી પત્નીને પૂછી જોવું કે યોનિમાર્ગમાંથી સફેદ પાણી જાય છે? યોનિમાર્ગની આજુબાજુ ચળ ખંજવાળઆવે છે? અન્ડરવેઅર પર સફેદ કે પીળા ડાઘ પડે છે? જો આમાંથી કોઈ પણ વસ્તુ થતી હોય તો એમ સમજવું કે તમારી પત્નીનું ફંગલ ઇન્ફેક્શન તમારી સમસ્યાનું કારણ છે.

આના ઇલાજ માટે તમારી પત્નીને યોનિમાર્ગમાં મૂકવાની યોગ્ય ગોળી આપવી જોઈએ. દાખલા તરીકે કૅન્ડિડ વજાઇનલ ટૅબ્લેટ્સ. રોજ રાત્રે સૂતી વખતે લગાતાર છ દિવસ સુધી આ ગોળી યોનિમાર્ગમાં મૂકવી જોઈએ. તમને પણ ખંજવાળ આવતી હોય તો કૅન્ડિડ-બી નામનો મલમ સવારે નાહ્યા પછી લગાવશો તો બે-ત્રણ દિવસમાં રાહત થઈ જશે. રાહત થઈ ગયા પછી પણ પાંચ-છ દિવસ સુધી મલમ લગાવવાનું રાખજો. આ સારવાર દરમ્યાન સમાગમ ન કરવો, જેથી ઇન્ફેક્શનની આપ-લે ન થાય.

મારી ઉંમર એકવીસ વર્ષની છે. હું જ્યારે મારી ગર્લફ્રેન્ડ જોડે સંબંધ રાખવાની કોશિશ કરું છું ત્યારે મારા શિશ્નમાં બળતરા થાય છે તો એ નિવારવા માટે મારે શું કરવું જોઇએ ઉકેલ: જાતીય સંબંધ વખતે ઇન્દ્રિયમાં બળતરા, દુખાવો થવાના ઘણાં કારણો હોઇ શકે છે. સૌથી સામાન્ય કારણમાં ઇન્દ્રિય ઉપરની અગ્રત્વચા છે. સામાન્ય રીતે આ અગ્રત્વચા નીચે તરફ સરક્તી હોય છે,

પરંતુ ઘણીવાર શિશ્નમણિ એટલે કે આગળનો ભાગ વધારે પહોળો હોવાથી ચામડી શિશ્નમણિ ઉપરથી સરકી શકતી નથી આને મેડિકલ ભાષામાં ફાઇમોસીસ કહે છે. આનો ઇલાજ ખૂબ જ સહેલો છે. જો અગ્રત્વચા વધારે પડતી ટાઇટ ન હોય તો કોઇ પણ તૈલી પદાર્થના ચાર-પાંચ ટીપાં અગ્રભાગ ઉપર મૂકીને ત્વચાને ઉપર નીચે મુવમેન્ટ આપો. દસ-બાર દિવસમાં જો ત્વચા ઢીલી પડી જાય તો આગળ કોઇ જ સારવારની જરૂર નહીં રહે.

માત્ર દરરોજ સ્નાન વખતે ત્વચા નીચે ઉતારીને સાબુ-પાણી દ્વારા આ ભાગ સાફ કરવાનું રાખજો. પરંતુ અગ્રત્વચાને બળપૂર્વક પાછળ સરકાવવાની કોશિશ ના કરશો. નહીંતર બકરું કાઢતા ઊંટ પેસી જાય તેવી પરિસ્થિતિ થશે. બળજબરીથી અગ્રત્વચાને પાછળ ખેંચી લેવામાં આવે તો ક્યારેક તેને ફરી આગળ લાવવાની સમસ્યા ઊભી થઇ શકે છે. આ વખતે ઘણીવાર ઇન્દ્રિયમાં સોજો આવી જાય છે

અને અસહ્ય દુખાવો થાય છે અને તાત્કાલિક ડોક્ટર પાસે જવું પડે છે. માટે જ્યારે પણ આવી તકલીફ હોય ત્યારે બળનો પ્રયોગ ના કરશો. જો તૈલી પદાર્થથી ફાયદો ના થાય તો એક નાનું સુન્નતનું ઓપરેશન કરાવવું પડે. માત્ર દસ મિનિટનું ઓપરેશન હોય છે અને બીજા જ દિવસથી તમે કામ પર પણ જઇ શકો છો. પરંતુ જાતીય સંબંધ વખતે ઇન્દ્રિયમાં દુખાવાના બીજા પણ ઘણાં કારણો હોઇ શકે છે.

ક્યારેક મૂત્રમાર્ગનો સોજો અથવા ઇન્ફેકશન પણ અસહ્ય દુખાવો આપી શકે છે. પથરી અથવા પ્રોસ્ટેટ ગ્રંથિના સોજાને કારણે પણ ઇન્દ્રિયમાં બળતરા અનુભવાતી હોય છે.ઘણી બધીવાર ફોર પ્લે એટલે કે સંભોગ પૂર્વેની ક્રિયામાં પૂરતો સમય ફાળવેલ ન હોવાથી સ્ત્રીના યોનિમાર્ગમાં પૂરતી ચીકાશ ઉદ્ભવતી નથી અને આ ભીનાશના કારણે પણ સમાગમ વખતે દુખાવો, બળતરા અનુભવાય છે.

આપને પીડા ક્યારે થાય છે, તેની માત્રા કેટલી છે અને આ તકલીફ કેટલા વખતથી છે તે જાણ્યા અને તપાસ કર્યા પછી જ તકલીફનું નિદાન થઇ શકે. સમસ્યા: મારી ઉંમર ૩૪ વર્ષની છે. બે બાળકો છે. નાના પુત્રની ઉંમર સાત વર્ષની છે. માટે હવે બાળકોની ઇચ્છા નથી. તો ઓપરેશન પછી કેટલા સમયે હું નિરોધ વગર સમાગમ કરી શકું? ઓપરેશન સો ટકા સફળ થયેલું ક્યારે કહેવાય ઉકેલ: પુરુષે નસબંધીના ઓપરેશન પછી કેટલા દિવસો બાદ જાતીય સંબંધ કરવો જોઇએ જેથી ગભૉધાન ન થાય,

એ માટે દિવસોનું મહત્વ નથી, પરંતુ વીર્ય સ્રાવ અગત્યનો છે. ઓછામાં ઓછું પાંચથી સાત વખત વીર્ય સ્ખલન કર્યા પછી અથવા શુક્રાણુમુકત વીર્યના ત્રણ રિપોર્ટ મેળવ્યા પછી જ નિરોધ વિના સમાગમ કરવો જોઇએ.કારણ કે એકવારના સ્ખલનમાં લાખો-કરોડો શુક્રાણુઓ હોય છે અને બાળક થવા માટે એક શુક્રાણુ પણ ઘણીવાર પૂરતો થઇ શકે છે. નસબંધીનું ઓપરેશન સો ટકા સફળ ગયું છે કે કેમ એ જાણવા માટે લેબોરેટરીમાં વીર્યની તપાસ કરાવવી જરૂરી છે.

જો આવી તપાસમાં રિપોર્ટ એઝોસ્પર્મિયા એટલે કે શૂન્ય શુક્રાણુ આવે તો ઓપરેશન સફળ થયેલું ગણાય. સ્ત્રી નસબંધી કરતા પુરુષનું ઓપરેશન સરળ હોવા છતા પુરુષો આ માટે આગળ આવતા નથી, પરંતુ આપ આ માટે આગળ આવ્યા અને પત્ની પ્રત્યે પ્રેમ અને લાગણી બતાવી એ બદલ આપ ખરેખર માનને પાત્ર છો.

Advertisement