જ્યારે પોતાનાં એક હરિભક્ત નું દેણું બાપા બજરંગદાસએ ચૂકવ્યું,અને ત્યારબાદ ત જે થયું તે…..

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, સમગ્ર ભારતમાં ખાસ કરીને સૌરાષ્ટ્રની ભૂમિ એટલે સંતોની ભૂમિ અને તેમાંય ભાવનગર જિલ્લામાં અનેક સંતો થઇ ગયા. જેમાં પૂ.મસ્તરામ બાપુ પૂ.દુ:ખીશ્યામ બાપુ પૂ.બજરંગદાસ બાપા પૂ.નારણદાસ બાપુ પૂ.નરસિંહ મહેતા આવા અનેક પવિત્ર સંતોની ભૂમિ એટલે ભાવનગર. પૂ.બજરંગદાસ બાપાનું પ્રાગટ્ય ભાવનગર શહેરથી છ કિ.મી.દૂર અધેવાડા ગામ પાસે એક કિ.મી. અંદર ઝાંઝરિયા હનુમાનદાદાના શરણમાં થયેલું. આજે આપણે બજરંગ દાસ બાપુ ના એક પરચા વિશે વાત કરીશું.

બે બે વખત પોતાની જૂપડી ભારત પાકિસ્તાન યુદ્ધ વખતે શહીદોના ફંડ માટે લીલામ કરી નાખ્યું. એજ બજરંગ દાસ બાપુ હાલ જે વલભી પુર પાસે કાનપર ગામા ગોવિંદ પટેલ નામના એક ભક્ત છે. બાપુની આનંદ થી ભક્તિ કરે બાપુના રંગે રંગાઈ ગયા હતા. બાપુના ચરણોમાં પોતાનું સમર્ણપણ કર્યું હતું. ભક્તિનો રંગ લાગી ગયો હતો. પરમાત્મા ભક્તોની પરીક્ષા મોવ કરે. ત્રણ ત્રણ દુકાળ પડ્યો ખેતી વગર કોઈ આધાર નથી. માથે લેણાં વધવા લાગ્યા રાત્રે ઊંઘના આવે. માથાના વાળ જેટલું લેણું હતું. રાત્રે સૂવા માટે ત્રણ જગ્યા બદલાતા હતા. ત્યારે દુકાળ પડ્યો. તેમને ખેતરમાં કપાસ કર્યો હતો. એ વખત 18 હજાર રૂપિયા કપાસના વાવેતર માટે રોક્યા હતા.

એમાં ઉપાડ માત્ર 8 હજાર રૂપિયા આવ્યા. માથે લેણું વધવા લાગ્યું. એ 8 હજાર રૂપિયા લઈ વિચાર કર્યો છેલે બગદાણા બજરંગદાસ બાપા ના ચરણોમાં મૂકી દવ. બગદાણા આવ્યા બાપાના ચરણોમાં 8 હજાર રૂપિયા મૂકી દીધા અને ઘરે આવી ઝેરી દવા પી લીધી. બાપાએ મોટર તૈયાર કરાઈ કાનપર આવ્યા. પોતાની વાડીમાં દવા પી તરફડીયા મારતો ગોવિંદ પટેલ સૂતો છે. બાપા વાડીએ ગયા અને ગોવિંદને કહ્યું ખોટા મારવાના કરીશ. અને બે ઉલટી સાથે બધી દવા નીકળી ગઈ.

અને કહ્યું કેમ આવું કર છું. ગોવિંદે કહ્યું મારા માથે લેણું વધી ગયું છે. બાપાએ કહ્યું આવા ગોડા ના કાઢી નરસિંહ મેહતા હૂંડી મારો નાથ સ્વીકારતો હોય તો તારે દવા પીને મારવાની શું જરૂર છે. અને કહ્યું ગોવિંદ મારી સાથે ગામમાં ચાલ તારા બધા લેણેદાર ને બોલાવ. પછી બધા ને બોલાવ્યા. અને ત્રણ દિવસ સુધી બાપા રોકાયા અને ગોવિંદ પટેલનું લેણું ચૂકવી દીધું. એટલું જ નઇ કરિયાણા દુકાનથી લઈ લોટની ઘંટી સુધી બધાના લેણાં ચૂકવી દીધા. અને કહ્યું હવે ક્યારેય મુંઝાતો નાઈ. હવે એક પછી એક ગોવિંદ પટેલ સંપત્તિ વધવા લાગી.

બજરંગ દાસ બાપુ નો જન્મ ઇ.સ 1906 માં ભાવનગર ના અધેવાડા માં થયો હતો તો આજે આપણે તેમના જીવન માં આપેલા પરચા વિસે જાણીશું તો ચાલો જેમકે, એક વાર જ્યારે બાપા બજરંગદાસ ઊનાળાના સમયમાં મુંબઈ માં સાધુ ની જમાત જોડે હતી ત્યારે સાધુ ની જમાતે પાણી પીવાની ઈચ્છા વ્યકત કરી ત્યાં પીવાના પાણી ની ખૂબ અછત હતી. ગુરૂજીએ બાપાને પાણીની વ્યવસ્થા કરવાનું કહ્યું.ગુરુજીની આજ્ઞા માની ને બાપા બજરંગ દાસ એ ત્યાં મુંબઈ માં દરીયાકીનારે એક ખાડો બનાવ્યો દરીયાની રેતી માં હાથ થી ખાડો ખોદી ને પાણી કાઢવુ તે અને એ ખાડા માં થી મીઠુ પાણી નીકળ્યું હતું અને ત્યાં એ લોકો બાપા ના સરણ માં આવી ગયા હતા.

એક સમયે બાપ ઔરંગાબાદમાં ગયા હતા અને તેમણે એક મકાન ની અગાસી ઉપર એક બાળક ફરતું હતું અને અચાનક એ બાળકને તેના ઘરની અગાસી પરથી નીચે પડી જતું જોયું તો બાપા એ તે પડી ગયેલ બાળક ને બાપાએ તેને તેડી ને બચાવી લીધુ હતું અને તેના માં બાપ ને સોંપ્યું હતું.એક વાર જયારે બાપા તેમના ગુરુ અને તેમની સાધુ જમાત જોડે જંગલમાંથી પસાર થતા હતા ત્યારે સિંહોનું ટોળું રસ્તામાં મળેલ અને બાપા એ તેમને સીતારામ નામ નો મંત્ર કર્યો અને તેમના રસ્તા પરથી ટોળાને હટી જવા આદેશ આપ્યો અને સાધુની જમાત ને આગળ વધારી હતી.

બાપા એ સૂરત લક્ષ્મીનારાયણ મંદિર, હાનોલ રણજીત હનુમાનજી ભાવનગર, પાલિતાણા, જેસર વગેરે જગ્યાઓ એ ફરતા અને સેવા કરતા કાલમોદર પહોંચ્યા. અહીં તેમણે સપ્તાહ કરી અને ત્રણ વર્ષ અહીં રહ્યા.બાપા ત્યાર પછી બગદાણા આવ્યા. બાપા બજરંગદાસે ત્યાર પછી અહીં સ્થાયી થઇને સેવા અને સમાજ સુધારણાનું કાર્ય કર્યું હતું.બજરંગ દાસ બાપા એ 1971 માં જ્યારે ભારત પાકિસ્તાન નું યુદ્ધ થયું હતું ત્યારે પોતાનો આશ્રમ ની હરાજી કરી નાખી હતી અને તે પૈસા સૈન્ય ને મદદ કરી હતી અને તેમનો દેશ પ્રત્યે નો પ્રેમ વ્યક્ત કર્યો હતો.

બાપા ગુરુજીની આજ્ઞાને પાલન કરવા માટે ભ્રમણ કરવા લાગ્યા અને એમનો પહેલો મુકામ થયો સુરત, જ્યાં તેઓ બેગમપુરા સાવેરિયા રોડ પર આવેલ લક્ષ્મીનારાયણનાં મન્દીરમાં રહ્યાં ત્યાંથી તેઓ ચાલતાં ચાલતાં હણોલ ગામે રણજીત હનુમાનજીનાં મન્દીરમાં સાત વરસ રહ્યાં. તેમનાં ભ્રમણ દરમ્યાન તેઓ ભાવનગર જાડેજા ને ત્યાં પણ ગયાં હતાં ત્યાંથી તેઓ પાલીતાણા, જેસર અને કલમોદર ગયાં અને કળમોદર બાપા ત્રણ વરસ રહ્યાં હતા.

બાપાનાં ભ્રમણ દરમ્યાન એમનાં હાથે ઘણાં ચમત્કાર થયાં પણ બાપાતો ફકત એક જ વાકય બોલતાં જેવી મારાં વ્હાલાની મરજી. ભ્રમણ કરતાં-કરતાં બાપા બગદાણા આવ્યાં ત્યારે એમની ઉંમર હતી ૪૧ વરસ. ત્યાં બાપાએ ત્રિવેણી સંગમ જોયો.બગદાણામાં બાપાને ૫ મુળતત્વો જોવા મળ્યાં. બગદાણા ગામ, બગડ નદી, બગડેશ્વર મહાદેવ, બગદાલમ ઋષિ, બજરંગદાસ બાપા પછી બાપા કાયમને માટે બગદાણામાં જ રહ્યાં. બાપાએ બગદાણામાં પણ ઘણો વિસ્તાર કર્યો હતો.

બાપા ૧૯૪૧ માં બગદાણા આવ્યાં.૧૯૫૧ માં આશ્રમની સ્થાપના કરી.૧૯૫૯ માં અન્નક્ષેત્ર ચાલું કર્યુ.૧૯૬૦ માં ભુદાન હવન કર્યો.૧૯૬૨ માં આશ્રમની હરાજી કરાવીને ભારત અને ચીનનાં યુદ્ધ્ વખતે લશ્કરને મદદ કરી.૧૯૬૫ માં ફરીથી આશ્રમની હરાજી કરાવીને ભારત અને પાકિસ્તાનનાં યુદ્ધ્ વખતે લશ્કરને મદદ કરી.૧૯૭૧ માં પણ આશ્રમની હરાજી કરાવીને ભારત અને પાકિસ્તાનનાં યુદ્ધ્ વખતે લશ્કરને મદદ કરી.

સંતભૂમિ સૌરાષ્ટ્રની અને એમાં રૂડું બગદાણા ગામ,બાપા બજરંગદાસ અને રટતા સીતારામ. બગદાણા જવા માટે અમદાવાદથી ડાયરેકટ એસ.ટી. બસ મળે છે તેમજ ભાવનગર અને તળાજા વગેરે સ્થળેથી પણ બસની સગવડ છે. બગદાણા ખાતે દર વરસે અત્રે બે ઉત્સવ ઉજવાય છે

જેમાં એક બજરંગદાસબાપાની પુણ્યતિથિ, જે પોષ વદ ૪નાં દિવસે અને બીજો ઉત્સવ અષાઢ સુદ ૧૫ એટલે કે ગુરુ પૂર્ણિમાનાં દિવસે ધામધુમથી ઉજવાય છે.આ ઉત્સવો દરમિયાન બજરંગદાસ બાપના લાખો શ્રધાળું ભક્તો ઉમટી પડે છે પણ બાપા નો કોઈપણ ભક્ત પ્રસાદી નો લાભ લીધા વગર પાછો ફરતો નથી. હાલ માં બગદાણા આશ્રમનું સંચાલન બાપાશ્રીના પરમ શિષ્ય મનજીબાપાની દેખરેખ થઇ રહ્યું છે. સૌ ભકતો ત્યાં બાપાનો મહાપ્રસાદ પણ લે છે અને આ મહાપ્રસાદ રોજ આખો દિવસ ચાલુ રહે છે.

આમ ભારતનાં ઈતિહાસમાં એક સેવાભાવી અને રાષ્ટ્રીય સંત એવા બાપા બજરંગદાસ સૌને રોતા મુકીને પોષ વદ ચોથનાં દિવસે દેવ થઈ ગયાં અને બાપાની મઢુલી બાપા વગર સુની થઈ ગઈ અને એ દિવસે તો આખું બગદાણા ગામ,બગડ નદી, વનની વનરાઈ પણ શાંત થઈ ગઈ હતી.પશું પંખીઓએ પણ પોતાનો કિલ્લોલ છોડી દીધો હતો.બગદાણા ધામ ધીરે ધીરે પ્રખ્યાત થતું જાય છે.ભકતો માનતા લઇને જાય છે અને ખરેખર બાપા પણ ભકતોની માનતા પૂરી કરે છે અને હું તો કહું છું કે એક વખત બગદાણા જાજો તમારો ભવનો બેડો પાર થઇ જશે.