જો તમારા ઘરમાં પણ છે લક્ષ્મીજી ની આવી મૂર્તિ તો આજે જ હટાવી લો નહિ તો આવી થઈ શકે છે ભારે નુકશાન…

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે. તમને જણાવી દઈએ કે માતા લક્ષ્મીએ ધનની દેવી છે. તે લોકોને ધન અને સંપત્તિના આશીર્વાદ આપે છે. તેમની કૃપાથી વ્યક્તિઓ લોકો અનેક સુખ અને સુવિધાઓને પ્રાપ્ત કરે છે. તેથી જ લોકો ઘરમાં લક્ષ્મીની મૂર્તિ રાખી પૂજન કરે છે. પણ દેવી લક્ષ્મીની અયોગ્ય મૂર્તિને રાખવાથી નુકસાન પણ થઈ શકે છે.

જો તમે યોગ્ય રીત ન જાણતા હોય તો જાણી લો અહિં.જાણો કેવી રીતે રાખવી જોઈએ દેવી લક્ષ્મીની મૂર્તિ. પૂજા ઘરમાં માતા લક્ષ્મીની મૂર્તિ જરૂર હોય છે. પણ અનેકવાર લોકો ભૂલથી લક્ષ્મીજી ઉભા હોય તેવી મૂર્તિ કે ફોટો કે પ્રતિમાને પૂજા ઘરમાં સ્થાન આપી દે છે. આવી મૂર્તિ કે પ્રતિમા કે ફોટો ન રાખવો જોઈએ. એવું માનવામાં આવે છે કે માતાના આવા સ્વરૂપની પૂજા ફળતી નથી.

આપણા દેશના પ્રાચીન શાસ્ત્રો માંથી એક વાસ્તુ શાસ્ત્ર અનુસાર, જો ઘરમાં દેવી દેવતાઓના ફોટા કે મૂર્તિ મુકવામાં આવે તો તે ઘણું શુભ માનવામાં આવે છે. પણ એના માટે શાસ્ત્રોમાં થોડા નિયમ પણ જણાવવામાં આવ્યા છે. તે નિયમો મુજબ જ દેવી દેવતાઓને સ્થાપિત કરવા જોઈએ. અને જો તમે એવું નથી કરતા તો તમારે લાભની જગ્યાએ નુકશાનનો સામનો કરવો પડી શકે છે. એટલા માટે આ તમામ વાતોનું ધ્યાન રાખવું ઘણું જ જરૂરી છે.

આજે અમે તમને આ લેખના માધ્યમથી ધનની દેવી લક્ષ્મી માતાની મૂર્તિના વિષયમાં જાણકારી આપવાના છીએ, જેથી તમે યોગ્ય ફોટો કે મૂર્તિ સ્થાપિત કરીને તેનો પૂરો ફાયદો મેળવી શકો. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર ધનની દેવી લક્ષ્મી માતાની થોડીક એવી મૂર્તિઓ હોય છે, જેને તમારા ઘરમાં ન રાખવી જોઈએ. જો તમે એ મૂર્તિઓને રાખો છો તો ઘરમાં અશાંતિ ફેલાયેલી રહે છે. તેની સાથે જ ધનની પણ તંગીનો સામનો કરવો પડી શકે છે. આજે અમે તમને તે મૂર્તિ વિષે જણાવીશું.

શાસ્ત્રો અનુસાર દેવી લક્ષ્મી ચંચળ હોય છે તેથી ક્યારેય પણ તે ઉભા હોય તેવી પ્રતિમા ન રાખવી જોઈએ. ઘરમાં હમેંશા માતા લક્ષ્મી બેઠા હોય તેવી મૂર્તિ કે પ્રતિમા રાખવી જોઈએ.માતા લક્ષ્મીનું વાહન ઘુવડ હોય છે. ઘુવડ પણ અતિ ચંચળ સ્વભાવનું હોય છે. તેથી દેવી લક્ષ્મીની મૂર્તિ ઘુવડ પર બેઠેલા હોય તેવી ન રાખવી જોઈએ.મોટાંભાગના ઘરોમાં માતા લક્ષ્મીની મૂર્તિ ભગવાન ગણેશજીની સાથે જોવા મળે છે. જો ભગવાન ગણેશજી સાથે લક્ષ્મીજીની હોય તો સાથે સરસ્વતી દેવી પણ હોવા જોઈએ. જો કે સ્થિર લક્ષ્મીની કામના હોય લક્ષ્મીજી સાથે ભગવાન વિષ્ણુની મૂર્તિ કે ફોટો કે પ્રતિમા હોવી જોઈએ.

માતા લક્ષ્મીની મૂર્તિ ક્યારેય દિવાલને અડાડીને ન રાખવી જોઈએ. જ્યારે પણ ઘરમાં માતા લક્ષ્મીનો ફોટો કે મૂર્તિ કે પ્રતિમા રાખો તો તેને દિવાલથી થોડી દૂર રાખો.ઘરમાં માતા લક્ષ્મીની મૂર્તિ રાખો તો યોગ્ય દિશામાં રાખો. જો તેમ ન હોય તો પણ તેના શુભ ફળમાં ઘટાડો થાય છે. જો માતા લક્ષ્મીને ઘરમાં ઉત્તર દિશામાં સ્થાન આપવામાં આવે તો તે શુભ ફળ આપે છે. અનેક લોકો પૂજા ઘરમાં દેવી લક્ષ્મીની એકથી વધારે મૂર્તિ કે ફોટાં રાખે છે. જે પણ યોગ્ય નથી. શાસ્ત્રોમાં તેનો નિષેધ કરવામાં આવ્યો છે.

બીજી એક વાતનું ધ્યાન રહે કે તમારે ઘરમાં લક્ષ્મીજીની એવી મૂર્તિ કે ફોટા ન રાખવા, જેમાં માતા ઉભી સ્થિતિમાં હોય. એવી મૂર્તિ ઘરમાં રાખવી અશુભ ગણવામાં આવે છે. એટલા માટે તમે તમારા ઘરમાં માતા લક્ષ્મીજીની ઉભી મૂર્તિને બદલે બેઠી રહેલી મૂર્તિ મૂકી શકો છો.કમળ ઉપર બિરાજમાન મૂર્તિ કે ફોટો રાખવા ગણાય છે શુભ, મિત્રો, જણાવી દઈએ કે જો તમે તમારા ઘરમાં માતા લક્ષ્મીજીનો એવો ફોટો કે મૂર્તિ રાખો છો, જેમાં તે કમળ ઉપર બિરાજમાન હોય છે. તો તે ઘણું જ શુભ માનવામાં આવે છે.

તમે તમારા ઘરમાં કમળ ઉપર બિરાજમાન ખુશ મુદ્રામાં માતા લક્ષ્મીજીનો ફોટો લગાવો. તેનાથી ધન, માન સન્માન, પ્રતિષ્ઠા અને સમૃદ્ધી પ્રાપ્ત થાય છે.જો તમારા ઘરમાં લક્ષ્મી માતાની એવી મૂર્તિ કે ફોટો છે જેમાં તે બેસેલા હોય, અને તમે એની પૂજા અર્ચના કરો છો, તો તમારા ગૃહસ્થ જીવનમાં સુખ સમૃદ્ધિ અને સંપન્નતા બની રહે છે.જો તમે લોકો લક્ષ્મી માતાને પ્રસન્ન કરવા માંગો છો, તો તમે એમની એવા રૂપમાં પૂજા કરો જેમાં તે ભગવાન વિષ્ણુના ચરણ દબાવી રહ્યા હોય. એનાથી માતા લક્ષ્મી તમારાથી પ્રસન્ન થશે.

જો તમે લક્ષ્મી માતાની સાથે સાથે ધનના દેવતા કુબેરની પૂજા અર્ચના કરો છો, તો એનાથી તમારા જીવનમાં ધન સાથે જોડાયેલી બધી મુશ્કેલીઓ દૂર થશે.જો તમે ભગવાન વિષ્ણુ સાથે લક્ષ્મી માતાના એવા ફોટા કે મૂર્તિની પૂજા કરો છો, જેમાં તે ગરુડ પર સવાર છે, તો માતા લક્ષ્મી તમારા ઘરમાં નિવાસ કરે છે.આ નિયમોનું પાલન કરવાની સાથે તમારે મહેનત કરવાની તો શરુ જ રાખવાની છે. તમારી મહેનત અને સાથે આ વાતોનું ધ્યાન રાખવાથી તમે જીવનમાં જરૂર સફળતા પ્રાપ્ત રશો.

જો ઘરની અંદર દક્ષિણ પશ્ચિમ દિશામાં ભગવાન હનુમાનની મૂર્તિ કે છબી રાખવામાં આવે તો તમારા ઘરની અંદર આવનારા દરેક કઠિનાઈઓ ને દૂર કરે છે. અહીં ખાસ ધ્યાન રાખવું કે ભગવાન હનુમાનની મૂર્તિ કે છબી પંચમુખી હોવી જોઈએ.હનુમાનજીની પૂજા અર્ચના અને આરાધનાથી દરેક પ્રકારના સંકટ દુર થઇ જાય છે. ઘરમાં દક્ષીણ પશ્ચિમ દિશામાં હનુમાનજીનો ફોટો લગાવવાથી અથવા મૂર્તિ રાખવાથી ઘરમાં કોઈ પણ પ્રકારના સંકટો નથી આવતા. ઘરમાં હનુમાનજીની મૂર્તિ અથવા ફોટો રાખવાથી ઘરમાં રહેલ દરેક નકારાત્મક ઊર્જાઓ દુર થાય છે અને સકારાત્મક ઉર્જાનું આહ્વાહન થાય છે.

જો લોકો ઘરમાં માટલુ રાખે તો પણ તે ઉનાળા પૂરતું જ રાખે છે કે જેથી કરીને તે શીતળ જળ પીય શકે. આ રીતે ઘરમાં પાણીથી ભરેલી માટીનો જગ રાખવામાં આવે તો ઘરમાં ક્યારેય ધનની કમી અનુભવાતી નથી. પરંતુ મિત્રો એક ખાસ વાતનું તમારે ધ્યાન રાખવાનું છે કે ઘરમાં ઉત્તર દિશામાં રાખેલો માટીનો જગ ક્યારેય ખાલી ન રાખવો જોઈએ.જો તમે તેને ખાલી રાખો તો ધનહાનિ થાય છે. પરંતુ જો તમારા ઘરની અંદર કાયમી માટે પાણીનું માટલું રાખવામાં આવે તો તમારા ઘરની અંદર કાયમી માટે લક્ષ્‍મીજીનો વાસ થાય છે અને તમારા ઘર પરિવાર ઉપર માતા લક્ષ્‍મીની કૃપા બની રહે છે જેને કારણે તમારા ઘરની દરિદ્રતા દૂર થાય છે.