જોઈલો આ છે તારક મહેતા નાં ઉલ્ટા ચશ્માં ની બબીતાજીનું ઘર અંદરની તસવીરો જોઈ મન મોહી જશે……

મિત્રો આજે અમે તમને જણાવીશું બબીતાજી એટલે કે મુન મુન દત્તા જી વિશે થોડી માહિતી અને તેમનાં ઘરની થોડી તસવીરો વિશે આજે સૌ કોઈ ની ચાહિતી અને ખાસ કરીને તારક મહેતા કા ઉલટા ચશ્માં માં જેઠાલાલ જીની ચહિતી બબીતાજી વિશે આજે અમેતમને થોડી જાણકારી આપીશું.મુનમુન દત્તા મુંબઈમાં અંધેરીમાં રહે છે. મુનમુન દત્તા અંધેરી વેસ્ટ માં રહે છે.અહીંયા એક્ટ્રેસ પોતાની માતા સાથે રહે છે.મિત્રો બબીતાજી ના પિતાનું થોડા વર્ષ પહેલાં જ નિધન થયું છે ત્યારે હવે અહીં તેઓ પોતાની માતા સાથે રહે છે.

Advertisement

બબીતાજી ના ઘર વિશે વધુ વાત કરીએતો તેઓનું ઘર  અંધેરીના વીરાદેસાઈ રોડ પર આવેલા ટાવરના પાંચમા માળે રહે છે.1BHK ઘરની કિંમત અંદાજે 1.25 કરોડની આસપાસ હોવાનું માનવામાં આવે છે.આ ઘર 340 સ્કેવરફૂટમાં ફેલાયેલું છે.ઘર અંદર થી ખુબજ આલીશાન છે.તેવું કહેવાય છે.મિત્રો મળતી માહિતી મુજબ બબીતાજી આ ઘર રાખવા માંગતી નથી.મુનમુન દત્તા પોતાનું આ ઘર વેચવા માગે છે અને નવું ઘર લેવાનું વિચારે છે.

પરંતુ અમુક કારણોસર તેઓ આ ઘર છોડી રહ્યાં નથી.બબીતાજી જે ભાવમાં ઘર વેચવું છે તે ભાવ મળતો ના હોવાથી હજી સુધી ઘર વેચાયું નથી.ઈચ્છે છે કે તેનું આ ઘર 1.25 કરોડમાં વેચાય પરંતુ હજી સુધી કોઈ આ રકમમાં ઘર ખરીદવા તૈયાર થયું નથી.મુનમુન દત્તા જે વિસ્તારમાં રહે છે.ત્યાં ટીવી જગતની ઘણી જ હસ્તીઓ રહે છે.જોકે તેમણે કહ્યું છે કે થોડી રાહ જોયાં બાદ હું આ ઘર વેચીને અન્ય સ્થાને સેટલ થઈ જઈશ.

બબીતાજી ની સ્ટડી વિશે વાત કરીએ તો તેઓ પોતે મહારાષ્ટ્ર માંજ ભણ્યાં હતાં.મુનમુન દત્તા મૂળ બંગાળી છે પરંતુ તેમણે પૂનામાં અંગ્રેજીમાં માસ્ટર ડિગ્રી લીધી છે.અહીંયા તે ફેશન શોમાં ભાગ લેતી હતી.અહીંયા બબિતાએ ગ્લેડરેગ્સ માટે ઓડિશન પણ આપ્યું હતું. આ ઓડિશનને કારણે એક્ટ્રેસ મુંબઈ આવી હતી અને ગ્લેમર વર્લ્ડને ઓળખતી થઈ હતી.પોતાના ગ્લેમરેશ લૂક ને કારણે મુન મૂન સૌ કોઈની પસંદ બની હતી.લગભગ તમે નહીં જાણતાં હોય પરંતુ બબીતાજી નું પાત્ર બીજું કોઈ નહીં પરંતુ જેઠાલાલ જાતે લાવ્યાં હતાં.

વર્ષ 2008માં પ્રોડ્યૂસર અસિત મોદીએ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરિયલ બનાવવાની જાહેરાત કરી હતી.આ સીરિયલમાં જેઠાલાલના રોલમાં દિલીપ જોષીને લેવામાં આવ્યા હતાં.દિલીપ જોષીએ જ બબિતાજીના પાત્ર માટે મુનમુન દત્તાના નામનું સૂચન કર્યું હતુ.કેહવાય છે કે મુનમુન દત્તા તથા દિલીપ જોષી એકબીજાને વર્ષ 2004થી ઓળખતા હતાં.ત્યારે સિરિયલ માં પણ તમે જોઈ શકો છો બન્ને એક બીજા સાથે સુપર રોલ પ્લે કરી રહ્યાં છે.

મિત્રો તમે ના જાણતાં હોય તો જણાવી દઈએ કે બબીતાજી પોતે ફિલ્મો માં પણ કામ કરી ચુકી છે.મુનમુન દત્તાએ કમલ હાસનની ફિલ્મ મુંબઈ એક્સપ્રેસ માં પણ કામ કર્યું છે.આ ફિલ્મ વર્ષ 2005માં રિલીઝ થઈ હતી.આ ઉપરાંત બબિતાએ હોલિડે તથા ઢીંચાક એન્ટરપ્રાઈઝ જેવી ફિલ્મ્સમાં પણ કામ કર્યું છે.

હતું અને ત્યારબાદ સૌથી ફેમસ ટીવી સીરિયલ તારક મહેતાકા ઉલટા ચશ્માં માં બબીતાજી નો સુપર રોલ પ્લે કરી રહ્યા છે. મિત્રો થોડી જૂની જાણકારી મુજબ વાત કરીએ તો બબીતાજી નું સપનું કંઈક અલગજ હતું આવો તેનાવિશે જાણીએ.વર્ષ 2006માં એક ઈન્ટરવ્યૂ દરમિયાન મુનમુન દત્તાએ કહ્યું હતું કે તે ડોક્ટર બનવા માગતી હતી પરંતુ નસીબે તેને એક્ટ્રેસ બનાવી દીધી.ત્યારે લોકોએ પણ તેમને ઘણી પ્રેમ આપ્યો અને સપોર્ટ પણ કર્યો હતો.

મિત્રો એક ખુબજ નવાઈ ની વાત તો એ છે કે બબીતાજી પોતે સમાજ ની સેવા કરવામાં હંમેશા તત્પર રહે છે તેઓ અવરનાવર કેટલું ક ગુપ્ત દાન પણ કરે છે.આટલું જ નહીં મુનમુન સામાજિક કામોમાં પણ એટલી પ્રવૃત્ત રહે છે.થોડાં સમય પહેલાં તેણે ઈન્ડિયન એજ્યુકેશન સિસ્ટમને લઈ ઓપન લેટર લખ્યો હતો અને તેમાં તેણે ભારતી શિક્ષણ પ્રણાલીની ટીકા કરી હતી.

બબિતાએ પોતાના હેરડ્રેસરની દીકરી તથા કામવાળીના બાળકનો ભણવાનો તમામ ખર્ચ ઉપાડ્યો છે.પોતાના ઘરે કામ એ આવતા તમામ ને બબીતાજી ખર્ચો પૂરો પાડે છે ત્યારે તમે અંદાજો લઈ શકો છો કે બબીતાજી કેટલી સેવા કરી રહ્યાં છે.ભલે તમને વાત જાણી ખોટું લાગે પરંતુ બબીતાજી પોતે હાલમાં સીંગલ જ છે.

32 વર્ષીય બબિતા હાલમાં સિંગલ છે.એક સમયે બબિતાના સંબંધો ‘બિગ બોસ’ના પૂર્વ સ્પર્ધક અરમાન કોહલી સાથે હતાં.પરંતુ પતિની હરકતો એ બન્ને ને અલગ કરવા પર મજબૂર કર્યા હતાં.ઓસ્ટ્રેલિયામાં અરમાને મુનમુન દત્તાનું ગળું દબાવ્યું હતું અને જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો.આ બનાવ બાદ બંને વચ્ચેના સંબંધો તૂટી ગયા હતાં.ત્યારે આજ સુધી બબીતાજી સીંગલ જ છે તેઓ આ બનાવ બાદ લગ્નને લઈને કોઈ પણ વાત કોઈ સમક્ષ કરી હતી નહિ.

Advertisement