જોઈલો પેહલી વાર નટુકાકા નું ફેમિલી, ભાગ્યજ જોવા મળે છે આ તસવીરો…..

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના આપણા સૌના ફેવરિટ એટલે નટુકાકા.તેમનું સાચું નામ છે ઘનશ્યામ નાયક. જેઓ ગુજરાતી રંગભૂમિ, ફિલ્મો, હિન્દી ફિલ્મો અને ટીવી સીરિયલ્સમાં જાણીતું નામ છે.

Advertisement

લોકપ્રિય કોમેડી સીરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ છેલ્લાં 11 વર્ષથી ટીવી પર આવે છે. આ સીરિયલના દરેક પાત્રે આગવી લોકપ્રિયતા મેળવી છે. આ સીરિયલના નટુકાકા એટલે કે ઘનશ્યામ નાયક સીરિયલના સૌથી સીનિયર કલાકાર છે. નટુકાકાએ આ વર્ષે 12, મેના રોજ 75 વર્ષ પૂરા કર્યાં છે. એક્ટિંગ ઈન્ડસ્ટ્રીમાં ઘનશ્યામ નાયકને 57 વર્ષ પૂરા થયા છે. નોંધનીય છે કે નાયક પરિવાર ત્રણ પેઢીથી રંગભૂમિ સાથે જોડાયેલો છે. સ્વ. કેશવલાલ નાયક અને સ્વ. પ્રભાકર નાયકનું ગુજરાતી રંગભૂમિ ક્ષેત્રે મહત્વનું યોગદાન છે. તેમના વારસાને ઘનશ્યામ નાયક આગળ વધારી રહ્યા છે.

પહેલાં સ્થિતિ ખરાબ હતી એક ઈન્ટરવ્યૂમાં નટુકાકાએ કહ્યું હતું કે તેમણે 200થી વધુ ગુજરાતી તથા હિંદી ફિલ્મ્સમાં કામ કર્યું છે. આટલું જ નહીં તેમણે 350થી વધુ હિંદી સીરિયલ્સમાં નાના-મોટા રોલ કર્યાં છે. જોકે, આજથી 10-12 વર્ષ પહેલાં તેમની આર્થિક સ્થિતિ ઘણી જ ખરાબ હતી. તેઓ ઘરનું ભાડુ પણ ચૂકવી તેમ નહોતાં.

લોકો પાસેથી ઉધાર લીધા આટલા વર્ષોથી ઈન્ડસ્ટ્રીમાં કામ કરનાર ઘનશ્યામ નાયકે ઘરનું ભાડું ચૂકવવા માટે આસપાસના લોકોપાસેથી પૈસા ઉધાર લીધા હતાં. ત્યારબાદ તો તેઓ ભાડાના ઘરમાં રહી શક્યા હતાં. જોકે, નટુકાકાના મતે, આજે પરિસ્થિતિ તદ્દન બદલાઈ ગઈ છે.

એક સમયે 24-24 કલાક કામ કરતાં નટુકાકાએ પોતાના જીવનમાં ઘણો જ સંઘર્ષ કર્યો હતો. જો એમ કહેવામાં આવે કે તેમનું જીવન સંઘર્ષમાં જ પસાર થયું તો તે સહેજ પણ અતિશયોક્તિ હશે નહીં. એક સમયે તેઓ 24-24 કલાક કામ કરતા અને બદલામાં તેમને માત્ર 3 રૂપિયા મળતાં હતાં.

રસ્તા વચ્ચે પર્ફોર્મ કરેલું છે જીવન નિર્વાહ ચલાવી શકાય તે માટે નટુકાકાએ રસ્તા વચ્ચે પણ પર્ફોર્મ કર્યું હતું. આજથી 20-25 વર્ષ પહેલાં અત્યાર જેટલા પૈસા મળતાં નહોતાં. એક્ટિંગ કરિયરને સારી રીતે જોવામાં આવતી નહોતી. પૈસા પણ પૂરા મળતા નહોતાં.

લોકો પાસેથી ઉધાર લઈ બાળકોને ભણાવ્યાં નટુકાકાને એક્ટિંગ કરિયરમાંથી પૂરા પૈસા મળતા નહોતાં. આખું જીવન તેમણે પૈસા માટે સંઘર્ષ કર્યો હતો. બાળકોની સ્કૂલની ફી તથા ઘરનું ભાડું ચૂકવવા જેટલા પૈસા પણ નટુકાકા પાસે હતાં નહીં. આથી જ તેઓ આસપાસ તથા મિત્રો-સંબંધીઓ પાસેથી ઉધાર પૈસા લઈને ગુજરાન ચલાવતા હતાં.

સીરિયલે ચમકાવ્યું નસીબ વર્ષ 2008મા અસિત મોદીએ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ બનાવવાનો નિર્ણય લીધો હતો. નટુકાકાના રોલ માટે ઘનશ્યામ નાયકને લેવામાં આવ્યા હતાં. જોકે, એ સમયે સપનેય કોઈને ખ્યાલ નહોતો કે આ સીરિયલ આટલી લાંબી ચાલશે. આ સીરિયલ લોકપ્રિય થતાં જ ઘનશ્યામ નાયકના જીવનમાં આર્થિક રીતે ઘણો જ ફાયદો થયો. આ સીરિયલને પ્રતાપે ઘનશ્યામ નાયક હવે મુંબઈમાં પોતાનું ઘર ખરીદી શક્યા. તેમણે મુંબઈમાં બે બેડરૂમ, હોલ, કિચનનો ફ્લેટ ખરીદ્યો છે.

પરિવાર થિયેટર સાથે જોડાયેલ 75 વર્ષીય ઘનશ્યામ નાયકનો પરિવાર થિયેટર સાથે જોડાયેલ છે. તેમના પિતા, દાદા, વડદાદા થિયેટર આર્ટિસ્ટ હતાં. જોકે, ઘનશ્યામ નાયક પોતાના સંતાનો આ ફિલ્ડમાં જાય તેમ ઈચ્છતા નથી. તેઓ માને છે કે આ ફિલ્ડમાં ઘણો જ સંઘર્ષ છે. તેમનો દીકરો વિકાસ નાયક સ્ટોક એક્સચેન્જમાં મેનેજર અને બ્લોગર પણ છે. ઘનશ્યામ નાયક એ વાતથી ખુશ છે કે તેમના સંતાનો આ ફિલ્ડમાં આવવા માગતા નથી13-14 વર્ષની ઉંમરથી એક્ટિંગ કરવાની શરૂઆત કરી

ઘનશ્યાન નાયકે 1960મા ‘માસૂમ’ ફિલ્મમાં ચાઈલ્ડ એક્ટરની ભૂમિકા ભજવી હતી. આ સમયે તેમની ઉંમર માત્ર 13-14 વર્ષની હતી. તેમણે ‘લજ્જા’, ‘હમ દિલ દે ચૂકે સનમ’, ‘તેરે નામ’, ‘ચાઈના ગેટ’ જેવી ફિલ્મ્સમાં નાના-નાના રોલ કર્યાં હતાં. જોકે, તેમને ખરી ઓળખ ‘તારક મહેતા..’થી મળી હતી.

બે દીકરીઓ-એક દીકરો ઘનશ્યામ નાયકના પરિવારમાં પત્ની, બે દીકરીઓ તથા એક દીકરો છે. તેમની બંને દીકરીઓએ લગ્ન કર્યા નથી. તેમની મોટી દીકરી ભાવના નાયકની ઉંમર 49 વર્ષ છે તથા નાની દીકરી તેજલ નાયક (47 વર્ષ) છે. તેજલ પ્રાઈવેટ સ્કૂલમાં નોકરી કરે છે મલાડમાં રહે છે હાલમાં ઘનશ્યામ નાયક મલાડમાં 2BHKમાં રહે છે. ઘનશ્યામ નાયક પાસે પહેલાં કાર હતી પરંતુ તેમને ડ્રાઈવિંગ ફાવતું ના હોવાથી તેમણે કાર કાઢી નાખી હતી. હાલમાં તેઓ ઓટોમાં જ સફર કરવાનું પસંદ કરે છે. તેમણે 8 મે, 1969 નિર્મલાદેવી સાથે લગ્ન કર્યાં હતાં.

Advertisement