જ્યારે એક પતિએ પોતાની પત્નીને કહ્યું કે તું હવે પહેલા જેવી નથી રહી,તું હવે ગરડી થઈ ગઈ છે,ત્યારે પત્નીને એ જે જવાબ આપ્યો એ વાંચવા જેવો છે…..

મિત્રો એક મહિલા તેમના આખા જીવનકાળ દરમિયાન જ્યારે તે લગ્ન કરીને સાસરીમાં જાય છે ત્યારે તેનુ આખુ જીવન તેની સાસરીના લોકોની સેવા કરવામા નિકળી જાય છે તે પછી તેના પતિની હોય કે પછી તેના બાળકો કે પછી તેના સાસુ સસરા પરંતુ તે ક્યારે પણ થાકતી નથી અને હમેશા સ્ફુર્તી સાથે તે તેના દરેક કામ ખુબજ ચોક્સાઇ થી કરે છે પરંતુ મિત્રો અમુક સમયે તેના પરિવારના લોકો માટે તે એક ફકત કામ કરનારી નોકરાણી જ બની જાય છે તો અમુક મહિલાઓ તેમની સાસરીમા એક એવી મહિલા બની જાય છે જે એક માત્ર બુઝુર્ગ મહિલા તરિકે માને છે.

મિત્રો આજે તમને એક એવો જ કિસ્સો જણાવા જઈ રહ્યા છે જ્યા એક મહિલા તેમના પરિવારના લોકો માટે એક બુઝુર્ગ બની ગઇ છે પરંતુ જ્યારે તેના પરિવારના લોકો તેને બુઝુર્ગ માનવા લાગે છે ત્યારે તે શુ કરે છે તે વાત જાણવા જેવી છે તો મિત્રો તો આવો તમારો વધારે સમય ના લેતા આપણે આ લેખની શરૂઆત કરીએ.મિત્રો આ કહાની એક યુવક કે જેનુ નામ સમીર છે અને તેની કે જેનુ નામ મેઘા છે મિત્રો આ કહાનીમા બન્યુ છે એવુ કે એક દિવસ સમીરને પાર્ટીમા જવાનુ હોય છે તો અચાનક તે તેની પત્નીને મેઘા મેઘા કયા છે તુ ક્યારનો તને શોધી રહ્યો છુ અને ક્યાર નો આવાજ પણ લગાવી રહ્યો છુ અને તુ ઘરની અગાસી ઉપર છુ તેવુ કહેતો કહેતો સમીર તેની પત્ની મેઘાને શોધતા શોધતા અગાશી ઉપર આવે છે.

અને જ્યારે સમીર અગાશી ઉપર આવીને જ્યારે મેઘાને જુવે છે તો સમીર કહે છે કે તારી હાલત જો આખી પરસેવાથી નહાયેલી છે તુ અને તારા વાળ જો તે પણ સફેદ થઈ ગયા છે અને આજે સાંજે પાર્ટીમા પણ જવાનુ છે આવી હાલતમા આવિશ તુ તને ત્યા જોઇને બધા મને કહેશે કે આ સમીર સાથે બુઝુર્ગ મહિલા કોણ છે અને આ સમીરે તેની પત્ની મેઘાની મજાક ઉડાડતા કહયુ.

તેના જવાબ મા મેઘાએ પણ ગુસ્સામા આવીને કહી દીધુ કે એવુ છે તો કોઈ બીજા સાથે ચાલ્યા જાવ પાર્ટીમા ત્યારે સમીરે કહયુ કે અરે યાર તને તો ખોટુ લાગી ગયુ સારુ છે કે બીજુ કઇ નથી બોલ્યો નહિ તો તુ કહેતી કે ઘર અને છોકરાઓ મા સમય જ નથી મળતો તારા માટે તુ તો હમેશા અસ્ત વ્યસ્ત રહુ છુ આખો દિવસ વાળ ઓળવવા માટે પણ સમય નથી ત્યારે મેઘાએ જતા જતા કહયુ કે સાચુ જ છે ને સમય જ કયા મળે છે મને નહિતો આરામ કરવુ કોને પસંદ નથી હોતુ.

મિત્રો એવુ નથી કે સમીરની પત્ની મેઘા સુંદર નથી તે ખુબજ સુંદર છે અને દરેક કામ ખુબજ સ્ફુર્તિથી કરે છે પરંતુ જ્યારે કોઈ ઘરનો એક વ્યક્તિ બોલી દે કે ઘરડી છો તો તો પરિવારના બાકીના લોકો પણ તેને ઘરડી જ માનવા લાગે છે તો આ વાત મેઘાને ખુબજ ખટકે છે મિત્રો તેમા થયુ હતુ એવુ કે એક દિવસ મેઘા તેની સાસુને દવા આપવાનુ ભુલી ગઇ અને તેના કારણે તેની સાસુનુ શુગર થોડુક ઉપર નીચે થઈ ગયુ અને જેના કારણે મેઘાની સાસુએ તેને ખુબજ સંભળાવ્યું અને કહી દીધુ કે તુ હવે ઘરડી થઈ ગઈ છે તારે હવે યાદશક્તિ વધારવાની દવા લેવી જોઇએ.

ત્યાર પછી મિત્રો તે દિવસ અને આજનો દિવસ કોઇક વાર તેનો પતિ તો કોઇક વાર તેના બાળકો પણ બોલી દે છે કે તુ ઘરડી થઈ ગઈ છુ પરંતુ મિત્રો જ્યારે પાર્ટીમા જવાનો સમય થયો ત્યારે મેઘાએ લાલ રંગનુ ગાઉન નિકાળ્યુ અને તેની સાથે એક સારો જુડો લગાવીને બાજુમા એક ક્લીપ લગાવી અને ગળામા હીરોનો હાર અને પગમા ઉચી એડીના સેંડલ્સ પહેરીને મેઘા પાર્ટીમા જવા તૈયાર થઈ જાય છે.

અને જ્યારે મેઘા તૈયાર થઈને બહાર આવે છે ત્યારે તેને જોઇને સમીર કહે છે કે આજે ખુબ જ સુંદર લાગુ છુ અને તારી ઉમર કરતા અડધી ઉમરની લાગુ છે તેના જવાબમા મેઘાએ કહયુ કે હું તો સરસ લાગું છું પણ હવે તમે પણ બરાબર તૈયાર થઈ જાઓ, નહીં તો લોકો કહેશે કે આ મેઘા સાથે કાકા કોણ છે અને મેઘાના આવો જવાબ સાંભળીને સમીર સ્તબ્ધ થઇ ગયો અને ત્યારે તેને સમજાવ્યું કે કોઇની સાથે એવો મજાક કરવો કોઇનું દિલ પણ ઉદાશ થઈ જાય છે.

અને ત્યાર પછી બીજા દિવસ સવારે મેઘા ઉઠીને તૈયાર થઈને પોતાનો ગ્રીન ટી નો કપ લઈને બલ્ક્નીમા બેસી ગઈ અને ત્યારે તેની સાસુનો અવાજ આવ્યો કે બહુ મારી ચા કયા છે અને તેની સાસુનો અવાજ નજરઅંદાજ કરતા તે પેપર વાંચવામાં મા વ્યસ્ત થઈ જાય છે અને તે જ સમયે ત્યા મેઘા મેઘા મા ક્યારની અવાજ કરે છે કે મારી ચા કયા છે તેવો અવાજ કરતો સમીર આવે છે.

ત્યારે મેઘાએ કહયુ કે હુ શુ કરુ સમીર હવે હુ ઘરડી થઈ ગઈ છુ અને ઘડપણમા હવે મારાથી કામ નથી થતુ એક કામ કરો કે સ્વાતિને કહી દો તે ચા બનાવી દેશે મિત્રો તમને જણાવી દઈએ કે સ્વાતી મેઘા અને સમીરની 16 વર્ષની છોકરી છે અને ત્યારે મેઘાએ સ્વાતી સ્વાતી કહીને સ્વાતીને અવાજ લગાવ્યો ત્યારે સ્વાતી બોલી કે શુ થયુ મમ્મી હજુ સાત વાગ્યા છે સુવા દે ત્યારે મેઘાએ કહયુ કે બેટા આપણી સૌ માટે ચા બનાવી દે તેના જવાબ મા સ્વાતીએ કહયુ કે હુ શુ કરવા બનાવુ તમને શુ થયુ છે તમે જ બનાવી લો ને અને તેમ કહી સ્વાતી પાછી સુઇ જાય છે.

ત્યારે મેઘા તેની છોકરીને યાદ અપાવતા કહયુ કે કાલેતો તે કહયુ હતુ કે મમ્મા તમારી થી કોઈ કામ સરખુ નથી થતુ તમે ઘરડા થઈ ગયા છો તો હવે જ્યારે હુ ઘરડી થઈ ગઈ છુ તો મારી તો સેવા તો તુજ કરીશ ને ચલ આવીને ચા બનાવ અને તે સિવાય પછી પણ ઘણાબધા કામ કરવાના છે જેવા કે સાફ સફાઇ અને આજે તો બાઇ પણ નથી આયી તો ખાવાનું બનાવવુ, બજારમાથી શાકભાજી લાવવી ,કપડાને વોશિંગ મશીન મા નાખવા,દાદીને દવા આપવાની છે જો હુ ભુલી ગઇ તો.

અને તારી મદદ કરવા માટે હુ તારા પાપાને પણ કહેવાની હતી પરંતુ તેમની ઉમર પણ મારા કરતા બે વર્ષ મોટા છે પરંતુ કદાચ ઘરડીતો હુ જ થઈ ગઈ છુ તે પણ તારી મદદ કરી દેશે ત્યારે સ્વાતી ને પણ ખબર પડિ કે મેઘાને શુ થયુ છે અને બધાએ તેની માફી માંગતા કહયુ કે મમ્મી મને માફ કરી દે હુ હવે ક્યારે પણ આવુ નહી બોલુ બસ તમે ગુસ્સે ના થાવ હુ રોજ તમારા કામમા મદદ કરીશ તમે ખુબજ સુંદર મમ્મી છો અમે ક્યારે વિચાર્યુ જ નહી કે તમને કેટલુ ખરાબ લાગતુ હશે તમે આટલા કામ કરો છો.

અને તેના માટે તમે પોતાના માટે સમય નથી કાઢી શકતા પરંતુ હવે પ્રોમિસ કરો કે હવે તમે તમારુ ઘ્યાન રાખશો અને ત્યારે તેના પતિ સમીરને પણ કહ્યુ કે હા મેઘા જ્યારે આપણે શું કહેવું જોઈએ તેનુ આપણે બધા ધ્યાન રાખીશું અને ફક્ત તમે જ આ ઘરનું સંચાલન કરી શકો છો તમે આ ઘરને સુંદર બનાવવા માટે 20 વર્ષ આપ્યા છે પરંતુ તમે પોતાને ભૂલશો નહીં અને અમને માફ કરો હવે મેઘા તેના ખોરાકની નિયમિત કાળજી લઈને દરરોજ સવારે ફરવા જાય છે અને હવે તે પોતાના ઘર માટે અને પોતાના માટે પણ સમય કાઢવાનું શીખી ગઈ છે.