ઘરમાં કામધેનુ શંખ રાખવાથી માં લક્ષ્મી થાય છે પ્રસન્ન, જાણો તેના ફાયદા. હિંદુ ધર્મમાં શંખ ઘણો જ પવિત્ર માનવામાં આવે છે. શાસ્ત્રો મુજબ શંખની ઉત્પતિ સમુદ્ર મંથન દરમિયાન થઇ હતી અને મુખ્ય શંખ ત્રણ પ્રકારના હોય છે. જે વામાવર્તી, દક્ષિણાવર્તી અને ગણેશ શંખ કે મધ્યવર્તી શંખ છે. તેમાંથી એક શંખ કામઘેનુ શંખ પણ છે. જે ઘણો જ વિશેષ શંખ છે અને આ શંખ ઘણો દુર્લભ પણ છે.
આ શંખનો આકાર ગાયના મુખ જેવો હોય છે, એટલા માટે તેને કામઘેનુ શંખ કહેવામાં આવે છે.માન્યતા છે કે પૂજા ઘરમાં કામઘેનુ શંખ રાખવો શુભ ફળ આપે છે. અને તે શંખ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને અતિ પ્રિય છે અને તેની પૂજા કરતી વખતે શંખનો ઉપયોગ જરૂર કરવામાં આવે છે. કામઘેનુ શંખ સાથે અસંખ્ય લાભ જોડાયેલા છે, જે આ મુજબ છે.સમુદ્ર મંથનના સમયે દેવ-દાનવના સંઘર્સ દરમિયાન સમુદ્રથી 14 અનમોલ રત્નોની પ્રાપ્તિ થઇ, જેમા આઠમાં રત્ન તરીકે શંખોનો જન્મ થયો. પ્રાકૃતિક રીતે શંખ અનેક પ્રકારના હોય છે. દેવ શંખ, ચંક્ર શંખ, રાક્ષ શંખ, શનિ શંખ, રાહુ શંખ, પંચમુખી શંખ, વાલમપુરી શંખ, બુદ્ધ શંખ, કેતુ શંખ, શેષનાગ શંખ, કચ્છપ શંખ, શેર શંખ, કુબાર ગદા શંખ, સુદર્શન શંખ સહિતના શંખ હોય છે.
તેના 3 પ્રકાર છે.વામાવર્તી, દક્ષિણાવર્તી તથા ગણેશ શંખ કે મધ્યવર્તી શંખ, તેના અંતર્ગત, ગણેશ શંખ, પાગ્ચજન્ય, દેવદત્ત, મહાલક્ષ્મી શંખ, પૌણ્ડ્ર, કૌરી શંખ, હીરા શંખ, મોતી શંખ, અનંત વિજય શંખ, મણિ પુષ્પક અને સુઘોષમણિ શંખ, વીણા શંખ, અન્નપુર્ણા શંખ, એરાવત શંખ, ગરુડ શંખ અને કામધેનુ શંખ…કામધેનુ શંખ.આ શંખ આમ તો ખૂબ દુર્લભ છે. આ શંખ પણ મુખ્ય રીતે બે પ્રકારના છે. એક ગૌમુખી શંખ અને બીજુ કામધેનુ શંખ.આ શંખ કામધેનુ ગાયના મુખ જેવી રૂપાકૃતિ હોવાથી તેને ગોમુખી કામધેનુ શંખના નામથી ઓળખવામાં આવે છે
શંખ ઘણા પ્રકારોમાં જોવા મળે છે. દરેક શંખની પોતાની વિશેષતા હોય છે. શંખ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને પ્રિય કહેવાય છે. કથાઓ અનુસાર સમુદ્રમંથન સમયે શંખનો જન્મ આઠમા રત્ન તરીકે થયો હતો. મુખ્ય શંખ ત્રણ પ્રકારના હોય છે. વામાવર્તી, દક્ષિણાવર્તી તથા ગણેશ શંખ અથવા મધ્યવર્તી શંખ આમાંથી એક શંખ એટલે કામધેનુ શંખ, તે ખૂબ જ દુર્લભ છે.તેમાં બે પ્રકારના ગૌમુખી અને કામધેનુ શંખ પણ જોવા મળે છે. આ શંખની વિશેષતા તેનો આકાર કામધેનુ ગાયના ચહેરા જેવો જ છે. આથી તે કામધેનુ તરીકે ઓળખાય છે. કામધેનુ આ શંખને ઘરમાં રાખવાથી એવુ માનવામાં આવે છે ગાયની જેમ શુભ ફળ પ્રાપ્ત થાય છે. માતા લક્ષ્મીની કૃપા રહે છે. ચાલો જાણીએ કામધેનુ શંખને ઘરે રાખવાના ફાયદા.
એક કથા અનુસાર મહર્ષિ પુલસત્ય અને ઋષિ વશિષ્ઠે માં લક્ષ્મીજીની કૃપા પ્રાપ્તિ માટે આ શંખનો ઉપયોગ કર્યો હતો. આથી ધન-ધાન્યની વૃદ્ધિ કરવા માટે શંખને ખુબજ શુભ માનવામાં આવે છે. કામધેનુ શંખ દરેક ઇચ્છા પૂર્ણ કરે છે આથી તેને ઇચ્છાપૂર્તિ શંખ માનવામાં આવે છે. આ શંખને ઘરમા રાખવાથી તમામ પ્રકારની મનોકામના પૂર્ણ થાય છે. કળિયુગમાં આ શંખ મનોકામના પૂર્તિ માટે ખુબજ પ્રભાવશાળી માનવામાં આવે છે.
કામધેનુ શંખનો ઉલ્લેખ ઋગ્વેદમાં પણ મળે છે. વેદ અનુસાર કામધેનુ શંખમાં 33 કરોડ દેવતાઓનો વાસ છે. જીવનના અંત સમયે આ શંખનું દાન કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. જો તમારા ઘરમાં પણ આર્થિક સંકટ હોય તો આ શંખને જરૂરથી ઘરમાં રાખવો જોઇએ.જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ શંખનો ઉપયોગ ઘરમાં રાખવાથી ધનની વૃદ્ધિ થશે. કામધેનુ શંખની પૂજા કરવાથી તર્ક શક્તિ અને વાણી મજબુત થાય છે. માનસિક શાંતિ મળે છે. આ શંખને ઘરમાં રાખતી વખતે આ મંત્ર જાપ કરવો જોઇએ. આનાથી તમામ ઇચ્છાઓ પૂર્ણ થાય છે. આ મંત્ર છે ॐ નમ: ગોમુખી કામધેનુ શંખાય મમ્ સર્વ કાર્ય સિદ્ધિ કુરૂ-કુરૂ નમ:
ઘરમાં કામઘેનુ શંખ રાખવાથી માં લક્ષ્મીની કૃપા જળવાઈ રહે છે. જે લોકો તેના ઘરમાં આ શંખ રાખે છે અને તેની પૂજા કરે છે. તેના ઘરમાં ધનની ખામી નથી રહેતી. શંખ સાથે જોડાયેલી કથા મુજબ મહર્ષિ પુલસ્ત્ય અને ઋષિ વશિષ્ઠને માં લક્ષ્મીની કૃપા પ્રાપ્તિ માટે આ શંખની પૂજા કરી હતી. આ શંખની પૂજા કરવાથી મહર્ષિ પુલસ્ત્ય અને ઋષિ વશિષ્ઠને ધન-ધાન્યની પ્રાપ્તિ થઇ હતી.
થઇ જાય છે દરેક કામના પૂરી કામઘેનુ શંખની પૂજા કરવાથી મનોકામનાનું પૂર્તિ થઇ જાય છે. ઘરમાં આ શંખ રાખવાથી અને રોજ તેની પૂજા કરવાથી જે તમે ઈચ્છો છો તે તમને મળી જાય છે. એટલા માટે જો તમારી કોઈ ઈચ્છા છે. જેને તમે પૂર્ણ કરવા માગો છો, તો ઘરમાં આ શંખ લઇ આવો અને રોજ તેની પૂજા કરો.થાય છે મોક્ષની પ્રાપ્તિ ઋગ્દેવના જણાવ્યા મુજબ કામઘેનુ શંખમાં 33 દેવોની શક્તિઓ સમાયેલી છે અને આ શંખનું દાન કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. એટલા માટે તમે કોઈ શુભ દિવસે મંદિરમાં કામઘેનુ શંખનું દાન જરૂર કરી દો. એમ કરવાથી તમને મોક્ષની પ્રાપ્તિ થશે.
રાખો ધન વાળી જગ્યા ઘણા લોકોના ઘરમાં ધન નથી ટકી શકતું. એવી સ્થિતિમાં તમે આ શંખને ઘરે લઇ આવો અને આ શંખને તમારી તિજોરીમાં રાખી દો. આ ઉપાય કરવાથી ઘરમાં ધન ટકવા લાગશે અને આવકમાં વૃદ્ધી થશે.
માનસિક શાંતિ મળે છે. કામઘેનુ શંખની પૂજા કરવાથી તર્કશક્તિ અને વાણી શક્તિ મજબુત બને છે. સાથે જ માનસિક શાંતિ પણ યોગ્ય જળવાઈ રહે છે.રોજ સવારે સ્નાન કર્યા પછી મંદિરની સફાઈ કરો અને શંખને શુદ્ધ પાણીથી સાફ કરો. શંખને કોઈ સ્વચ્છ કપડા ઉપર રાખો. ધ્યાન રાખશો કે શંખને ક્યારે પણ સીધો જમીન ઉપર ન રાખો. વસ્ત્ર ઉપર શંખને રાખ્યા પછી જણાવેલા મંત્રના જાપ કરો. આ મંત્ર આ મુજબ છે.
ऊँ नमः गोमुखी कामधेनु शंखाय मम् सर्व कार्य सिद्धि कुरु-कुरु नमः।
શંખનાદથી આંખનું તેજ વધે છે, આપણા પેટના સ્નાયુઓને કસરત મળે છે, તેમજ વ્યક્તિને સાઇનશ જેવી બીમારીઓ થતી નથી.શંખનાદથી આંખોના મોતિયા દૂર થાય છે, હૃદય અને મગજને માનસિક શાંતિ મળે છે. શ્વાસની તકલીફો દૂર થાય છે. તેમજ આપણી પાચન શક્તિ વધે છે.શંખનાદથી મગજમાં વાઈબ્રેશન મળે છે, અને આત્મવિશ્વાસમાં વધારો થાય છે. તથા રોગ પ્રતિકારક શક્તિ વધે છે. અને થાઇરોઇડની બીમારી માંથી છુટકારો મળે છે.
શંખનાદથી ચહેરા પર તેજ વધે છે, અને બ્લડપ્રેશર નિયંત્રણમાં રહે છે,શંખનાદથી શરીર સ્ફૂર્તિલું રહે છે અને તાજગીનો અનુભવ થાય છે. તથા હૃદયના દર્દીઓની તંદુરસ્તીમાં વધારો થાય છે.શંખ વગાડવા પર 1961 માં એક સંશોધન થયું હતું. એ સંશોધન બર્લિન યુનિવર્સીટીના વૈજ્ઞાનિકોએ કર્યુ હતું. અને એમાં દાવો કરવામાં આવ્યો હતો કે, એક વાર શંખનાદ કરવાથી 1500 સ્કવેર ફૂટ વિસ્તારમાં ટાઇફોઇડ, પ્લેગ કોલેરાના વાયરસ નાશ પામે છે.
એવી માન્યતા છે કે જે ઘરમાં શંખ હોય છે, ત્યાં લક્ષ્મીનો વાસ હોય છે. ધાર્મિક ગ્રંથોમાં શંખને લક્ષ્મીના ભાઈ જણાવવામાં આવ્યા છે. કારણ કે લક્ષ્મીની જેમ શંખ પણ સાગર માંથી ઉત્પન્ન થયું છે. શંખની ગણતરી સમુદ્ર મંથન માંથી નીકળેલા ચૌદ રત્નોમાં થાય છે.શંખને એટલા માટે શુભ માનવામાં આવ્યું છે, કારણ કે માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ બંને જ પોતાના હાથોમાં એને ધારણ કરે છે.પૂજા-પાઠમાં શંખ વગાડવાથી વાતાવરણ પવિત્ર થાય છે. જ્યાં સુધી એનો અવાજ આવે છે, એને સાંભળીને લોકોના મનમાં સકારાત્મક વિચાર ઉત્પન્ન થાય છે. સારા વિચારોનું ફળ પણ સ્વભાવિક રૂપમાં સારું જ હોય છે.શંખના જળથી શિવ, લક્ષ્મી વગેરેનો અભિષેક કરવાથી ઈશ્વર પ્રસન્ન થાય છે અને એમની કૃપા પ્રાપ્ત થાય છે.
ભ્રમવૈવર્ત પુરાણમાં કહેવામાં આવ્યું છે કે શંખમાં પાણી રાખવા અને એને છાંટવાથી વાતાવરણ શુદ્ધ થાય છે.શંખનો અવાજ લોકોને પૂજા અર્ચના કરવા માટે પ્રેરિત કરે છે. એવી માન્યતા છે કે શંખની પૂજાથી કામનાઓ પુરી થાય છે. એનાથી દુષ્ટ આત્માઓ પાસે નથી ભટકતી.વૈજ્ઞાનિકોનું માનવું છે કે શંખના અવાજથી વાતવરણમાં રહેલા ઘણા પ્રકારના જીવાણુઓ અને વાયરસનો નાશ થાય છે.ઘણા ટેસ્ટ દ્વારા આ રીતના પરિણામ મળ્યા છે.આયુર્વેદ અનુસાર શંખોદકની ભસ્મના ઉપયોગથી પેટની બીમારીઓ, પથરી, કમળો વગેરે ઘણા પ્રકારની બીમારીઓ દૂર થાય છે.જો કે એનો ઉપયોગ એક્સપર્ટ વૈદ્યની સલાહથી જ કરવો જોઈએ.
શંખ વગાડવાથી ફેફસાનો વ્યાયામ થાય છે. પુરાણોમાં ઉલ્લેખ મળે છે કે જો શ્વાસના રોગી નિયમિત રૂપથી શંખ વગાડે,તો તે બીમારીથી મુક્ત થઇ શકે છે.શંખમાં રહેલા પાણીનું સેવન કરવાથી હાડકા મજબૂત થાય છે. તે દાંત માટે પણ લાભદાયક છે. શંખમાં કેલ્શિયમ, ફોસ્ફરસ અને ગંધકના ગુણ હોવાને કારણે તે ફાયદાકારક છે.વાસ્તુશાસ્ત્ર અનુસાર પણ શંખમાં એવા ઘણા ગુણ હોય છે, જેનાથી ઘરમાં પોઝિટિવ એનર્જી આવે છે. શંખના અવાજથી ‘સુતેલી જમીન’ જાગ્રત થઈને શુભ ફળ આપે છે.