કરોડો રૂપિયા ચૂકવીને મહિલા એ ખરીધ્યું આલીશાન ઘર દરવાજો ખોલતાજ ઉડી ગયા હોશ,જાણો એવું તો શુ હતું અંદર……

નમસ્તે મિત્રો આજના આ લેખન આપ સૌનું હાર્દિક સ્વાગત છે, સંપત્તિ ખરીદવી અને વેચવી બંને એકદમ કંટાળાજનક પ્રક્રિયા છે. આવી સ્થિતિમાં, જો તમે કોઈ મિલકત ખરીદો છો અને તમને સસ્તામાં મળી રહી છે, તો તેને સારી રીતે તપાસી લેવી જોઈએ. અમે તમને એ પણ સલાહ આપીશું કે, ઘર ભાડે આપતા પહેલા ભાડુઆત વિશે બરોબર વેરિફિકેશન કરી લેશો નહીં તો ઉલમાંથી ચૂલમાં પડી શકો છો. અમેરિકાની એક મહિલા સાથે પણ આવું જ કઈંક બન્યું છે. તેના મકાનમાં રહેતી એક ભાડુઆતે ઘરની એવી હાલત કરી કે, તે જોતા જ મકાન માલિકના હોશ ઉડી ગયા. આ મહિલા કરતાં પણ વધારે ખરાબ હાલત તેની થઈ, જેણે આ મકાન 4 કરોડથી વધારે રૂપિયા ચૂકવી ખરીદ્યું છે.

Advertisement

ઘર ખૂબ જ શાનદાર છે, પરંતુ તેની અંદર પ્રવેશ કરતા જ, ત્યાં ડગલેને પગલે એવી વસ્તુઓ જોવા મળી કે, ખરીદદારને અહેસાસ થયો કે, તેનાથી ખુબ મોટી ભૂલ થઈ ગઈ છે. અહીં જુના મકાનમાલિક સાથે ભાડુઆતને વિવાદ થતા ભઆઢઉઆતે મકાનની દુર્દશા કર દીધી હતી. દિવાલો પર મોટી-મોટી ગાળો લખવામાં આવી હતી, તેણે ઘરમાં તોડ-ફોડ કરવાની સાથે કેટલીક ડરામણી વસ્તુઓ પણ મુકી હતી. આસ-પાસ રહેતા લોકો પણ અહીં આવી શકતા ન હતા.

અમેરિકાના કોલોરાડો સ્પ્રિંગ્સમાં 5 બેડરૂમની સંપત્તિની અંદર દિવાલો પર અપશબ્દો ભર્યા સંદેશા લેખેલા છે. આ ઘરના માલિકે અમેરિકન અખબાર વોશિંગ્ટન પોસ્ટને જણાવ્યું હતું કે, જ્યારે તે અહીં પહોંચી ત્યારે તેને કાર્પેટથી લઈ દિવાલો સુધીની તમામ જગ્યા પર ગંદકી અને ગાળો જોવા મળી હતી. દરેક જગ્યાએ સ્પ્રે પેઇન્ટ વડે વિકૃત ભાષામાં અપશબ્દો લખાયેલા હતા. આટલું જ નહીં ઘરના એક ઓરડામાં મૃત બિલાડીઓ પડી હતી. ઘરમાં રહેતી મહિલા એક એનિમલ રેસ્ક્યૂમાં કામ કરતી હતી અને તેજ તેને અહીં લાવી હશે.

ઘરમાં દરેક ખુણે-દિવાલે કલર સ્પ્રેથી કઈંકને કઈક લખ્યું છે. રિયલ એસ્ટેટ એજન્ટ મીમી ફોસ્ટરએ મિલકત બતાવતો એક YouTube વિડિઓ અપલોડ કર્યો. તેને તે દરેક મકાનમાલિકનું ખરાબ સપનું ગણાવ્યું છે. જાહેરાતમાં લખ્યું છે કે ‘જો તમે આ નરકના ટુકડાને સ્વર્ગમાં ફેરવવાનું સ્વપ્ન જોવાનું વિચારી રહ્યા છો તો, તો જરા મોડુ ની કરશો. આ ઘર કમજોર હૃદયવાળા માટે નથી. આ ઘરની તસવીરો જોઈને કોઈ પણ ચોંકી જશે.

કરોડોમાં વેચાઈ સંપત્તિ.આ મકાનમાં 5 બેડરૂમ, 3 કાર પાર્કિંગની જગ્યા, ખુલ્લું ટેરેસ અને બગીચો છે. ઘર ખૂબ જ સુંદર રહ્યું હશે. જો કે, આ સમયે મકાનમાલિક પોતે તેને નરક કહી રહી છે. તે એ વ્યક્તિ માટે પણ દુખી છે, જે આ ઘરમાં હવે આવશે. હાલમાં તેનું ઘર $ 5,90,000 એટલે કે 4.3 કરોડ રૂપિયામાં વેચાયું છે. આ ઘરની વર્ચુઅલ ટૂર લેનાર વ્યક્તિને અહીં આવ્યા પછી જ તેની સત્યતાનો ખ્યાલ આવશે.

જાણો અન્ય સ્ટોરી,કોરોનાને કારણે દુનિયામાં ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડી રહયો છે.જોકે અગાઉના સમયમાં સમય બચાવવા માટે ઓનલાઇન ખરીદી કરવામાં આવતી હતી,પરંતુ હવે સમય બચાવવા નહિ પણ આ જરૂરી બની ગયું છે.લોકો ઘરની બહાર જવાને બદલે ઘરે બેસીને જ ખરીદી કરી શકે છે.પરંતુ ઘણી વખત લોકોને આના કારણે મુશ્કેલીનો પણ સામનો કરવો પડે છે.આ દિવસોમાં એક વ્યક્તિની ચર્ચા સોશિયલ મીડિયા પર થઈ રહી છે.તેણે તેની સાથે થયેલ આ ઘટના ફેસબુક પર શેર કરી છે.

એશિયાનેટ હિન્દીના સમાચાર મુજબ,તેણે નાઇકી બ્રાન્ડની ટીશર્ટ ઓનલાઇન મંગાવી હતી.તેણે ઓર્ડર બોક્સ ખોલ્યુ ત્યારે તે એકદમ આશ્ચર્યચકિત થઈ ગયો. બોક્સની અંદર ફક્ત ટી-શર્ટ જ નહોતી,પરંતુ અંદર એક એવી વસ્તુ પણ હતી જેના ફોટા ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.તમને ઓનલાઇન ઓર્ડર આપવાનો આનંદ અને તે પછી તેની ડિલિવરી થવાનો આનંદ પણ તમે અનુભવ્યો હશે.પરંતુ જો આ લાગણી તમારા માટે ખરાબ સ્વપ્ન બની જાય તો?

આવું જ કંઈક ન્યુયોર્કમાં રહેતા એક માણસ સાથે થયું.તેણે સોશિયલ મીડિયા પર ઓનલાઇન ઓર્ડરનો સૌથી ખરાબ અનુભવ શેર કર્યો છે.આ માણસે ઓનલાઇન ઓર્ડર આપેલા બોક્સ સાથે કેટલીક એવી વસ્તુ પણ અનપેક કરી જેને જોઈ તમે ચોકી જશો. ખરેખર,તે માણસે પોતાના માટે નાઇકી બ્રાન્ડના કપડા ઓનલાઇન મંગાવ્યા હતા.જ્યારે તેનું બોક્સ ઘરે આવ્યુ,ત્યારે તે તેનું સૌથી ખરાબ સ્વપ્ન સાબિત થયું.

આ બોક્સમાં ટી-શર્ટ સાથે ઘણા કીડા મળી આવ્યા હતા.આ કીડાઓ જોઈને બધા આશ્ચર્ય ચકિત થઈ ગયા હતા.અહેવાલો મુજબ આ સમાચાર મુજબ આ કીડા કપડા સાથે ડીલીવરી થયા હતા.ઓર્ડર આપનાર વ્યક્તિની ઓળખ સ્મિથિ ગ્રુપના સીઇઓ બેન સ્મિથિ તરીકે થઈ હતી.તેણે પોસ્ટ કરીને જણાવ્યું હતું કે તેના બોક્સમામાંથી 30 થી વધુ કીડા નીકળ્યા હતા.

ત્યારબાદ તેણે સોશિયલ મીડિયા પર તેના ફોટા અને વીડિયો શેર કર્યા હતા.જે બાદ ઘણા લોકોએ તેના પર કોમેન્ટ પણ કરી હતી. ઘણા લોકોએ તેને ઘૃણાસ્પદ ગણાવ્યું હતું.ફેસબુક પરની આ પોસ્ટ જોઈને નાઇકીએ તેના પર કાર્યવાહી કરી અને તે વ્યક્તિના ઓર્ડરને રિપ્લેસ કરી આપ્યો.લોકો તેના વાયરલ ફોટા શેર કરી રહ્યાં છે.

આવોજ એક બીજો કિસ્સો,ઓનલાઈનના જમાનામાં શું મંગાવો અને શું નીકળી જાય તે નક્કી નથી રહેતું. જાદુય શબ્દ આબરા કા ડાબરા જેવી સ્થિતિ થઈ ચૂકી છે. અને હવે ભૂલ કરી છે દુનિયાની સૌથી વિશ્વસનીય એવી કંપની એમેઝોને. જેણે ગ્રાહકને માત્ર પ્રોડક્ટ બદલી પરેશાન નથી કર્યો, પણ અંદરથી જે વસ્તુ નીકળી તેને લઈને શરમજનક સ્થિતિમાં પણ મુકી દીધો છે.

ગેમની જગ્યાએ નીકળ્યો વોશિંગ પાઉડર.એમેઝોનની ઈલેક્ટ્રીકલ શોપિંગની વસ્તુઓને દુનિયામાં શ્રેષ્ઠ માનવામાં આવે છે, એક સમયે તો એવું પણ બન્યું હતું કે, ઈંગ્લેન્ડમાંં રહેનારી લૂસી હેંન્ડરસને પોતાના દિકરાને બર્થડે ગીફ્ટ આપવા માટે એક વીડિયો ગેમ મંગાવી હતી. પણ ગેમની જગ્યાએ તેમને બેટરી અને વોશિંગ પાઉડરનો ડબ્બો ડિલીવર કરવામાં આવ્યો.

લોકો પોતાની સાથે થયેલા અનુભવો શેર કરવા લાગ્યા.લ્યૂસીની પોસ્ટ સોશિયલ મીડિયા પર વાઈરલ થતા જ આગની માફક ફેલાઈ ગઈ. જે પછી ઘણા લોકો સામે આવ્યા જેમણે એમેઝોનની સાથે થયેલા ખરાબ પ્રસંગો શેર કર્યા હતો. અને હવે એક ગ્રાહક દ્રારા કમ્પલેન કરવામાં આવી છે કે તેમણે વીડિયો ગેમનો ઓર્ડર કર્યો હતો અને ડિલીવર કોન્ડોમ અને ટૂથબ્રશ થયા હતા.

એમેઝોને માગી માફી.આ સિવાય પૈલાદિન સહજ નામની મહિલાએ પણ એમેઝોનની વીડિયો ગેમ મંગાવી હતી. પણ તેની જગ્યાએ તેને ટૂથબ્રશ અને રેજર ડિલીવર થયા હતા. એક અન્ય મહિલાને પણ એમેઝોન વીડિયો ગેમની બેડશીટ મોકલવામાં આવી હતી. જો કે ગ્રાહકોએ જ્યારે એમેઝોનના ખોટા ઓર્ડરની ફરિયાદ કરી તો કંપનીએ ટેકનીકલ ખામી જણાવી અને આ અંગે માફી માગી હતી.

Advertisement