ખાસ અવસર પર આ અભિનેત્રીઓ એ પેહરી લીધાં એટલા મોંઘાં કપડાં કે કિંમત જાણી ચોંકી જશો…….

કંગનાથી લઈને દીપિકા સુધીની આ અભિનેત્રીઓએ ખાસ પ્રસંગોએ લાખોનો ડ્રેસ પહેર્યા હતો.બોલિવૂડમાં દર વર્ષે કેટલા કલાકારો અને અભિનેત્રીઓ તેમની ફિલ્મો લાવે છે અને તે ફિલ્મોમાં અભિનય કરીને દરેકના હૃદયમાં સ્થાન બનાવે છે. તે જ રીતે, તે બધા, તેમની અભિનય સિવાય, એક બીજી વસ્તુ અને આપણું ધ્યાન આકર્ષિત કરે છે અને તે છે તેમની ફેશન શૈલી. તેમના કપડાથી લઈને તેમના જીવન નિર્માણ અને તેમનો મેકઅપ સુધીની દરેક વસ્તુ તેમના માટે ખૂબ જ ખાસ છે. તે બધા તેમના ડ્રેસ દ્વારા તેમના ચાહકોનું ધ્યાન આકર્ષિત કરે છે. તેમના માટે અભિનયની સાથે તેમનું જીવનધોરણ પણ એટલું જ વિશેષ છે.

Advertisement

ખાસ કરીને અભિનેત્રીઓ તેમના ડ્રેસ અને ફેશન પ્રત્યે ખૂબ સભાન હોય છે. દરેક ફિલ્મ અને એવોર્ડ ફંક્શનમાં તેનો લુક ગ્લેમરસ દેખાવા માટે તેના મેકઅપની અને તેના ડ્રેસની ખૂબ જ ફરક પડે છે. જેમ તેમનો ડ્રેસ મહત્વપૂર્ણ છે, તે જ રીતે તે ડ્રેસની બાબતમાં પણ મહત્વ આવે છે. અભિનેત્રીઓના પોષાકો પણ ખૂબ ઉચા છે અને તે વિશેષ ડિઝાઇનર દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યા છે. આ રીતે, અમે અહીં કેટલીક વિશેષ અભિનેત્રીઓના મોંઘા ડ્રેસિંગ વિશે જણાવીએ છીએ.

પ્રિયંકા ચોપડા,યુનિસેફ દ્વારા આયોજિત ગ્લોબલ ગોલ એવોર્ડ્સ 2017 માં પ્રિયંકાએ 3 લાખ રૂપિયાનો ડ્રેસ પહેર્યો હતો. તેનો ડ્રેસ ક્રિસ્ટીઆનો સિરીઆનો દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યો હતો. એક્ટ્રેસ પ્રિયંકા ચોપરાની કેટલીક તસવીરો સામે આવી છે. આ તસવીરોમાં પ્રિયંકા રેડ કલરની હૉટ ડ્રેસમાં ઘણી જ સુંદર લાગી રહી છે. તે હૉટલમાંથી નીકળીને નિક પાસે જઈ રહી હતી. પ્રિયંકાનો આ લૂક તેની દોસ્ત અને અભિનેત્રી મેગન માર્કલથી મળતો આવે છે.

 

ગત અઠવાડીયે જ મેગન આ લૂકમાં બ્લેક ડ્રેસમાં જોવા મળી હતી. એવામાં એ કહેવું અતિશયોક્તિ નથી કે આ બંને એક સારા દોસ્તની સાથે સાથે એક-બીજાની સ્ટાઇલથી પણ ઇન્ફ્લ્યૂએન્સ છે.પ્રિયંકાની આ ડ્રેસની કિંમત અઢી લાખ જણાવવામાં આવી રહી છે. તો પ્રિયંકા 28.4 મિલિયન સાથે ઇન્સ્ટાગ્રામ પર સૌથી વધુ ફૉલોઅર્સ ધરાવતી અભિનેત્રી બની ગઈ છે. ગત વર્ષ સુધી સૌથી વધુ ફૉલોઅર્સવાળી અભિનેત્રી દીપિકા હતી.

કંગના રાનાઉત,ઇવેન્ટના ફંક્શન દરમિયાન કંગના રાનાઉતે બ્લેક કલરનો ડ્રેસ પહેર્યો હતો. જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. આ ડ્રેસ બિભુ મહાપત્રાએ ડિઝાઇન કર્યો હતો. તેની કિંમત 2 લાખ રૂપિયા કહેવામાં આવી રહી છે.

દીપિકા પાદુકોણ,દીપિકા પાદુકોણે કાન્સ 2017 માં ડાર્ક વાઇન કલરનો ઝભ્ભો પહેર્યો હતો. જેને માર્ક્સાએ ડિઝાઇન કરી હતી. તેની કિંમત 5.17 લાખ રૂપિયા છે.

એશ્વર્યા રાય બચ્ચન,એશ્વર્યાએ અંબાણીની પાર્ટીના ટક્સેડોનું ગાઉન પહેર્યું હતું, જેની કિંમત 7. લાખ છે. બોલીવુડની સુંદર અભિનેત્રીઓની યાદીમાં એકદમ ટોપ ઉપર રહેલી એશ્વર્યા રાયે ૧ નવેમ્બરના રોજ પોતાનો જન્મ દિવસ ઉજવ્યો હતો. આ વિશેષ સમયે તેના ફેંસ તેમની સાથે જોડાયેલી તમામ નાની મોટી જાણકારીઓ જાણવા માટે ઉત્સુક છે. આ કડીમાં તેમના જન્મ દિવસ ઉપર તેમના થોડી ફોટા સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઇ રહ્યા છે, જેમાં તે ઘણી જ વધુ સુંદર લાગી રહી છે. જે તેના ફેંસ માટે તેમના તરફથી એક નાની એવી ગીફ્ટ છે.

બોલીવુડ અભિનેત્રી અને બચ્ચન પરિવારની વહુ એશ્વર્યા રાય દર વખતની જેમ આ વખતે પણ પોતાના જન્મ દિવસ ઉપર પોતાના લુકને કારણે જ ચર્ચામાં આવી છે. એશ્વર્યા રાયે પોતાના જન્મ દિવસ માટે એક ખાસ ફોટોશૂટ કરાવ્યો છે, જેમાં તેની સુંદરતા ઘણી વધુ ઉભરી આવતી જોવા મળી રહી છે. એટલું જ નહિ, એશ્વર્યા રાયના આ ફોટા જોઈને અભિષેક બચ્ચનને તો તેમની સાથે ફરી વખત પ્રેમ થઇ જશે. અને એશ્વર્યા પોતાના ફેન્સ ઉપર તો હંમેશા જાદુ પાથરતી જોવા મળી જ રહે છે. એ વાત તો સ્પષ્ટ છે કે, આ ફોટામાં એશ્વર્યા રાય ઘણી જ વધુ સુંદર લાગી રહી છે.

સફેદ ગાઉનમાં એશ્વર્યા રાયનો ગ્લેમરસ લુક :પોતાના જન્મ દિવસના અવસર પર એશ્વર્યા રાયે થોડા ફોટા સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કર્યા છે, જેમાં તે સફેદ ગાઉનમાં જોવા મળી રહી છે. એશ્વર્યા રાય આ ફોટામાં ઘણી જ વધુ સુંદર દેખાઈ રહી છે. એટલું જ નહિ, આ ફોટામાં તેમણે સફેદ ગાઉન સાથે હળવો એવો મેકઅપ પણ કર્યો છે, જે તેના લુકને પૂરો કરી રહ્યો છે. આ ફોટા પોસ્ટ કરવાની વાર હતી, ત્યાર પછી તો તે પોતે સોશિયલ મીડિયા ઉપર આગની જેમ વાયરલ થઈ ગયા.

પહેલા કરતા બદલાઈ ગયો એશ્વર્યા રાયનો લુક ,સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયેલા ફોટામાં એશ્વર્યા રાયનો લુક પહેલાની અપેક્ષાએ ઘણો બદલાઈ ગયેલો જોવા મળી રહ્યો છે. આ ફોટામાં એશ્વર્યા રાય ઘણી જ વધુ સુંદર લાગી રહી છે. તેના ચહેરાનું હાસ્ય તો લોકોના દિલ જીતવાનું કામ કરી રહ્યું છે. એશ્વર્યા રાયે ખુલ્લા વાળ રાખેલા છે, અને ચહેરા ઉપર અલગ પ્રકારની માસુમિયત જોવા મળી રહી છે, જે જોઇને લોકોને તેની સાથે પ્રેમ થઇ જાય. આ ઉંમરમાં પણ એશ્વર્યા રાય કોઈ ૨૦ વર્ષની છોકરી જેવી જોવા મળી રહી છે.

કરીના કપૂર ખાન,બોલિવૂડ અભિનેત્રી કરીના કપૂર ખાને તેની ભાભી સોહા અલી ખાનના પુસ્તક લોકાર્પણ સમયે બિભુ મહાપત્રાએ ડિઝાઇન કરેલું ગાઉન પહેર્યું હતું. આ શિફોન ગાઉનની કિંમત 5.4 લાખ રૂપિયા હતી.આલિયા ભટ્ટ,આલિયા ભટ્ટે આઈફા એવોર્ડ્સમાં ઝુહૈર મુરાદનું ડિઝાઇન કરેલું ગાઉન પહેર્યું હતું. તેની કિંમત 23 લાખ રૂપિયા હોવાનું જણાવાયું હતું.

ઉર્વશી રૌતેલા,ઉર્વશી રૌતેલાએ તેના પિતરાઇ ભાઈના લગ્નમાં સૌથી મોંઘી સાડી પહેરી હતી. જેની કિંમત 83 લાખ રૂપિયા હોવાનું જણાવાયું હતું. બોલિવૂડ દિવાઝ પોતાના સ્ટાઈલ સ્ટેટમેન્ટ પર લખલૂંટ રુપિયો ખર્ચવામાં જરાપણ પાછું જોતી નથી. સુંદર અને ફેશનેબલ દેખાવા માટે સેલેબ્સ મોટા મોટા બ્રાન્ડ્સના વૈભવી આઉટફીટ પહેરે છે. આ ઉપરાંત વાત હોય ફેમિલી ફંક્શનની તો, તેના માટે પણ કપડા ડિઝાઈન કરવાથી લઈને સ્ટાઈલ સ્ટેટમેન્ટમાં લાખો રુપિયાનો ખર્ચ કરી દે છે. જેમ કે,

આ એક્ટ્રેસે પોતાના ભાઈ(કઝિન)ના લગ્નમાં એટલી મોંઘી સાડી ખરીદી હતી કે તેની કિંમતમાં તો અમદાવાદના કોઈ પૉશ વિસ્તારમાં એક 3BHK ફ્લેટ ખરીદી શકાય.કઝિનના લગ્નમાં આપી હતી હાજરી,થોડા સમય પહેલા ઉર્વશી પોતાના કઝિન ભાઈના લગ્નમાં હાજરી આપી હતી. જેના માટે તે ઉત્તરાખંડ ગઈ હતી. આ ખાસ પ્રસંગ માટે તેણે ઉત્તમ સાડી તૈયાર કરાવડાવી હતી. કસ્ટમ મેડ સાડી પર જરી અને સ્ટોન્સનું હેન્ડમેડ વર્ક કરવામાં આવ્યું હતું અને ફેબ્રિક નેટ બેઝ્ડ હતું.

સ્ટાઈલિશ સાડીનું વજન 40 કિલો,આ ડિઝાઈનર સાડી સાથે બનાવવામાં આવેલા બ્લાઉઝ પર પણ આ જ એમ્બ્રોઈડરી અને વર્ક કરવામાં આવ્યું હતું. ગ્રે એન્ડ બ્રાઉનિશ શેડવાળી આ સાડી પર કરાયેલા વર્કથી તેનું વજન પણ ખૂબ જ વધી ગયું હતું. આ દરમિયાન સામે આવેલા રિપોર્ટ અનુસાર, સાડીનું વજન 40 કિલો હતું અને તેને બનવામાં સાત મહિના જેટલો સમય ગયો હતો.

લખલૂંટ ખર્ચે તૈયાર થઈ સાડી,રિપોર્ટ્સ અનુસાર પોતાના માટે આ પર્ફેક્ટ સાડી બનાવવા પાછળ ઉર્વશીએ 55 લાખ રુપિયાનો ખર્ચ કર્યો હતો. સાડી પર જે સ્ટોન્સ અને પર્લ લાગેલા છે. તે કિંમતી હતા. જેના કારણે સાડીની કિંમત આટલી વધારે થઈ છે. ઉર્વશીએ જે ઘરેણાં પહેર્યા હતાં તે પણ સસ્તા નહોતા. તેને ફરાહ ખાન અલીના જ્વેલરી કલેક્શનમાંથી લેવામાં આવ્યા હતાં. તેમની કિંમત પણ આશરે 28 લાખ હતી. એટલે કે ભાઈના લગ્નમાં સૌથી સુંદર દેખાવા માટે ઉર્વશીએ લખલૂંટ ખર્ચ કર્યો હતો.

Advertisement