ખૂબ આલીશાન જીવન જીવે છે મુકેશ અંબાણીની ની લાડલી ઈશા અંબાણી,જાણો એની કમાણી કેટલી છે….

દેશની સૌથી ધનવાન વ્યક્તિની દીકરી ઈશા અંબાણી જીવે છે રોયલ લાઇફ સ્ટાઇલ, જાણો કેટલી છે તેની કમાણી.દેશના સૌથી શ્રીમંત ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની એકમાત્ર દીકરી ઈશા અંબાણીને તાજેતરમાં જ દુનિયાના ફેમસ મેગેઝીન ફોર્ચ્યુને પોતાના ’40 અંડર 40’ યાદીમાં સ્થાન આપ્યું છે. તેના જોડિયા ભાઈ આકાશ અંબાણીને પણ આ યાદીમાં સ્થાન મળ્યું છે. જણાવી આપીએ કે આ સિદ્ધી તેને રિલાયન્સ ગ્રુપની કંપની જીયો પ્લેટફોર્મ્સને આગળ વધારવા માટે નિભાવવામાં આવેલી ભૂમિકા માટે આપવામાં આવી છે.

ફોર્ચ્યુન મેગેઝીન દર વર્ષે ફાઈનેંસ, ટેકનોલોજી, હેલ્થકેયર, પોલીટિક્સ, મીડિયા અને એંટરટેનમેંટ કેટેગરીમાં આ યાદી જાહેર કરે છે. તેમાં આખી દુનિયા માંથી માત્ર 40 લોકોને જ સામેલ કરવામાં આવે છે. આ સિદ્ધી પ્રાપ્ત કર્યા પછી ઈશા અંબાણી પોતાના ભાઈ આકાશ અંબાણી સાથે દુનિયાની સૌથી યંગ આંત્રપ્રેન્યોર્સમાં સામેલ થઇ ગઈ છે. ઈશા અંબાણી જેણે રિલાયન્સ અને જીયોના સંચાલનમાં મોટી ભૂમિકા ભજવી છે, અને તેની લાઈફ સ્ટાઈલ પણ ઘણી ગ્લેમરસ અને રોયલ છે. તે કોઈ રાજકુમારીથી ઓછી નથી. જાણીએ તેના વિષે.

રિલાયન્સ જીયોમાં છે ડાયરેક્ટર 23 ઓક્ટોમ્બર, 1991ના રોજ જન્મેલી ઈશા અંબાણી 28 વર્ષની થઇ ગઈ છે. ઓક્ટોમ્બર 2014માં તે રિલાયન્સ જીયો અને રિલાયન્સ રીટેલના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સમાં સામેલ થયા. તે રિલાયન્સ સાથે જોડાયેલી ઘણી મહત્વની જવાબદારીઓ નિભાવે છે.

અહિયાંથી કર્યો અભ્યાસ ઈશા અંબાણીએ અમેરિકાની યેલ યુનીવર્સીટી અને સ્ટેનફોર્ડ યુનીવર્સીટી માંથી અભ્યાસ કર્યો છે. તેમણે સ્ટેનફોર્ડ સ્કુલ ઓફ બિજનેસ માંથી ડીગ્રી પ્રાપ્ત કરી છે.અમેરિકામાં ગ્રેજયુઈશન પૂરું થઇ ગયા પછી ઈશા અંબાણીએ ત્યાં જોબ પણ કરી. તેણે અનુભવ મેળવવા માટે અમેરિકાની ગ્લોબલ ક્ન્સ્લેન્સી ફર્મ મેંકિંસેમાં ફાઈનેંસીયલ એનાલીસ્ટ તરીકે કામ કર્યું

એશિયાની 12 સૌથી પાવરફુલ બિઝનેસ વુમનની લિસ્ટમાં ઇશા અંબાણી તેના જીવનમાં કોઇ રાજકુમારીથી કમ નથી. ખાસ વાત તો એ છે, કે ઇશાએ બહુ ઓછી ઉંમરમાં મુકેશ અને નીતા અંબાણીની પુત્રી તરીકે નહિં પણ તેની પોતાની ઓળખ ઉભી કરીને એક અલગ ઓળખ ઉભી કરી છે. વર્ષ 2015માં ઇશા અંબાણીનું નામ ફોબ્સની યાદીમાં સૌથી નાની ઉંમરની અરબપતિ બિઝનેસ વુમનની લિસ્ટમાં બીજા નંબર પર સામિલ થયું હતું. 2018માં ફોબ્સે તેને ઉત્તરાધિકારીની લિસ્ટમાં પણ બીજુ સ્થાન આપ્યું હતું.

16 વર્ષની ઉંમરમાં ફોર્બ્સની યાદીમાં આવ્યું નામ
ઈશા અંબાણી જયારે 16 વર્ષની હતી, ત્યારે તેનું નામ ફોર્બ્સની ટોપ 10 કરોડપતિ ઉત્તરાધિકારીઓની યાદીમાં બીજા નંબર ઉપર હતી. તે ઉંમરમાં ઈશા અંબાણી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં 80 મીલીયન ડોલરના શેરની માલિક બની ગઈ હતી. હાલ ઈશા અંબાણીના નામે રિલાયન્સના 75 લાખ શેર છે. તે પહેલા તેના શેર 67.2 લાખ હતા. હવે રિલાયન્સમાં નીતા અંબાણી સહીત તેના બે દીકરા અને દીકરીના શેર 75 લાખ છે.

આનંદ પીરામલ સાથે કર્યા લગ્ન
ઈશા અંબાણીના લગ્ન પીરામલ ગ્રુપના એગ્જીકયુટીવ ડાયરેક્ટર આનંદ પીરામલ સાથે 2018માં થયા. તેમની વચ્ચે લાંબા સમયથી અફેયર ચાલી રહ્યા હતા. તે લગ્ન ભારત જ નહિ દુનિયાના સૌથી મોંઘા લગ્નો માંથી એક હતા. દેશ-વિદેશની ઘણી મોટી વિભૂતિઓ આ લગ્નમાં સામેલ થયા હતા.

રિલાયન્સના 40માં એજીએમમાં આવી સામે
મુકેશ અંબાણીએ પોતાની દીકરી ઈશા અંબાણીને જુલાઈ, 2017માં થયેલા રિલાયન્સ ગ્રુપના 40માં એજીએમમાં ઈંટ્રોડ્યુસ કર્યા હતા. આ એજીએમમાં ઈશા અંબાણીએ જીયો ફોન લોંચ કર્યો હતો. ઈશા અંબાણી રિલાયન્સ જી ઇન્ફોકોમના પણ ડાયરેક્ટર છે. આ વર્ષે 15 જુલાઈના રોજ થયેલા રિલાયન્સના વર્ચુઅલ એજીએમમાં ઈશા અને આકાશ અંબાણીએ જીયો ગ્લાસ રજુ કર્યો.

લેકમે ફેશન વિકમાં લોંચ કરી હતી પોતાની બ્રાંડ
ઈશા અંબાણીએ એપ્રિલ, 2016માં લેકમે ફેશન વિકમાં રિલાયન્સ રીટેલની ફેશન અને લાઈફસ્ટાઈલ બ્રાંડ AJIO લોંચ કરી હતી. આ ફેશન અને લાઈફસ્ટાઈલમાં ભારતનું સૌથી જાણીતું શોપિંગ ડેસ્ટીનેશન છે. આ ઓનલાઈન શોપિંગ પ્લેટફોર્મ ઉપર દુનિયાની એક એકથી ચડીયાતી લગ્જરીયસ અને પ્રીમીયમ બ્રાન્ડ્સ અવએલેબ છે.

કેટલી આવક છે ઈશા અંબાણીના પતિની
ઈશા અંબાણીના પતિ આનંદ પીરામલ ગ્રુપના એગ્જીકયુટીવ ડાયરેક્ટર હોવા સાથે જ ફાર્મા, ફીનેનેંશીયલ સર્વિસ, રીયલ એસ્ટેટ, ગ્લાસ પેકેજીંગ અને ઇન્ફોર્મેશન સર્વિસીસ જેવા વેપારની પણ દેખરેખ રાખે છે. આનંદ પીરામલની વાર્ષિક આવક 350 લાખ કરોડ રૂપિયા છે. આનંદ પીરામલના પિતા અજય પીરામલ શ્રીરામ ગ્રુપ અને પીરામલ ગ્રુપના ચેરમેન છે. તે દેશના 22માં સૌથી શ્રીમંત વ્યક્તિ છે.

પિયાનો વગાડવાના છે શોખીન
ઈશા અંબાણી ઘણી જ લગ્જરીયસ લાઈફસ્ટાઈલ જીવે છે, પરંતુ તે લાઈમલાઈટથી દુર રહેવાનું જ પસંદ કરે છે. બોલીવુડના ઘણા સ્ટાર તેના મિત્ર છે, પરંતુ તે પાર્ટીઓમાં ઘણી ઓછી હાજરી આપે છે. ઈશા અંબાણીને પિયાનો વગાડવાનો શોખ છે. જયારે પણ તેને નવરાશનો સમય મળે છે, ત્યારે તે આ શોખ પૂરો કરે છે.ફૂટબોલની ખેલાડી પણ રહી ચુકી છે. ઈશા અંબાણીને સ્પોર્ટ્સનો પણ ઘણો શોખ છે. તે ફૂટબોલની ખેલાડી પણ રહી ચુકી છે. જયારે ઈશા અંબાણી યેલ યુનીવર્સીટીમાં ભણતી હતી, તો ત્યાંની સોકર ટીમમાં સામેલ હતી અને યુનીવર્સીટી તરફથી રમતી હતી.

કેટલી છે કુલ સંપત્તિ
ઈશા અંબાણી પાસે પુષ્કળ સંપત્તિ છે. એક અનુમાન મુજબ, તેની કુલ સંપત્તિ 100 મીલીયન ડોલર એટલે કે લગભગ 668 કરોડ રૂપિયા છે. તેમાં હવે બીજો પણ વધારો થઇ રહ્યો છે.વાત કરીએ ઇશાના લગ્ન પછીના જીવન વિશે તો ઈશા લગ્ન પછી ખૂબ જ ખુશ છે.ઈશાએ કહ્યું કે આનંદ તેમને હંમેશા હસાવતા રહે છે. આનંદનો સેન્સ ઓફ હ્યુમર સારો છે. આનંદને ઇવેન્ટમાં સમાવિષ્ટ થવાથી નફરત છે, જયારે ઈશા સોશિયલ ઈવેન્ટ્સ એન્જોય કરે છે. અમે અમારા લગ્ન જીવનને એન્જોય કરીએ છીએ, પણ આનંદનો મસ્તી કરવાનો આઈડિયા અલગ છે. મારા પિતા લગ્નમાં સ્પીચ આપી રહ્યા હતા, કે તેમણે આનંદને કેમ પસંદ કર્યો. તે આનંદના 10 ગુણો ગણાવી રહ્યા હતા. તે સ્પીચ રમુજી હતી કારણ કે છેલ્લે તેમણે કહ્યું હતું કે તે જ 10 ગુણ તેમનામાં પણ છે. તે સાચું છે કે આનંદ મારા પિતાની યાદ અપાવે છે.