ખુબજ આલીશાન છે સર રવિન્દ્ર જાડેજાનો ફાર્મ હાઉસ,તસવીરો જોઈ ભલભલી હોટલને ભૂલી જશો…..

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે. તમને જણાવી દઈએ કે રવિન્દ્ર જાડેજાનો જન્મ 6 ડિસેમ્બરે 1988ના રોજ ગુજરાતના જામનગરમાં થયો હતો. મહત્વની વાત એ છે કે  રિવાબા જાડેજાએ પોતાના પતિ રવિન્દ્રનો ફોટો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી બર્થ- વિશ કર્યું હતું. પતિ રવિન્દ્ર સાથેની તસવીર પોસ્ટ કરી રિવાબાએ એક સુંદર ગિફ્ટ આપી હતી હાલ આ તસવીર સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહી છે.

ગુજરાતના ઓલ રાઉન્ડર ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની વાત કરીએ તો સૌ કોઈ તેની સ્ટાઈલના દિવાના છે અને તેનો રાજાશાહી ઠાઠ પણ લોકોમાં લોકપ્રિય છે. પરંતુ આજે અમે તમને રવિન્દ્ર જાડેજાની કેટલીક રસપ્રદ વાતોથી વાકેફ કરાવીશું.ટીમ ઈન્ડિયામાં ગુજરાતી ખેલાડીઓ પોતાની અલગ જ ઓળખ બનાવે છે. રવિન્દ્ર જાડેજા ક્રિકેટની સાથે સાથે બહારની દુનિયામાં પણ ઓલરાઉન્ડર છે. જાડેજાએ વિશ્વ ક્રિકેટમાં હંગામો મચાવી દીધો છે. ત્યારે રવિન્દ્ર જાડેજા તેની સ્ટાઈલને કારણે બહુ જ ફેમસ છે. તે ચાહે બેટિંગ કરતો હોય કે પછી બોલિંગ. આ ઉપરાંત પોતાના રજવાડી શોખને કારણે પણ જાડેજા બહુ જ ફેમસ છે.

રવિન્દ્ર જાડેજાને ઘોડા પાળવાનો શોખ છે. તેના ફાર્મ હાઉસમાં સ્વિમિંગ પૂલ પણ છે. મિત્રો અને ચાહકો આ ફાર્મ હાઉસ મુલાકાત લેતા હોય છે. આ ઉપરાંત જાડેજા પણ ક્રિકેટથી દૂર હોય ત્યારે તેના ફાર્મ હાઉસમાં આવતો હોય છે અને મિત્રો સાથે મજા માણતો જોવા મળતો હોય છે. જાડેજાના ફાર્મ હાઉસ પર અડધો ડઝનથી વધારે ઘોડા-ઘોડી છે. તે ક્રિકેટ ન રમતો હોય ત્યારે ફાર્મ હાઉસમાં ઘોડા સાથે સમય વિતાવે છે.

જાડેજા અવાર-નવાર અહી આવતો રહે છે. રવિન્દ્ર જાડેજાના ફાર્મ હાઉસના મેઇન ગેટ પર RJ (રવિન્દ્ર જાડેજા) લખેલું છે.રવિન્દ્ર જાડેજા હંમેશા તેની રજવાડી સ્ટાઈલના કારણે ચર્ચામાં રહેતો હોય છે. સ્થાનિક ક્રિકેટ ટુર્નામેન્ટમાં રવિન્દ્ર જાડેજા અનેક રેકોર્ડ પોતાના નામે કરી ચૂક્યો છે. ત્યારે આંતરારષ્ટ્રીય ક્રિકેટમાં પણ તેણે પોતાનો જલવો બતાવ્યો છે. ક્રિકેટના મેદાનમાં જાડેજા ઘણીવાર તલવારબાજી કરી ચૂક્યો છે.

જાડેજાએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વર્ષ 2009માં શ્રીલંકા સામે વન-ડેમાં ડેબ્યુ કર્યું હતું. વિરાટ કોહલીએ 2008માં 19 વર્લ્ડ કપ જીત્યો ત્યારે જાડેજા તે ટીમનો સભ્ય હતો. અંડર-19 વર્લ્ડ કપ 2008માં વિરાટ કોહલી જ ટીમનો સુકાની હતો. જાડેજાનું અંગત જીવન ખુબ જ રસપ્રદ છે તે રાજાઓની જેમ રહે છે. ઓલ રાઉન્ડર રવિન્દ્ર જાડેજા અનેક લક્ઝરી કારનો માલીક છે. તેણે હાલમાં જ જામનગરમાં પોતાનું નવું વૈભવી ઘર બનાવ્યું છે. તેની કિંમત પણ કરોડોમાં છે તેવું સ્થાનિકો દ્વારા જાણવા મળ્યું હતું. રવિન્દ્ર જાડેજા પોતે જ કહ્યું હતું કે. તેને કાર-બાઈકની સવારી કરતા ઘોડે સવારીનો ખુબ જ શોખ છે.

તેમજ તેમને નીધ્યાયા નામની એક પુત્રી પણ છે મિત્રો રવિન્દ્ર જાડેજા ને કાર કલેક્શન નો ખુબજ શોખ છે તેમની પાસે બે ઓડી કાર છે અને તેમને 2016 માં તેમના સસરા દ્વારા ઓડી ક્યૂ 7 કાર ગિફ્ટ કરી હતી આજે અમે તમને ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની પત્ની રીવાના પોલીસકર્મીઓ સાથે થયેલી ઝપાઝટ વિશે ખાસ જણાવવા જઈ રહ્યા છીએ. જેના કારણે રીવા હેડલાઇન્સનું કેન્દ્ર બની છે.

મિત્રો પ્રાપ્ત માહિતી અનુસાર જાડેજાની પત્ની રીવા સોલંકી જ્યારે ગુજરાતના જામનગરમાં તેની બીએમડબ્લ્યુમાં જઇ રહી હતી ત્યારે તેને પોલીસ કર્મચારીની બાઇક અથડાઇ હતી, ત્યારબાદ પોલીસ જવાન અને રીવા વચ્ચે જોરદાર ઝઘડો થયો હતો અને આ મામલો એટલો વધી ગયો કે પોલીસ જવાનોએ રીવા પર હાથ ઉઠાવ્યો હતો અને આ લડાઈ વચ્ચે સંજય આહિરની ધરપકડ કરવામાં આવી હતી.

મિત્રો આ ઝઘડો દરમિયાન જાડેજાની માતા અને રેવા સાથે હતા અને તે સમયે મીડિયામાં આ મામલો ભારે છવાયેલો હતો મિત્રો આ સિવાય તમને જણાવી દઈએ કે રેવા મેકેનિકલ એન્જી નિયરિંગમાંથી સ્નાતક થઈ છે અને તે યુપીએસસી માટેની તૈયારી પણ કરી રહી છે. રીવા અને જાડેજાના લગ્ન 17 એપ્રિલ 2016 નાં રોજ થયાં હતા. આ ગ્રાન્ડ વેડિંગ 3 દિવસ સુધી ચાલ્યું હતું. રીવા તેના માતાપિતાનો એકમાત્ર સંતાન છે. જેના કારણે તે ઘરની દરેકને પ્રિય છે.

મિત્રો લગ્ન પહેલા રીવાના માતાપિતાએ જમાઇ રવિન્દ્ર જાડેજાને તેની ઓડી ક્યૂ 7 ગિફ્ટ આપી હતી અને આ પછી રવિન્દ્ર જાડેજાની કાર લાંબા સમય સુધી હેડલાઇન્સનું કેન્દ્ર રહી છે તમને જણાવી દઇએ કે રીવા સોલંકી રાજકોટના કોન્ટ્રાક્ટર અને કરોડપતિ ઉદ્યોગપતિ હરદેવસિંહ સોલંકીની પુત્રી છે, જેની બે પ્રાઇવેટ સ્કુલ અને એક હોટલ છે અને એટલું જ નહીં, રીવાના કાકા હરિસિંહ સોલંકી ગુજરાત કોંગ્રેસના મોટા નેતાઓમાંના એક છે.

તે જ સમયે રીવાના માતા પ્રફુલ્લ રાજકોટ રેલ્વેમાં નોકરી કરે છે અને આ સાથે જણાવી દઈએ કે રીવા અને રવિન્દ્ર જાડેજાને પણ એક પુત્રી છે. ગયા વર્ષે જુલાઇમાં રીવાએ નિધ્યાના નામની એક બાળકીને જન્મ આપ્યો હતો, જે ખૂબ જ સુંદર છે તમને જણાવી દઈએ કે રીવા અને રવિન્દ્ર જાડેજાના દંપતી ઘણીવાર તેમની સુંદર તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરે છે, જેને તેમના ચાહકો ખૂબ પસંદ કરે છે.

મિત્રો ભારતના ડાબા હાથના સ્પિનર ​​રવિન્દ્ર જાડેજા તેની રમતની વિસ્ફોટક શૈલીને કારણે જ નહીં પણ તેમની શૈલીને કારણે પણ ચર્ચામાં આવે છે. તેમની તસવીરો ઘણીવાર સોશ્યલ મીડિયા પર જોવા મળે છે, આ સિવાય રેવા સાથેની તેમની જોડીને દર્શકો ખૂબ પસંદ કરે છે.2016 ના આઈપીએલ દરમિયાન બંનેએ તેમના ભવ્ય લગ્ન કર્યા હતા. જાડેજાની પત્ની રિવાબા ભાજપ પાર્ટીના છે જાડેજા હાલમાં આઈપીએલ 2020 માટે યુએઈમાં છે. આઈપીએલની આ સીઝન 19 સપ્ટેમ્બરથી શરૂ થશે અને જાડેજા ચેન્નાઈ સુપર કિંગ્સ વતી રમતા જોવા મળે છે.

મિત્રો રવિન્દ્ર જાડેજાની અત્યાર સુધીની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દી પણ ખુબજ સારી રહી છે રવિન્દ્ર જાડેજા એ 8 ફેબ્રુઆરી, 2009 ના રોજ વન ડે મા શ્રીલંકા સામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટની શરૂઆત કરી હતી અને 13 ડિસેમ્બર 2012 મા ઇંગ્લેન્ડ સામે તેમણે ટેસ્ટ મેચ મા શરૂઆત કરી હતી રવિન્દ્ર જાડેજા અત્યાર સુધીમાં તેમની 49 ટેસ્ટ મેચમાં 35.26 ની સરેરાશ થી 1869 રન બનાવ્યા છેઆ સિવાય તેમણે ટેસ્ટ ક્રિકેટમાં 24.62 ની શ્રેષ્ઠ બોલિંગ સરેરાશથી કુલ 213 વિકેટ પણ મેળવી છે.

મિત્રો આ સિવાય જો વન ડે મેચો ની વાત કરીયે તો 165 વન ડે મેચો મા 31.88 ના સરેરશ થી 2296 રન બનાવી ચુક્યા છે અને તેની સાથે તેઓએ 4.89 ની ઈકોનોમી રેટ થી 187 વિકેટ પણ મેળવી છે.અત્યારે ક્રિકેટ મા T20 મહત્વ ખુબજ વધી ગયુ છે અને તેમા રવિન્દ્ર જાડેજાએ ભારત તરફ થી રમેલી 49 ટી 20 મેચો મા 12.32 ની ઔસત થી 173 રન બનાવ્યા છે તે સાથે 7.10 ની ઈકોનોમી રેટ ની મદદ થી 39 વિકેટ પણ મેળવી છે.

અને જો IPL ની વાત કરીયે તો રવિન્દ્ર જાડેજા ને IPL 2008 મા રાજસ્થાન રોયલ્સ માટે પસંદ કરવામા આવ્યા અને તેઓએ પોતાની ટીમ માટે 131.06 ના સ્ટ્રાઇક ની મદદ થી 135 રન પણ બનાયા હતા જેણે રાજસ્થાન ને 2008 ના વિજેતા બનવામાં એક અહમ ભુમિકા ભજવી હતી પરંતુ હવે રવિન્દ્ર જાડેજા IPL મા ચેન્નાઈ સુપર કિંગ્સ તરફ થી રમે છે જેનો એક વર્ષ નો કોન્ટ્રાકટ 7 કરોડ નો છે અત્યાર સુધી પોતાના IPL કરિયર મા તેમને કુલ 170 મેચ રમ્યા છે.

જેમા તેમણે 24.08 ના ઔસત અને 122.58 ના સ્ટ્રાઇક રેટ ની મદદ થી 1927 રન બનાવ્યા છે તે સિવાય જો બોલીંગ ની વાત કરીયે તો IPL મા તેમની ગેંદબાજી થી તેમણે અત્યાર સુધી 7.57 ની ઈકોનોમી રેટ ની મદદ થી 108 વિકેટ પણ મેળવી છે તેમજ આ વિસ્ફોટક બલ્લેબાઝ IPL મા 66 છક્કા લગાવી ચુક્યો છે અને રવિન્દ્ર જાડેજા IPL મા ચાર ટીમો તરફ થી રમી ચુક્યા છે જેમા રાજસ્થાન રોયેલ્સ,કોચી ટસ્કર કેરેલા, ચેન્નાઈ સુપર કિંગ, અને ગુજરાત લાઇન્સ નામની ટીમો નો સમાવેશ થાય છે.

 

મિત્રો રવિન્દ્ર જાડેજા ની ફેન ફોલોઈંગ પણ ખુબજ તગડી છે તેમના ટ્વિટર એકાઉંટ મા તેમના 2.6 મિલિયન ફોલોવર્સ છે જ્યારે ઇન્સ્ટાગ્રામ મા તેમના 1.7 મિલિયન ફોલોવર્સ છે તેમજ રવિન્દ્ર જાડેજાને તેમના સાથી ખેલાડી જડ્ડુ ના નામ થી બોલાવે છે અને આ સિવાય તેમને સર રવિન્દ્ર જાડેજા તરિકે પણ બોલાવે છે મિત્રો 2012 મા ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ મા 3 સદી ફટકાવનાર વિશ્વના આઠવા અને ભારત ના પેહલા ક્રિકેટર બન્યા છે.