ખુબજ અનોખી પરંપરા છે શક્તિપીઠ અંબાજીની, આંખો પર પાટા બાંધીને પૂજારી કરે છે માતાજીની પૂજા, જાણો કારણ…..

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, ભારત એક એવો દેશ છે જે પોતાની વિશેષ સંસ્કૃતિ ના કારણે પુરી દુનિયામાં ઓળખવામાં આવે છે.અહીં દેશ ના ખૂણા-ખૂણા માં એવા એવા કામ કરવામાં આવે છે,જે ફક્ત અહીં જ દેખવા મળી શકે છે.દેશ ના દરેક ભાગ ની પોતાની એક અલગ માન્યતા છે.

Advertisement

તમે તો જાણો જ છો કે ભારત માં ધર્મ ને સૌથી મહત્વપૂર્ણ સ્થાન આપવામાં આવ્યું છે.અહીં પર એટલી સંખ્યા માં મંદિર છે કે તેમને ગણી શકવા લગભગ મુશ્કેલ છે.જો આ દેશ ને મંદિરો નો દેશ કહેવામાં આવે તો કંઈ ખોટું નથી.અહીં ની દરેક ગલી માં એક મંદિર દેખવા મળી જાય છે.

આજે અમે તમને માતા રાણીનું એક મંદિર બતાવવા જઈ રહ્યા છીએ જ્યાં ગર્ભગૃહમાં માતાની મૂર્તિ નથી પરંતુ એક યંત્ર છે.રસપ્રદ વાત તો એ છે કે આ મંદિરમાં પૂજારીઓ આંખે પાટ્ટો બાંધીને પૂજા-અર્ચના કરે છે.તો ચાલો આપણે આ મંદિરનું રહસ્ય જાણીએ. જેમ કે તમે બધા જાણો છો કે ભારતમાં મા દુર્ગાના સેંકડો મંદિરો છે.જો કે શક્તિપીઠ ફક્ત 51 છે.

આ તે સ્થળોએ સ્થિત છે જ્યાં હિન્દુ માન્યતાઓ અનુસાર દેવી સતીના શરીરનો કોઈનો કોઈ ભાગ પડ્યો હતો.આવી સ્થિતિમાં આ સ્થાનો પર મંદિરો બનાવવામાં આવ્યા હતા જેને શક્તિપીઠ કહેવામાં આવે છે.આજે અમે તમને ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવેલા રહસ્યમય અંબા ધામ અથવા અંબાજી મંદિર વિશે જણાવીશું.

અંબાજી મંદિર ભારત સહિત સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે.તે અમદાવાદથી 18 કિમી દૂર આવેલું છે.આ મંદિરમાં ભક્તોની ભીડ લાગેલી જ રહે છે.તેઓ આ મંદિરને ખૂબ જ માને છે.એવું કહેવામાં આવે છે કે આ મંદિરમાં જ ભગવાન શ્રીકૃષ્ણની મુંડન વિધી કરવામાં આવી હતી.એટલું જ નહીં ભગવાન રામ અને લક્ષ્મણ મા સીતાની શોધ કરી રહ્યા હતા ત્યારે આ મંદિરમાં રોકાયા હતા.અહીં માતા દ્વારા શ્રી રામને દિવ્ય તીર પણ આપવામાં આવ્યું હતું.

અંબાજી મંદિરનો સમાવેશ ભારતના 51 શક્તિપીઠોમાં થાય છે.એવું માનવામાં આવે છે કે આ સ્થળે માન સતીનું હૃદય પડ્યું હતું.આ મંદિરનું સૌથી મોટું રહસ્ય એ છે કે અહીંના ગર્ભગૃહમાં માતા અંબાની મૂર્તિ નથી.અહીં એક અંબા યંત્ર રાખવામાં આવ્યો છે જેની પૂજા પૂજારીઓ આંખે પટ્ટો બાંધીને કરે છે.અંબા દેવીનો આ યંત્ર ગુપ્ત રાખવામાં આવ્યો છે.તેને જોવાની મંજૂરી નથી.આ જ કારણ છે કે પુજારીઓ અહીં આંખે પાટા બાંધીને પૂજા કરે છે.

નવરાત્રી દરમિયાન આ મંદિરની અંદર મોટી ભીડ રહે છે.અહીં લોકો તેમની ઇચ્છા લાવે છે.એવું માનવામાં આવે છે કે જો કોઈ ભક્ત મંદિરમાં ગરબા કરી અને માતા રાણી પાસે કોઈ ઇચ્છા માંગે છે તો તે ચોક્કસપણે પૂર્ણ થાય છે.આ જ કારણ છે કે લોકો આ મંદિરમાં ખૂબ શ્ર્દ્ધા સાથે આવે છે.જો તમે પણ માતા રાણીના ભક્ત છો તો તમારે એકવાર આ મંદિરની મુલાકાત લેવી જ જોઇએ.તમારી ઇચ્છા અહીં પૂર્ણ થશે.

ગબ્બરની ટોચે આવેલા અંબાજી મંદિરે જવા માટે 999 પગથિયાં ચડીને જઈ શકાય છે. માતા શ્રી આરાસુરી અંબિકાના નીજ મંદિરમાં રહેલા શ્રી વિસાયંત્રની સામે હંમેશા અખંડ દીવો પ્રજ્વલિત રહે છે. ગબ્બરની નજીકમાં જ સનસેટ પોઈન્ટ છે, જ્યાંથી સૂર્યોદય અને સર્યાસ્તનો નજારો જોવા જેવો હોય છે. આ સિવાય પર્વતની ગુફા, માતાજીના ઝૂલા તથા રોપ-વે દ્વારા ટ્રિપની મજા માણવા જેવી હોય છે.

અંબાજીમાં વર્ષે ચાર વખત નવરાત્રીનો ઉત્સવ મનાવવામાં આવે છે. જે પૈકી શરદ (આસો), વસંતિક (ચૈત્ર), મહા અને અષાઢમાં નવરાત્રી ઉજવાય છે, જેમાં શક્તિ સંપ્રદાયની રીત-રસમો અનુસાર યજ્ઞ સહિતની ધાર્મિક વિધિઓ યોજાય છે. શક્તિ સંપ્રદાય પ્રમાણે વસંતિક નવરાત્રીના તમામ આઠ દિન અને નવ રાત્રીનું વિશેષ મહત્વ છે, તેથી જ ચૈત્ર માસના પ્રથમ દિવસે ગર્ભ દીપના વાસણ ઉપર જ્વારા વાવીને ઉજવણીઓ શરૂ કરવામાં આવે છે. ચૈત્રી નવરાત્રીમાં શ્રધ્ધાળુઓ આ ગર્ભ દીપની ફરતે નૃત્ય કરે છે, તેમજ આરાસુરી અંબાજીના ગરબા ગાય છે.

છેલ્લાં 60 વર્ષથી ચૈત્રી નવરાત્રીના નવ દિવસ દરમિયાન દિન-રાત જય અંબેમાં જય અંબેની અખંડ ધૂન ચાલે છે. દર વર્ષે ખાસ કરીને પૂનમના દિવસોએ અંબાજી માતાના મંદિરમાં ભાવિકભક્તોનો માનવ સાગર ઊમટી પડે છે. અંબાજી નગરમાં ગબ્બર પર્વતની ટોચે આવેલા અંબાજી માતાના મંદિરે નવા વિક્રમ સંવત વર્ષના પ્રારંભના પાંચ દિવસ (કારતક સુદ એકમથી પાંચમ) માતાજીને અન્નકૂટ ધરાવવામાં આવે છે. આ પાંચેય દિવસ મંદિરમાં માતાજીના આશીર્વાદ મેળવવા કુલ 10થી 15 લાખ દર્શનાર્થીઓ આવે છે.

પોષ સુદ પૂનમના દિવસે અંબાજીમાં માતાજીની ભવ્ય રથયાત્રા યોજાય છે. ચૈત્રી નવરાત્રીના દિવસોમાં અંબાજીમાં ભક્તિનો સાગર ઉમટી પડે છે. શ્રાવણ વદ તેરસ અને અમાસે ગુજરાતના વિવિધ ભાગમાંથી લોકો અંબાજીના દર્શન કરવા આવે છે. ભાદરવી પૂનમે અંબાજીમાં ભવ્ય મેળો યોજાય છે, જે ગુજરાતમાં યોજાતો સૌથી વિશાળ મેળો છે. આ મેળાના સહેલાણીઓની સંખ્યા સામાન્ય રીતે 20 લાખની રહેતી હોવાનો અંદાજ છે. આસો સુદ નવરાત્રીના નવ દિન મંદિરના ચાંચરચોકમાં ગરબા-રાસની રમઝટ જામે છે.

નવરાત્રીના આઠમા દિવસે અંબાજી મંદિરમાં દાંતા દરબાર મોટો યજ્ઞ કરે છે. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સાથ અને સહકારથી અંબાજીનાં ધાર્મિક સંગઠનો દ્વારા જન્માષ્ટમી, દશેરા, અષાઢ સુદ બીજની રથયાત્રા જેવા પવિત્ર હિંદુ તહેવારો ધામધૂમપૂર્વક ઊજવવામાં આવે છે. અંબાજીમાં આવેલા શીતળામાતાના મંદિર પણ શીતળા સાતના દિવસે મેળો યોજાય છે.

1958માં શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટની રચના થઇ ત્યારથી લઇ અત્યાર સુધીમાં આ ટ્રસ્ટે યાત્રિકોની સુખાકારી અને સગવડો વધારવા માટે અનેક સીમાચિહ્નરૂપ નિર્ણયો કર્યા છે.યાત્રિકોની અનુકૂળતા માટે ટ્રસ્ટે અંબાજીનગરના હાર્દમાં તમામ આધુનિક સગવડો ધરાવતા અતિથિગૃહો,પથિકાશ્રમ,ધર્મશાળા અને ભોજનાલય સ્થાપ્યાં છે.માતા આરાસુરી અંબાજીના દર્શને આવતા યાત્રિકોની સુખાકારી માટે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે સ્ટેટ હાઇવ અને મંદિરના ચાંચરચોકને જોડતો 120 મીટર લાંબો અને 17 મીટર પહોળો ફ્લાય ઓવરબ્રિજ બાંધ્યો છે, જેથી યાત્રિકો સીધા જ માતાજીના મંદિરે પહોંચી શકે.મંદિરના વિકાસ માટે આ ટ્રસ્ટે કોઈ જ બાંધછોડ કરી નથી.

હાલમાં ટ્રસ્ટ મંદિર સંકુલ તથા આસપાસનાં સ્થળોના જિર્ણોદ્ધારની યોજના હાથ ધરી છે. સ્ટેટ હાઇવેની જોડે જ 71 ફીટ ઊંચો અને 18 ફીટ પહોળો વિશાળ શક્તિદ્વાર બનાવવાની યોજના ઘડવામાં આવી છે, જે ગોપુરમ શૈલીમાં બનશે. ટ્રસ્ટ દ્વારા સંચાલિત શ્રી અંબિકા ભોજનાલયમાં અબાલવૃધ્ધ સહુને રાહતદરે સ્વાદિષ્ટ અને સંતુલિત ગુજરાતી આહાર મળે છે. મંદિર સંકુલની નજીક તથા અંબિકા ભોજનાલયમાં ટ્રસ્ટે જાહેર સુવિધાઓ સ્થાપી છે.

ધાર્મિક વિધિ તથા યજ્ઞાદિક કાર્યો માટે યજ્ઞશાળા બનાવવામાં આવી છે. યાત્રિકોના માલસામાનની સુરક્ષા માટે વિશાળ લોકર રૂમ તથા મંદિરની નજીક અને ગબ્બરની તળેટીમાં વિશાળ પાર્કિગ પ્લોટ સ્થાપવામાં આવ્યા છે. આવનાર યાત્રિકોના સ્વાસ્થ્યની રક્ષા માટે ટ્રસ્ટે 70 બેડની અદ્યતન હોસ્પિટલ પણ સ્થાપી છે, જેમાં સાવ નજીવો ચાર્જ લઇને લોકોને સારવાર આપવામાં આવે છે.

કેવી રીતે પહોંચવું.જમીન માર્ગેઃ અંબાજી જવા માટે ગુજરાતનાં મોટા ભાગનાં સ્થળોએથી બસ ટ્રાન્સપોર્ટની સેવા છે. અંબાજી અમદાવાદથી 190 કિમીના અંતરે આવેલું છે. નજીકનું રેલવે સ્ટેશન: આબુ રોડ છે, જે 24 કિમી દૂર છે. નજીકનું એરપોર્ટ: અંબાજીથી નજીકનું એરપોર્ટ અમદાવાદ (65 કિમી) અને ઉદેપુર (170 કિમી) દૂર છે.

Advertisement