કિન્નરનું મુત્યુ થયા પછી તેમના શવ સાથે કરવામાં આવે છે કઈક આવું, અંતિમ સંસ્કાર પાછળ છે ખૂબ જ રોચક રહસ્ય…..

મિત્રો આજના અમારામાં આ લેખમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે અમે તમારા માટે આ લેખમાં કિન્નરોના મુત્યુ પછી તેમના શવ સાથે શું કરવામાં આવે છે અને તેમનો અંતિમ સંસ્કાર કેવી રીતે કરવામાં આવે છે તેના વિશે થોડી જાણકારી લઈને આવ્યા છે. જેમને માતાજીના ભક્ત તરીકે પણ ઓળખીએ છીએ એવો કિન્નર સમાજ આમ જોવા જઈએ તો સામાન્ય સમાજથી જુદો તરી આવે છે.

અથવા તો એવું કહી શકાય કે તે સમાજથી તરછોડાયેલ અલગ સમાજ છે.કદાચ સમાજથી તરછોડાયેલ હોવાથી જ તેમની આજીવિકા માટે તેમને કોઇ કામ ન મળવાને કારણે જ‌ સમાજમાં કોઇને ઘરે થતા જન્મ અને સારા પ્રસંગોએ પૈસા ઉઘરાવવાની પ્રથા કિન્નર સમાજ દ્વારા આવી હશે.

જો કે એ અંગે પણ રામાયણમાં વિસ્તૃત વાત કરવામાં આવી છે.કિન્નરના આશીર્વાદો કોઈપણ વ્યક્તિના ખરાબ સમયને દૂર કરી શકે છે, માનવામાં આવે છે કે ભગવાન શ્રી રામના વનવાસ પછી તેઓએ વરદાન આપ્યું. એમ પણ કહેવામાં આવે છે કે તેમની પાસેથી સિક્કો લઈને તે પૈસાને પોતાના પસૅમાં મુકવાથી પૈસાની કમી પણ દૂર થાય છે.

કિન્નરોથી સંબંધિત બધી બાબતોમાં, લોકો હજી પણ અજાણ છે કે તેમના અંતિમ સંસ્કાર કેવી રીતે અને ક્યારે કરવામાં આવે છે. તેના કુટુંબના કોઈપણ સભ્યના મૃત્યુ પછી, કિન્નરો મધ્યરાત્રિએ અંધારામાં અંતિમ વિધિ કરે છે જેથી કોઈ તેને જોઈ ન શકે. આની પાછળની માન્યતા એ છે કે જો કોઈ મૃત કિન્નરની અંતિમવિધિ જુએ છે, તો તે પછીના જીવનમાં એકવાર ફરી કિન્નર તરીકે જન્મ લે છે.

કિન્નર પોતાના રહસ્ય ક્યારેય કોઈની સાથે શેર નથી કરતા હોતા. કદાચ એ જ કારણ છે કે જયારે આપણા પત્રકારોએ ઘણા કિન્નરો સાથે સંપર્ક કર્યો હતો તો કોઈએ કિન્નરના અંતિમ સંસ્કારનું રહસ્ય ના ખોલ્યું હતું એ પછી એમની મુલાકાત ટ્રેનમાં એક કિન્નર સાથે થઇ હતી જયારે એને એના વિષે પૂછવામાં આવ્યું હતું તો પહેલા એ ખુબ જ નારાજ થયા હતા પણ પછી નામ ના જણાવવાની શરત પર એણે આ રાજ પરથી પડદો ઉઠાવી દીધો હતો.

ફક્ત કિન્નર સમુદાય હોય છે આમાં શામેલ જયારે પણ કોઈ કિન્નરનું મૃત્યુ થઇ જાય છે તો એમાં પરાયા કિન્નરો એટલે કે સામાન્ય લોકોને શામેલ નથી કરવામાં આવતા હોતા એવી માન્યતા છે કે જો કોઈ સામાન્ય વ્યક્તિ કિન્નરનો અંતિમ સંસ્કાર જોઈ લે છે તો બીજા જન્મમાં એ પણ કિન્નર જ બની જાય છે.

શવને મારવામાં આવે છે જૂતા ચપ્પલ… મૃત કિન્નરના પાર્થિવ શરીરને બાકી કિન્નર જૂતા ચપ્પલથી મારતા હોય છે. એવું કહેવામાં આવે છે કે આવું કરવાથી આ જન્મમાં કરેલ બધા પાપોથી મુક્તિ મળી જાય છે. એ સિવાય કિન્નરના મોત ઉપર એ સમુદાયના લોકો એક અઠવાડિયા સુધી ખાવાનું પણ નથી ખાતા હોતા

કિન્નરો નું માનવું છે કે જો કોઈ મનુષ્ય કિન્નર ની અંતિમયાત્રા જોઈ લેતો આગળના જન્મમાં તેનો જન્મ પણ કિન્નર યોનિમાં થાય છે માટે મૃતક કિન્નર ની અંતિમ વિધિ રાતના અંધકારમાં ચૂપચાપ આટોપી લેવામાં આવે છે. આમ જુવો તો સમાજથી તરછોડાયેલા,અસ્વીકાર્ય કિન્નર સમાજ સામાન્ય સમાજ માટે કેટલી ઉદારતા દરશાવે છે એ તેમની આ વિચારસરણીથી સાબિત થાય છે.તેમની માન્યતામાં કેટલું સત્ય છે એ પછીની વાત છે પણ અન્ય મનુષ્યને કિન્નર યોનિમાં ના આવવું પડે એટલા માટે તેઓ કિન્નરની મૃત્યુવિધિ કોઈ સામાન્ય માનવી ના જોવે એ રીતે આટોપે છે.

બાળવામાં નહિ પણ દફનાવવામાં આવે છે… આમ તો કિન્નર સમુદાય બધા હિન્દૂ રીતિરીવાજોને માને છે પણ અંતિમ સંસ્કાર કરતી વખતે એના પાર્થિવ શરીરને બાળવાને બદલે દફનાવવામાં આવે છે આમ કરવાથી પાપોથી મુક્તિ મળે છે. અને આ પ્રક્રિયા રાત્રે જ કરવામાં આવે છે કે જેથી કોઈ એને જોઈ જ ના શકે.

નથી મનાવતા હોતા માતમ… એક બીજી હેરાન કરી દેનારી વાત તો એ છે કે કિન્નર સમુદાય પોતાના સાથીની મોત ઉપર માતમ નથી મનાવતાં. પણ એ લોકો કિન્નરના મોતનો જશ્ન મનાવે છે. અને એવું કહેવામાં આવે છે કે મર્યા પછી કિન્નરને નર્ક યુગી જીવનથી મુક્તિ મળી જાય છે. બીજા જન્મમાં એ સામાન્ય માણસની જેમ જ પેદા થાય છે. એ દરમિયાન બધા કિન્નર પોતાના આરાધ્ય દેવ અરાવનને વિનંતી કરે છે કે એ મૃતકને બીજા જન્મમાં કિન્નર ના બનાવે. અને એનાથી વધુ મૃત વ્યક્તિએ પોતાના જીવનમાં જે કાંઈ પણ કમાયું હોય છે એ દાન કરી દેવામાં આવતુ હોય છે.

એવું માનવામાં આવે છે કે કિન્નરોની ઉત્પતિ બ્રહ્માની છાયા માંથી થઈ હતી .જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, એવું માનવામાં આવે છે કે અતિરેક વીયૅથી પુત્ર અને લોહીના અતિરેકથી પુત્રી જન્મે છે. જો લોહી અને વીર્ય બંને સમાન રહે છે, તો કિન્નર જન્મે છે.કિન્નર સમુદાયને આજે પણ આપણા સમાજમાં એટલી ઈજ્જત અને માન સમ્માન નથી મળતું હોતુ જેના એ હકદાર હોય છે. અને એ જ કારણ છે કે એમને ઘરે ઘરે પૈસા માંગીને દૈનિક ખર્ચ કાઢવો પડતો હોય છે. એમને કોઈ બીજા ક્ષેત્રમાં જોબ બહુ ઓછી જ મળે છે.