કોઈના પિતા હતા ખેડુત તો કોઇના પિતા હતા ચોકિદાર,પરંતુ તેમના બાળકો છે આજે બોલિવુડના સુપર સ્ટાર જાણો વિગતે..

મિત્રો નમસ્કાર આજે આપણે આ લેખ દ્વારા તમારુ સ્વાગત કરીએ છે મિત્રો આજે આપણે એવા અભિનેતાઓ વિશે જણાવીશું જેમણે પોતાની મેહનતથી બોલિવુડમા પોતાનુ એક અલગ નામ બનાવ્યુ છે અને તેં છતા તેમના માતા પિતા પોતાના ઘરે ખુબજ સાદગી ભર્યુ જ્જ્વં જીવે છે અને તમને જણાવી દઈએ કે આ અભિનેતાઓને ફિલ્મી દુનિયાથી કોઈપણ સબંધ નહતો પરંતુ તેમની પ્રતિભા અને મહેનતથી તેઓ સફળતાના શિખરે પોહચી ગયા છે તો મિત્રો આવો જાણીએ તે અભિનેતાઓ વિશે જમણે પોતાની મહેનતથી બોલિવુડમા પોતાનુ એક અલગ નામ બનાવ્યુ છે.

મિત્રો એવું કહેવામાં આવે છે કે ફર્શથી અર્સ સુધીની મુસાફરી પૂર્ણ કરવામાં આખી ઉંમર નિકળી જાય છે અને તે લોકો જે ખૂબ ભાગ્યશાળી હોય છે તેઓને રાત-દિવસ મહેનત કરીને નહીં તો કેટલાક લોકો એવા છે કે જેમની મહેનત રંગ લાવતી નથી જોકે, બોલિવૂડમાં કેટલાક એવા સ્ટાર્સ છે જેમની રીઅલ લાઈફ રીલ કરતા ઓછી દેખાતી નથી તો ચાલો અમે તમને એવા સ્ટાર હસ્તીઓ વિશે જણાવીએ છીએ, જેઓ એક સમયે પોતના જીવનમા ઘણા સંઘર્ષ કરવા પડ્યા હતા પરંતુ આજે તે ફિલ્મી જગતના ચમકતા સિતારા છે.

મિત્રો સુશાંત સિંહ રાજપુતના સુસાઈડ કેસ પછી બોલીવુડમાં થતા નેપોટીજમને લઈને વિવાદ ઉભો થઇ ગયો છે અને આ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણા એવા કલાકારો છે જેમને ફિલ્મોમાં કામ મેળવવા માટે કોઈ ખાસ મહેનત નથી કરવી પડી એમના માતાપિતા કે પરિવારના કોઈ સભ્ય પહેલાથી જ ફિલ્મોમાં હોય છે અને એના લીધે સરળતાથી ડેબ્યુ કરવા મળી જાય છે પરંતુ આ સ્ટાર કિડ્સના બોલીવુડમાં પહેલાથી ગોડફાદર બેઠા હોય છે. પણ આજે અમે તમને કલાકારો સાથે મળાવવા જઈ રહ્યા છે જેમણે પોતાના મહેનતના બળે ઇન્ડસ્ટ્રીમાં નામ કમાયું છે અને એમના પિતા કોઈ ફિલ્મી બેકગ્રાઉન્ડથી નથી પણ સામાન્ય ક્ષેત્રથી હતા અને એ આજે પણ સામાન્ય જીવન જ જીવી રહ્યા છે.

પંકજ ત્રિપાઠી.

પંકજ ત્રિપાઠી અત્યારે બોલીવુડમાં ઘણા છવાયેલા છે અને બધા એમને પોતાની ફિલ્મમાં લેવાનું પસંદ કરે છે એમનો અભિનય એક અલગ જ લેવલનો હોય છે અને એમણે જીવનમાં ઘણો સંઘર્ષ કર્યો છે એમનો જન્મ ૫ સપ્ટેમ્બર ૧૯૭૬ ના બિહારના ગોપાલગંજના બેલસંડ ગામમાં એક ગરીબ ખેડૂતના ઘરે થયો છે એમના પિતાનું કોઈ ફિલ્મી બેકગ્રાઉન્ડ નથી એટલે સુધી કે એમના ઘરે ટીવી પણ નહતું અને એવામાં પંકજ ત્રિપાઠીએ ઘણો સંઘર્ષ કરીને બોલીવુડમાં પોતાની જગ્યા બનાવી છે.

કાર્તિક આર્યન

મિત્રો કાર્તિક આર્યન યુવાઓ વચ્ચે ઘણા પ્રખ્યાત છે અને એ પણ હવે બોલીવુડમાં એ લીસ્ટના સ્ટાર્સમાં શામેલ થવા લાગ્યા છે એમનો જન્મ ૨૨ નવેમ્બર ૧૯૯૦ ના મધ્યપ્રદેશના ગ્વાલિયર માં થયો હતો અને એમના પિતા એક ખાનગી નોકરી કરે છે અને એ એક મધ્યમવર્ગથી આવે છે એવામાં કાર્તિકે પોતાનું એક્ટર બનવાનું સપનું પોતાના દમ પર પૂરું કર્યું છે અને તમને જણાવી દઇએ કે એમના બોલીવુડમાં કોઈ ગોડફાદર નથી.

અનુષ્કા શર્મા.

મિત્રો અનુષ્કા શર્માની ગણતરી બોલીવુડની ટોપની અભિનેત્રીઓમાં થાય છે અને એમણે બોલીવુડના ત્રણ ખાન શાહરૂખ, સલમાન, આમિર સાથે કામ કરી ચુકી છે અને એ અત્યારે ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન વિરાટ કોહલીની પત્ની પણ છે અનુષ્કાએ પણ બોલીવુડમાં નામ પોતાના દમ અને ટેલેન્ટ પર કમાયું છે એમના પિતા અજય કુમાર તો ઇન્ડિયન આર્મીમાં હતા. એ આજે પણ પોતાની પત્ની સાથે એક સામાન્ય જીવન જીવી રહ્યા છે.

આયુષ્માન ખુરાના.

મિત્રો આયુષ્માન બોલીવુડમાં સૌથી હટકે અને યુનિક ફિલ્મો આપવા માટે જાણીતા છે અને એમની ડેબ્યુ ફિલ્મ વીકી ડોનર બોક્સ ઓફીસ પર હીટ રહી હતી. એ પછી એમણે જે પણ ફિલ્મો કરી લગભગ એ બધી બોક્સ ઓફીસ પર હીટ રહી હતી. આયુષ્માનનો જન્મ ચંડીગઢમાં થયો હતો. એમના પિતા એક એસ્ટ્રોલોઝર છે અને એ આ વિષયે ઘણા પુસ્તકો પણ લખી ચુક્યા છે એવામાં આપણે કહી શકીએ કે આયુષ્માને પણ બોલીવુડમાં કોઈ ફિલ્મી બેકગ્રાઉન્ડ વિના નામ કમાયું છે.

મનોજ બાજપાઈ.

મિત્રો મનોજ બાજપાઈના અભિનયના જેટલા વખાણ કરીએ એટલા ઓછા છે કારણ કે એમણે પણ બોલીવુડમાં નામ કમાવવા માટે સખ્ત મહેનત કરી છે અને શરૂઆતમાં એ નાના મોટા રોલ કરતા હતા જોકે એમણે હાર ના માની અને આજે લીડ રોલમાં જોવા મળે છે તેમજ મનોજના કપિતાનું નામ રાધાકાન્ત બાજપાઈ છે અને દીકરાના સુપરસ્ટાર બની ગયા પછી પણ એ આજે ગામમાં એકદમ સામાન્ય જીવન જીવી રહ્યા છે.

નવાઝુદ્દીન સિદ્દીકી.

મિત્રો બોલિવુડના અભિનેતા દરેક યુવા વર્ગ માટે પ્રેરણારૂપ છે એક ગરીબ ખેડૂત પરિવારમાં જન્મેલા નવાઝુદ્દીનના આઠ ભાઈ-બહેન હતા અને ઉત્તર પ્રદેશના એક નાના ગામમાં જન્મેલા નવાઝુદ્દીન માટે ફિલ્મ્સની સફર એટલી સરળ નહોતી અને તે પોતાના સંઘર્ષના દિવસોમાં કેમિસ્ટની દુકાનમાં કામ કરતો હતો અને ચોકીદાર તરીકે પણ કામ કરતો હતો પરંતુ સમય જતાં નવાઝુદ્દીને ફિલ્મોમાં બ્રેક મળ્યો અને આજે તે બોલીવુડમાં પોતાની નવી ઓળખ જાળવી રાખે છે જ્યારે તેમના પિતા તેમના ગામે સાદગી થી જીવન જીવે છે.