કચ્છની ધરતી પર વસેલા માં આશાપુરા, જાડેજાઓની કુળદેવીની વાત, જાણૉ માં આશાપુરાની કથા

આજે આપણે વાત કરીશું કચ્છની ધરતી પર બિરાજમાન એવા માં આશાપુરા ના ઈતિહાસ વિશે.આમ તો તમે બધા કચ્છમાં આવેલું માં આશાપુરાનું મંદિર એટલે કે માતાનો મઢ તમે જોયો જ હશે.કાતો તેના વિશે જાણતા હશે.કચ્છ મા આવેલ મા આશાપુરા નો મઢ ઇતિહાસ આશરે ૬૦૦ વર્ષ જુનો માનવામાં આવે છે.જે ભુજ થી ૮૦ કીલોમીટર ના અંતરે આવેલ છે.આ મઢ ત્યા ના માણસો ની શ્રદ્ધા નુ એક જીવતુ જાગતુ પ્રતિક છે.

આશરે લગભગ ખ્રિસ્તી ની ૧૪મી સદી ની શરૂઆત ના સમય મા એક રાજમહેલ મા મંત્રી ના પદ પર બિરાજેલ બે વાણીયા અજો અને અનાગોરે આ મઢ નુ નિર્માણ કરાવ્યુ હતુ.૧૮૧૯ મા આવેલ ભુકંપેથી આ મઢને ઘણુ મોટુ નુકસાન થયું હતું.જે પચીઅવનાર સમયમાં સુંદરજી , શિવજી તેમજ વલ્લભાજીએ આ મંદિર નુ પુનઃ નિર્માણ કરાવ્યુ.

પછી ફરી એકવાર ૨૦૦૧ મા થયેલ ધરતીકંપેથી લઈને ફરી આ મંદિર ને ખુબ નુકસાન થયું. અને ફરીથી તેનું નવ નિર્માણ થયું.આ મંદિર ની ઊંચાઈ 52 ફુટ , લંબાઈ 58 ફુટ તેમજ પહોળાઈ ૩૨ ફુટ હતી.અહી સ્થાપિત માતા આશાપુરા ની પ્રતિમા ની ઊંચાઈ 6 ફૂટ તેમજ પહોળાઈ 1 ફુટ છે.તેમજ આ પ્રતિમા સ્વયંભુ ઘાટો કોફી કલર ધરાવે છે.41 વર્કવાળી અને ચાંદી ની બે કિલોની વજનદાર દીપમાળા કચ્છ ના જમાદાર ફતેહમામદે ભેટ સ્વરૂપે આ મંદિરને અર્પણ કરેલ છે.

આ મઢ ના વડા જેમને રાજાબાવા તરીકે ઓળખવામા આવે છે અને તેઓ રાજા સમકક્ષ સ્થાન ધરાવે છે. જ્યારે પણ રાજના રાજા દર્શનાર્થે મઢ મા જાય છે ત્યારે તે આ સિહાસન પર બેઠેલ રાજાબાવા ને પણ નમન કરે છે.આ માતા કચ્છ સિવાય જામનગર ના જાડેજા વંશ ના કુળદેવી પણ છે. જામનગર મા પણ આ નાની આશાપુરા માતા નો મઢ સ્થાપિત છે.

કચ્છ ના સ્થાનિક રહેવાસીઓ ત્યા આવતા ભક્તો જનો ને કોઈપણ જાત ની અગવડ ન પડે તેનુ ચોક્કસ ધ્યાન રાખે છે.આમ પણ ત્યાં દરેક જાતની વ્યવસ્થા કરવામાં આવેલી છે.સુરજબારી થી લઈ આ સ્થાન સુધી તમામ જગ્યાએ તંબુ બંધાયેલ હોય છે. અમુક જગ્યા એ પાકા બાંધકામ તૈયાર કરેલ છે.અને અહીંના તમામ રસ્તાઓ પર રાહત કેમ્પ બનાવવા મા આવ્યા છે.

જેમા ખાણી પીણી તેમજ આરોગ્યની અને રહેવાની તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે.તમામ લોકો આ કેમ્પ મા પોતાની ફરજ નિઃસ્વાર્થપણે બજાવે છે.અને નિસ્વાર્થ ભાવે સેવા આપે છે.તમામ લોકો ઉત્સાહભેર સેવા કરે છે. આ મઢ નજીક આવેલ પંચહાટડી ચોક મા થી તમામ ભક્તો ને વિદાય અપાઈ છે.

અહી એટલા ભાવિકો આવે છે કે જાણે કીડીયારુ ઊભરાયુ હોય. અને આ મંદિર નો રસ્તો પણ જાણે શ્રીફળ ના છોતરા થી બનાવાયો હોય તેવો લાગે છે.અહી આવતા તમામ ભાવિકો એક સીધી લાઈન મા ઊભા રહીને માતાના દર્શન કરે છે.અને માતા ના દર્શન થી ધન્યતા ની લાગણી અનુભવે છે. કચ્છી રાજવીઓ નુ કુટુંબ હવનાષ્ટમી ના રોજ હાજરી આપે છે અને સાથોસાથ પૂજાની તમામ વિધીઓ પણ થાય છે.

આ મઢ ને લુટવા આવવાના કારણે એક મોટું મુસ્લિમ સૈનિક દળ રણ મા ભુલુ પણ પડ્યુ હતું.આ કચ્છમાં આવેલ માતાના મઢ પાછળ કેટલાય ઈતિહાસો રહેલ છે.જેમા માતાએ કરેલ ચમત્કાર વધારે છે.શેઠ જગુડશા તેમજ સિંઘ નો મુસલમાન રાજા ગુલામ શાહ કલેરા ને ચમત્કાર દેખાડયા છે.આ મુસલમાન નવાબે પોતાની આસ્થા પુરાવો દર્શાવતો પિતળ નો ખુબ જ મોટો એક ઘંટ મંદિર ને અર્પણ પણ કર્યો છે.

જે મુખ્ય દ્વાર પર આજે પણ લટકે છે.આ મઢ મા ભક્તો સાથે કોઈપણ જાત નો ભેદભાવ રાખવામા આવતો નથી.તમામ જ્ઞાતી,જાતી ના લોકો અહી આવીને દર્શન કરી શકે છે.આ મઢ ના ટ્રસ્ટી ના કહેવા મુજબ તમામ પ્રકાર ના લોકો માનતા પુર્ણ થયે અહી પોતાનું માથું માના ચરણોમાં નમાંવે છે.મંદિર ને લુટી ને જતા મુસલમાન રાજા ગુલામ શાહ કલેશને માતા નો ચમત્કાર મળતા તમામ ધન પાછુ આપી દિધુ હતું.

પોતાની ભુલ નો સ્વીકાર પણ કર્યો અને ત્યારબાદ પોતાની માતા પ્રત્યે ની શ્રદ્ધા દાખવવા એક મોટો પિતળનો ઘંટ તેણે મંદિરમાં અર્પણ કર્યો.એક ઐતિહાસિક કથા મુજબ દિવાન પુંજા ને શેઠ રાવ ગોળજી પદ પર થી ઉતારી મુકે છે.આ અપમાનનો બદલો લેવા ત્યારે તે પોતાની સાથે થયેલ અપમાન નો બદલો લેવા માટે ગુલામ શાહ કલેરાને રાજ્યની બધી વાત જણાવી દઈને રાજ પર ચડાઈ કરવાનુ કહે છે.

પણ જ્યારે ગુલામ શાહ કલેરા નુ સૈન્ય જાય છે ત્યારે પુંજા ને પસ્તાવો થાય છે અને પોતા એ કરેલ ભૂલ અંગે પસ્તાવો દર્શાવતો સંદેશ મોકલે છે.આ યુદ્ધ ને ઝારા ના યુદ્ધ તરીકે પણ ઓળખવા મા આવે છે.કચ્છ ના સૈનિકોએ યુદ્ધ મા પીછેહઠ ન કરી.તેથી આ જોઈને મુસલમાન શાસકે પાછો જવા નિર્ણય કર્યો. અહી રહેલ ધન માટે કોઈ પણ જાત ના ચોકિદાર નીમવા મા આવ્યા નથી કેમ કે ત્યા સાક્ષાત માતા નો વાસ છે.આ પાછા ફરેલ સૈન્ય એ મંદિર જોઈ ને તેને લૂટી લીધુ અને તમામ ધન પોતાની સાથે લઈ જવા નૂ નક્કી કર્યુ.

પણ તેઓ રણ મા તોફાન આવતા જ તે સમજી ગયો કે આ કોઈ શક્તિ છે જે તેને રોકે છે.પછી તેને પોતાની ભૂલ સમજાઈ ગઈ.અને તમામ ધન ફરી માતાના મઢ મા આપી ગયો.પોતાની ક્ષમા યાચના માટે અને પોતાની સાથે થયેલ આ ઘટના ના સ્મરણ રૂપે ૨૦૦ કીલો નો એક પિતળ નો મોટો ઘંટ અને લખાણ પણ ત્યા ધર્યુ.આમ આ મઢ નો ઈતિહાસ ખુબ જ ભવ્ય ચમત્કાર ભર્યો છે અને અનેક ચમત્કારો અહીયાં હજુ પણ જોવા મળે છે.