ક્યારે અને કેવી રીતે થઈ મોદી અને અમિત શાહ ની દોસ્તી,જાણો એના પાછળ ની દિલચસ્પ કહાની….

આ લેખમાં હું તમારું સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં હું તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યો છું. વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે ગૃહમંત્રી અમિત શાહની મિત્રતાને આજે 19 વર્ષ વીતી ગયા છે. 7 ઓક્ટોમ્બર 2001ના રોજ જ્યારે મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા, ત્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની ભલામણ પર અમિત શાહને તેમના પ્રધાનમંડળમાં ગૃહ પ્રધાન બનાવવામાં આવ્યા હતા. મોદી શાહને પહેલાં જાણતા હતા કે તેઓ ભાજપના કાર્યકર પણ હતા. પરંતુ આ મિત્રતા પછી કેટલી આગળ વધી તે જાણી શકાય છે.

હવે સોશિયલ મીડિયા પર એવા અહેવાલો પણ આવી રહ્યા છે કે મોદી અને શાહ બની રહે છે પણ ખોટી વાતો છે, પરંતુ આ અફવાઓ છે. મોદી અને શાહ વચ્ચેનું જોડાણ ફેવિકોલના ઉમેરા જેવું છે. બંને એકબીજાની બોડી લેંગ્વેજ અને પછી શું કરવું તે સમજે છે. બંને એકબીજાના હિતોને સમજે છે.

આજે પોતાને ટ્વીટ કરીને શાહે કહ્યું કે તેમણે કેવી રીતે મોદી સાથે મિત્રતા કરી.કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને લોકોના પ્રતિનિધિ તરીકે 20 વર્ષ પૂર્ણ કર્યાની સાથે હાર્દિક અભિનંદન આપ્યા. કહ્યું, નરેન્દ્ર મોદી જીના વિચારો, દ્રષ્ટિ અને પ્રભાવશાળી વ્યક્તિત્વથી પ્રેરિત દરેક ભારતીય આજે ભારતને વિશ્વ ગુરુ તરીકે ફરીથી સ્થાપિત કરવા આગળ વધી રહ્યું છે, તેમના અસાધારણ નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રના કલ્યાણ માટે કામ કરતાં મને ખૂબ ગર્વ થાય છે. આ બાબત છે જો કોઈ પણ વ્યક્તિ 130 કરોડ ભારતીયોની આકાંક્ષાઓને ખરેખર સમજી શકે છે, તો તે નરેન્દ્ર મોદી છે.

નરેન્દ્ર મોદી એક એવા ભારતનું નિર્માણ કરી રહ્યા છે જે તેમની સ્વપ્નદ્રષ્ટા દ્રષ્ટિથી મજબૂત, આધુનિક અને આત્મનિર્ભર છે 2001માં, નરેન્દ્ર મોદીએ આ દિવસે ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા હતા અને તે દિવસની શરૂઆત કર્યા વિના. રાષ્ટ્રીય હિત અને જનસેવા માટે સમર્પિત એક દિવસ, જેણે દરરોજ નવા પરિમાણો સેટ કર્યા છે.

ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીજી રાજ્યમાં વિકાસની ક્રાંતિ લાવ્યા હતા અને હવે વડા પ્રધાન તરીકે સમાજના કરોડો ગરીબ, ખેડુતો, મહિલાઓ અને વંચિત વર્ગને વિવિધ ઐતિહાસિક યોજનાઓ અને કાર્યોથી સશક્ત બનાવીને તેઓ તેમના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી રહ્યા છે.

ભુજના ભયંકર ભૂકંપમાંથી બહાર આવવા પર શાહે મોદીને અભિનંદન આપ્યા હતા.ભુજને ભયંકર ભૂકંપમાંથી બહાર નિકાળીને વિકાસના માર્ગ ઉપર આગળ વધવું કે ગુજરાતને શાંતિ અને સુમેળનું પ્રતિક બનાવવું કે તેની મહેનત અને સ્વપ્નદ્રષ્ટા વિચારસરણી દ્વારા દેશને વિકાસ અને પ્રગતિનું ગુજરાત મોડેલ આપવું, તે ફક્ત અને માત્ર નરેન્દ્ર મોદી જી પ્રતિબદ્ધતાનું પરિણામ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન અમિત શાહની જોડી. રાજકારણ એક એવું પટલ છે જ્યાં કોઇ કોઇનો સગો નથી અને લોકો મિત્રતા કરતાં દુશ્મની વધુ નિભાવતા હોય છે ત્યારે ભારતીય રાજકારણમાં ભાગ્યેજ આવી જોવા મળે છે જેઓ વચ્ચે આટલા લાંબા સમય બાદ પણ પ્રેમ, વિશ્વાસ અને આત્મિયતા જળવાઇ રહી હોય.

1982માં થઇ શાહ અને મોદી વચ્ચે પહેલી મુલાકાત થઈ હતી માહિતી અનુસાર 14 વર્ષની ઉંમરે અમિત શાહે RSSની શાખાઓમાં જવાની શરૂઆત કરી હતી. જ્યાં 1982 આસપાસ અમદાવાદના નારણપુરાની શાખામાં મોદી અને શાહ વચ્ચે મુલાકાત થઇ હતી જેમાં શાહને જોઇને મોદીને તેમાં કંઇક ખાસ લાગ્યું હતુ. આ એ સમય હતો જ્યારે નરેન્દ્ર મોદી સંઘના પ્રચારક હતા. 1983માં ABVPના સભ્ય બનીને અમિત શાહે તેમના રાજકિય જીવનની શરૂઆત કરી હતી અને 1986માં તેઓ BJPમાં જોડાયા હતા. આ તરફ આ સમય આસપાસ નરેન્દ્ર મોદીને પણ સંઘમાંથી ભાજપમાં મોકલવામાં આવ્યા અને તેઓને સંગઠન મંત્રી બનાવવામાં આવ્યા. આ સમય દરમ્યાન મોદી ભાજપના પ્રદેશ કાર્યાલય ખાતે આવવા લાગ્યા હતા.

અહીં અડધી બાયનું શર્ટ અને પેન્ટ પહેરીને અમિત શાહ નિયમીત આવતા હતા જ્યાં શાહ અને મોદી વચ્ચેની મિત્રતા અને પરસ્પરનો વિશ્વાસ વધુ મજબુત થયો. નરેન્દ્ર મોદીએ અમિત શાહને સૌ પ્રથમ નારણપુરા વોર્ડની જવાબદારી સોંપી કે જ્યાં તેઓ રહેતા પણ હતા. લગભગ 1990 સુધી અમિત શાહને ભાજપના પ્રદેશ કાર્યાલયમાં બહુ ઓછા લોકો સાથે પરિચય હતો. પરંતુ તેઓ નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ સતત કામ કરી રહ્યા હતા. અમિત શાહની શિખવાની વૃતિ અને લડાયક જુસ્સાના કારણે તેઓ અન્ય કાર્યકર્તાઓથી અલગ તરી આવતા હતા.

1991માં ગાંધીનગર બેઠક પરથી લોકસભા ચૂંટણી લડી રહેલા ભાજપના લાલકૃષ્ણ અડવાણી માટે મોદી અને શાહે જબરજસ્ત પ્રચાર કર્યો હતો જેમાં અડવાણીનો વિજય થયો હતો. ત્યારથી લઇને અત્યાર સુધી આ બેઠક પર ભાજપનો દબદબો રહ્યો છે. બાદમાં 1995માં ગુજરાતમાં ભાજપની સરકાર બની અને બાદમાં કેશુભાઇ પટેલ અને મોદી વચ્ચેના સબંધોમાં કડવાશ આવતા થોડા સમય બાદ નરેન્દ્ર મોદીને પક્ષે દિલ્હી મોકલવાનો નિર્ણય કર્યો.

મોદી જેવા દિલ્હી ગયા કે ઘણા લોકોએ તેઓ સાથેના સબંધ કાપી નાખ્યા હતા પરંતુ આ બધામાં એક અમિત શાહ એવા હતા જેઓએ તેમની સાથેના સબંધ વફાદારીપૂર્વક નિભાવ્યા હતા. નરેન્દ્ર મોદીની ગુજરાતમાં ગેરહાજરી વચ્ચે 1997માં અમિત શાહને ભારતીય જનતા યુવા મોરચામાં રાષ્ટ્રીય કોષાધ્યક્ષ બનાવાયા હતા. બાદમાં તેમને ગુજરાત ભાજપમાં ઉપપ્રમુખની પણ જવાબદારી સોંપવામાં આવી હતી.

1996-97માં સરખેજ સીટ પરથી ભાજપ વતી લડતા એડવોકેટ H.L.પટેલનું નિધન થતાં તેઓની સીટ ખાલી થઇ હતી. આ સીટ પરથી ભાજપે અમિત શાહને ચૂંટણી લડાવવાનો નિર્ણય કર્યો હતો. અમિત શાહ આ જીંદગીની પહેલી ચૂંટણી લડ્યા હતા જે જીતીને તેઓ ગુજરાત વિધાનસભાના સભ્ય બન્યા હતા. બાદમાં તેઓ વર્ષ 1998, 2002 અને 2007ની વિધાનસભા ચૂંટણી તો સરખેજ બેઠકથી જીત્યા હતા અને 2012ની વિધાનસભાની ચૂંટણી નારણપુરા વિધાનસભા બેઠકથી જીત્યા હતા.

છેલ્લે અમિત શાહનો ગાંધીનગર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડ્યા જેમાં તેમનો 5 લાખ 55 હજાર કરતાં વધારે મતની સરસાઈથી વિજય થયો છે. અહીં તેઓએ ચૂંટણી જીતવાની સાથેસાથે વિક્રમ સર્જ્યો છે. તેમને કુલ 8,89,925 હજાર મતો મળ્યા છે. જ્યારે તેમના મુખ્ય હરિફ એવા કૉંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહેલા સી. જે. ચાવડાને 3 લાખ 34 હજાર મત મળ્યા છે. અમિત શાહ અત્યાર સુધીમાં 42 નાનીમોટી ચૂંટણી લડી ચૂક્યા છે, અને તેઓ એક પણ વખત હાર્યા નથી.

2001માં નરેન્દ્ર મોદી પહેલી વખત ગુજરાતના મુખ્યમંત્રી બન્યા અને 37 વર્ષના અમિત શાહ 2002માં ગૃહમંત્રી થયા હતા. શાહને મહત્વના હોદ્દા પર નિમણૂંક આપીને મોદીએ તેઓના મન અમિત શાહનું કેટલું મહત્વ છે તે પણ બાકીના નેતાઓને શાનમાં સમજાવી દીધું હતુ. નરેન્દ્ર મોદી પ્રજાની નાડ પારખવામાં હોશીયાર હતા તો અમિત શાહ ચૂંટણીની રણનિતી ઘડવામાં અને કાર્યકર્તાઓ પાસે કામ લેવામાં.

ગુજરાતથી શરૂ થયેલી મોદી અને શાહની આ સફર આજે પણ ચાલુ છે. મોદી જ્યારે કોઇ સપનું જોવે તે પુરૂ કરવું પછી અમિત શાહની જવાબદારી બની જાય છે કે જેમાં તેેઓ પાછા પડતા નથી. આજે દેશના ખુણે ખુણે આજે મોદી અને શાહની મહેનતા કારણે ભગવો લહેરાઇ રહ્યો છે. આજે નરેન્દ્ર મોદી બીજી વખત દેશના વડાપ્રધાન બન્યા છે અને અમિત શાહ આજે એક દેશના ગૃહપ્રધાન બન્યા છે. આજે એ પરિસ્થિતી નિર્માણ થઇ છે કે તેમના વિરોધીઓએ પણ મોદીની કુનેહ અને શાહની મહેનતને માનવી પડે છે.

જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય તો આ લેખ ને લાઈક અને શેર જરૂર કરજો. તમારા માટે અમે આવા ઘણા રોજિંદા લેખ લાવીશું. જે તમારા જીવન માટે ખૂબ ઉપયોગી હશે, આ પેજ સાથે જોડાવા માટે આ પેજને લાઈક કરો, આ લેખ વાંચવા માટે તમારો આભાર.