ક્યારેક ક્રિકેટર રમવા જવા માટે ભાડું ન હતું,ટ્રક માં બેસીને જતો આજે ઘરેથી 4 કરોડની ગાડીમાં નીકળે છે, જુઓ તસવીરો……

નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારા આર્ટિકલ માં આજે અમે લાવ્યા છે તમારા માટે કઈ નવું જ અને તમને જાણી ને ખૂબ આનંદ થશે અને તમને કઈ નવું જાણવા મળશે તો ચાલો મિત્રો જાણીયે તેના વિશે ભારતીય ઓલરાઉન્ડર ખેલાડી હાર્દિક પંડ્યા આજે સ્ટાર ક્રિકેટર છે અને કરોડોની કારમાં ફરે છે. હાલમાં જ હાર્દિક પંડ્યાના પિતા હિમાંશુ પંડ્યાનું નિધન થયું હતું. પિતાના મોત બાદ હાર્દિક ભાંગી પડ્યો હતો.

પિતાને કારણે જ હાર્દિક આજે અહીંયા સુધી પહોંચી શક્યો છે. પંડ્યા આજે પણ પોતાનો સંઘર્ષ અને જૂના દિવસો ભૂલ્યો નથી. એક સમયે હાર્દિક ટ્રકમાં લોકલ મેચ રમવા જતો હતો.હાર્દિકે સોશિયલ મીડિયામાં 2019માં એક તસવીર પોસ્ટ કરી હતી. આ પોસ્ટમાં હાર્દિકે પોતાના જૂના સમયને યાદ કર્યો હતો. હાર્દિક ટ્રકમાં બેસીને લોકલ મેચ રમવા જતો હોય છે.

તસવીર શૅર કરીને પંડ્યાએ કહ્યું હતું કે તે સમયે તે ટ્રકમાં બેસીને જતો હતો. આ મુશ્કેલ દિવસોએ તેને ઘણું જ શીખવ્યું છે. આ સફર ઘણી જ યાદગાર છે, કારણ કે તેને સ્પોર્ટ્સ પસંદ છે.એક ટંકનું ભોજન પણ મળતું નહોતું: ટીમ ઈન્ડિયામાં પોતાના ઓલરાઉન્ડર પ્રદર્શનને કારણે ચર્ચામાં આવેલા હાર્દિક પંડ્યાએ અહીંયા આવવા માટે ઘણો જ સંઘર્ષ કર્યો છે. પંડ્યાનું નાનપણ ગરીબીમાં પસાર થયું છે.

પિતા પ્રાઈવેટ કંપનીમાં નોકરી કરતા હતા. ઘરની આર્થિક સ્થિતિ સારી નહોતી. હાર્દિકનું ઘર પિતાના પગાર પર જ ચાલતું હતું. એક સમયે પિતા પાસે નોકરી પણ નહોતી. આવા સમયે ઘણીવાર બે ટંકનું ભોજન પણ મળતું નહોતું.આજે કરોડોની કારમાં ફરે છેઃ એક સમયે ટ્રકમાં ફરનારો હાર્દિક આજે લૅવિશ લાઈફ જીવે છે. પંડ્યાએ 2019માં લેમ્બોર્ગિની કાર ખરીદી હતી. આ કારની કિંમત ચાર કરોડથી વધારે હતી.

હાર્દિક પંડ્યાને પિતાની જેમ જ કારનો ઘણો જ શોખ છે. તેની પાસે અનેક લક્ઝૂરિયસ કાર છે.કિરણ મોરેએ ફી નહોતી લીધીઃ હાર્દિક પંડ્યા અભ્યાસમાં એવરેજ હતો. તે નવમા ધોરણમાં નાપાસ થયો હતો. ત્યારબાદ હાર્દિકે ક્રિકેટ પર ફોકસ કર્યું હતું. પૂર્વ ક્રિકેટર કિરણ મોરેએ પંડ્યાને પોતાની એકેડેમીમાં ટ્રેનિંગ આપી હતી. શરૂઆતના ત્રણ વર્ષ સુધી કોઈ ફી નહોતી લીધી.

હાર્દિક હિમાંશુ પંડ્યા જન્મ ૧૧ ઓક્ટોબર ૧૯૯૩ એક ભારતીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટર છે જે ઘરેલુ ક્રિકેટમાં બરોડા ક્રિકેટ ટીમ અને ઇન્ડિયન પ્રીમિયર લીગ  આઇપીએલ માં મુંબઈ ઇન્ડિયન્સ માટે રમે છે. તે એક ઓલ-રાઉન્ડર છે જે જમણેરી બેટ્સમેન જમણેરી ઝડપી-મધ્યમ ગોલંદાજ છે. તે કૃણાલ પંડ્યાના નાના ભાઈ છે. હાર્દિક પંડ્યાએ ૧૧ ટેસ્ટ, ૪૫ વન ડે ઇન્ટરનેશનલ અને ૩૮ ટ્વેન્ટી ૨૦ આંતરરાષ્ટ્રીય રમતો રમી છે.

હાર્દિકે આગળ લખ્યું કે તમારા દીકરા જ્યાં ઊભા છે તે તમારી મહેનત અને આત્મવિશ્વાસના કારણે જ છે. તમે હંમેશા ખુશ રહેતા. અમે તમારાથી ખૂબ પ્રેમ કરતાં હતા અને આગળ પણ કરતાં રહીશું. તમારું નામ હંમેશા શિખર પર રહેશે અને મને એક વાત ખબર છે કે તમે હંમેશા અમને ઉપરથી એ રીતે જ જોઈ રહ્યા છે જે રીતે અહિયાં જોતાં.

હાર્દિક પંડયાએ લખ્યું કે ડેડી તમને અમારા પર ગર્વ હતો પણ અમને એ વાતનો ગર્વ છે કે તમે હંમેશા પોતાની જીવન જીવ્યું છે. જેવુ મેં કાલે કહ્યું હતું આજે ફરી કહીશ હું તમને મારા જીવનમાં દરરોજ યાદ કરીશ. નોંધનીય છે કે હાર્દિક પંડ્યાની આ પોસ્ટ જોઈને ઘણા બધા લોકો ભાવુક થઈ ગયા હતા અને આ પોસ્ટ ખૂબ વાયરલ પણ થઈ રહી છે. પંડ્યા બંધુઓની આ દુ:ખની ઘડીમાં ઘણા બધા ક્રિકેટરોએ શોક વ્યક્ત કર્યો હતો.

હાર્દિક પંડ્યાએ આજે સોશ્યલ મીડિયા પર એક ભાવુક પોસ્ટ કરતાં લખ્યું કે મારા પિતા મારા હીરો. તમને ગુમાવી દેવાની વાતને માનવી એ જીવનની સૌથી અઘરી વસ્તુમાંથી એક છે. પણ તમે અમારા માટે એટલી વધી યાદો છોડી દીધી કે હવે અમે કલ્પના જ કરી શકીએ કે તમે સ્મિત કરી રહ્યા છો.ભારતીય સ્ટાર ક્રિકેટર હાર્દિક પંડ્યાએ પિતાના નિધન બાદ સોશ્યલ મીડિયા પર ભાવુક પોસ્ટ કરી છે.

હાર્દિક અને કૃણાલ પંડયાના પિતા હિમાંશુ પંડ્યાનું શનિવારે સવારે હાર્ટઅટેકના કારણે નિધન થઈ ગયું હતું, તેઓ 71 વર્ષના હતા. હાર્દિકના મોટા ભાઈ તે સમયે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં વડોદરાનું પ્રતિનિધિત્વ કરી રહ્યા હતા. થોડા દિવસ પહેલા જ ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યાના પિતા હિમાંશુ પંડ્યા એ દુનિયાને અલવિદા કહ્યું હતું. પંડ્યા ભાઈઓ તેમના પિતાના અવસાનથી તૂટી ગયા છે.

હાર્દિક પંડ્યાએ શનિવારે પોતાના પિતા સાથે વિતાવેલી દરેક ક્ષણોનો ભાવનાત્મક વીડિયો શેર કર્યો હતો. હિમાંશુ પંડ્યાએ વડોદરામાં અંતિમ શ્વાસ લીધા, તેમને હાર્ટ એટેક આવ્યો. પિતાના અવસાન પછી, કૃણાલ પંડ્યાએ બરોડા ટીમના બાયો બબલમાંથી બહાર નીકળી ગયો. તે સૈયદ મુસ્તાક અલી ટ્રોફીમાં બરોડાનું નેતૃત્વ કરી રહ્યો હતો.

હાર્દિક અને કૃણાલ પંડ્યાને ક્રિકેટર બનાવવામાં તેના પિતાનો મોટો ફાળો હતો. તેણે પુત્રોને ક્રિકેટર બનાવવા માટે શહેર બદલ્યું. તેણે પોતાનો ધંધો પણ બંધ કરી દીધો અને બીજા શહેરમાં સ્થાયી થયા. જેથી બંને બાળકોને ક્રિકેટની સારી સુવિધાઓ મળી શકે.હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યાના પિતા હિમાંશુ પંડ્યા સુરતમાં એક નાનો કાર ફાઇનાન્સનો ધંધો ચલાવતા હતા,

જે તે અટકી ગયો અને પછી વડોદરા શિફ્ટ થઈ ગયા. તે સમયે હાર્દિક પાંચ વર્ષનો હતો. ત્યાં તેણે તેમના બાળકોને વધુ સારી ક્રિકેટ સુવિધા આપી અને તે બંનેને કિરણ મોરે એકેડેમીમાં પ્રવેશ અપાવ્યો. આર્થિક રીતે નબળા પંડ્યાનો પરિવાર ભાડાના મકાનમાં રહેતો હતો.આટલી ગરીબી અને આર્થિક સ્થિતિ સારી ન હોવા છતાં, બંને સ્ટાર ક્રિકેટરોના પિતાએ તેમને કંઈપણ ચૂકવા ન દીધુ. એક મુલાકાતમાં હિમાંશુ પંડ્યાએ કહ્યું હતું કે જ્યારે પણ તે હાર્દિક અને કૃણાલ વિશે વાત કરે છે ત્યારે તે પોતાના આંસુને કાબૂમાં રાખી શકતા નથી.