લગ્ન કરતા પહેલા જરૂર જાણી લો આ વાતો,નહીં તો જીવનભર પછતાસો,દરેક યુવતી એ જરૂર વાંચવું….

લગ્ન જીવન ના સબંધ બાંધતા પહેલા જાણીલો આ નહીતો હેરાન થઈ જશો.નમસ્કાર મિત્રો આજ ની પોસ્ટ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના સમયમાં કોઈ પણ છોકરી કે છોકરા ઓ લગ્ન ની ઉંમર થતા ની સાથે જ તેમના માં પરિવર્ત આવી જાય છે અને પોતાનું જીવન વિતાવવા નું નક્કી કરી દે છે અને ત્યાર બાદ આખું જીવન પસ્તાવવા નો વારો આવે છે એટલે પહેલા ના જમાના માં જ્યારે છોકરા છોકરી ના લગ્ન નક્કી કરતા પહેલા કુંડળી ની સરખવવા માં આવતી હતી અને ત્યાર બાદ લગ્ન કરાવવા માં આવે છે પણ મિત્રો શુ આપ જાણો છો તે છતાં પણ તેમાં અમુક બાબતો નું ધ્યાન રાખવા માં આવે છે તો ચાલો તેના વિશે વધુ માહિતી મેળવીએ તો ચાલો.

મિત્રો આ સંબંધ ખૂબ જ નાજુક હોય છે.દરેક સંબંધ ખાસ હોય છે પણ સંબંધને નિભાવવા માટે તમારે એને સમય આપવો પડે છે.સંબંધ વિકસાવવામાં ઘણો સમય લાગે પણ તૂટતા જરાય વાર ન લાગે.કેટલીયે વાર ફક્ત વાત ચીતના અભાવને કારણે સંબંધો તૂટી જતા હોય છે.ઘણીવાર એવું બને કે,બે પાત્રોનાં વિચાર, વ્યવહાર અને આદતમાં પરિવર્તન આવવાથી સંબંધ તૂટી જાય છે તો ક્યારેક એવું બને કે નવા સંબંધ બનાવતા પહેલા લોકો વધુ વિચારતા નથી. આ કારણે સમસ્યાઓ ઉભી થવા લાગે છે અને છેલ્લે સંબંધોનો દુઃખદ અંત આવે છે.સામાન્ય રીતે એક રિલેશન બનાવવામાં અને તોડવામાં ઘણા કારણો જવાબદાર હોય છે. આ વિશે આપણે વિચાર કરવાની જરૂર છે. આજે અમે તમને કેટલીક એવી જાણકારી આપવા જઈ રહ્યા છીએ કે, દરેક છોકરીએ લગ્ન કરતા પહેલા આ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. આનાથી તમે તમારા ભાવિ પતિને ખૂબ જ સારી રીતે સમજી શકશો અને સાથો-સાથ રિલેશન પણ વધુ મજબૂત બનશે.

એક ઉંમર બાદ જીવનમાં સૌથી મહત્વપૂર્ણ જો કોઇ નિર્ણય લેવાનો હોય તો તે લગ્નનો છે.આ નિર્ણય જીવનમાં ખુશીઓ લઇને આવે છે.અને તમારા જીવનમાં એક નવો જ વળાંક આવે છે. પણ લગ્ન યોગ્ય સાથી સાથે ન થાય તો જીવનનું સત્યાનાશ થઇ શકે છે. તેથી લગ્નનો નિર્ણય લેતા પહેલાં આટલું જાણવું જરૂરી છે.

બંનેએ એકબીજા સાથે ભૂતકાળની વાત અવશ્ય કરવી.કોઇ પણ છોકરો અને છોકરી મળે છે અને વાતો કરે છે વર્તમાન અને ભવિષ્યની પણ તેનાંથી થોડો ઘણો જ અંદાજો આવી શકે છે કે વ્યક્તિ કેવો છે. છોકરા અને છોકરીનાં ભૂતકાળ વિશે પણ અવશ્ય પુછી લો.ચર્ચાઓ કરો.જેથી તેનાં વ્યક્તિત્વનો સંપૂર્ણ ખ્યાલ આવી જાય.જુના રિલેશનશીપ અફેર્સ હોય કે મિત્રતા હોય.તમામની ચર્ચાઓ કરવી.જેથી તમને એકબીજા વિશે સંપૂર્ણ માહિતી મળી જાય.

વ્યક્તિત્વ કેવું છે તે જાણવું એટલે લગ્ન પહેલાં જ્યારે કપલ મળે ત્યારે મીઠી-મીઠી વાતો કરે છે. પણ અસલી રૂપ અને વ્યક્તિત્વ તો લગ્ન બાદ જ જોવા મળે છે. યુવક હોય કે યુવતી બંનેએ તેમનાં જીવનસાથીનો અસલી સ્વભાવ લગ્ન પહેલાં જાણવો ખુબ જરૂરી છે. આ ઉપરાંત એકબીજાની આદત પસંદ નાપસંદ વિશે જાણવું પણ જરૂરી છે.કપલને એકબીજાની આદત, પસંદ નાપસંદ વિશે ખુલીને વાત કરવી જોઇએ. કારણ કે તેનાંથી જ માલૂમ થાય છે કે તેઓ એકબીજા માટે કેટલાં યોગ્ય છે. જો બંનેની પસંદ નાપસંદ તદ્દન અલગ હોય તો તેઓને સાથે રહેવામાં મુશ્કેલી થાય છે. તેઓ નાની-નાની બાબતે વિરોધાભાષ અનુભવે છે. ઘણી વખત આ નાની નાની વાત જ મોટા ઝઘડાનું કારણ બની જતી હોય છે.

છોકરીએ આ વાત અવશ્ય જાણવી,યુવતીએ તેનાં થનારા જીવનસાથી વિશે તમામ વાત જાણી લેવી જરૂરી છે.એક તેની કમાણી, ભવિષ્યમાં બાળકો થાય તો તેમનો ખર્ચો કેવી રીતે ઉપાડશે,શું તે નવું ઘર ખરીદી શકે છે.આ બાબત યુવકમાં છે કે નહીં તે લગ્ન પહેલાં જાણી લેવી જોઇએ.શું યુવક એવી આશા રાખે છે કે તેની પત્ની નોકરી ન કરે અને ઘરે જ બેસી રહે. યુવકનો સ્વભાવ કેવો છે.શું તેને નાની નાની વાતે ગુસ્સો આવી જાય છે. કે પછી તે ખુબજ કો-ઓપરેટીવ અને કેરિંગ છે.

આ માટે તમે નાના અમથા ટેસ્ટ પણ કરી શકો છો. જેમ કે તમે બંને સાથે જતા હોવ અને અચાનક જ તમારાથી તેનાં શર્ટ પર પાણી ઢોળાઇ જાય.તો તેનું રિએક્શન કેવું છે તે તમારા પર ગુસ્સે થાય છે કે પછી વાંધો નહીં આવું તો થયા કરે.તે આ વાત કેવી રીતે લે છે.તે જ્યારે તેનાં ફ્રેન્ડ સર્કલમાં હોય ત્યારે તેની વાતો કેવી છે તેનાં પર અવશ્ય ધ્યાન આપો. તેમની આદતોની પણ નોંધ લો.તે તેનાં ફ્રેન્ડ્સ સાથે હોય ત્યારે તમારા સાથે કેવી રીતે વર્તે છે.આપના પાર્ટનરને બાળકો પસંદ છે કે નહીં તે તેમની સાથે કેવી રીતે વર્તે છે તે જાણવું પણ જરુરી છે. તે તેનાં પરિવાર સાથે કેવો છે.તે વાત પણ જાણવી ખુબ જરૂરી છે.લગ્ન પહેલાં તમારા બંનેનાં બોડી ચેકઅપ અવશ્ય કરાવો.આપ બંનેને સ્વાસ્થ્ય સંબંધીત કોઇ મોટી સમસ્યા તો નથી ને તમે બંને એકબીજા માટે મેડિકલી યોગ્ય છો કે નહીં તે પણ જાણવું જરૂરી છે.

૧૯૫૪માં ભારત સરકારે સ્પેશિયલ મેરેજ એક્ટ ઘડ્યો. આ કાયદા હેઠળ લગ્નને સિવિલ મેરેજ અથવા રજિસ્ટર્ડ મેરેજ તરીકે ઓળખવામાં આવે છે અને એનો હેતુ ધર્મનિરપેક્ષ લગ્ન થાય તે હતો. આ કાયદા હેઠળ લગ્નની વિધિ કોઇ પક્ષના ધર્મ પર આધારિત હોતી નથી. આ કાયદા હેઠળ ધર્મનિરપેક્ષ, કાયદાકીય, આખા ભારત દેશમાં એક્સરખું અને જાતિ, ધર્મ અથવા જ્ઞાતિના ભેદભાવ વિના થઇ શકે છે. આ કાયદા હેઠળ થયેલા લગ્ન પક્ષકારને અગર લગ્નને લગતી કોઇ દાદ જોઇતી હોય તો તે માટે ધાર્મિક કાયદાની કોઇ જરૂર રહેતી નથી. સ્પેશિયલ મેરેજ, મેરેજ રજિસ્ટ્રાર કરાવી આપે છે અને આ કાયદા નીચે એક ચોક્કસ પ્રોસીજર કરવાની હોય છે. જે પક્ષકારોએ કરવી પડે છે.

 

લગ્ન અંગે ઘણાબધા કાયદાઓ છે અને લગ્ન વ્યર્થ છે અથવા ગેરકાયદેસર છે કે વ્યર્થ જવા લાયક લગ્ન છે તે અંગે જાણવા જેવું છે. લગ્નની વાત જ્યારે કરીએ છીએ ત્યારે તેને વિષયક થોડાક અગત્યના મુદ્દા જેવા કે છુટાછેડા, લગ્ન હકકનું પુન:સ્થાપન, ભરણપોષણ અને બાળકોના કબજાને લગતો કાયદો જાણવો પણ જરૂરી છે. જે વિશે હવે પછી જોઇશું.