માથાનાં વાળ થી લઈને પગનાં તળિયે સુધીની દરેક વસ્તુઓ સોનીની પેહરે છે આ યુવાન,જાણો કોણ છે આ શખ્સ.

ભલે દુનિયામાં અન્ય દેશોમાં સોનુ સૌથી વધુ મળતું હોય પરંતુ ભારત માં સોના ની સૌથી વધુ ખરીદી થાય છે.ભારત એક એવો દેશ છે જ્યાં સૌથી વધુ સોનાની ખરીદી થતી હોય છે.

Advertisement

સોનુ એ લગભગ દરેક ભારતીય ના ઘરે હોય છે જ એવરેજ દરેક ભારતીય ઘરમાં 4 થી 5 તોલા સોનુ હોય છે જ.ભારતમાં રહેતા લોકોમાં સોનાની ખરીદીનો શોખ ઘણાને છે.ત્યારે ઘણાં લોકો તો અઠળક સોનુ પહેરીને નીકળે છે.

જેના કારણે તેઓ ખુબજ ચર્ચામાં રહેતાં હોય છે.આજે આપણે એવાજ એક વ્યક્તિ વિશે વાત કરવા જઈ રહ્યાં છે જે એટલું સોનુ પેહરે છે કે તસવીરો જોઈ તમે પણ ચોકીજશો.

ભારતમાં ‘ગોલ્ડમેન’ નામે જાણતી સની વાઘચોરે પાસે દરેક વસ્તુ સોનાની છે.તેમા બૂટ હોય કે પછી કાર કે પછી ફોન.આ બધી વસ્તુ સોનાની વાપરે છે. તેઓ માથા ની ટોપી થી લઈને પગના ચંપલ સુધી દરેક વસ્તુ સોના ની પેહરે છે.

આ વ્યક્તિનું સાચું નામ છે સની વાઘચોરે.સની પુણેના પિંપરીમાં રહે છે અને તેમનો પોતાનો એક બિઝનેસ છે. તેમની ઑડી કારથી લઇને આઇફોન સુધીની બધી વસ્તુઓ ગોલ્ડન છે.

તેઓ લગભગ 2.5થી ત્રણ કિલોની ગોલ્ડ જ્વેલરી હંમેશા પહેરે છે. સની પોતાના ગળામાં ગોલ્ડની કેટલીય ચેન, હાથમાં ગોલ્ડના કડા, બ્રેસલેટ અને ગોલ્ડની ઘડિયાળ પહેરે છે.

સનીને હંમેશા ડર રહે છે કે કહીં આટલું સોનું પહેર્યા બાદ તેમની સાથે કંઇ ખોટું ન થઇ જાય.એટલા માટે તેઓ પોતાની સાથે બે બૉડીગાર્ડસ રાખે છે.તેમની તસવીર સોશિયલ મીડિયા પરઅવારનવાર વાયરલ થઇ રહી છે.

સની ઘણી બોલિવૂડ હસ્તીઓ સાથે મિત્રતા ધરાવે છે.કોમેડિયન કપિલ શર્મા સાથેની તસવીરો તેની હાલ સોશિયલ મીડિયા પર ફરી વાયરલ થઈ હતી.

કપિલનો શો ચાલતો હતો ત્યારે તેના સેટ પર સની આવ્યો હતો.જેમાં તેણે સોનાના બૂટ પહેરેલા હતા.આ જોઈને કપિલ શર્મા તેના પગે પડી ગયો હતો.

સની પોતાના બોલિવૂડ લિંકઅપને કારણે પણ જાણીતો છે.એક્ટર વિવેક ઓબરોય તેનો ખાસ ફ્રેન્ડ છે.તે બંને એક ફિલ્મમાં સાથે જોવા મળ્યા હતા.

સની પોતાના ફ્રેન્ડ વિવેક ઓબરોય સાથે જ કપિલ શર્માના સેટ પર પહોંચ્યો હતો. સની પોતે ઘણા ટીવી શોમાં જોવા મળી ચુક્યો છે.સની પોતાના ગળામાં ઘણી ગોલ્ડ ચેન, હાથમાં ગોલ્ડનો કડો, બ્રેસલેટ અને ગોલ્ડની વોચ પહેરે છે.

આ ઉપરાંત સની પાસે ગોલ્ડન કલરની ઓડી કાર અને ગોલ્ડન શૂઝ છે.આ ઉપરાંત સની ગોલ્ડ પ્લેટેડ આઈફોન પણ વાપરે છે.સનીએ કહ્યું કે,‘મને બાળપણથી જ ગોલ્ડ ગમે છે.

આ કારણે આટલું ગોલ્ડ હું પહેરીને નીકળું છું.પુણેની પાસે આવેલી પિંપરી ચિંચવાડમાં રહેતા સની પોતાની ગોલ્ડ સિક્યોરિટી માટે બે બોડીગાર્ડ રાખે છે.

સનીની તસવીરો સોશિયલ મીડિયા પર થવાયેલી રહે છે. તેના ઘણા રાજકીય નેતાઓ સાથે સંબંધ હોવાનું પણ સામે આવ્યું છે. સોશિયલ મીડિયા સનીની કમાણી પર સવાલો ઉઠાવતું રહ્યું છે. સનીનો એક મિત્ર પણ તેની જેમ જ સોનું પહેરીને નીકળે છે.

Advertisement