મહિલા છોકરો મેળવવાની ઈચ્છા માં તાંત્રિક પાસે ગઈ, પરંતુ તાંત્રિકે મહિલા સાથે કર્યું એવું કામ કે જાણીને તમે ચોંકી જશો

આજના સમયમાં બળાત્કારના કેસો ખૂબ જ વધી રહ્યા છે અને તે માટે સરકાર પણ અલગ અલગ કાયદાઓ બનાવીને અપરાધિઓ ને રોકવા માટે પ્રયાસ કરે છે પરંતુ આ અપરાધિઓ પોતાના આ ખરાબ કૃત્ય કરવામાં પાછા ફરતા નથી.દરેક માં બાપ પોતાની દીકરીની સુરક્ષા ઇચ્છતા હોય છે.આજે લોકો પોતાની દીકરીને પોતાનાથી દુર કરવા પર ગભરાતા હોય છે.આપણા દેશમાં તાંત્રિક વિદ્યાઓ પર લોકો ખૂબ વિશ્વાસ કરતા હોય છે.જ્ઞાનઅને વિજ્ઞાનના યુગમાં પણ અંધશ્રધ્ધા, તાંત્રિક વિધિઓ અને મેલી વિદ્યા જેવા તત્ત્વો કઈ હદે પ્રભાવક બની રહ્યા છે તેનો આઘાતજનક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

રાજ્સ્તાનમાં એક કિસ્સો સામે આવ્યો છે. જયા રાજસ્થાનના ભરતપુરમાં એક પતિ-પત્નીને છેલ્લા કેટલાક સમયથી પુત્ર થતો નથી જેના કારણે ઘણા ડોકટરોની સલાહ લીધી તેમ છતાં બાળક ન થતા આ પતિ-પત્ની અંધશ્રદ્ધા તરફ પ્રેરાયા હતા. જે બાદ પુત્રની શોધમાં અંધશ્રદ્ધામાં મહિલાને તાંત્રિક પાસે જવાની ફરજ પડી હતી

જ્યાં તંત્ર-મંત્રના વર્તુળમાં તાંત્રિકે મહિલા સાથે કર્યું કઇક એવું કે જેના બાદ પોલીસની મદદ લેવી પડી હતી.આ મહિલાને બે પુત્રી હતી અને તેને આગળનો પુત્ર જોઈતો હતો જે બાદ આ મહિલા તાંત્રિકની આશ્રયમાં પહોંચી હતી.આ સમયે મહિલા બીમાર હતી અને અંધશ્રદ્ધામાં પડી ગઈ અને ડોક્ટર પાસે જવાને બદલે પતિ સાથે તાંત્રિક પાસે પહોચી ગઈ હતી.

અને જયારે આ તાંત્રિકે ત્યાં દાવો કર્યો હતો કે મહિલાનું ભૂત શરીરમાં છે અને ત્યાં જ તેની સારવાર શરૂ કરવામાં આવી છે.તાંત્રિક દ્વારા સારવાર દરમિયાન પૂનમની તબિયત વધુ બગડતી હતી. જે બાદ પરિવારજનો તેને હોસ્પિટલ લઇ પહોંચ્યા ત્યારે તેમનું મોત નીપજ્યું હતું. મૃતક મહિલાના પરિવારે સાસરિયાઓ અને તાંત્રિક વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધ્યો હતો.મળતી માહિતી મુજબ મૃતક મહિલાના હાથ, પગ, માથા સહિત શરીરના અનેક ભાગોમાં ઈજાઓ અને બર્ન્સ મળી આવ્યા છે. મૃતક મહિલાના શરીર પર ઘણા સ્થળોએ લોખંડની નેઇલ છિદ્રો પણ છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે તાંત્રિકે પુત્ર મેળવવા માટે સારવારના નામે મહિલાના શરીર પર ખીલી ફટકારી હતી અને અગ્નિથી અનેક જગ્યાએ તેને સળગાવી હતી જેના કારણે તેણીનું મોત નીપજ્યું હતું.તે જ સમયે આરોપી તાંત્રિકે તેના ખુલાસામાં કહ્યું કે તે ભૂત સાથે વર્તે છે અને તેણે મહિલાને ઈજા પહોંચાડી નથી પરંતુ ઈજા સીડી પરથી નીચે પડવાને કારણે થઈ છે.

આજે બીજો એવો એક કિસ્સો બહાર આવ્યો છે જે ખૂબ ચોંકાવનારો છે.કિસ્સો જાણે એમ છે કે એ તાંત્રિક વિધિ ના બહાને એક મહિલા ને સ્મશાન માં લઈને વારંવાર ગુજાર્યો બળાત્કાર અને પછી એને ત્યાં છોડી ને જ જતો રહ્યો.જાણીએ આ કિસ્સો વિગતે.આ મામલો સિંગવડ તાલુકામાં આવેલા એક ગામ નો છે.જ્યાં એક ૨૫ વર્ષીય પરિણીતા ઉપર બીમારીમાંથી ઉગારવા વિધિ કરવાના બહાને ગામના સ્મશાનમાં લઇ જઇને ગામના તાંત્રીકે એ દ્વારા બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવતાં પોલીસ ફરિયાદ થવા પામી છે.અને સમગ્ર ગામ માં રોષ નો માહોલ જામ્યો છે.

અહીં આ ગામ માં એક મહિલા છેલ્લા ચારેક વર્ષથી બીમાર રહેતી હતી અને એને ઘણી હોસ્પિટલમાં પણ લઈ જવામાં આવી હતી પણ ત્યાં એને કોઈ ફરક પડ્યો ન હતો જેથી એના પતિ આ તાંત્રિક ને બોલાવી આ બીમારી ને દૂર કરવાનું કહ્યું હતું.અને આ હવસખોર પણ આ ગામ નો જ હતો.અને આ ગામના તાંત્રીકે મુકેશ રૃપસિંગ સંગાડાએ મહિલા ના પતિને જણાવ્યું હતું કે તમારી પત્નીને બીમારીમાંથી ઉગારવા વિધિ કરવાથી સારું થઈ જશે.

આ તાંત્રિકે મહિલા ના પતિ ને કહ્યું હતું કે જો તમારી પત્ની ને આ બીમારી માંથી મુક્ત કરવી હોય તો પ્રથમ તમારા છોકરાની વહુની વિધિ કરવી પડશે.તો આ બીમારી દૂર થશે તેમ જણાવી તાંત્રીક મુકેશ રૃપસિંગ સંગાડા ૨૫ વર્ષની પરિણીતાને છાપરી ગામના જંગલમાં આવેલા સ્મશાનમાં વિધિ કરવાના બહાને લઈ ગયો હતો.અને એવું કહી ને લઈ ગયો હતો કે મારી જોડે આ મહિલા એકલી જ આવી શકશે.અને ત્યાં જઈને કર્યું ન કરવાનું કામ,આ તાંત્રિકે મહિલા ના ના કહેવા પર પણ એને છોડી નહી.

આ પરિવાર ના લોકો એ આ વિધિ કરવાથી સારું થઈ જશે એ જાણીને આ તાંત્રિક સાથે મોકલી હતી પણ થયું કઈ ઊંધું જ પરિણીતાએ પણ સાસુને વિધિ કરવાથી સારું થઈ જશે તેમ માનીને વિધિ કરાવવા માટે તૈયાર થઈ હતી. જેથી મુકેશ રૃપસિંગ સંગાડાએ પરિણીતાની મરજી વિરૃધ્ધ બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. આ બનાવ સંદર્ભે પીડિતાએ રંધીકપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી મુકેશ રૃપસિંગ સંગાડા વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.હાલ આ મામલે પોલીસ કડક કાર્યવાહી કરશે.