મંદિરમાં જઈએ ત્યારે શા માટે ઘંટ વગાડવામાં આવે છે?,જાણી લો એના પાછળ નું કારણ…

આપણે મંદિરમાં જઈએ છીએ તો સૌ પહેલા બહાર લટકાવેલ ઘંટ વગાડીને અંદર પ્રવેશ કરીએ છીએ ? પણ મંદિરમાં ઘંટ કેમ વગાડવામાં આવે છે તેની મોટાભાગના લોકોને જાણ નથી. વિશ્વના કોઇપણ મંદિરની અંદર જઈને જુઓ તો તમને ઘંટી જોવા મળે જ છે. નાનું મંદિર હશે તો પણ ઘંટી તો હશે. પણ શું તમને આ ઘંટી વગાડીને મંદિરની અંદર પ્રવેશ કરવાનું અથવા મંદિરની અંદર શા માટે ઘંટી રાખવામાં આવે છે તેનું તથ્ય ખબર છે? ઘણાખરા લોકોને ઘંટી વગાડવા પાછળનું રહસ્ય નથી ખબર. તો ચાલો, આજના આર્ટીકલમાં આવી જ માહિતી જાણીએ. તો તમે આ આર્ટીકલને અંત સુધી વાંચવાનું ભૂલશો નહીં.

શુ આપણે ઈશ્વરને જગાડવા ઘંટ વગાડીએ છીએ, પણ ઈશ્વર તો કણકણમાં છે તો પછી એમને જગાડવાની જરૂર શુ. પ્રાચીન સમયથી દેવાલયો, મંદિરોની બહાર ઘંટ લગાડવાની શરૂઆત થઇ હતી. એની પાછળનું કારણ એ છે કે જે જગ્ચા પર ઘંટનો અવાજ નિયમિત રીતે આવે ત્યાં વાતાવરણ સુખમય અને પવિત્ર બને છે. સામાન્ય રીતે મંદિરમાં ભગવાનની આરતીની સમય નક્કી હોય છે અને મુજબ ભગવાનની આરતી અને ગુણગાન ગવાતા હોય છે. કદાચ તમે એ દરમિયાન પણ નોંધ્યું હશે કે આરતી સમયે પણ ઘંટ વગાડવામાં આવે છે. તો એ પાછળ એવું કહેવાય છે કે, ઘંટના અવાજથી ભગવાનમાં ચેતના જાગૃત થાય છે. ભગવાન તેના માટે ભક્ત પર પ્રસન્ન થાય છે. એમ, ઘંટ વગાડીને કરેલી આરતી કે પ્રાર્થના ભગવાન સુધી પહોંચે છે.

ઘંટનો રણકાર નકારાત્મક કે ખરાબ શક્તિઓને વાતવરણમાંથી મુક્ત કરે છે. ઘંટ વગાડવાથી તેમાંથી એક સુંદર ધ્વનિ ઉત્પન્ન થાય છે તે ખૂબ મંગળદાયક હોય છે. તેમાંથી પરમાત્માનો પરમ મંત્ર ૐ પ્રગટ થાય છે. જો ભક્ત મંદિરમાં જાય ત્યારે તેના મનમાં કોઈપણ પ્રકારના અશુભ કે ખરાબ વિચારો ચાલતા હોય તે ઘંટના મંગલમય અવાજથી ભંગ થઈને તૂટી જાય છે અને ભક્ત ભગવાનના વિચારોમાં ડૂબી જાય છે. આમપણ ભગવાન બહુ મોટો વૈજ્ઞાનિક છે, પૃથ્વી પર દરેક નાની-નાની વસ્તુનો ખ્યાલ રાખીને સર્જન કર્યું છે. એવી રીતે આપણે ઘણા જિંદગીના પડાવમાંથી નીકળવું પડે છે અને અંતે ગઢપણને પણ સહન કરવું પડે છે. આ જીવનચક્રને પાર કર્યા વિના કોઈ બાકી રહેતું નથી. હા, એક વાત છે માણસની આયુ લાંબી-ટૂંકી હોય શકે છે જેને કારણે કોણ-કઈ સ્થિતિમાંથી બહાર નીકળશે એ કહી ન શકાય. પણ મોટાભાગના લોકો માટે બચપન-જુવાની-ગઢપણ આ ત્રણેય અવસ્થાનું જીવનચક્ર સરખું હોય છે.

મુખ્ય વિષય પર વાત કરતા – પુરાણમાં પણ મંદિરમાં રહેલી ઘંટીનો મહિમા દર્શાવે છે. મંદિરની ઘંટીના રણકારથી વાતાવરણમાં શુધ્ધતા આવે છે. દેવી-દેવતાઓની શક્તિને જાગૃત કરવા માટે ઘંટીનો રણકાર જરૂરી છે. એટલે તો મંદિરમાં મુખ્ય પ્રવેશદ્વાર પર જ ઘંટને રાખવામાં આવે છે. મંદિરની આરતી વખતે ઝાલર, નગારૂં, ઘંટ વગેરેનો આરતીનાદ એકસાથે થતા વાતાવરણ પણ પ્રફુલ્લિત થઇ જાય છે.ઘંટીના અવાજથી વાતાવરણમાં કંપન પેદા થાય છે, જે નુકસાનકર્તા સુક્ષ્મ જીવાણુંને નાશ કરી નાખે છે. આ કારણે મંદિરની આસપાસનું વાતાવરણ સ્વચ્છ-શાંત અને આરામદાયક લાગે છે. જ્યાં ઘંટીનો રણકાર રોજ સંભળાતો હોય ત્યાં આસપાસનો માહોલ એકદમ સકારત્મક ઉર્જાથી ભરેલો હોય છે. ત્યાં સુખ-સમૃદ્ધિ આવે છે અને સાથે ભગવાનનો વાસ પણ થાય છે.

પુરાણોમાં કહેવાયું છે કે મંદિરમાં ઘંટ વગાડવાથી માણસનાં સો જન્મોના પાપો નષ્ટ થાય છે. કહેવાય છે કે જયારે સૃષ્ટિનો પ્રાંરભ થયો ત્યારે જે નાદ સંભળાયો હતો તેવો જ નાદ ઘંટ અને ઘડિયાળ બંનેમાંથી નીકળે છે. ઘંટને કાળનું પ્રતીક માનવામાં આવે છે. ઘરમાં પણ જ્યારે તમે આરતી કરો ત્યારે ઘંટ નહી તો નાનકડી ઘંટડી અવશ્ય વગાડવી જોઈએ. પૂજા સમયે વગાડવામાં આવતી નાની ઘંટડીઓનાં તાલ અને તંરગોથી વ્યક્તિનાં શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર અસર કરે છે. ઘંટનો અવાજ કર્કશ નહિ પણ કર્ણપ્રિય હોય છે.

મદિરોમાં ઘંટ અને ઘડિયાળ લગાડવા પાછળ વૈજ્ઞાનિક કારણ પણ કહી શકાય. કારણ કે, જ્યારે ઘંટ વગાડવામાં આવે છે ત્યારે વાતાવરણમાં એક કંપન ઉત્પન્ન થાય છે જે વાયુમંડળનાં કારણે દૂર સુધી જાય છે. આ કંપનસીમામાં આવતાં જીવાણુ, વિષાણુ તેમજ અનેક સુક્ષ્મોજીવોનો નાશ થાય છે . આજકાલ લોકો ઘરની બહાર ગેલેરીમાં ફેંગશુઈ બેલ લટકાવે છે. જેની માન્યતા મુજબ જ્યારે તે હવાથી લહેરાઈને કંપન કરે છે તો વાતાવરણમાં રહેલ અશુદ્ધિઓ દૂર થઈ જાય છે અને તે ઘરમાં પ્રવેશતી નથી. આમ મોહક અને કર્ણપ્રિય ઘંટનો ધ્વનિ આધ્યાત્મક ભાવ તરફ લઈ જાય છે.તો આટલા બધા કારણો છે, જેને કારણે મંદિરમાં ઘંટ રાખવામાં આવે છે અને સાથે મુખ્ય પ્રવેશદ્વાર પર ઘંટ વગાડીને ભક્તો અંદર પ્રવેશ કરે છે. મંદિર એટલે પોઝીટીવ એનર્જીનો સ્તોત્ર કહેવાય તો એ સ્ત્રોત હંમેશા ચાર્જ રાખવા માટે ઘંટનો રણકાર અતિ જરૂરી છે.