મને છેલ્લા કેટલાય સમયથી હસ્ત-મૈથુન કરવાની આદત પડી ગઇ છે, હું છુટકારો મેળવવા માંગુ છું શું કરું…

સવાલ.મારી ઉંમર ૩૭ વર્ષ છે જ્યારે મારી વાઈફની ઉંમર ૨૩ વર્ષ છે. અમે અત્યાર સુધી ગ્રેટ સે@ક્સ લાઈફ એન્જોય કરી છે, પરંતુ છેલ્લાં કેટલાંક દિવસથી હું મારી ફોર્સ્કિન પાછળ ખેંચી શક્તો નથી અને મારા પેનિસની ટિપ પર રેશિસ ડેવલપ થઈ ગયા છે.
મારી વાઈફ પણ તેની વજાઈનામાં બળતરા થતી હોવાની ફરિયાદ કરે છે. હું ડાયાબિટીક છું, પણ મારું બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં છે અને અત્યારે હું દવાઓ લઈ રહ્યો છું. અમારે શું કરવું જોઈએ?

જવાબ.આપણા સમાજમાં સંખ્યાબંધ પુરુષો આ સમસ્યાથી પીડાય છે. તમારે ડોકટર પાસે જવું જોઈએ. ડોક્ટર તમારા પેનિસને તપાસીને નક્કી કરી શકે કે કઈ રીતે ફોર્સ્કિન ફ્રી કરી શકાશે.બળતરા થવા પાછળનું કારણ બંનેના પ્રજનન અવયવોમાં પૂરતું લુબ્રિકેશન (ચીકણા પ્રવાહીનો પ્રસાર) ન થયું હોય એ પણ હોઈ શકે.

જો ફોરપ્લે એટલે કે સે@ક્સ ક્રિયા અગાઉ આલિંગન, પરસ્પરના વિવિધ અંગ ઉપર ચુંબન વગેરે કરતાં હોવ અને લુબ્રિકેશન બરાબર થઈ જતું હોય ત્યાર પછી પણ સે@કસ વખતે અથવા એ પછી બળતરા થતી હોય તો તરત જ ડોક્ટરને મળીને તમારા બંનેના પ્રજનન અંગ (પેનિસ અને વજાઈના) ચેક કરાવી લો. ડાયાબિટીસ પણ આમાં કારણ હોઈ શકે. એ અંગે ડોક્ટર રૂબરૂ તપાસીને જ સાચું નિદાન કરી શકશે.

સવાલ.હું ૨૬ વર્ષનો છું અને બે મહિલાઓની સાથે મારા કેઝયુઅલ સે@ક્સ રિલેશન્સ છે. અનેક વખત કો-ન્ડોમ પહેર્યા વિના તે બંનેની સાથે હું સે@ક્સ કરું છું. અમારામાંથી કોઈને પણ કોઈ ઈન્ફેકશન્સ પણ નથી. હું બીજા કોઈની સાથે સે@કસ્યુઅલ રિલેશન્સ નથી ધરાવતો અને તેઓ પણ મારી સાથે જ સે@ક્સ કરે છે. અમે બિલકુલ હેલ્ધી કરીએ છીએ તેમ છતાં કો-ન્ડોમ પહેર્યા વિના તેમની બંનેની સાથે હું સે@ક્સ કરું તો એમને સે@કસ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝ થવાની શક્યતાઓ છે?

જવાબ.ભાઈ, તમારું આંધળું સાહસ ખરેખર જોખમી છે. તમને કોઈ સે@ક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝ (એસટીડી) નથી એની તમે તપાસ કરીને ખાતરી કરી શકો, પરંતુ જે બે મહિલાઓ સાથે શારી-રિક સંબંધ છે એ બંનેને કોઈ જ જાતનો એસટીડી નથી એ તમે ખાતરીપૂર્વક શી રીતે કહી શકો? એ મહિલાઓ તમારા સિવાય અન્ય કોઈ સાથે શારીરિક સંબંધ નથી જ ધરાવતી એ તમે શી રીતે ખાતરીથી કહી શકો?એ બંને મહિલાઓનું મેડિકલ ચેક-અપ તમે કરાવ્યું છે?

આ વાતની મેડિકલ ખાતરી મેળવ્યા વગર કો-ન્ડોમ પહેર્યા વગર સે@ક્સ કરવામાં સોએ સો ટકાનું જોખમ રહે જ છે. એસટીડીનો ચેપ લાગ્યા પછી તરત જ એની ખબર નથી પડતી. ઘણા રોગ થોડા દિવસે, ઘણા રોગ થોડા મહિને અને ઘણા રોગ થોડા વર્ષે પોત પ્રકાશે છે. માટે તમારી એ વાત કે તમે ત્રણેય કોઈ ચેપ ધરાવતા નથી અને હેલ્ધી છો એ ખાતરીની વાત નથી. માટે કો-ન્ડોમ વગરના સાહસો ન કરશો.

સવાલ.મારી ઉંમર ૨૨ વર્ષની છે. હું છેલ્લા ૨ વર્ષથી એક છોકરીને પ્રેમ કરું છું. અમે બંને લગ્ન કરવા પણ રાજી છીએ, તે યુવતી મારા કરતા ફક્ત એક વર્ષ મોટી છે તેમજ અમારી કાસ્ટ અલગ છે. છોકરીના પિતા ને હદયની બીમારી છે. છોકરીએ કહ્યું છે કે જો આપણા બંને ના કારણે કોઈ સમસ્યા થશે તો તે મારી સાથે સબંધ તોડી નાખશે. હું શું કરું મને કઈ ખબર નથી પડતી?

જવાબ.પહેલા તો જો છોકરી એક વર્ષ મોટી હોય તો એમાં શું સમસ્યા છે, તમે એકબીજાને પ્રેમ કરો છો, એ જ મહત્વનું છે. પણ માતા-પિતા વિશે વાત કરીએ તો પહેલા તમારા પગ પર ઉભા થાવ અને જેવું છે તે જણાવો, કારણ કે દરેક છોકરીના માતાપિતા ઇચ્છતા હોય છે કે છોકરો સારું કમાય, જેથી અમારી પુત્રી ખુશ રહી શકે. બાકીની જો જાતિની વાત હોય તો તેના માતાપિતા દ્વારા કોઈ બીજાને સમજાવવી જોઈએ કે જાતિ વાદ કરતા મોટો માનવ ધર્મ છે.

સવાલ.મારી હમણાં જ સગાઇ થઇ છે. મારો ફિયાન્સે અને સાસરિયાં બહુ જ સારાં છે. તેઓ સંયુક્ત પરિવારમાં રહે છે. મારી ફ્રેન્ડ મને કહેતી હતી કે સંયુક્ત પરિવારમાં રહેવા માટે બહુ એડજસ્ટમેન્ટ કરવું પડે છે. મને તેની વાત સાંભળીને બહુ ડર લાગે છે. સંયુક્ત પરિવારમાં રહેવાથી શું ફાયદો થાય?.

જવાબ.સંયુક્ત પરિવારમાં રહેવાના પોતાના આગવા ફાયદા છે. સંયુક્ત પરિવારમાં રહેવાથી તમને વસ્તુને શેર કરવાનું શીખવા મળે છે. ક્યારેક ક્યારેક જીવનમાં એવો સમય આવી જાય છે જ્યારે આર્થિક સમસ્યા ઉભી થાય છે. આવા સમયમાં પણ સંયુક્ત પરિવાર ઘણો સધિયારો આપે છે. જે લોકો એકલા રહેતા હોય છે તેઓ વીજળી, પાણી, ગેસ જેવી વસ્તુનો વધારે ખર્ચ કરતા હોય છે.

જે ઘરમાં ઘણા લોકો રહેતા હશે તો પરસ્પર ખર્ચ પણ વહેંચાઈ જાય છે. આ કારણે મની મેનેજમેન્ટ સંયુક્ત પરિવારમાં વધારે જોવા મ‌ળે છે. એકલા રહેતા લોકોને જીવનમાં વધારે તાણનો સામનો કરવો પડે છે, જ્યારે સંયુક્ત પરિવારમાં લોકો વધારે ખુશહાલ રહેતા હોય છે. એકસાથે રહેવાનો બીજે એક લાભ એ પણ છે કે તમે તમારી સમસ્યા બીજા સભ્યો સાથે વહેંચી શકો છો.

સવાલ.હું ૨૧ વર્ષનો યુવક છું, મારા લગ્ન થયા નથી, મને છેલ્લા કેટલાય સમયથી હસ્ત-મૈથુન કરવાની આદત પડી ગઇ છે, જે આદતથી હું છુટકારો મેળવવા ઇચ્છું છું. તો પ્લીઝ કોઇ હેલ્પ કરો કે હું આ આદતથી છુટકારો કેવી રીતે મેળવું ?

જવાબ.અનેક વખત કહેવાઈ ગયું છે, છતાં તમારા સવાલના જવાબ સ્વરૂપે ફરી કહીએ તો માસ્ટર-બેશન કરવું તેમાં કંઇ ખોટું નથી અને તેનાથી કોઇ નુકસાન પણ થતું નથી, પરંતુ જો તમને લાગતું હોય કે માસ્ટર-બેશનની તમને આદત એટલે કે ટેવ પડી છે.

તો તે માનસિકતા પર આધાર રાખે છે. જેનું મનોબળ મજબૂત હોય એ દરેક શોખ પોતાની મરજી પ્રમાણે એની ઈચ્છા થાય ત્યારે જ કરે છે. આદતના ગુલામ થતા નથી. તમારો મનો નિગ્રહ કેટલો છે ?

મનથી નક્કી કરો કે તમારે કોઈ કામ કરવું છે કે પછી નથી કરવું! જોકે અમારી સલાહ છે કે એવો પ્રયાસ કરવાની તમારે કશી જ જરૂર નથી. કુંવારા હો ત્યાં સુધી માસ્ટર-બેશન કરવાથી મન ઉપરથી સે@કસના વિચારોનું દબાણ ઓછું થાય છે. તેથી અન્ય કામ વધારે નિરાંતથી વધારે સારી રીતે કરી શકાય છે. અહીં પણ શરત એટલી કે તમે તેને ખોટું કામ ન ગણતા હોવ તો.