માસિક દરમિયાન સ્તન માં દુઃખે છે શુ હું આઠ માં દિવસે ગર્ભવતી બનીશ?..

નમસ્કાર મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે હું આપ સૌના માટે એક નવો લેખ લઈને આવ્યો છું તો મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે આજ રોજબરોજ ની જિંદગી માં ઘણા એવી સમસ્યાઓ ઉભી જેને તમે કોઈને કહી નથી સકતા,તમસર જીવન માં ઘણી એવી મુજવાનો હોય છે જેને તમે સામે ચાલી ને કોઈને પૂછી નથી સકતા નહીં તમને એવી ઘણી બધી સમસ્યાઓ નો ઉકેલ મળશે.પણ અહીં તમને એવી તમારી દરેક સમસ્યાનો નો ઉકેલ મળશે જેમાં માસિકચક્ર માં અનિયમિતતા આવી જતા પત્નીને સંભોગમાં જરા પણ ના રહ્યો રસ તો પતિએ કર્યું આવું કૃત્ય જાણીને તમારા હોશ ઉડી જશે. તો જાણીએ એના વિશે અને મિત્રો આની સાથે થોડા સવાલ જવાબ પણ જાણીશું તો ચાલો જાણીએ.

Advertisement

મારું માસિક અનિયમિત છે અને હું 25 વર્ષની યુવતિ છું. તબીબી પરીક્ષણ કરાવતા જાણવા મળ્યું કે મને પોલિસાયસ્ટીક ઓવરીયન ડિસીઝ (પીસીઓડી) છે. ચાર મહિનાથી હું હોમિયોપેથી દવાઓ લઉં છું. આ પછી મારું માસિક નિયમિત બન્યું છે. એક મહિના સુધી મેં ગર્ભનિરોધક ગોળીઓ પણ લીધી હતી અને આ કોર્સ પૂરો થયા પછી માસિકના આઠમા દિવસે મેં જાતીય સુખ માણ્યું હતું. શું ગર્ભવતી બની શકું છું

જવાબઃ અનિયમિત માસિક હોય તેમને ગર્ભવતી બનવાની થોડી ઘણી શક્યતા છે. જો તમારા લગ્ન ન થઈ ગયા હોય તો કોઈ પણ ગર્ભનિરોધક પધ્ધતિની સહાય વિના સમાગમ કરવાનું કામ જોખમી તો કહેવાય જ. ”સલામત દિવસો” માત્ર ભ્રામિક છે. હકીકતમાં એ સલામત છે એવા કોઈ પુરાવા નથી. કેટલીક વાર સાતથી આઠ દિવસ સુધી શુક્રાણુઓ જીવંત રહી શકે છે. સમય ગુમાવ્યા વિના કોઈ સારા ગાયનેકની સલાહ લેવી જોઈએ.

મારી ઉંમર 19 વર્ષની છે મને 25 વર્ષના છોકરા સાથે પ્રેમ થયો છે. અમારે લગ્ન કરવા છે પરંતુ મારા માતાપિતા મારા આ નિર્ણયથી નારાજ છે. મારી બહેન પણ પ્રેમલગ્ન કર્યા હતા તો તેને તકલિફ થઈ હતી. મારે માતા-પિતા તેમ જ મારા પ્રેમીને દુઃખી કરવા નથી તો મારે શું કરવું.

જવાબઃ તમારા કિસ્સામાં સમયને નિર્ણય લેવા દો. હાલમાં થોડો સમય સુધી રાહ જુઓ. તમારા પ્રેમી સાથે થોડી વાતચીત ઓછી કરો, ઘર પરિવાર અને માતા પિતા સાથે સમય પસાર કરો. જો તેમ છતાં તમારા પ્રેમી સાથેનો તમારો પ્રેમ ઘટતો નથી તો ઘરમાં માતાપિતાને સમજાવવાનો પ્રયાસ કરો. માતા પિતા પાસેથી જાણો કે તેઓ પ્રેમ લગ્ન માટે કેમ રાજી નથી. તેઓ કેમ આવો નિર્ણય લેવા જઈ રહ્યા છે. તમારા પ્રેમીના ઘર પરિવાર સાથે તમારા માતા પિતાને મળાવો.

અને આ બંને પરિવાર સાથે મળીને યોગ્ય નિર્ણય લઈ શકશે. પ્રેમની આંધીમાં ક્યારેક ખોટા નિર્ણયો ન લેવાઈ જાય તે જોજો અને તમારી ઉંમર હજુ ઘણી નાની છે ક્યારેક પ્રેમના અતિરેકમાં ખોટા નિર્ણયો લેવાઈ જાય તો મા બાપ સહિત બધાને તમે દુખી કરશો. જો તમારો પ્રેમ ટકે તો વાંધો નહીં. પરંતુ જો પ્રેમ લગ્ન પછી પતિ સાથે અણબનાવ થયો તો તમે એકેય બાજુના નહીં રહો. તમારા માટે સમયને પસાર થવા દો એ જ મોટો નિર્ણય હશે.

હું 40 વર્ષનો છું અને મારી પત્ની ની ઉમર 38 વર્ષ છે અમારા લગ્નને 17 વર્ષ થયા છે.અમારા નવા લગ્ન થયા થયા ત્યારે અમે સમાગમમાં ખૂબ કરતા હતા ત્યારબાદ મેં ગર્ભાશયનું ઓપરેશન કરાવ્યું હતું એ પછી સેક્સમાંથી મારો રસ ઊડી ગયો છે. શું ગર્ભાશય કાઢી નાખ્યા પછી સેક્સમાંથી રસ ઊડી જાય છે.શુ આ સત્ય છે જણાવવા વિનંતી.

જવાબ:સ્વાભાવિક છે કે નવ પરણિત પતિ પત્ની શારીરિક સુખનો ભરપૂર આનંદ ઉઠાવે છે પરંતુ ગર્ભાશયન સાથે સેક્સને કોઈ લેવા-દેવા હોતો નથી ગર્ભાશયનો ઉપયોગ માત્ર સંતાનો પેદા કરવા સુધી જ સીમિત છે.સેક્સમાંથી રૂચિ ઓછી થયા પાછળ કોઈ માનસિક તાણ કે સંબંધિત બીજા કારણે હોઈ શકે છે.પતિ અને પત્નીએ મનોવૈજ્ઞાાનિક અને સેક્સોલોજિસ્ટની સલાહ લેવાની જરૂર છે.આ ઉપરાંત તમારે કોઈ નિષ્ણાત ગાયનેકોલોજીસ્ટ પાસે તપાસ કરાવવાની પણ જરૂર છે.જેથી તમને સેક્સ માટે યોગ્ય સલાહ આપશે તે મુજબ કાર્ય કરશો તો તમને અવશ્ય સેક્સ પ્રત્યે રુચિ આવશે.

સવાલ.મારો પતિ કોલકાતામાં રહે છે, જ્યાં તેનો પરિણીત મહિલા સાથે ગેરકાયદેસર સંબંધ છે. તે મહિલા મારા પતિને પૈસાની મદદ પણ કરે છે. એકવાર મારા પતિ મને તેની સાથે 15-20 દિવસ માટે કોલકાતા લઈ ગયા, પછી મને આ વિશે જાણ થઈ અને મારે તે મહિલા સાથેની લડત પણ થઈ. તે પછી મારા પતિએ મને ઠપકો આપ્યો અને ફૈઝાબાદથી નીકળી ગયા. તે પછી, તેઓ એક વર્ષ અથવા છ મહિનામાં ફક્ત 2-4 દિવસ જ આવે છે અને જાય છે. જ્યારે પણ હું આ વિશે વાત કરું છું તો એવું કહેવામાં આવે છે કે જો તમે ત્યાં આવીને કંઈક કહો તો હું તમને ઝેર આપીશ અને તમને મારી નાખીશ તો શું કરવું જોઈએ.

જો અમારા બે બાળકો છે તેમજ તો અમે તેમને અને ઘરને પૈસા મોકલીએ છીએ અને હું મારા પતિના સંબંધને બીજી કોઈ સ્ત્રી સાથે સહન કરી શકું તેમ નથી. હું કાયદાકીય સમસ્યાઓમાં આવવા માંગતો નથી કારણ કે મારી સહાય કરનાર કોઈ નથી. કૃપા કરીને એકલા તમારી સમસ્યાને કેવી રીતે હલ કરવી તે સમજાવો.

જવાબ.પહેલી વાત એ છે કે તમને મદદ કરવા માટે કોઈ નથી અને બીજું તમે કાનૂની મુદ્દાઓ માં આવવા માંગતા નથી, તો પછી તમે તમારા હક કેવી રીતે મેળવી શકો છો. તમારે હિંમતવાન હોવું જોઈએ, તમારો અધિકાર જાણવો જોઈએ અને પતિને સ્પષ્ટ રીતે કહેવું જોઈએ કે તે સાચા માર્ગ પર આવવા જોઈએ, નહીં તો તમારે કાયદાનો આશરો લેવો પડશે.

જો તમે ખરેખર તમારા અધિકાર મેળવવા માંગો છો, તો તમારે તે માટે લડવું પડશે. મહિલા આયોગ પર જાઓ અને તમારી ફરિયાદ લખો. તમારે તેની એક નકલ નજીકના પોલીસ સ્ટેશનને પણ આપવી જોઈએ. તમારા પતિ મનસ્વી ન હોઈ શકે. તમારા બંને બાળકોનું ભવિષ્ય તમારી સાથે જોડાયેલું છે. અલબત્ત, તમારા પતિ બાળકોને ઘર માટે પૈસા મોકલે છે, પરંતુ તે કોઈ અન્ય સ્ત્રીને પત્ની બનવાનો અધિકાર આપી શકતો નથી. તેથી તમારા અધિકારો માટે લડવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.

સવાલ.જો કોઈ કારણોસર તમારે તમારા પ્રેમ અને મિત્રોમાંથી કોઈ એક પસંદ કરવાનો છે તો તમે કોને પસંદ કરશો તે જણાવશો અને તેમજ તો પછી તમે કોના વિશે વિચારશો અને શુ કરશો તેમજ તમે કોને તમારા જીવનમાંથી દૂર કરવા માંગશો અને કોને તમારી સાથે રાખવા માંગશો તે જણાવશો.

જવાબ.આ એક ખૂબ જ જટિલ અને વિચિત્ર પ્રશ્ન છે. આ બંને સંબંધો ખૂબ જ નાજુક અને મનોહર છે, જેની તુલના અથવા પસંદ કરવાનું ખૂબ જ મુશ્કેલ કાર્ય છે… મારા મતે જો તમારો પ્રેમ સાચો છે તો તે તમારી મિત્રતાને પણ સમજી શકશે. તે જ રીતે, જો મિત્રતા સાચી છે, તો તે તમારા પ્રેમ અને ભાવનાને ચોક્કસપણે સમજી જશે.

જુઓ સુખી જીવન જીવવા માટે, તમારે દરેક વસ્તુ, વ્યક્તિ અને ભાવનાઓને સંતુલિત કરીને જીવવું પડશે. પ્રેમ અને મિત્ર બંને જીવનનો એક ભાગ છે. જેમ કે ખોરાક અને પાણી અને જો તમે બંનેમાંથી કોઈ એક પસંદ કરો છો, તો પછી તમે વધુ લાંબું જીવી શકશો નહીં તે જ રીતે જો તમે પ્રેમ અને મિત્રમાંથી કોઈને પસંદ કરો છો તો તમે ચોક્કસથી ખુશ થશો નહી જો કે જો તે પસંદ કરવું જરૂરી છે તો પછી તમે પ્રેમ પસંદ કરી શકો છો અને તેને તમારો મિત્ર બનાવી શકો છો પછી તમારે તેની સાથે જીવન પસાર કરવું પડશે.

આજના સમયમાં સંબંધોને લોકો ધૂળમાં જતા કરી દીધા છે. કોઈ કોઈનું વિચાર કરતુ નથી.પહેલના સમયની વાત કરવામાં આવે તો સંબંધો માટે લોકો પોતાનો જીવ આપી દેતા હતા પરંતુ આજે લોકો એક જમીનના ટુકડા માટે ભાઈ ભાઈ એકબીજા સાથે ઝઘડો કરતા હોય છે.આપણા દેશમાં સંબંધોમાં પણ અનૈતિક સંબંધોનો ચાલી રહ્યા છે જેમાં તમે ઘણા કિસ્સાઓ સાંભળ્યા હશે જેમ કે ભાઈએ ભાભી સાથે, કાકાએ પડોશની કાકી સાથે, પોતાના સગા પિતાએ પોતાની જ દીકરી સાથે વગેરે જેવા તમે જોયા હશે અને સાંભળ્યા હશે.

સવાલ:હું ૨૫ વરસની શિક્ષિક અને નોકરિયાત મહિલા છું. હજુ સુધી મારા લગ્ન થયા નથી. મારી બહેનપણીના પિતા સાથે મારે શારીરિક સંબંધ છે. આ ઉપરાંત બીજા કેટલાક યુવકો સાથે પણ મારા શારીરિક સંબંધો છે. હવે મને આની નફરત થઇ ગઇ છે. લગ્ન પછી શું થશે એનો ડર લાગે છે. હું હવે પૂર્વે સ્થિતિમાં આવવા માગું છું તો હવે મારે શું કરવું તે જણાવશો. યોગ્ય માર્ગદર્શન આપવા.એક યુવતી (અમરકોડ).

જવાબ:તમે શિક્ષિત અને નોકરિયાત હોવા છતાં નારીત્વની ગરિમા સમજી શક્યા નથી. તમે તમારા માર્ગમાંથી ભટકી ગયા છો. હાથે કરીને તમે તમારી ખાસ બહેનપણીના સંસારમાં આગ ચાંપી રહ્યા છો. તમે સેક્સ મેનિયાક હો એવું લાગે છે. કોઇ મનોચિકિત્સકની સલાહ લો. તેઓ તમારો ઇલાજ કરી શકશે. જાગ્યા ત્યારથી સવાર સમજી તમારી ખરાબ આદત છોડી દો. મનોચિકિત્સકની સલાહ મુજબ ઉપચાર કરી કોઇ યોગ્ય જીવનસાથી શોધી લગ્ન કરી લો અને ભૂતકાળ ભૂલી ગૃહસ્થી જીવન જીવો. લગ્ન જ તમારી સમસ્યાઓનો અંત છે.

સવાલ.હું ૨૧ વરસનો છું. મને ૧૯ વરસની એક યુવતી સાથે પ્રેમ છે. મને મળ્યા પૂર્વે તે એક યુવકના પ્રેમમાં હતી એ હું જાણું છું. અને મને એનો વાંધો પણ નહોતો. પરંતુ મને મળ્યા પછી પણ તેણે તેના એક કઝીન સાથે સંબંધ બાંધ્યો હતો આ કારણે મેં તેની સાથેના સંબંધો કાપી નાખ્યા હતા. પરંતુ હું તેના વગર રહી શકતો નથી. મારે તેને પાછી મેળવવી છે. તો મારે શું કરવું.એક યુવક.

જવાબ.તેને પાછી મેળવવા માટે તમારે ઘણા પ્રયત્નો કરવા પડશે. અને આ પછી તમે તેને મેળવશો તો પણ પાછી આ જ સમસ્યા હાઉ બનીને તમારી સામે આવવાની છેે. આ છોકરી તેનું ધાર્યું કરનારી હોય એમ લાગે છે. ભવિષ્યમાં પણ તે તમારો વિશ્વાસઘાત કરે એવી શક્યતા છે. આથી જે પગલું ભરો તે બધુ વિચારીને તમારા ભવિષ્યનો વિચાર કર્યાં પછી જ ભરજો. શરૂઆતમાં તેને ભૂલવાનું કામ જરા મુશ્કેલ લાગશે. પરંતુ દિવસો પસાર થતા જશે તેમ તમે એને ભૂલી જશો. બીજી પ્રવૃત્તિઓ કરો તેમજ તમારા મિત્રો સાથે સમય પસાર કરો. મન વ્યસ્ત રહેશે તો એ યુવતીને ભૂલવાનું આસાન થઇ જશે.

સવાલ: મારી ઉંમર ૨૦ વર્ષ છે અને અત્યાર સુધી હું સુખી લગ્નજીવનના સપના જોતી હતી. પરંતુ હમણા મને ખબર પડી કે મારી માસીના પતિએ તેમની સાથે વિશ્વાસઘાત કર્યો છે. મારી ખાસ બહેનપણીને તેના પ્રેમીએ દગો આપ્યો છે. મારી બહેનના પણ વેવિશાળ તૂટી ગયા છે. આ જાણ્યા પછી મારો પુરુષ જાત પર વિશ્વાસ તૂટી ગયો છે અને લગ્ન કરતા ડર લાગે છે. એક યુવતી.

જવાબ:જીવનમાં આવો એક તબક્કો આવે છે જ્યારે ચારે બાજુથી નિરાશા પ્રાપ્ત થાય છે. આ કારણે ચિંતા થવાનું સ્વાભાવિક છે. પરંતુ આવા ત્રણ ચાર બનાવોને કારણે સંપૂર્ણ પુરુષ જાત પ્રત્યે તિરસ્કાર કરવો યોગ્ય નથી. પુરુષો વફાદારી કરતા દગો કરવા માટે વધુ પ્રખ્યાત છે એ વાત સાચી છે. પરંતુ સામે પક્ષે પ્રેમાળ પિતા, દાદા, ભાઇ, પતિ જેવા ઘણા ઉદાહરણો મળી આવશે. સ્ત્રીનો વિશ્વાસઘાત કરનારા પુરુષો વિશે વિચાર કરો સાથે સાથે સ્ત્રીને ટેકો આપનારા પુરુષોનાં ઉદાહરણો પર સામે રાખો. સિક્કાની બે બાજુની જેમ આ બાબતે પણ બે પ્રકારના પુરુષો હોય છે આથી ચિંતા છોડી દો.

સવાલ:મારે અત્યારે અભ્યાસ ચાલુ છે અને મારી ઉંમર ૧૭ વર્ષ છે અને હું એક છોકરાને ખુબજ પ્રેમ કરું છું અને મને લાગે ત્યાં સુધી તે પણ મને ખુબ જ પ્રેમ કરે છે અને મારો બોયફ્રેન્ડ ૨૦ વર્ષનો છે.એક દિવસ તે મને તેના રૂમમાં લઇ ગયો અને તેણે મારી સાથે શારીરિક છૂટછાટ લેવાની શરૂઆત કરી.મેં ના પાડી તો તેણે મને છોડી દેવાની ધમકી આપી.તે દિવસે એણે સમાગમ સિવાય બધી જ છૂટછાટ કરી લીધી હતી અને તે હવે સમાગમ પણ કરવાની ઈચ્છા વ્યક્ત કરે છે.પરંતુ મને લગ્ન પૂર્વે આમાં રસ નથી.પરંતુ તેને કહેલું તે વાક્ય યાદ આવે છે કે તું મારી સાથે આવું નહિ કરે તો હું તને છોડી દઈશ માટે તે મને છોડી દેશે એવો પણ મને ડર લાગે છે.આ અંગે મારે શું કરવું એ જણાવવા વિનંતી. એક છોકરી.

જવાબ:જુઓ તમે તેને પ્રેમ કરો છો એ વાત સાચી પરંતુ પ્રેમ ખાલી સમાગમ માટે જ કરે છે તો તમને આ છોકરો છોડીને જતો રહે એમાં જ તમારી ભલાઇ છે.કારણકે આને તમારી પ્રત્યે પ્રેમ નથી તે માત્ર તમારો સંભોગ કરવા માટે જ ઉપયોગ કરવા માગે છે અને આમ પણ તમારી ઉંમર ઘણી નાદાન છે હજુ તમને જ્ઞાન નથી તમને આ નાદાનીમાં કોઇ ભૂલ થઇ જશે અને તમને ગર્ભ રહી જશે તો તમે અને તમારો પરિવાર મુશ્કેલીમાં મૂકાઇ જશે.

Advertisement