તમે બધા જાણો છો, વિશ્વના બધા લોકોનો પોતાનો શોખ હોય છે. આજે અમે આ પોસ્ટમાં ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની વિશે વાત કરી રહ્યા છીએ, જે સ્ટાઇલિશ બાઇક કલેક્શન ના શોખીન છે.માહી બાઇકનો શોખીન છે,તમને જણાવી દઈએ કે ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની પાસે સ્ટાઇલિશ બાઇકના ડઝન કલેક્શન છે. ધોની સ્ટાઇલિશ બાઇકનો ખૂબ શોખીન છે. મહેન્દ્રસિંહ ધોની પાસે હાલમાં આવી મોંઘી બાઇક છે. જે ભારતના સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણી ખરીદી શકતા નથી.
મહેન્દ્ર સિંહ ધોની કોન્ફેડરેટ x132 હેલ કેટ બાઇક ધરાવે છે, ટાઇટેનિયમ આ બાઇક બનાવવામાં મોટા પ્રમાણમાં વપરાય છે. ટાઇટેનિયમનો ઉપયોગ મોટાભાગના વિમાનમાં થાય છે, ટાઇટનિયમ સખ્તાઇની સાથે ખૂબ હળવા હોય છે.ચાલો આપણે જાણીએ કે આ બાઇકનું વજન આશરે 227 કિલો છે અને બાઇકના પૈડાં ફાઇબર દ્વારા બનાવવામાં આવ્યા છે. આને કારણે આ બાઇકનું વજન ખૂબ ઓછું છે અને તેનું એન્જિન 2.2 લિટર છે.
તેથી જ મુકેશ અંબાણી આ બાઇક ખરીદી શકતા નથી,તમારી માહિતી માટે, ચાલો આપણે જાણીએ કે ભારતના સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણી કેમ આ બાઇક ખરીદી શકતા નથી.મહેન્દ્રસિંહ ધોની એશિયામાં એકમાત્ર વ્યક્તિ છે જેની પાસે આ બાઇક છે. કારણ કે કંપનીએ તેની ફક્ત 150 બાઇકો બનાવી હતી જે યુરોપ અને અમેરિકામાં વેચાઇ છે.
ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટ્ન મહેન્દ્ર સિંહ ધોનીને બાઈક પ્રત્યે વધુ લગાવ છે એટલે કે તે બાઇકના ખુબજ શોખીન છે પરંતુ તેમની પાસે કેટલી બાઈક છે તેના વિષે કોઈ જાણતું નથી.પરંતુ રવિન્દ્ર જાડેજાએ ધોની પાસે બાઈક કેટલી છે તેના વિશેની માહિતી આપી હતી.રવિન્દ્રએ એકવાર મહેન્દ્રસિંહ ધોનીએ પૂછિયું કે તેમની પાસે કેટલી બાઈક છે તો ધોનીએ જવાબ આપ્યો મારી પાસે વિવિધ મોડેલની 43-44બાઈક હશે.ધોનીએ પહેલી બાઈક રૂ.6000માં ખરીદી હતી.
મોટા ભાગે દુનિયાના કોઇપણ શ્રેત્રમાં સફળ થયેલી વ્યક્તિ હોય તેવી કુલ આવક કેટલી હશે ? અથવા તો તેની આવકના કેટલા સ્ત્રોત હશે? તે બાબત જાણવામાં દરેકને રસ હોય છે. બરાબર ને?, તો ચાલો તમને આજે જણાવીએ મહેન્દ્ર સિંહ ઘોનીની ક્રિકેટની આવક સીવાયના અન્ય શ્રેત્રોની કે જેમાંથી માહી આવક ઉભી કરે છે.
જાણો, ધોની ક્યા બિઝનસમાં કેટલી કમાણી કરે છે ,ટીમ ઇન્ડિયાના પૂર્વ સુકાની છેલ્લા ઘણા સમયથી ભલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી દૂર જોવા મળી રહ્યા છે, પરંતુ આવકની વાત કરવામાં આવે તો હાલની તારીખમાં પણ દુનિયાના સૌથી અમીર ખેલાડીઓમાં આપણા માહીભાઇનો સમાવેશ થાય છે.
આ બાબત એટલા માટે ધ્યાન ખેંચનારી છે કારણ કે હાલમાં જ BCCI દ્વારા જે ચાલું વર્ષ માટે ક્રિકેટરોના કોન્ટ્રાક્ટની યાદી જાહેર કરી છે તેમાં ધોનીનો સમાવેશ કરવામાં આવ્યો નથી. જોકે આ બાબત છતા ધોનીની આવકમાં કઇ લાંબો ફરક પડયો નથી. તો અહીં આપણે એવા અન્ય 7 માધ્યમ વિશે જાણીશું કે જેના દ્વારા ધોની પોતાની આવક ઉભી કરે છે.ધોનીએ પોતાની જ એક અલગ લાઇફસ્ટાઇલ બ્રાન્ડ લોન્ચ કરી છે. જેનું નામ SEVEN છે, આ નામની બ્રાન્ડ દ્વારા તેઓ સ્પોર્ટસ વેર, જેમાં કપડા અને બૂટ જેવી વસ્તુઓ વહેંચવામાં આવે છે. ધોનીએ આ બ્રાન્ડને વર્ષ-2016માં લોન્ચ કરી હતી.
સ્પોર્ટસ ફિટ ,આ સીવાય વર્ષ-2012થી ધોની ફિટનેસના વ્યવસાય સાથે પણ જોડાયેલ છે. તમને જાણીને નવાઇ લાગશે પરંતુ SportsFitPvt નામથી લગભગ દેશભરમાં તેમના 200 કરતા પણ વધારે જીમ કાર્યરત છે.
ધોની એન્ટરટેનમેન્ટ ,આ સીવાય ડિઝીટલ માધ્યમ પર પણ આપણા માહી ભાઇ ધૂમ મચાવી રહ્યા છે. તેમણે ધોની એન્ટરટેનમેન્ટના બેનર હેઠળ ‘Roar of The Lion’ નામની ડોક્યૂમેન્ટ્રી જાહેર કરી હતી કે જે ઓનલાઇન મીડિયા એપ Hotstar પર ખૂબજ ધૂમ મચાવી રહી છે.માહી રેસિંગ ટીમ ઇન્ડિયા ,ધોનીના ચાહકો આ બાબતથી જરા પણ અજાણ નહીં હોય કે માહીને બાઇક્સ સાથે કેટલો પ્રેમ છે. તેઓ ખાસ કરીને સ્પોર્ટસ્ બાઇકના વધારે શોખીન છે. તમને જણાવી દઇએ કે ધોની ‘સુપરસ્પોર્ટસ્ વર્લ્ડ ચેમ્પિયનશિપ’માં એક રેસિંગ ટીમના માલિક છે. આ ટીમની અડધી ભાગીદારી તેલગુ ફિલ્મ અભિનેતા, નિર્માતા, નાગાર્જુન પાસે પણ છે.
ધોની માત્ર ક્રિકેટમાં જ નહીં પણ દરેક પ્રકારની રમતનો શોખ ધરાવે છે. ફૂટબોલ માટેનો તેમનો પ્રેમ તો આપણે જાણીએ જ છીએ. ધોની ઇન્ડિયન સુપર લીગમાં Chennaiyin FC ના માલિક છે. આ સીવાય ધોનીએ પોતાની હોટલ ચેન માહી રેસીડેંસીના નામ દ્વારા શરૂ કરી છે. તે સીવાય ધોની અન્ય બ્રાન્ડસ્ જેવી કે પેપ્સી, કોલગેટ, LivFast, Cars24, GoDaddy ની જાહેરાત કરીને પણ ખૂબજ કમાઇ કરે છે.આઈપીએલમાંથી ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ બહાર થઈ જવાની સાથે જ ટીમનો કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની દુબઇથી પોતાના વતન રાંચી પરત ફર્યો છે. રાંચી આવ્યા બાદ ધોની તેનો બાઇકિંગનો શોખ પૂરો કરતો જોવા મળ્યો હતો. સોમવારે તે યામાહાની પોતાની જૂની બાઇક સાથે રાંચીના રીંગ રોડ પર જોવા મળ્યો હતો.
મહેન્દ્રસિંહ ધોની બાઇકનો જબરજસ્ત શોખીન છે અને તેની પાસે અત્યંત મોંઘી બાઇકોનો સંગ્રહ પણ છે. તે ઘણી વાર બાઇક લઇને રાંચીના માર્ગો પર ફરતો જોવા મળે છે.આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ પહેલીવાર ધોનીએ રાંચીના રસ્તાઓ પર બાઇક ચલાવી હતી. તે રીંગ રોડ પર સિમલિયા સ્થિત તેના નિવાસસ્થાનેથી ક્યાંક જઇ રહ્યો હતો.
મંગળવારે આઇપીએલની ફાઇનલ મેચ રમવાની છે. ધોનીની ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સ પ્લે ઓફમાં પણ પહોંચી શકી ન હતી. ફાઇનલ સુધી રોકાવાને બદલે ધોની બીજી નવેમ્બરે જ રાંચી પરત આવી ગયો હતો.ચેન્નાઈ સુપર કિંગ્સનું આ વર્ષ સારું રહ્યું ન હતું અને ટીમ આઈપીએલના ઇતિહાસમાં પ્રથમ વખત પ્લે ઓફમાં સ્થાન મેળવવામાં નિષ્ફળ ગઈ હતી. ધોનીએ આ વર્ષે 15મી ઓગસ્ટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહ્યું હતું.