પાચનતંત્ર,લીવર થી લઈ ને જીવલેણ બીમારીઓની દવા છે આનું સેવન,જાણી લો કામ ની માહિતી…

પપૈયું એક એવું ફળ છે જે આખુ વર્ષ સરળતા થી મળી જાય છે. ભારત માં ઘરોમાં પપૈયા નું ઝાડ સરળતા થી ઉગાડેલું મળી જાય છે. પપૈયું જેટલું સ્વાદિષ્ઠ હોય છે, તે એટલું જ આપના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક પણ છે. પપૈયા નો રસ પણ ખુબ જ ફાયદા કારક હોય છે. પપૈયા ના બીજ ના પણ ઘણા બધા ઉપયોગ છે. પપૈયું વાળ અને ચામડી માટે પણ સારું છે. પપૈયા નો ઉપયોગ સલાડ તરીકે પણ કરવામાં આવે છે.પપૈયું એક ફળાઉ વૃક્ષ અને ફળ છે. તેનું વૈજ્ઞાનિક નામ ‘કેરિકા પપાયા’ છે. આ વૃક્ષ કેરિકા પ્રજાતિનું છે જે વનસ્પતિના કેરિકેસી કુળમાં આવે છે. આ વૃક્ષ મૂળે અમેરિકાના ઉષ્ણ કટિબંધ ક્ષેત્રનું છે. આની ખેતી સૌ પ્રથમ વખત મેક્સિકોમાં મેસોઅમેરિકી સંસ્કૃતિ સ્થપાયાં પહેલાં કરાઈ હતી. મુખ્યત્વે બે પ્રકરના પપૈયાં ઉગાડવામાં આવે છે.

એક જાતિના પપૈયા કેસરી રતાશ પડતો ગર ધરાવે છે. જ્યારે બીજો પ્રકાર પીળો ગર ધરાવે છે. પીળો ગર ધરાવતાં પપૈયાંને ભારતમાં દેશી પપૈયાં તરીકે ઓળખાય છે. મુંબઈ ક્ષેત્રમાં રાતા ગર ધરાવતાં પપૈયાને લોકો “ડીસ્કો પપૈયા” તરીકે ઓળખે છે. પપૈયાં વૃક્ષ જેવો દેખાતો એક છોડ છે. જેમાં શાખાઓ હોતી નથી. આની લંબાઈ કે ઊંચાઈ ૫ થી ૧૦ મીટર જેટલી હોય છે.

આના પાંદડાં માત્ર ટોચ પર ચક્રાકારે ગોઠવાયેલા હોય છે. તેના થડનો નીચેનો ભાગ રાતા રંગનો હોય છે. જ્યાં ફળો અને પાંદડાં ઉગે છે. આના પાંદડાં મોટાં હોય છે, તેમનો વ્યાસ ૫૦ થી ૭૦સેમી જેટલો હોય છે. આના વૃક્ષને મોટભાગે ડાળીઓ હોતી નથી. આના ફૂલો પ્લુમેરિયાના ફૂલો જેવાં હોય છે. પાન આકારમાં ખૂબ નાના હોય છે. અને મીણ જેવા લાગે છે. તેઓ પાંદડાની કાખમાં ઉગે છે.

જેમાંથી ૧૫થી ૪૫ સેમી લાંબા અને ૧૦ થી ૩૦ સેમી વ્યાસ ધરાવતાં ફળો પાકે છે. આ ફળો નરમ થાય અને તેમની છાલ પીળા-કેસરીયા રંગની થાય ત્યારે પાકે છે. પપૈયાને એક સર્વશ્રેષ્ઠ ઔષધિ માનવામાં આવે છે. કેમકે પપૈયાં આ સમગ્ર ઝાડની અંદર તથા તેની અંદર અમુક એવા ગુણો છે .કે જે શરીરને અનેક રીતે ફાયદાકારક સાબિત થાય છે. કેમકે પપૈયાં ની અંદર રહેલા વિટામીન્સ અને મીનરલ્સ શરીરને કાયમી માટે સ્વસ્થ રાખવામાં મદદરૂપ સાબિત થાય છે.

ડાયાબીટીસ માં પપૈયા : ડાયાબીટીસ ના રોગી વ્યક્તિ માટે પપૈયા ઇન્સુલીન જેવું કામ કરે છે. પપૈયા શુગર લેવલ ને નિયંત્રણ કરવા માં સક્ષમ છે. સ્વસ્થ વ્યક્તિ પપૈયા ના સેવન કરે તો ડાયાબીટીસ થવાની શક્યતા નહિવત બરોબર રહે છે.ફોડલા,ખીલ,એલર્જી માં પપૈયા: ત્વચા સાથે જોડાયેલ બધા જ વિકારો ને મટાડવા માં પપૈયા ના બીજ ખાસ છે. પપૈયા નાં બીજ ને વાટીને ગ્રસિત ચામડી ઉપર લગાવો. અને ૧ ચમચી પપૈયા ના બીજ ને વાટીને ૧ ગ્લાસ પાણી સાથે સેવન કરો. ત્વચા વિકાર તરત ઠીક થઇ જશે. પપૈયા ના બીજ નો પાવડર ફોડલા, ખીલ, ચામડી નો વિકાર મટાડવામાં મદદગાર છે.

પપૈયા ની અંદર ભરપૂર માત્રામાં પપેન નામનું પદાર્થ મળી રહે છે. જે ખાધેલો ખોરાક પચાવવામાં ખુબ મદદરૂપ સાબિત થાય છે. અને આથી જ પપૈયાનું સેવન કરવાના કારણે પાચનતંત્ર વધુ મજબૂત બને છે. અને જેથી કરીને ગેસ અને અપચા જેવી સમસ્યાઓમાંથી છુટકારો મળે છે. કબજિયાતની સમસ્યા હોય તો તે પણ દૂર થઈ જાય છે.પપૈયા ની અંદર ભરપૂર માત્રામાં વિટામિન હોય છે અને આથી જ તેનું સેવન કરવાના કારણે આંખોને લગતી દરેક સમસ્યાઓ દૂર થાય છે અને આંખોની રોશની વધુ મજબૂત બને. નાના બાળકોના સર્વાંગી વિકાસ માટે પપૈયાને સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. કેમકે પપૈયાં ની અંદર રહેલાં પોષક તત્વો બાળકના વિકાસ માટે સૌથી વધુ ઉપયોગી સાબિત થાય છે.

પપૈયા ની અંદર ભરપૂર માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ અને વિટામીન-એ તથા વિટામિન સી હોય છે. જે શરીરની અંદર જામેલ વધારાના કોલેસ્ટ્રોલને દૂર કરે છે અને આથી દરેક સમસ્યાઓમાં રાહત મળે છે. પપૈયા નો છુંદો કરી તેના થી ચહેરાને સાફ કરવામાં આવે તો તેના થી ચહેરા ઉપર રહેલા બ્લેકહેડ પણ દૂર થઈ જાય છે. અને સાથે-સાથે ખીલના ડાઘ પણ દૂર થઈ જાય છે . અને ત્વચા એકદમ ચમકદાર અને ટાઇટ બની જાય છે.

પપૈયા ની અંદર ભરપૂર માત્રામાં વિટામિન સી હોય છે. અને આથી તેનું સેવન કરવાના કારણે શરીરની અંદર વધતી જતી ઉંમર ના નિશાન દૂર થઈ જાય છે. પપૈયાનું સેવન કરવાના કારણે શરીરની અંદર અમુક એવા પોષક તત્વો ઉત્પન્ન થાય છે. જે શરીરમાં કોઈ પણ જગ્યાએ કેન્સરની ગાંઠ હોય તો તે કેન્સરના કોષોને વધતા અટકાવે છે, અને કેન્સરની સમસ્યામાંથી રાહત મળે છે.

પપૈયાનું સેવન કરવાના કારણે લીવર વધુ મજબૂત બને છે. અને લીવરમાં કોઈપણ જાતની સમસ્યા હોય તો તે દૂર થઈ જાય છે. પપૈયા ના બીજ ને વાટી અને તેનું સેવન કરવાના કારણે શરીરની અંદર કોઈપણ જાતના કૃમિ અથવા તો પેટ માં કોઈપણ જાતના કૃમિ થયા હોય તો તે દૂર થઈ જાય છે. અને નાના બાળકોને કૃમિની સમસ્યા માંથી છુટકારો મળે છે.

પપૈયાનુ સેવન કરવાના કારણે શરીરમાં ભરપૂર માત્રામાં આયન મળી રહે છે. જે શરીરમાં નવું લોહી બનાવે છે . જેથી કરીને શરીરમાં લોહીની ઉણપ હોય અથવા તો હિમોગ્લોબિનની કમી હોય તો તે પણ દૂર થઇ જાય છે. પપૈયાનું સેવન કરવાના કારણે શરીરની અંદર જામેલી વધારાની ચરબી દૂર થઈ જાય છે. અને આથી જો મોટાપા ની સમસ્યા હોય તો તે પણ દૂર થઈ જાય છે. અને સાથે વજન ઘટાડવા માટે જો ડાયટ કરી રહ્યાં હોય તો તેના માટે પણ પપૈયુ સર્વશ્રેષ્ઠ સાબિત થાય છે.જે લોકો ને બીજ સ્વાદ માં થોડા અજીબ લાગે છે તે બીજ ને મધ સાથે ખાઈ શકે છે. પણ ધ્યાન રહે છે તેના બીજ ને ગળતા પહેલા થોડી વાર ચાવો. લોકો માને છે કે મધ અને પપૈયા ના બીજ નો સમન્વય પરજીવો કે પેરાસાઈટસ નો નાશ કરે છે. માટે પપિયાના બીજ ને મધ સાથે લેવું સવાસ્થ્ય માટે લાભદાયક છે.

જો કોઈ પણ વ્યક્તિને હરસ ની સમસ્યા થઇ હોય, તેવા વ્યક્તિઓ જો પપૈયાના ઝાડનું દૂધ હરસ ના મસા ઉપર લગાવે તો તેના કારણે તે મસા તરત સુકાઈ જાય છે. અને વ્યક્તિને હરસની સમસ્યામાં થી છુટકારો મળે છે. પપૈયાના પાનનો રસ જો ડેન્ગ્યુના દર્દીને પાવામાં આવે તેના કારણે તેના શરીરના પ્લેટલેટ કાઉન્ટ માં વધારો થાય છે. અને તેને ડેન્ગ્યુની સમસ્યામાંથી છુટકારો મળે છે.જો તમારે તેનું તુરંત રિજલ્ટ જોઈતું હોય તો જે બીજ ને ૪-૫ કલાક થઈ ગઈ હોય તેના કરતાં તાજા વાટેલા પપેય ના બીજ લો. જયારે તમે વાટેલ કાળા મરીનો ઉપયોગ કરવાનો હોય તો પપૈયા ના વાટેલા બીજ નો ઉપયોગ કરો. વાટેલા પપૈયા ના બીજ કાળા મરી ને બદલે સારું કામ કરે છે. તમે તેને તેના પ્રમાણમાં જ લઇ શકો છો.

ઘણા લોકો આમતો તેનો ઉપયોગ એ એક સલાડના રૂપમા પણ કરે છે અને આ માટે બીજ ને પણ વિનગ્રેટ ડ્રેસિંગમા ભેળવો જેમ તમે પેપ્પર વિનગ્રેટ બનાવવા માટે કરો છો. તો આ પપિયાના બીજ નો ઉપયોગ એ કરવાની આ એક લોકપ્રિય રીત છે.સાંધાના દુખાવામાં જો પપૈયાના પાનના રસનું સેવન કરવામાં આવે તો તેના કારણે કોઈપણ પ્રકારના સાંધાના દુખાવાની સમસ્યા દૂર થઈ જાય છે. પપૈયાના બીજનો અર્ક કિડનીને નુકશાન કરતી ઝેરી અસર ધરાવે છે. પપૈયાનો ઉપયોગ મોટેભાગે વાળને રશમી અને ચમકદાર બનાવવા માટે કરવામાં આવે છે, પણ તેને અલ્પ પ્રમાણમાં વાપરવું હિતાવહ છે.

અપાકટ અવસ્થામાં પપૈયાં દૂધ ઝારે છે, આ દ્રવ્ય અમુક વ્યક્તિઓમાં સંવેદના કે એલર્જી ઉત્પન્ન કરી શકે છે. પપૈયાંના ફળ, ફૂલ, બીજ, દૂધ અને પાંદડાઓ કાર્પાઈન એન્થેલ્મીન્ટીક આલ્કલોઈડ (એવું રસાયણકે જે શરીરમાંથી પરોપજીવી કૃમી કાઢે) ધરાવે છે. આ દ્રવ્ય મોટા પ્રમાણમાં લેતાં તે ઘાતક ઠરે છે.આંખો ની રોશની માટે પપૈયા : પપૈયા માં વિટામીન ‘એ’, પ્રોટીન, પ્રોટીયોટીક ઇન્જાઈમ્સ અને કેલેરી ઘણી જ માત્રામાં રહેલ છે. કાચું પપૈયા આંખો ની રોશની વધારવામાં ઘણું સક્ષમ છે. હમેશા ડોક્ટર આંખોની રોશની વધારવા માટે પપૈયા અને ગાજર ખાવાની સલાહ આપે છે. પપૈયા આંખો માટે ઉત્તમ માનવામાં આવે છે.