પોતાની પત્ની સાથે ગુજરાતી કલાકારો ની આ તસવીરો તમે ભાગ્યજ જોઈ હશે, એકવાર જરૂર જોજો.

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, ઘણાં કલાકારો જે હાલમાં સમગ્ર ગુજરાતમાં ખુબજ ઝડપી પ્રખ્યાત થઈ રહ્યાં છે પરંતુ ઘણા લોકોને તેમની પર્સનલ લાઈફ વિશે વાત કરીશું.જીજ્ઞેશ કવિરાજ. જીજ્ઞેશ કવિરાજ ગુજરાતના મહેસાણા જીલ્લાના ખેરાલુ ગામના વતની છે. તેમના પિતાનું નામ હસમુખભાઈ બારોટ છે અને તેઓ પણ સંગીત ક્ષેત્રે જોડાયેલા છે. વિવિધ ગુજરાતી સંગીત આલ્બમ- ફિલ્મોમાં 200 થી વધુ ગીતો ગાઈ ગુજરાતભરમાં લોકપ્રિયતા મેળવનાર જીજ્ઞેશ કવિરાજની શૈલી અન્ય ગુજરાતી ગાયકો કરતા સહેજ અલગ છે. ઘણા લોકોનું માનવું છે કે તેઓની શૈલી હિન્દી ગાયક અલ્તાફ રાજા સાથે મળતી આવે છે.

તેઓને નાનપણથી જ ગાવાનો શોખ રહ્યો હતો અને આ કલાને પ્રોત્સાહન મળતાં તેઓ આ મુકામ સુધી પહોંચ્યા. ગુજરાતી લોકગાયક મણિરાજ બારોટને તેઓ પોતાના પ્રેરક માને છે. 2017 માં ભગવાન વાઘેલાના જાનુ મરી લાખોમા ઇકે સાથે ગાયક અને અભિનેતા તરીકેની શરૂઆત કરી હતી. તેમના આલ્બમ “બેવફા તને દૂરથી સલામ” ને ખુબ સફળતા મળી છે. આ આલ્બમના ‘હાથમાં છે વીસ્કી ” ને દુનિયાભરના 7.3 કરોડ જેટલા દર્શકો મળ્યા છે.

આજે કવિરાજ નું નામ આખા ગુજરાતી માં છવાયેલું છે.એમને એક ગીત આવતા ની સાથે લાખો લોકો એને જોવો માટે તત્પર રહે છે.જીગ્નેશ કવિરાજે દેશ ભક્તિ ના ગીતા પણ ખૂબ ગાયા છે.જીગ્નેશ કવિરાજ ના લગ્ન પણ થઈ ગયા છે.કવિરાજે ઘણી ફિલ્મો માં પણ કામ કર્યું છે.એમના બાળકો પણ છે.અને હાલ જીગ્નેશ કવિરાજ ખૂબ વૈભવી જીવન જીવે છે.

રાકેશ બારોઠ. એક એવા કલાકાર જેના દરેક ગીતો ગુજરાતમાં ધૂમ મચાવતા હોય છે. તેઓ એક પ્રખ્યાત ગાયક કલાકાર અને અભિનેતા છે. તેઓ ગુજરાતના પાટણપરગણાથી વડવાળા ગામના વતની છે. તેમના પિતાનું નામ શબુરભાઇ બારોટ છે. તેમને બાળપણથી જ ગાવાનો ખુબજ શોખ હતો. તેમના લોકપ્રિય ગીતોમાં ‘બૈરું ગયું પિયર’, ‘બોલવાના પૈસા નથી’, ‘લે કચૂકો લે’ વગેરે છે. આ સિવાય તેમણે ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

ગમન સાંથલ.એક એવા કલાકાર જેણે પોતાના મીઠા અવાજથી પુરા ગુજરાતને ઘેલું લગાડ્યું, અને રબારી સમાજનું રતન એવા ગમન સંથલ મહેસાણા જીલ્લાના સાંથલ ગામના વતની છે. જે ગાયક, ગીતકાર, અને ભુવાજી છે. તેઓ રબારી સમાજના ખુબજ લોક પ્રિય ગાયક કલાકાર છે. તેઓ પોતાના નામની પાછળ પોતાના ગામનું નામ લખાવે છે. તેમના પત્નીનું નામ મીતલબેન છે અને તેને ૩ બાળકો છે.

વિક્રમ ઠાકોર.વિક્રમ ઠાકોર ગાંધીનગર નજીક આવેલ ફતેહપુરા ગામના વતની છે. દસ વર્ષની વયથી તેઓ તેમના પિતા મેલાજી ઠાકોર સાથે રંગમંચ ઉપર વાંસળી વગાડવા જતા હતા. વીસ વર્ષની વયે તેમણે રંગમંચ પરથી એકલા કાર્યક્રમો આપવાના શરુ કર્યા. વિક્રમ ઠાકોર શરૂઆતમાં ફિલ્મ ક્ષેત્રે આવવા નહોતા ઈચ્છતા, પરંતુ ૨૦૦૬માં દિગ્દર્શકના કહેવાથી “એકવાર પિયુને મળવા આવજે “ ફિલ્મ કરી જે સફળ રહી. ત્યારથી તેમણે ઘણી ગુજરાતી ફિલ્મોમાં અભિનય કર્યો જે મોટે ભાગે ગ્રામ્ય દર્શકોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવેલી. તેમણે સળંગ આઠ સફળ ફિલ્મો આપી છે.

તેમની કેટલીક સફળ ફિલ્મોમાં રાધા તારા વિના ગમતું નથી (૨૦૦૭), વાગી કાળજે કટારી તારા પ્રેમની (૨૦૧૦), પ્રેમી ઝુક્યા નથી ને ઝુકશે નહીં (૨૦૧૧) અને રસિયા તારી રાધા રોકાણી રણમાં (૨૦૧૪)નો સમાવેશ થાય છે. આ સિવાય તેમની ૬ ફિલ્મોએ કુલ મળીને રૂપિયા ૩ કરોડની કમાણી કરી અને તેમને વિવિધ માધ્યમોએ ગુજરાતી ફિલ્મ ઉદ્યોગના હાલના ‘સુપર સ્ટાર’ ગણાવ્યા છે. વિક્રમ ઠાકોર હાલમાં ગાંધીનગર ખાતે નિવાસ કરે છે.

હિતેન કુમાર.હિતેન કુમાર, હિતેન મહેતાનો જન્મ, ગુજરાતી સિનેમાનો ભારતીય ફિલ્મ અભિનેતા છે. તેમણે ઉંચી મેદિના ઉંચા મોલ (1998) માં નકારાત્મક ભૂમિકા સાથે ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં પ્રવેશ કર્યો. 1998 માં તેની ફિલ્મ દેશ રે જોયા દાદા પરદેશ જોયા એક કમર્શિયલ સુપરહિટ હતી. તેમણે તેમની લાંબી કારકિર્દીમાં ઘણી ગુજરાતી ફિલ્મોમાં અભિનય કર્યો. તેણે ક્રાઇમ શો ક્રાઇમ ટાઇમ એન્કર કર્યો હતો. 2014-2015માં વીટીવી ગુજરાતી પર ક્રાઇમ ટાઇમ સામે લડવું. તે મુંબઇમાં રહે છે અને 1989 માં સોનબા સાથે લગ્ન કર્યા.

કીર્તીદાન ગઠવી.કીર્તીદાન ગઠવી આણંદ જીલ્લાના વાલવોડા ગામના વતની છે. પરંપરાગત મધમીઠા કંઠ અને જીભ માટે વિખ્યાત ગઢવી (ચારણ) કુળમાં જન્મ. લોક માન્યતા અનુસાર કહેવાય છે કે ગઢવી (ચારણ) ની જીભે અને કંઠે વિધા અને સંગીત ના દેવી માં શારદા નો કાયમી વાસ હોય છે. કીર્તીદાન ગઠવી નો ઉછેર એક સર્વ સામાન્ય ગ્રામીણ બાળકની જેમ ગામડાંમાં જ થયો છે.

તેમણે નાનપણથી જ તે સમય ના સંગીતજ્ઞ ગાયકોના ગીતો સાંભળવાનો તેમજ ગાવાનો ખુબજ શોખ હતો. તેમણે પોતાના ગામની સરકારી શાળામાં પ્રાથમિક શિક્ષણ અને ભાદરણ ની હાઇસ્કૂલમાં હાયર સેકન્ડરી સ્કૂલનું શિક્ષણ મેળવ્યું છે. તેમણે ગણા ગીતોમાં પોતાનો અવાજ આપ્યો છે.

હેતુ કનોડિયો. હિતુ કનોડિયા અને મોના થીબાએ ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે અને ગુજરાતી ફિલ્મ જગતમાં સારી સફળતા પણ પ્રાપ્ત કરી છે. આ બંને કલાકારોએ ઓગસ્ટ 2014માં ખૂબ જ સાદાઈથી અમદાવાદની મેટ્રો કોર્ટમાં માત્ર ત્રણ જ વ્યક્તિઓની હાજરીમાં લગ્ન કરી લીધા હતા. લગ્ન પહેલા બંને સાત વર્ષથી સાથે હતા અને આખરે બંને લગ્નના બંધનમાં બંધાયા હતા.

જૂન 2014માં બંનેએ ગાંધીનગરમાં સગાઇ કરી હતી ત્યારે મોનાએ કહ્યું હતું, “હું અને હિતુ સાત વર્ષ પહેલા 2 જૂનના રોજ મળ્યા હતા, જેથી અમે એ જ દિવસે સગાઇ કરવાનું નક્કી કર્યું હતું.” તો ચાલો જાણીએ ગુજરાતી સુપરસ્ટાર હિતુ કનોડિયા વિશે.

ગુજરાતી કલાકાર હિતુ કનોડિયા ગુજરાતના ઇડર ક્ષેત્રના ધારાસભ્ય છે અને તેમને દાદા સાહેબ ફાળકે ફાઉન્ડેશન એવૉર્ડ પણ મળ્યો છે. હિતુએ બાળપણથી જ અભિનય જગતમાં પગ મુક્યો હતો. હિતુએ 10 વર્ષની ઉંમરમાં એક ગુજરાતી ફિલ્મમાં બાળકલાકારના રૂપમાં કારકિર્દીની શરૂઆત કરી હતી.

બાળકલાકાર તરીકે તેમણે 16 જેટલી ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું છે. મુખ્ય કલાકાર તરીકે હિતુની પહેલી ગુજરાતી ફિલ્મ ‘મનડાંનો મોર’ વર્ષ 1991માં રજુ થઇ હતી, જે સુપરહિટ રહી હતી. તેઓ અત્યાર સુધીમાં 65થી વધુ ગુજરાતી ફિલ્મમાં મુખ્ય કલાકાર ભૂમિકામાં જોવા મળ્યા છે.