આવા આલીશાન પ્લેનમાં ફરે છે આપણા ક્રિકેટરો,જુઓ અંદરની તસવીરો….

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, ભારત અને ન્યૂઝીલેન્ડની વચ્ચે 18મી જૂનના રોજ WTCની ફાઇનલ મેચ યોજાવાની છે અને બુધવારના રોજ લંડન પહોંચી ગયેલ ટીમ પાસે તૈયારી કરવાનો સમય ખૂબ ઓછો રહેશે. કારણ કે ભારતીય ટીમ રવાના થતા પહેલાં પહેલાં મુંબઇમાં 14 દિવસ આઇસોલેટમાં રહી હતી અને હવે તેઓ ઇંગ્લેન્ડમાં આઇસોલેટ છે.

Advertisement

BCCIએ ટીમ ઇન્ડિયાની ચાર્ટર્ડ પ્લેનમાં ઇંગ્લેન્ડ જવાની સગવડ કરી હતી. ટીમ ઇન્ડિયાના ચાર્ટર્ડ પ્લેનનો જે વીડિયો BCCIએ પોસ્ટ કર્યો છે તેને જોઇને તમે બે ઘડી સ્તબ્ધ થઇ જશો. બિઝેસમેન પણ નહીં ભોગવતા હોય તેવી ફેસિલિટી ટીમ ઇન્ડિયાના ક્રિકેટર્સને મળે છે.ભારતીય સ્પિનર અક્ષર પટેલ આ વીડિયોમાં કહે છે કે મેં ખૂબ સારી ઉંઘ ખેંચી લીધી. હવે અમારે આઇસોલેશનમાં રહેવાનું છે. અમને કહેવામાં આવ્યું છે કે ત્રણ દિવસ સુધી અમે એકબીજાને પણ મળી શકીશું નહીં તો આટલા સુધી સુધી અમારે આઇસોલેટ રહેવું પડશે.

ભારતની પુરુષ અને મહિલા ટીમો એક જ વિમાનમાં ઇંગ્લેન્ડ જવા રવાના થયા હતા. લંડન પહોંચ્યા બાદ ભારતીય ટીમ બસથી બે કલાકની સફર કરીને સાઉથેમ્પટન પહોંચી.ભારતને વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ રમ્યા બાદ ઇંગ્લેન્ડ સામે પાંચ ટેસ્ટ મેચોની સીરીઝ રમવાનું છે. મહિલા ટીમને ઇંગ્લેન્ડ સામે એક ટેસ્ટ, ત્રણ વનડે, અને એટલું જ નહીં ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમવાનું છે.

લંડનમાં સલામત આગમનની પુષ્ટિ આપતા, ટીમ ઈન્ડિયાના ટોચના ઓર્ડર બેટ્સમેન કેએલ રાહુલે ટ્વિટ કર્યું હતું, તેની પાછળની ચાર્ટર્ડ ફ્લાઇટનો ફોટો હતો: ફ્લાઇટ ઉતરી. તે જ સમયે, ભારતના ટેસ્ટ ઓપનર રોહિત શર્મા અને ઝડપી બોલર જસપ્રિત બુમરાહ સહિતના લોકોએ રોઝ બાઉલની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી. રોહિતે ટીમ ઈન્ડિયાના વિસ્ફોટક બેટ્સમેન ઋષભ પંત સાથે ફોટો શેર કર્યો અને લખ્યું કે અમે સાઉધમ્પ્ટનમાં છીએ.

રોઝ બાઉલ ખાતે ભારતીય ખેલાડીઓ બાયો બબલમાં હશે અને ઇંગ્લેન્ડના અધિકારીઓ દ્વારા પરિવારના સભ્યોને ખેલાડીઓ સાથે મુસાફરી કરવાની મંજૂરી આપ્યા બાદ તેમના પરિવારજનો પણ સાથે રહેશે. બુધવારે, સુકાની વિરાટ કોહલી અને મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ મુંબઇમાં પ્રસ્થાન પૂર્વેની પ્રેસ કોન્ફરન્સને સંબોધન કર્યું હતું, જેમાં તેઓએ ન્યૂઝીલેન્ડ સામે ડબ્લ્યુટીસીની ફાઇનલમાં ટીમની સંભાવનાઓ વિશે વાત કરી હતી.

વિરાટ કોહલીની આગેવાનીમાં પુરૂષોની ટીમ અહીં 18 જૂનથી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં ન્યુઝીલેન્ડ સામે ટકરાશે. ત્યારબાદ પુરૂષોની ટીમ 4 ઓગસ્ટથી શરૂ થનારી પાંચ મેચની ટેસ્ટ સિરીઝ માટે નોટિંગહામમાં ઇંગ્લેન્ડ સામે ટકરાશે. ભારત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ અને ઇંગ્લેન્ડ સામેની શ્રેણી માટે કોવિડ -19 રોગચાળાને ધ્યાનમાં રાખીને 20 સભ્યોની ટીમ સાથે પહોંચ્યું છે. મહિલા ટીમનો પ્રવાસ 15 જુલાઇએ પૂરો થશે.

ટીમ ઇન્ડીયાના ખેલાડીઓ અને તેમના પરિવાર માટે ઇંગ્લેંડ થી સારા સમાચાર આવ્યા છે. ટીમ ના ખેલાડીઓ તેમના પરિવાર સાથે ઇંગ્લેંડ નો પ્રવાસ ખેડી શકવાની પરવાનગી યુકે સરકારે આપી છે. મહિલા અને પુરુષ એમ બંને ક્રિકેટ ટીમ સાથે જ ઇંગ્લેંડ પ્રવાસ પર જનાર છે. બંને ટીમો તેમના પરિવારને ઇંગ્લેંડ પ્રવાસ પર સાથે લઇ જઇ શકશે.

હાલમાં મહિલા અને પુરુષ બંને ટીમો પરિવાર સાથે મુંબઇની હોટલમાં ક્વોરન્ટાઇન હેઠળ બે સપ્તાહ થી રોકાયેલ છે. ઇંગ્લેંડ પ્રવાસ દરમ્યાન પુરુષ ટીમ 3 મહિના અને મહિલા ટીમ દોઢ મહિનો ઇંગ્લેંડ પ્રવાસ ખેડનાર છે. જેમાં પુરુષ ટીમ વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઇનલ અને ત્યાર બાદ પાંચ ટેસ્ટ મેચોની શ્રેણી ઇંગ્લેંડ સામે રમશે. જ્યારે મહિલા ટીમ ઇંગ્લેંડ સામે એક ટેસ્ટ અને 3 વન ડે અને 3 ટી20 મેચોની શ્રેણી રમીને પરત ફરશે.

પરિવારનો મળશે સાથ.બંને ટીમો લાંબા સમય માટે વિદેશ પ્રવાસ ખેડશે. બીજી તરફ હાલમાં કોરોના માહોલ છે. આવી સ્થિતીમાં ખેલાડીઓ પરિવારની સાથે જ રહે તે વધુ રાહત ભર્યુ માનવામાં આવે છે. જેને લઇને ક્રિકેટ બોર્ડે પરિવારને સાથે લઇ જવા માટે પરવાનગી આપી હતી. જોકે યુકે સરકાર તરફ થી શરુઆતમાં ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફને પરવાનગી આપી હતી. મીડિયા રિપોર્ટ મુજબ યુનાઇટેડ કિંગ્ડમ સરકારે બંને ટીમોના પરિવારને પ્રવાસમાં સાથે આવવા મંજૂરી આપી છે.

ઇંગ્લેંડ પહોંચતા જ ક્વોરન્ટાઇન હેઠળ.બંને ટીમો પરિવાર સાથે ઇંગ્લેંડ પ્રવાસ ખેડશે. મુંબઇ થી લંડન પહોંચ્યા બાદ, સાઉથમ્પટન ટીમ પહોંચશે. જ્યાં એજીયાસ બાઉલ સ્ટેડિયમમાં જ આવેલી હોટલમાં તમામ ખેલાડીઓ રોકાણ કરશે. જ્યાં 10 દિવસ ફરજીયાત ક્વોરન્ટાઇન સમય ગાળવો પડશે.

ક્વોરન્ટાઇન બાદ બંને ટીમો અલગ થશે.મીડિયા રિપોર્ટ મુજબ, મહિલા અને પુરુષ બંને ટીમો સાઉથમ્પ્ટનની હોટલમાં ક્વોરન્ટાઇન હેઠળ રોકાશે. ક્વોરન્ટાઇન સમય પૂર્ણ થતા મહિલા ટીમ બ્રિસ્ટલ માટે રવાના થશે. જ્યાં મહિલા ટીમ ઇંગ્લેંડ સામે ટેસ્ટ મેચ રમશે. જ્યારે પુરુષ ટીમ સાઉથમ્પ્ટનમાં જ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઇનલ મેચ ન્યુઝીલેન્ડ સામે રમશે. ત્યાર બાદ લાંબા વિરામ દરમ્યાન ભારતીય ટીમ આંતરીક ટીમો રચીને અભ્યાસ મેચ રમશે.

સૂત્રએ આગળ કહ્યું, પહેલાની જેમ ખેલાડી મેદાન પર સમય પસાર કર્યા બાદ સાંજે બહાર ન જઈ શકે. તેવામાં ખુબ જરૂરી છે કે પરિવાર ખેલાડીઓની સાથે હાજર રહે. બીસીસીઆઈ હંમેશા ખેલાડીઓનું હિત ઈચ્છે છએ અને આ વખતે પણ બોર્ડ ઈસીબીની મદદથી બ્રિટન સરકાર પાસે મંજૂરી મેળવવા માટે ઉભુ રહ્યું. મહત્વનું છે કે ટીમ 3 જૂને ઈંગ્લેન્ડ પહોંચશે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 18 જૂનથી આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ રમાવાની છે. ત્યારબાદ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 4 ઓગસ્ટથી પાંચ મેચોની ટેસ્ટ સિરીઝનો પ્રારંભ થવાનો છે. તો મહિલા ટીમ ઈંગ્લેન્ડ સામે એક ટેસ્ટ, ત્રણ વનડે અને ત્રણ ટી20 મેચની સિરીઝ રમવાની છે.

Advertisement