સસરાને ખુદ પુત્રવધુ જ કરતી હતી બ્લેકમેલ,જાણો એવું તો શું થયું હતું સસરા અને પુત્રવધુ વચ્ચે.

પારસીયામાં રહેતા એક પરિવારે તેની પુત્રવધૂ પર વારંવાર આત્મહત્યા કરવાની ધમકી આપવાનો આરોપ લગાવ્યો હતો. જ્યારે આ મહિલા કહે છે કે તેનો પતિ તેની બહેનનું સાંભળે છે અને હંમેશા લડત ચલાવે છે. આવી સ્થિતિમાં કાઉન્સેલરે બહેનને આગામી તારીખે હાજર રહેવા પત્ર પાઠવ્યો છે.વારંવાર આત્મહત્યા કરવાની ધમકી આપતી આ મહિલાના સસરાનું કહેવું છે કે તેણે પોતાના નાના પુત્ર માટે કપડાંની દુકાન ખોલી છે. આવી સ્થિતિમાં આ મહિલા પોતાની પુત્રવધૂ સિવાય પોતાનું જીવન જીવવા માંગે છે.

Advertisement

જ્યારે પુત્રવધૂ અને તેની માતાને તે જોઈતી નથી.જેથી આ મહિલાએ તેના સસરાને બ્લેકમેલ કરી આપઘાત કરવાની ધમકી આપી હતી. સસરા કહે છે કે તે નાની નાની બાબતો પર ગુસ્સે થઈ જાય છે અને જાનથી મારી નાખવાની ધમકી આપવાનું શરૂ કરે છે.કાઉન્સેલરે, બંને પક્ષની વાત સાંભળ્યા પછી, પરસ્પર સ્પષ્ટતા માટે તેમને એક મહિનાનો સમય આપ્યો છે. કેસની સુનાવણી દરમિયાન કેન્દ્રમાં કાઉન્સેલર્સ કેપી પાંડે, સુશીલા ઝાડે, દિલીપ સેન, સુરેન્દ્ર કૌર ખંડુજા, મીના તિવારી અને એસ તિવારી હાજર હતા.

જાણો અન્ય સ્ટોરી.લગ્નના ગણતરીના માસમાં જ પતિ તેની બીજા શહેરમાં નોકરીએ હાજર થઈને પત્નીને ફોન પર કહેવા લાગ્યો કે, તું મને ગમતી નથી, લગ્ન કરીને ભૂલ કરી. પતિએ તો આવી બાબતોમાં ત્રાસ આપી પરિણીતાને પરેશાન કરી પણ સાથે સાથે સાસરિયાઓ પણ કામ બાબતે અને અન્ય બાબતોમાં પરેશાન કરતા મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. મહિલા પોલીસે આ મામલે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.

રબારી કોલોની ખાતે રહેતી 25 વર્ષીય યુવતીના લગ્ન વર્ષ 2019માં પાલનપુરના એક યુવક સાથે થયા હતા. લગ્ન બાદ ચોથા દિવસે યુવતીનો પતિ કચ્છ ખાતે તેની નોકરીએ જવા રવાના થયો હતો. લગ્ન બાદ યુવતીએ કચ્છ લઈ જવાનું કહેતા પતિએ અલગ અલગ બહાના બતાવી તેને પાલનપુર જ રહેવા કહ્યું હતું. જો પાલનપુર ન રહેવું હોય તો પિયર મોકલી દઇશ તેવું પતિ કહેતો અને સાસુ તથા નણંદ પણ પુત્રવધુ સાથે ઘરમાં રહેશે તો નહીં બોલીએ તેમ કહીને ત્રાસ આપતા હતા.

પતિ અવાર નવાર નથી ગમતી લગ્ન કરીને ભૂલ કરીને ત્રાસ આપતો હતો.વારંવાર કચ્છ લઈ જવાનું કહેતા પતિએ પત્નીને મોબાઈલ ફોનમાં બ્લોક કરી દીધી હતી. દિવાળી સમયે પણ પત્નીને ન લઈ જવા બાબતે કકળાટ થયો હતો,આખરે પરિણીતાએ આ મામલે સાસરિયાઓ સામે ફરિયાદ આપતા પોલીસે તપાસ શરૂ કરી છે. પરિણીતા ફરિયાદ કરવાનું કહેતા નણંદએ પણ ધમકી આપી હતી જે મામલે પણ પોલીસે તપાસ શરૂ કરી છે.

શહેરમાં ઘરેલૂ હિંસા ના બનાવો એ જાણે માજા મૂકી હોય તેમ લાગી રહ્યું છે. શહેરમાં દરરોજ મહિલા પરના અત્યાચારની અનેક ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ રહી છે. હજી પણ સમાજમાંથી જાણે કે દહેજનું દૂષણ દૂર ન થયું હોય તેવું લાગી રહ્યું છે. શહેરમાં દહેજના ભૂખ્યા સાસરિયાના ત્રાસથી એક પરિણીતાએ આત્મહત્યા કરી લેતા તેના પતિ અને સાસરિયા વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ થઇ છે.

શહેરના નરોડા વિસ્તારમાં રહેતી એક પરિણીતાએ દહેજના ભૂખ્યા સાસરીયાઓનાં ત્રાસથી ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઇ છે. 11 માસની દીકરીનો પણ વિચાર કર્યાં વગર પરિણીતાએ પતિ તેમજ સાસુ-સસરાના ત્રાસથી આપધાત કરી લીધો છે.

મળતી માહિતી પ્રમાણે વર્ષ 2018માં નરોડા વિસ્તારમાં રહેતા સુરેશસિંહ સોલંકી સાથે દશરથબાના લગ્ન થયા હતા. લગ્નના એકાદ વર્ષ સુધી તેના સાસરિયાઓએ તેને સારી રીતે રાખી હતી. બાદમાં દહેજના નામે શારીરિક અને માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. લગ્ન બાદ દશરથબાએ એક પુત્રીને જન્મ આપ્યો હતો, જે હાલ 11 માસની છે. લગ્ન બાદ સાસુ-સસરા તેમજ પતિ તરફથી દશરથબાને દહેજમાં કઇ લાવી નથી તેમ કહીને મ્હેંણા ટોણાં મારવામાં આવતા હતા. એટલું જ નહીં પરિણીતાને માર પણ મારવામાં આવતો હતો.

તમામ વાતોથી કંટાળીના દશરથબા થોડા સમય પહેલા તેના પિયરમાં ચાલ્યા ગયા હતા. આ સમયે સાસરિયાઓએ કહ્યું હતું કે જો દાગીના લઈને આવીશ તો જ સાસરીમાં આવવા દઈશું. આવી વાત બાદ દશરથબાના પિતાએ વેવાઇ તેમજ વેવાણને સગવડ થશે ત્યારે દાગીના કરી આપશું તેવી ખાતરી આપી હતી. જે બાદમાં આઠ દિવસ પહેલા માતપિતાએ દીકરીને સાસરીમાં મોકલી હતી. સાસરીમાં આવી ગયા બાદ સાસરિયાના લોકોનો ત્રાસ ચાલુ રહેતા આખરે દશરથબાએ ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી. કૃષ્ણનગર પોલીસે આ મામલે ગુનો દાખલ કરીને તપાસ શરુ કરી છે.

પરિવર્તન દરેક સમાજનો એક મહત્વનો ભાગ છે. સમય સમયે દરેક સમાજમાં ઝડપથી પરિવર્તન થાય છે. તેમાંથી અમુક પરિવર્તન સારા હોય છે, તો ઘણા પરિવર્તન એવા પણ હોય છે જે સમાજના લોકો માટે સારા નથી હોતા. આમ તો ઘણા પરિવર્તનની અસર માત્ર એક ખાસ વર્ગ ઉપર જ પડે છે. માણસની સભ્યતાની શરૂઆત પછીથી સમાજમાં ઘણા પરિવર્તન થઇ ચુક્યા છે. ગુન્હા પણ આ સમાજનો ભાગ છે. સમય સમયે ગુનાહિત ઘટનાઓ વીશે સાંભળવા મળે છે. ગુન્હા પણ ઘણા પ્રકારના હોય છે, તે કોઈને જણાવવાની જરૂર નથી.

ભારતીય સમાજની વાત કરીએ, તો તેમાં ઘણા પ્રકારની ખરાબ બાબતો આજે પણ જીવિત છે. આજે પણ ભારતમાં મહિલાઓની શું સ્થિતિ છે, તે કોઈનાથી નથી છુપાયેલી. આજે ૨૧ મી સદીમાં જ્યાં વિશ્વ આખાની મહિલાઓ દરેક ક્ષેત્રમાં આગળ વધીને ભાગ લઇ રહેલ છે, પણ કહેવાય છે કે ભારતમાં મહિલાની સ્થિતિ યોગ્ય નથી. આમ તો તે આખા ભારતમાં આવું નથી હોતું.

સમય સમયે આવી ઘણી ઘટનાઓ સામે આવે છે, જે ભારતીય પુરુષ સમાજની પોલ ખુલ્લી પડે છે. પતી દ્વારા મહિલાઓને ત્રાસ આપવામાં આવતી ઘટનાઓ તો ઘણી જોવા મળતી જ રહે છે. પણ આજે અમે તમને જે ઘટના વિષે જણાવવા જઈ રહ્યા છીએ, તે જાણ્યા પછી તમને ઘણી જ નવાઈ થશે. તમારી જાણકારી માટે જણાવી દઈએ ગ્રેટર નોયડાના દનકોરમાં એક ઘણો જ વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે.

હાલમાં જ અહિયાંનો રહેવાસી એક વ્યક્તિ રડતા ક્ગરતા પોલીસ સ્ટેશન જઈ પહોચ્યો. તેને આવી હાલતમાં જોઇને ત્યાં રહેલા સૌ કોઈ ચોંકી ગયા. વ્યક્તિએ રડતા રડતા પોલીસને પોતાની આપવીતી સંભળાવી. વ્યક્તિએ રડતા રડતા કહ્યું, કે તેમની પત્ની તેની સાથે ઘણી બળજબરી કરે છે. તેની પત્ની તેને ઘરમાં કચરા, પોતા અને વાસણ ધોવાનું કામ કરાવે છે. જયારે તે વ્યક્તિ આમ કરવાની ના પાડે છે, તો દહેજ ઉત્પીડનના કેસમાં જેલ મોકલવાની ધમકી પણ આપે છે. તેની પત્નીના આ વર્તનને કારણે તેને પોતાની નોકરી પણ છોડવી પડી.

પીડિત પતિ રડતા રડતા પોતાના વિષે આગળ જણાવે છે, કે એક વખત તેણે જ્યારે પોતાના સાસરિયા વાળાને તેની ફરિયાદ કરી, તો પરિસ્થિતિ વધુ ખરાબ થઇ ગઈ. તે ઘટના પછીથી પત્ની તેની પાસે ઘણું વધુ કામ કરાવે છે. પીડિત પતિએ જણાવ્યું કે તેની પત્ની પહેલા તેની પાસે માત્ર કપડા અને વાસણ જ ધોવરાવતી હતી, પણ સાસરિયા વાળાને જણાવ્યા પછી તે હવે તેની પાસે કચરા-પોતા પણ કરાવે છે.

વ્યક્તિની આપવીતી સાંભળ્યા પછી પોલીસે કહ્યું, કે તે તેમાં કંઇજ નથી કરી શકતા. આ પતિ પત્નીની વચ્ચેનાં તાલમેલની બાબત છે. તેથી તેને પરામર્શ કેન્દ્ર દ્વારા ઉકેલ લાવી શકાય છે. હસવું આવે એવી બાબત બની ગઈ જો મહિલા ગઈ હોત તો કેટલીયે જાતનાં કેસ તેના પતિ પર થયા હોત પણ પુરુષ માટે કાયદો કામ નહિ આવે એમ.

Advertisement