આજથી શરૂ કરીદો આ વસ્તુઓનું સેવન આખા જીવનમાં ક્યારેય નહીં થાય ફેફસાંને લગતાં કોઈપણ પ્રકારના રોગ,જાણીલો….

શરીરના દરેક ભાગને તંદુરસ્ત રાખવા ખૂબ જ મહત્વપૂર્ણ છે. હૃદયથી ફેફસાને હેલ્ધી રાખવા ખૂબ જ જરૂરી છે. ફેફસા શરીરનો તે ભાગ છે જે આપણને શ્વાસ લેવામાં મદદ કરે છે. તેથી ફેફસાંને સ્વસ્થ રાખવા અને તંદુરસ્ત રાખવા ખૂબ જ જરૂરી છે. ધુમ્રપાન, તમાકુ, વગેરે ફેફસાંને વધુ નુકસાન પહોંચાડે છે. ફેફસાંને તંદુરસ્ત રાખવા માટે, આ ખોરાક ખાવાથી ફાયદો થાય છે ફેફસા એટલે કે લંગ્સ આપણા શરીરનું એક ખૂબ જ મહત્વનું અવયવ છે. શ્વાસ લેવાની પ્રક્રિયા ફેફસાના માધ્યમથી થાય છે. જો તેમાં કોઈપણ પ્રોબ્લેમ થાય તો વ્યક્તિને શ્વાસ લેવામાં તકલીફ થવા માંડે છે. આવામાં ફેફસાને સ્વસ્થ રાખવા ખૂબ જ જરૂરી છે.

Advertisement

કોરોના વાયરસ માણસના ફેફસાને ખરાબ કરીને તેને મોતના દરવાજા સુધી લઇ જાય છે. આખી દુનિયામાં કોરોના વાયરસથી મરવાવાળાના રિપોર્ટ જણાવે છે કે, આ વાયરસ ફેફેસાને કેટલી ઝડપથી ખરાબ કરે છે. તેમને આ કારણે જ શ્વાસ લેવામાં તકલીફ થાય છે. આ મુશ્કેલી વૃદ્ધ લોકો સાથે એટલા માટે વધારે થાય છે, કારણ કે તેમના ફેફસા ઘણા નબળા હોય છે. એવામાં તમારે પોતાની ડાયટમાં અમુક એવી વસ્તુઓ જરૂર ઉમેરવી જોઈએ, જે ફેફસાને મજબૂત કરવાનું કામ કરે છે.

આજે આપણે આ આર્ટિકલમાં એવી જ થોડી વસ્તુઓ વિષે જાણીશું જે ફેફસાને મજબૂત બનાવવામાં મદદગાર સાબિત થાય છે. તો આવો વધુ સમય ન બગાડી તે વસ્તુઓની જાણકારી મેળવી લઈએ કૈરોટીનૉયડ એન્ટીઓક્સીડેંટ ફેફસાંને તંદુરસ્ત રાખવા માટે આ એન્ટીઑકિસડેન્ટ ખૂબ ફાયદાકારક છે. આના કારણે, અસ્થમા અને ફેફસાના કેન્સરના જોખમોમાં રાહત મેળવી શકાય છે. આના કારણે ફેફસાંમાં હાજર ઝેરી તત્વો સરળતાથી બહાર કાઢી શકાય છે. આ એન્ટીઑકિસડન્ટ ગાજર, બ્રોકોલી, શક્કરીયા, ટમેટાં અને લીલા પાંદડાવાળા શાકભાજીમાંથી મળી આવે છે. દૈનિક આનું સેવન કરો. ઓમેગા-3 ફેટી એસિડ ઓમેગા -3 ફેટી એસિડ્સ ફેફસાં અને મગજને તંદુરસ્ત રાખવા માટે ખૂબ જ અસરકારક નીવડે છે. ઓમેગા -3 ફેટી એસિડ માછલી, ડ્રાઈ ફ્રુટ અને અળસીમાંથી મળે છે. તેનો અવશ્ય વપરાશ કરો. ફોલેટ શરીરને તંદુરસ્ત રાખવા માટે ફોલેટયુક્ત ખોરાક ખાવાથી ખૂબ ફાયદો થાય છે. આ ખાવાથી રોગપ્રતિકારક તંત્ર તંદુરસ્ત બને છે અને ફેફસાં તંદુરસ્ત રહે છે. મસુરની દાળ અને મેથી ફેફસાને સ્વસ્થ રાખે છે. દરરોજ તેનો ઉપયોગ કરો.

વિટામીન સી તંદુરસ્ત ફેફસા માટે વિટામીન સી ધરાવતા ફળો ખાવા ફાયદાકારક છે. ફળો, જેમ કે નારંગી, લીંબુ, ટમેટાં, કીવી, સ્ટ્રોબેરી, દ્રાક્ષ વગેરેમાં એન્ટીઑકિસડન્ટ્સ પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે જે શ્વાસ દરમિયાન શરીરના અન્ય ભાગોમાં ઓક્સિજન આપવા માટે મદદ કરે છે.

અખરોટ અમેરિકન કોલેજ ઓફ ન્યુટ્રિશન દ્વારા પ્રકાશિત એક જર્નલ અનુસાર, અખરોટમાં ભરપૂર માત્રામાં ઓમેગા -3 ફેટી એસિડ હોય છે. ડાયટમાં એક મુઠ્ઠી અખરોટ શામેલ કરવાથી તમે ફેફસાની સમસ્યાથી છુટકારો મેળવી શકો છો. તે શ્વાસની સમસ્યા એટલે કે અસ્થમામાં પણ ફાયદો પહોંચાડે છે સફરજન સ્વસ્થ ફેફસા માટે રોજ સફરજનનું સેવન ફાયદાકારક હોય છે. તેમાં રહેલા વિટામિન ફેફસાને સ્વસ્થ બનાવી રાખે છે. એક શોધ અનુસાર ફેફસા માટે વિટામિન-ઈ, સી, બીટા કેરોટીન અને ખાટા ફળ ઘણા સારા માનવામાં આવે છે.

બ્રોકલી એંટી-ઓક્સીડન્ટથી ભરપૂર બ્રોકલી ફેફસાને સ્વસ્થ બનાવી રાખવામાં કારગર છે. બ્રોકલી ફેફસા સિવાય શરીરના સ્ટેમિના માટે પણ સારી માનવામાં આવે છે બેરીસ બેરીસમાં રહેલા એંટી-ઓક્સીડેન્ટ ફેફસાને સ્વસ્થ રાખવામાં ફાયદાકારક છે. ક્રેનબેરીસ, દ્રાક્ષ અને સ્ટ્રોબેરી જેવા ફળ ફેફસા માટે સારા હોય છે જરદાળુ જરદાળુમાં રહેલ વિટામિન-એ ફેફસાને સ્વસ્થ રાખે છે અને તેમાં થતા ઈંફેક્શનને પણ ઓછું કરી શકે છે. પાણી પાણી ફેફસા માટે ઘણું જરૂરી હોય છે. રોજ 6 થી 8 ગ્લાસ પાણી પીવું જ જોઈએ. તે ફેફસાને પ્યોરિફાઈ કરીને તેને રોગોથી દૂર રાખે છે કઠોળ અમેરિકન કેન્સર સૌસાયટી અનુસાર કઠોળનું સેવન પણ ફેફસા માટે ઘણું જરૂરી છે. કઠોળમાં શરીર માટે જરૂરી દરેક પ્રકારના ન્યુટ્રીશન મળી આવે છે.

ફેફસાના ઉપચાર માટે તમારે સૌથી પહેલા ગેસ પર એક વાસણ માં ૧ લીટર પાણી ગરમ થવા મૂકો. હવે તેમાં તેમાં ગોળ નાખી દો અને ત્યાર બાદ તેમાં આદૂ અને લસણના ટૂકડા અને હળદર પણ ઉમેરી દોત્યાર પછી તમારે આ મિશ્રણને થોડા સમય માટે ઉકળવા દેવાનું છે. ઉકળી ગયા પછી તેને થોડા સમય માટે ઠંડુ થવા દો ઠંડુ થયા બાદ તેને એક પેક્ડ વાસણમાં ભરી ફ્રીઝમાં રાખી દો હવે આ બનાવેલી વસ્તુને તમારે રોજ સવારે બે ચમચી અને સાંજે બે ચમચી એમ સેવન કરવાનું છે જેનાથી ફેફસા ડીટોકસીફાઈ થશે એટલે કે સાફ રહેશે. મિત્રો તમે બીજો ઉપચાર પણ અપનાવી શકો છો આ વસ્તુઓથી રહો દૂર દારૂ અને ધુમ્રપાન ફેફસાને જ સૌથી વધારે નુકશાન પહોંચાડે છે. એટલા માટે તેનાથી જેટલું વધારે થઈ શકે એટલું અંતર બનાવી લો. તેના સિવાય રોજ નિયમિત રૂપથી વર્કઆઉટની આદત પાડો..

Advertisement