ચોક્કસ તમે નહિ જાણતા હોય મોગલ ધામ ભગુડાનો આ વાતો, જાણો ભગુડા ગામ એજ મોગલ ધામ કેમ કહેવાય છે…

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે. તમને જણાવી દઈએ કે મોગલમાંનો પરચો સમગ્ર ગુજરાતમાં ફેલાયેલો છે અને લોકો ત્યાં મોટા પ્રમાણમાં જોવા મળે છે અને તેમજ મોગલમાં એટલે એક એવી આઈ છે કે જે માત્ર કોઈ એક સમાજ નહીં પરંતુ અઢારે વરણની આઈ છે.

તેમજ આધારે વરણ માં મોગલને ખૂબ જ માને છે અને એવું પણ કહેવામા આવી રહ્યું છે કે માં મોગલ એ ભગુળામાં સાક્ષાત બેઠી છે.તેમજ આઈશ્રી માં મોગલ માંનો ઈતિહાસ સાડા તેરસો વર્ષ જુનો છે તેવું કહેવામા આવ્યું છે અને મોગલ માંના પિતા દેવસુર ધાંધણીયા અને માતા રાણબાઈમાં છે અને તેમના જન્મ સ્થળની વાત કરવામાં આવે તો તે છે ભીમરાણાએ આઈનું જન્મ સ્થળ છે.

તેમજ આગળ વાત કરવામાં આવે તો માતાજીનો જન્મ થયો ત્યારે માં બોલતા ન હતા અને તેની સાથે જ એવું કહેવામાં આવ્યું છે કે તમામ લોકો એવું માનતા હતા કે મોગલ મુંગા છે પણ આ વાતની કોઈને જાણ ન હતી કે તેમની પાસે કેવી શકિત છે અને તેમજ એવું પણ કહેવામાં આવ્યું છે કે આઈ શ્રી મોગલ માઁ નું મંદિર, ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં, ભગુડા ગામે આવેલું છે ત્યાં માં મોગલને ખૂબજ માનવામાં આવે છે.

તેની સાથે કહેવામા આવે છે કે જ્યાં તે સાચા મનથી માનતા માને છે તો તેમની માનતા જરૂર પુરી થાય છે અને ભગુળાને મોગલધામ તરીકે પણ ઓળખવામાં આવે છે તેમજ આશરે 450 વર્ષ જેટલો પ્રાચિન ઇતિહાસ ધરાવતાં આ માતાજીનાં સ્થાનકનું મોટું અને મહત્વનું રહસ્ય રહેલુ છે.

મોટા પ્રમાણમાં લોકો ત્યાં જોવા મળતા હોય છે અને તળાજા તાલુકામાં પ્રકૃતિના ખોળે ચકલીના માળા જેટલું ભગુડા ગામ આવેલું છે તેમ કહેવામા આવ્યું છે અને ખુલ્લા હરિયાળા ખેતરો અને અમી નજરોથી છલકાતા ભગુળા ગામમાં આઈ મોગલ બેઠી છે જે લોકોની દરેક મનોકનમાં પૂર્ણ કરે છે અને તેમજ આ ગામ જ્યાં આઈ મોગલ હાજરા હજૂર છે.

તેવું માનવામાં આવ્યું છે અને આ સ્થાન સાથે ઘણી પાવનકારી ઘટનાઓ અને કથાઓ જોડાયેલી છે તેવું પણ માનવામાં આવી રહ્યું છે અને તેમજ દેશ વિદેશથી આવતા હજારો લાખો શ્રદ્ધાળુઓની પરમ આસ્થાનું ધામ એટલે ભગુળા માઁ મોગલનું ધામ માનવામાં આવે છે તો ચાલો આપણે જાણીએ મોગલધામ ભગુળાનો ઇતિહાસ.

તેમના જન્મ વિશેની વાત કરતા કહેવામા આવ્યું છે કે મોગલ માતાનો જન્મ દ્વારકા-બેટદ્વારકા વચ્ચે આવેલું ભીંગરાળા ગામ છે અને ત્યાથી આશરે 1800 થી 2000 વર્ષ પહેલા મોગલ માતાજીનો ભીંગરાળામાં જન્મ થયો હતો તેવું જાણવા મળ્યું છે અને ગુજરાતમાં માં મોગલ માતાજીના મુખ્ય ચાર ધામો છે

અને જેમાં માઁ દ્વારકા, ગોરયાળી બગસરા, રાણેસર બાવળા અને ભગુળા એમ આ ચાર ધામો આવેલા છે અને ભગુળા ગામ વિશે પણ ઐતિહાસિક લોકવાયકા છે અને ત્યારબાદ કહેવામા આવે તો સતયુગમાં અવતરેલા ભગુઋષિના નામે ભગુળા ગામનું નામ પડયું હતું.ત્યારબાદ ભગુળાની ભૂમિ નળરાજાની તપોભૂમિ છે તેવું કહેવાય છે અને આ ગામમાં અનેક પુરાતન ભોયરા ગુફાઓ પણ આવેલ છે.

ત્યારબાદ આગળ વાત કરીએ તો પહેલાના સમયે રાતના તરવેળાનો સમય હોય અને ત્યારે ગુગળનો ધુપ થતા હોય અને ચારણી આઈ ચરજુ ગાય એટલે ભલભલાના હૃદય ધધળી જાય અને ન ધુણતા હોય એય ધુણવા લાગે અને આવું બધું થતું હોય તેમજ આ આર્ત નાદની તાકાત છે આર્તનાદ થાય એટલે મળા પણ ઉભા થાય અને જ્યારે ચારણની ધાબળી માંની તાકાત છે.

કે ધાબળી ઓઢી આઈ મળદા પર હાથ ફેરવે એટલે મળદા પણ ઉભા થઈ જાય તેવું પણ કહેવામાં આવે છે અને ચારણોનાં સાડા ત્રણ પાળામાં નવ લાખ લોબળીયાળી, ચોરાસી ચારણ અને અનેક સંત ‘ઈશરા સો પરમેશ્વરા’ સાંઈજી જુલો, કોલવો ભગત, જેતબાઈ માં, હાંસબાઈ માં, રાધામાં આવા મહાન મહાન દેવતાઓ અને દેવીઓ થઈ ગયા છે જેવું કહેવામા આવી રહ્યું છે.

તેમજ માં મોગલનો ઇતિહાસ અલગ અલગ ગામોમાં જુદો છે પણ માંની ચરજુ અલગ અલગ ધામોમાં ગવાઈ છે અને તેમજ કહેવામા આવ્યું છે કે માંનો તરવેળો માત્ર ને માત્ર ચારણ જ પહેરી શકે છે પણ હાલમાં ઈત્તર વર્ગ પણ તરવાળા પહેરવા માંડયા છે જે આપણે પણ ખબર હશે અને તેની સાથે જ ખંભે ધાબળી પણ રાખવા માંડયા છે.

ધાબળી અને તરવાળાનો મહિમા તો ચારણ જ જાણતા હોય છે અને ચારણો માં મોગલને ખૂબ જ માને છે અને આવી જ આ ચારણી જોગમાયાઓ ચારણ સમાજમાં થઈ ગઈ તો આવી ચારણી આઈને લઈ ઘનશ્યામગીરીબાપુએ માતાજીના 21 નામની પુસ્તિકા બહાર પાડી છે એવું પણ કહેવામાં આવ્યું છે.

તેની સાથે સાથે જ જાણવા મળ્યું છે કે મોગલ માંના 21 નામ છે અને જેમાં મુંગુઆઈ,માંગલ આઈ,મોગલ આઈ, લાડકીઆઈ, મંગલાઆઈ, મચ્છરાળીઆઈ ,હલ્કારીઆઈ,ડાઢાળીઆઈ,શિરોમણી આઈ, રાધેશ્રીઆઈ, ધાંધળીયાણીઆઈ,મોગલેશ્વરાય,મહાકાળી આઈ,ચારણકુળ તારણીઆઈ, જઅસવારી આઈ,નવ લાખ નેજાળી, હેમપાંબાળી, હેમપોબાળી એટલે હિમાલયને પાંખુ આવે અને જે ઠંડો પવન આવે તેવી મહેર વરસાવનાર એટલે મોગલમાં અને લોબળીયાળી, ઓખાદળ વાળી આઈ ખાસ તો લોબળીમાં વૈજ્ઞાનિક શકિત આવેલ છે અને ત્યારબાદ કહેવામા આવ્યું છે કે ગુરુત્વાકર્ષણ લોબળીમાંથી બીજી પાર નથી જઈ શકતું અને તેમજ તેના કારણે ચારણી આઈઓ ધાબળી પણ ઓઢે છે જેની પણ આપણે ખબર હશે.

ત્યારબાદ આગળ વાત કરીએ તો એવું કહેવામાં આવે છે કે નવ લાખ લોબળીયાળીના વોંધનાં થળા વિશે જણાવતા ઘનશ્યામગીરીબાપુએ જણાવ્યું કે નવ લાખ લોબળીયાળીના કુલ બે થળા આવેલ છે અને જેમાં એક તો વોંધમાં થળો છે અને બીજો જાણીતા કલાકાર કિર્તીદાનના ગામ વાલોવડમાં આ માતાજીનો થળો આવેલો છે અને ત્યારબાદ કહેવામા આવ્યું છે કે ભારતમાં આ બંને મુખ્ય થળા છે અને તેમજ ભારતીય સંસ્કૃતિ આપણી છે.

એટલે અનેક જગ્યાઓએ માનતાઓ રાખતા હોય છે અને માતાજી બધી મનોકામના પણ પૂર્ણ કરે છે અને તેમજ આ માનતા કયારેક ભુલથી ઉતારવાની રહી જાય તો વોંધના થળે કે નવ લાખના થળે જઈ એક શ્રીફળ અને સવાસેર લાપસી અને માતાજીને ચુંદડી ઓઢાળી આપો એટલે તમામ માનતાઓ પૂર્ણ થઈ જાય તેવી પણ અહીંયા માન્યતા માનવામાં આવે છે.

મોગલમાંના પરચાની વાત કરીએ તો સમગ્ર ગુજરાતમાં ફેલાયેલો છે અને મોગલમાં એટલે એવી આઈ કે જે માત્ર કોઈ એક સમાજ નહીં પરંતુ અઢારે વરણની આઈ છે તો આવા આઈશ્રી મોગલ માંનો ઈતિહાસ સાડા તેરસો વર્ષ જુનો છે અને તેમજ મોગલ માંના પિતા એટલે દેવસુર ધાંધણીયા અને માતા એટલે રાણબાઈ માં ભીમરાણાએ આઈનું જન્મ સ્થળ છે.માતાજીનો જન્મ થયો ત્યારે માં બોલતા ન હતા. તમામ લોકો એવું માનતા હતા કે મોગલ મુંગા છે પરંતુ તેમની શકિતનો કોઈને ખ્યાલ ન હતો.આઈ શ્રી મોગલ માઁ નું મંદિર ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં, ભગુડા ગામે આવેલું છે. જે મોગલધામ તરીકે ઓળખાય છે.

આશરે 450 વર્ષ જેટલો પ્રાચિન ઇતિહાસ ધરાવતાં આ માતાજીનાં સ્થાનકનું અનેરૂ મહત્વ રહેલુ છે. તળાજા તાલુકામાં પ્રકૃતિના ખોળે ચકલીના માળા જેટલું ભગુડા ગામ આવેલું છે. ખુલ્લા હરિયાળા ખેતરો અને અમી નજરોથી છલકાતા ભગુડા ગામમાં આઈ મોગલ બેઠી છે. આ ગામ જ્યાં આઈ મોગલ હાજરાહજૂર છે. આ સ્થાન સાથે ઘણી પાવનકારી ઘટનાઓ અને કથાઓ જોડાયેલી છે.

દેશ વિદેશથી આવતા હજારો લાખો શ્રદ્ધાળુઓની પરમ આસ્થાનું ધામ એટલે ભગુડા ‘માઁ મોગલનું’ ધામ. તો ચાલો જાણીએ આ મોગલધામ ભગુડાનો ઇતિહાસ.ચારણોનાં સાડા ત્રણ પાળામાં નવ લાખ લોબળીયાળી, ચોરાસી ચારણ અને અનેક સંત ‘ઈશરા સો પરમેશ્વરા’ સાંઈજી જુલો,કોલવો ભગત,જેતબાઈ માં,હાંસબાઈ માં,રાધામાં આવા મહાન મહાન દેવતાઓ અને દેવીઓ થઈ ગયા છે.

આમ માંની ચરજુ અલગ અલગ ધામોમાં ગવાઈ છે પરંતુ માંનો તરવેળો માત્ર ને માત્ર ચારણ જ પહેરી શકે પરંતુ હાલ ઈત્તર વર્ગ પણ તરવાળા પહેરવા માંડયા છે. ખંભે ધાબળી પણ રાખવા માંડયા છે. ધાબળી અને તરવાળાનો મહિમા તો ચારણ જ જાણે. આવી ચારણી જોગમાયાઓ ચારણ સમાજમાં થઈ ગઈ તો આવી ચારણી આઈને લઈ ઘનશ્યામગીરીબાપુએ માતાજીના 21 નામની પુસ્તિકા બહાર પાડી છે.

મોગલ માંના 21 નામ એટલે મુંગુઆઈ, માંગલ આઈ, મોગલ આઈ, લાડકીઆઈ, મંગલાઆઈ, મચ્છરાળીઆઈ, હલ્કારીઆઈ, ડાઢાળીઆઈ, શિરોમણી આઈ, રાધેશ્રીઆઈ, ધાંધળીયાણીઆઈ, મોગલેશ્વરાય, મહાકાળી આઈ, ચારણકુળ તારણીઆઈ, જઅસવારી આઈ, નવ લાખ નેજાળી, હેમપાંબાળી, હેમપોબાળી એટલે હિમાલયને પાંખુ આવે અને જે ઠંડો પવન આવે તેવી મહેર વરસાવનાર એટલે મોગલ અને લોબળીયાળી, ઓખાદળવાળી આઈ.ખાસ તો લોબળીમાં વૈજ્ઞાનિક શકિત આવેલ છે.

ગુરુત્વાકર્ષણ લોબળીમાંથી બીજી પાર નથી જઈ શકતું તેના કારણે ચારણી આઈઓ ધાબળી ઓઢે છે.ખાસ કરીને નવ લાખ લોબળીયાળીના વોંધનાં થળા વિશે જણાવતા ઘનશ્યામગીરીબાપુએ જણાવ્યું કે,નવ લાખ લોબળીયાળી ના કુલ બે થળા આવેલ છે. એક તો વોંધમાં થળો છે અને બીજો જાણીતા કલાકાર કિર્તીદાનના ગામ વાલોવડ માં છે. ભારતમાં આ બંને મુખ્ય થળા છે.

ભારતીય સંસ્કૃતિ આપણી છે એટલે અનેક જગ્યાઓએ માનતાઓ રાખતા હોય છે પરંતુ આ માનતા કયારેક ભુલથી ઉતારવાની રહી જાય તો વોંધના થળે કે નવ લાખના થળે જઈ એક શ્રીફળ, સવાસેર લાપસી અને માતાજીને ચુંદડી ઓઢાળી આપો એટલે તમામ માનતાઓ પૂર્ણ થઈ જાય.વોંધનો નવ લાખનો ઈતિહાસ જણાવતા કહ્યું કે વોંધનો ઈતિહાસ એ સરધાર સાથે જોડાયેલ છે.

એક સમય હતો જયારે સરધાર પર બાકર ખાનું રાજ હતું. બાકરખા ખુબ જ અકર્મી માણસ હતો તેની બુદ્ધિ વિકૃતિથી ભરેલી હતી. આવા સમયે આઈ જીવણી યુવાન થયા અને તે સમયે ભરવાડ, ગઢવી, રબારી ગામમાં દુધ વેચવા માટે જતા પરંતુ જીવણી આઈને તેના પિતા જવા દેતા નહીં પરંતુ એક વખત જીદે ચડીને જીવણી દુધ વેચવા માટે ગયા અને એ સમયે બાકરખાના લોકો નગર દર્શન માટે નીકળેલા અને તેમની નજર જગદંબા જીવણી પર પડી અને આઈ તો રૂપ રૂપનાં અંબાર જેવા હતા એટલે વાણીયાને તમામ વાતની જાણ થઈ ગઈ.

તેણે જીવણી આઈના પિતાને કહ્યું કે આતો ખોટું થઈ ગયું. દુષ્ટની નજર આઈ પર પડી ગઈ છે ત્યારે આવા કપરા સમયે આઈ જીવણી નિડરતાપૂર્વક બોલ્યા કે, ભલે ને આવે રાજા આપણે એમાં શું બીવાનું ? આપણે તો ચારણ છીએ. આવા સમયે બાકરખાના માણસોએ આવીને જીવણી આઈને કહ્યું કે, ચાલો બાકરખા બોલાવે છે તે સમયે નિડરતાપૂર્વક આઈ ચાલ્યા અને ધળ ધળ કરતા ઉપર ચડયા એટલે દ્વારયાળો એ સંદેશો પાઠવ્યો કે પેલી છોકરી નીડરતાપૂર્વક આવે છે.

ત્યારે બકરખા સમજયા કે તેમના પર આઈ આફરીન થઈ ગયા હશે અને આઈને લેવા સામા ગયા ત્યાં તો આઈએ સિંહણનું રૂપ ધારણ કર્યું અને બાકરખાને દબોચી સરદારની સીમમાં ફરતો ફેરવ્યો અને આખુ સરધાર જોવે તેમ બાકરખાનને ઉંધો પછાડયો ત્યારે બાકરખાએ માંની માફી માંગી ત્યારે આઈ બોલ્યા કે, ‘મારા થાનક હારે તારી કબર થશે અને તારી કબર પર બેસી કોઈ ગાઠીયા કે ચણા ખાશે એટલે તમામ દુખાવા મટી જાશે’ અને આવા સમયે લોકોમાં હાહાકાર મચી ગયો.તમામ સમાજ આવી માંને પ્રાર્થના કરી કે માં હવે શાંત થાવ તો ત્યારથી માંનું નામ સિંહમોઈ પડયું.

અઢાર વરસની રાજપૂત ની દીકરી ધીરી ધીરી ડગલાં ભરતી એકલી હાલી જાય છે. એમાં પાછળથી ઘોડલાં આવતા હોય એવો અવાજ સંભળાણો અવાજ કાને પડતાં સુજાન ઘોડાઓને જગ્યા આપવા રાજપૂતની દીકરી પડખે હટી ગઈ. પણ ઘોડા આગળ ના નીકળ્યા પણ એ રાજપૂત દીકરી ને ફરતે ગોળ કુંડાળામાં ઉભા રઇ ગયા ઘોડેઅશ્વર ના લીલા વેશ છે. મોટી દાઢીયું છે.આવા ઘોડેઅશ્વરો રાજપૂત ની દીકરીને કૂંડાળે લીધી છે અને ઈ દળના મોભીએ નવાબે દીકરીને પૂછયું કે તું કોણ છો અને ક્યાં જાઓ છો.ત્યારે દીકરી બોલી મારું નામ સુજાનબા છે મારા બાપુનું ભાત લઈને જાઉં છું.

નવાબ:આવા તારા રૂપ અને ઉઘાડે પગે આવા ધોમ તડકામાં તું તારાબાપ માટે ભાત લઈને જાય એ સારું ના લાગે આવા રૂપ તો કડીની હવેલી માં શોભે રાજા ને બંગલે શોભે. આટલી વાત સાંભળતા સુજાનબા સમજી ગઈ કે નવાબ ની નજર અને કહેણ શું છે અને શુ કહેવા માંગે છે. એણે સમજદારી પૂર્વક જવાબ આપ્યો આપની વાત સાચી પરંતુ કોઈ દીકરી નું માંગું નાંખવું હોય તો એના બાપ પાસે વાત કરાય. અમારે રાજપૂતોમાં મર્યાદાનું પાલન કરવું પડે.

નવાબ બોલ્યો ક્યાં છે તારો બાપ એનું નામ શું છે.સુજાનબા:મારા બાપુ વગડામાં ગાયું ચરાવે છે. એમનું નામ સુરસિંહ વાઘેલા છે.તમે ત્યાં ચાલો, આગળ સુજાનબા ચાલે છે એની પાછળ નવાબ નું બાર જણાનું ટોળું હાલતું આવે છે આ બાજુ ઘોડાનો અવાજ સાંભળતાં ઝાડને છાંયે સુતેલા રાજપૂતને કાને પડે છે અને સામે નજર કરતાં આગળ સુજાનબા એની પાછળ મુસલમાનોનું દળ આવતું દેખાતા સૂરસિંહ પોતાની દીકરી ને પૂછે છે બેટા સુજાન આ કોણ છે. ત્યારે સુજાનબા બોલ્યા બાપુ આતો મેમાન છે.

સુરસિંહ: બેટા આવા મેમાન.સુજાનબા: હા બાપુ આપણા રાજપૂત ના ઘરે કોકદી આવા મેમાન પણ હોય ને કોકદી ઓલા મેમાન પણ હોય.સુરસિંહ: બેટા,આ મેમાન જોધપુર ના રાજાને પોસાય હું સુરસિંહ વાઘેલા છું મને આ ના પોસાય. જોધા ને અકબર પોસાય બાકી મારી દીકરી જો કડી ના બાદશાહ નેત્યાં હોય તો હું રાજપૂતાણી ના પેટનો ના કહેવાઉં.સુજાનબા: બાપુ પણ લગન તો દેવા પડશે.સુરસિંહ: તોય દેવા પડશે બેટા.સુજાનબા: હા બાપુ આટલી વાત સાંભળી સુરસિંહ ને થયું કે મારી દીકરી કોઈ દિવસ આવી વાત ના કરે પણ એણે કૈંક રસ્તો શોધ્યો હશે.

દીકરી ની વાત માની સુરસિંહે લગનની તિથિ આપી કે આ તિથિએ તમે જાન લઈને આવજો.અહીંથી બાદશાહ નું દળ કડી જવા રવાના થાય છે અને બાપ દીકરી પોતાના ઘરે પહોંચે છે. સાંજે સુરસિંહ પોતાની દીકરી ને પૂછે છે બેટા શું વિચાર્યું છે તે ત્યારે સુજાનબા એટલું બોલ્યા બાપુ રાજપૂતને વિચારવાનું ના હોય નિર્ણય લેવાઈ ગયો હોય.સુરસિંહ: બેટા મનેતો મરવા સિવાય બીજો કોઈ ઉપાય નથી લાગતો, હવેતો બાપ દીકરી બેઉને ઝહેરઘોડાવા સિવાય બીજો ઉપાય નથી લાગતો.

સુજાનબા: ભલે બાપુ ઝહેર ભલે ઘોળી લઈએ, પણ બાપુ દરિયા બાજુ એક બે અવાજ કરીયે તો.મારી માં કાયમ દરિયા બાજુ ધૂપ ફેરવતી ને નાનકડો કાળા કપડાનો કટકો રાખતી. પણ બાપુ મને એનું પૂરું નામ નથી આવડતું.સુરસિંહ: પણ દીકરી દરિયા બાજુ તો દ્વારિકાવાળો રહે છે અને બેટા એ આવે ત્યાં સુધી તો બઉ મોડું થઈ જાય.દ્રૌપદી નો સાળી નો છેડો દુઃશાસન તાણાતો હતો પણ એ છેક કેડ થી છેડો નીકળવાની તૈયારી હતી ત્યારે ચીર પૂર્યા.બેટા એ ભીષ્મપિતામહ જોઈ શકે હું ના જોઈ શકું.

સુજાનબા: હા બાપુ આપની વાત સાચી પણ હું એનું નથી કેતી.સુરસિંહ: તો બેટા આપણે મોત ને મીઠું કરી લઈએ આના સિવાય બીજો રસ્તો નથી.સુજાનબા:પણ બાપુ મારી માં કાયમ કહેતી હતી કે જેદી રાજપૂતો ને મર્યાદાના સંકટ પડે તેદી ચારણ ની ડોશીયુંને યાદ કરવા જોઈએ.એ આઇયું ને યાદ કરે એને મરવાનું ના હોય આઇયું આપણી વારે જરૂર આવશે.હું એની વાત કરું છું બાપુ.સુરસિંહ: બેટા એ કઈ માંજીની તું વાત કરે છે.

સુજાનબા:મને એ આઈનું નામ યાદ નથી, પણ એ દરિયા કાંઠે બેઠી છે મને એનું નામ નથી યાદ આવતું. (વાત કરતાં અચાનક આઇનું નામ યાદ જીભેથી નીકળે છે બાપુ એ આઈ મોગલ, મોગલ, મોગલ હા બાપુ એનું નામ મોગલ છે.મારી માં કાયમ કેતી હતી કે એ ભગવતી કાયમ સહાય કરશે અને કાયમ આઈ ની ચરજૂં ગાતી આટલી વાત કરતાં સુજાનબા ની ભુજાઓ ફરકવા મંડી, શરીર આખું ધ્રુજવા મંડ્યું, કારણકે અંતરથી જેદી સાદ થાય ત્યારે માણસ નું રોમેરોમ કૈંક અલગ જ વર્તન કરતું હોય છે. અહીં વિરમગામ નજીક માં નાનકડા ગામની રાજપૂતાણીની દીકરીના અંતરનો સાદ સુણી આઈ મોગલ ઓખાથી રવાના થયાં અને પલ ભર માં કડી ના બાદશાહ ને ત્યાં પહોંચ્યા કડીના બાદશાહ ને ઢોલીયેથી હેઠો પછાડ્યો.ત્યારે બાદશાહ ના મોઢેથી હે માં શબ્દ નીકળ્યો.

માં શબ્દ સાંભળતા આઈ મોગલે કહયું માં કહ્યું છે એટલે મારતી નથી તું ભાગ તને ખબર પડે કે કોઈઉપર કપરી મીટ(નજર) માંડવાના શું પરિણામ આવે છે કડીનો બાદશાહ પોતાના મહેલ થી ભાગવા મંડ્યો એની પાછળ મોગલ માં ચાલતા જાય છે જંગલો, નદિયોં, ડુંગરાઓ, શહેરો આ બધું પાર કરતો બાદશાહ ભાગતો જાય છે ક્યાંક ઉભો રહે એટલે મોગલ માં આવતી દેખાય છે ત્યારે કાગબાપુ નું એક ગીત યાદ આવે બાઈ તારા છોરું ને સંતાપ્યા ને દેવળ દુભાવ્યા એ આઈ તેદી ભેળિયો ઉતારી ને ભેઠ તેં વાળી રે,મચ્છરાળી મોગલ આઈ ગાંડી થઈ ડણકી તું ડુંગર ગાળીયે.

ભગુડા ગામે માતાજી પધાર્યા હતા. લોકોની અખૂટ શ્રધ્ધાને કારણે આ ઐતિહાસિક ધામ આજે જગવિખ્યાત થયું છે. દર્શનાર્થે આવતા શ્રધ્ધાળુઓને રહેવા-જમવા સહિતની સુવિધા મંદિર ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે પૂરી પાડવામાં આવી રહી છે.ભાવનગરથી 80 કિ.મી.મહુવાથી 25 કિ.મી. બગદાણાથી માત્ર 11 કિ.મી. અને ગોપનાથથી 30 કિ.મી.ના અંતરે આવેલું ભગુડા ગામ એ જ માંગલ ધામ.

3500ની વસતી ધરાવતું મહુવા તાલુકાનું ભગુડા ગામ મોગલ માતાના ચાર પૈકીના એક ધામમાં સામેલ છે. આ મંદિરનો ઈતિહાસ રોચક છે. આશરે 450 વર્ષ પહેલા દુકાળ પડતા આહિર સમાજના પરિવારો ગીર ચાલ્યા ગયા હતા. ત્યાં ચારણ અને આહિર જ્ઞાાતિના બે વડીલ મહિલાઓ વચ્ચે સગી બહેનો કરતા પણ વિશેષ સબંધ બંધાયો હતો. ચારણ જ્ઞાાતિના ડોશીના નેસડે મોગલ માતાનું સ્થાનક હોય, તેમણે આહીર જ્ઞાાતિના વૃધ્ધાને રખોપાના નાતે આઈ મોગલને કાપડમાં આપ્યા હતા.

માતાજીને સાથે લઈ આહિર વૃધ્ધા ભગુડા આવ્યા હતા અને અહીં તેમણે નળિયાવાળા કાચા મકાનના ગોખલામાં માતાજીની સ્થાપના કરી પૂજા-અર્ચના શરૂ કરી હતી.ખુબ જ ભાગતા આગળ ગોહિલવાડ ના એક ગામમાં બાદશાહ પહોચેં છે ગામજનો ને પોતે કડીનો બાદશાહ છે એવી બીક બતાવી અને કહે છે કે પાછળ કોઈ બાઈ આવે છે એને નો કહેતા કે હું અહી સંતાણો છું અને તમે લોકો આખા ગામને તાળા મારો બાદશાહની વાત માની ગ્રામજનો પોતાના ઘરોને તાળા મારે છે પાછળથી માતાજી આવીને બાદશાહ ક્યાં છે એવું પૂછે છે તો ગામલોકો ના પાડે છે કે અહીં કોઈ નથી આવ્યું પણ માતાજી બધું જણાતા હોવાથી એક પછી એક બધા બંધ દરવાજા ને તોળાતાં જાય છે અને બાદશાહ જે ઘરમાં છે એનું તાળું સૌથી છેલ્લે તોળે છે.

બાદશાહ પગે પડી માતાજીની માફી માંગે છે અને બીજીવાર આવી ભૂલ નઈ કરે આવું વચન આપે છે માં શબ્દ સાંભળીને માતાજી તેને માફ કરી જવા દે છે બાદશાહ ના ગયા પછી માતાજી ગામમાં ઉભા છે આઇનું રૂપ ફરી ગયું છે, ભુજાઓ ફરકે છે આખા ગામને ભેગું કરી આઈ કહે છે કે આજ પછી આ ગામ માં કોઈ તાળું નઈ મારે આઈની આ વાત સાંભળી ને ગામજનો કહે છે કે માં જો તાળા નઈ મારીએ તો અમારા માલ સામાન ની રક્ષા કોણ કરશે, આઈ માઁ મોગલ પ્રત્યે કામળિયા સોરઠિયા આહિર પરિવારોની અખૂટ શ્રધ્ધા અને ભક્તિ તેમજ જે કોઈ માંઈભક્તો મનથી સ્મરણ કરી જોળી ફેલાવે તેમની માતાજી મનોકામના પૂર્ણ કરતા છે.તેથી જ મોગલ માતાના ભક્તોની સંખ્યા લાખો કરોડોએ પહોંચી છે. ભગુડામાં મોગલ માતાજીનું સ્થાપન જૂનું હતું.આ સ્થાપની જગ્યાએ 23 વર્ષ પૂર્વ મંદિરનું નવનિર્માણ થયું કરવામાં આવ્યું હતું.

આઈ કહે છે કે તાળા તો ઠીક પણ દરવાજા પણ બંધ નઈ કરો તોપણ ચાલશે અને જો કોઈ તમારો સામાન ચોરી કરશે તો હું એની આંખોની બોટિયું બારી નો કાઢી નાખું તો હું મોગલ નો કેવાવ.આ તમને મારું વચન છે અને આજ પછી આ ગામનું નામ ભગુડા રાખજો કારણ કે બાદશાહ ભાગીને અહી આવ્યો છે.મંગળવાર માતાજીના દર્શન માટે અતિ શુભ ગણાય છે,એટલે મંગળવારે દર્શનાર્થીઓની ભીડ વધુ રહે છે.

આ ઉપરાંત રવિવારે પણ લોકો દૂર દૂરથી દર્શનાર્થે આવે છે.દર વર્ષે વૈશાખ સુદ 12ના રોજ માતાજીનો પાટોત્સવ ઉજવાય છે. જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાંથી બે થી ત્રણ લાખ લોકો ઉમટી પડે છે.બાદશાહ ભગોડો કેવાયો એટલે આજથી આ ગામનું નામ ભગુડા રહેશે. તમારી રક્ષા કરવા હું કાયમ અહી બેઠી છું.એવું કહેવાય છે કે ત્યારથી આઈ ભગુડા બિરાજે છે.આજ પણ ભાવનગર જિલ્લાના તળાજા પાસે આઈ મોગલ નું ભવ્ય મંદિર છે.

જ્યાં આજેપણ માતાજી હાજરાહજૂર છે.ફક્ત આપણને શ્રદ્ધા હોવી જોઈએ.એક હાથમાં ખડગ અને બીજા હાથમાં નાગ વિખરાયેલા કેશપાશ, ત્રિલોકને શાતાહ આપતું તેજસ્વી ભાલ, ચંદ્ર અને સૂર્ય સમાન પ્રકાશવાન, ભક્તો માટે સ્નેહ અને દુષ્ટો માટે અગનજ્વાળા વરસાવતા આઈ ના નયનો આઈ મોગલનું આ સ્વરૂપ જોઈને સુર નર મુનિ, સૌ કોઈ દેવીની સ્તુતિ કરે છે. નવા મંદિરમાં શ્રધ્ધાળુઓ માટે રહેવા પ્રસાદ અને વિશાળ મેદાનમાં વાહન પાર્કિંગની સુવિધાઓ ઉભી કરવામાં આવી હતી. મંદિરનો વિકાસ કરાયો છે. પરંતુ આજે પણ પરંપરા બદલવામાં આવી નથી. ભગુડા ધામમાં મોગલ માતાની મૂર્તિના બદલે ફળુ પૂજાય છે. મંદિરમાં કાલ્પનિક મૂર્તિઓની સ્થાપના કરાઈ છે તેમ છતાં માતાજી ફળા સ્વરૂપે જ છે.

ભગુડામાં કોઈ ભુવા કે ભુઈ નથી. શ્રધ્ધાળુઓ ગમે તે સમયે માતાજીના દર્શન કરી શકે તે માટે મંદિર 24 કલાક ખુલ્લું રહે છે. ભગુડાના મોગલ માઁએ અસંખ્ય પરચા પૂર્યા છે, જે કોઈ શ્રધ્ધાળુઓ શ્રધ્ધાથી માનતા કરે તેને અચૂક લાભ થતો હોવાના દાખલા મૌજુદ છે.માઁ મોગલ પારંપરિક પૂજા અર્ચના કરવામાં આવે છે. અહીં માઁ ના ધામમાં ભક્તો દૂર દૂર થી આવે છે અને માઁ ને લાપસી નો પ્રસાદ ચઢાવે છે.

અહીંયાં લાપસી નો પ્રસાદ ધરાવવાનો વિશેષ મહિમા છે. કહેવાય છે કે માઁ મોગલને લાપસી અતિપ્રિય છે.ભક્તો લાપસીનો પ્રસાદ ધરાવી ધન્યતા અનુભવે છે. કહેવાય છે કે, લાપસીનો પ્રસાદ લેવાથી તમામ મનોકામના પૂર્ણ થાય છે. ભગુડા ધામમાં અન્નક્ષેત્રની સેવા પણ ઉપલબ્ધ છે. માઇ દર્શને આવતા શ્રદ્ધાળુઓ અચૂક માનો પ્રસાદ લે છે. ભક્તો અહીં માતાજીને 16 શણગાર અર્પણ કરે છે. જેને તરવેડાનો માતાજીને ચઢાવવામાં આવતી ભેટ એક ભાગ કહેવાય છે.

ભગુડામાં આવતા માઇ ભક્તો પોતાના અધૂરા કામ કે તકલીફો, માતાજી દૂર કરે તે માટે “તરવેડા” માનતા હોય છે. તરવેડો એટલે એક પ્રકારની માનતા. જેમાં માતાજીને લાપસી ધરાવવામાં આવે છે અને શણગાર અર્પણ કરવામાં આવે છે. જયારે પોતાની માનતા પૂર્ણ થાય,ત્યારે શ્રદ્ધાળુઓ તરવેડો કરતા હોય છે. ઉપરાંત દર વર્ષ વૈશાખ સુદ બારસના દિવસે ભારે ધામધૂમ પૂર્વક માતાજીનો પાટોત્સવ ઉજવવામાં આવે છે.

જેમા લાખો લોકો શ્રધ્ધાભેર સામેલ થાય છે પ્રતિ વર્ષ ચૈત્ર માસમાં રોજની સેંકડોની સંખ્યામાં યાત્રાળુ પરિવારજનો દ્વારા માતાજીને લાપસી ધરવામાં આવે છે. આખો ચૈત્ર માસ આ પરંપરા ચાલુ રહે છે. આ જગ્યા ટ્રસ્ટ તરફથી લાપસી પ્રસાદ માટે જરૂરી પાણી બળતણ તેમજ તમામ વાસણોની સુવિધા વિનામુલ્યે પુરી પાડવામાં આવે છે અહી યાત્રાળુઓ માટે અન્નક્ષેત્ર રોજ 24 કલાક શરૂ રહે છે. આવાસ માટે પણ 20 ઓરડાઓ અને બે મોટા હોલની પણ વ્યવસ્થાઓ છે ઉપરાંત સૌ યાત્રાળુઓ માટે સતત ચાપાણીની વ્યવસ્થાઓ પણ શ્રી માંગલધામ ચેરીટેબલ ટ્રસ્ટ ભગુડા દ્વારા પુરી પાડવામાં આવે છે. મંદિર ૨૪ કલાક ખુલ્લુ રહે છે.

એક લોકવાયકા પ્રમાણે માઁ મોગલ ચોર ઉપર કોપાયમાન થાય છે. જેથી ભગુડા ગામમાં ક્યારેય ચોરીનો બનાવ બન્યો નથી. ગામલોકોને માતાજી પ્રત્યે એટલી શ્રધ્ધા છે અને માતાજી ચોરને હાજરા હજુર પરચા દેખાડતા હોવાથી ભગુડા ગામના એક પણ ઘર કે દુકાનમાં ક્યારેય તાળુ મરાતું નથી.કોઈ વ્યવસ્થાના ભાગે તાળા મરાતા હોય તે અપવાદરૂપ છે.

ભગુડા ગામમાં આહિર પરિવારના 250 ખોરડા છે. જેમાંથી કામળિયા સોરઠિયા આહિર જ્ઞાાતિના 60 કુટુંબનો દર ત્રણ વર્ષે માતાજીને તરવેડો ભેળિયો ચડે છે અહી સંસ્થા દ્વારા કોઈ ફંડ ફાળો ઉઘરાવવામાં આવતો નથી કોઈ ભુવા નથી. કોઈને દોરા-ધાગા આપવામાં આવતા નથી. નોંધનિય છે કે ભગુડા ગામે સને 1997 માં માતાજીનું શિખરબંધ નૂતન મંદિરનું નિર્માણ થયુ હતું જેની પ્રતિષ્ઠા વિધિ વૈશાખ સુદ ૧૨નાં દિવસે યોજાઈ હતી જેનો પાટોત્સવ દર વર્ષે ધામધૂમ પૂર્વક છેલ્લા 20 વર્ષથી ધર્મમય માહોલમાં યોજાય છે.