શરીરમાં આ તકલીફો થઇ રહી છે તો સમજજો કેલ્શિયમની કમી છે, માટે બચવા અપનાવો આ ઉપાય….

શરીરમાં કેલ્શિયમની ઉણપ હોય તો તમારા શરીરના ઘણા અંગો પર અસર જોવા મળે છે. હાથ માંડીને પગ અને યાદશક્તિ પર પણ અસર વર્તાય છે. શરીરના અંગો વ્યવસ્થિત રીતે કામ કરે તે માટે કેલ્શિયમ લેવું ખૂબ જરૂરી છે. ખાસ કરીને મહિલાઓ કેલ્શિયમની ખામીનો ભોગ બને છે. જેના કારણે ત્રીસી વટાવ્યા બાદ કમરના મણકામાં ઘસારો, ઘૂંટણ દુખવા, હાડકાં નબળાં પડી જવા જેવી સમસ્યા થાય છે.કેલ્શિયમ નાની-મોટી દરેક વ્યક્તિ માટે ખૂબ જરૂરી છે. આ એ તત્ત્વ છે, જે શરીરનાં હાડકાંને મજબૂત બનાવે છે. ખાસ કરીને મહિલાઓ અને બાળકોને કેલ્શિયમની ખૂબ જરૂર હોય છે. બાળકોના વિકાસ માટે કેલ્શિયમ ખૂબ જરૂરી છે. મહિલાઓને ‌પિરિયડ્સ, પ્રેગ્નન્સી, મેનોપોઝ સમયે કેલ્શિયમની ખૂબ જરૂર પડે છે.

કેલ્શિયમની ઉણપ ‘હીપોકેલ્સેમિયા’ તરીકે પણ ઓળખાય છે. શરૂઆતમાં કેલ્શિયમ ઘટી ગયું છે તેવા ચોક્કસ લક્ષણો શરૂરીમાં નથી દેખાતાં પરંતુ જેમ જેમ કેલ્શિયમનું પ્રમાણ વધારે ઘટે છે ત્યારે તેના લક્ષણો દેખાવાની શરૂઆત થાય છે. સરળતાંથી હાડકા તૂટી જાય એટલે કે વારંવાર ફ્રેક્ચર થવું, મૂંઝવણ થવી કે યાદશક્તિ નબળી પડવીએ હીપોકેલ્સેમિયાના ગંભીર લક્ષણો છે.કેલ્શિયમની કમીના કારણે આવી શકે આ બિમારી30 વર્ષ બાદ મહિલાઓને કેલ્શિયમની કમી થાય છે.કેલ્શિયમ શરીરમાં કેટલાક મહત્વના કાર્યો કરે છે, જેવા કે દાંત અને હાડકા મજબૂત બનાવવા, સ્નાયુઓ નિયમિત રીતે સંકોચાય તેનું ધ્યાન રાખે છે. ઉપરાંત હૃદયના ધબકારા અને ગંઠાયેલા લોહીને સામાન્ય બનાવે છે. માટે જ શરીરમાં કેલ્શિયમનું યોગ્ય પ્રમાણ જળવાઈ રહે તે અત્યંત જરૂરી છે.

ગંભીર કિસ્સાઓમાં આના કારણે સ્નાયુઓમાં વધારો થવો, યાદશક્તિ જતી રહેવી, નખ બરડ થવા જેવી સમસ્યાઓ થાય છે. જો કેલ્શિયમની ઉણપની પૂર્તિ કરવા માટે સમયસર સારવાર ન લેવામાં આવે તો હાડકાં એટલાં નબળા થાય છે કે વારંવાર ફ્રેક્ચર થાય છે, સાથે જ ઓસ્ટિયોપોરોસિસ પણ થઈ શકે છે. મહત્વનું છે કે કેલ્શિયમયુક્ત ખોરાક લો તો પણ જો તમારા શરીરમાં વિટામિન ડી ન હોય તો શરીર તેના વગર કેલ્શિયમને એબ્ઝોર્બ નથી કરી શકતું.

જો તમે બેચેની, સુસ્તી, હતાશા અને ચીડિયાપણું અનુભવતાં હોવ તો તમારા શરીરમાં કેલ્શિયમની ખામી હોઈ શકે છે. તમારા સ્વભાવમાં થોડો કે વધારે આ પ્રકારનો ફેરફાર અનુભવાય તો તે તમારા ન્યૂટ્રિશનની ખામી દર્શાવે છે. સ્વભાવમાં આવેલા આ ફેરફારો જણાવે છે કે તમારે કેલ્શિયમ લેવાનું પ્રમાણ વધારવું જોઈએ.જો તમારી આંગળી, અંગૂઠા કે હોઠમાં ઝણઝણાટી અનુભવાતી હોય તો ચેતી જજો, તમારું શરીર તમને કેલ્શિયમયુક્ત ખોરાક લેવાના સંકેત આપી રહ્યું છે. મોંની આસપાસ બળતરા થવી કે ચહેરા ખેંચાવો કે સંકોચાવો કેલ્શિયમની ગંભીર ઉણપ દર્શાવે છે.

ખાસ કરીને મહિલાઓમાં ૩૦ વર્ષ બાદ કેલ્શિયમની કમી થવા લાગે છે. ભારતીય મહિલાઓ કેલ્શિયમને લઇ એટલી સજાગ હોતી નથી. તેથી તેઓ જાતે જ સ્વાસ્થ્ય સંબંધિત પરેશાનીઓને નોતરે છે. શરીરમાં કેલ્શિયમની કમી દૂર કરવા માટે શું શું ખાવું જોઇએકેલ્શિયમ માટે તમને માર્કેટમાં ઘણાં સ‌િપ્લમેન્ટ્સ મળી જશે. તમે ઇચ્છો તો તે લઇ શકો છો, પરંતુ તેની સાથે તમે કેલ્શિયમથી ભરપૂર ડાયટ લેશો તો વધુ ફાયદો થશે.પુખ્ત વય (19-64 વર્ષ)ના લોકો માટે એક દિવસમાં 700 મિલીગ્રામ કેલ્શિયમ લેવું જરૂરી છે. તમારા રોજિંદા આહારમાંથી તમને પૂરતા પ્રમાણમાં કેલ્શિયમ મળી રહે તે ખૂબ જરૂરી છે. અને જો ન મળતું હોય તો તમારે કેલ્શિયમયુક્ત ખોરાક ખાવો જોઈએ.

દૂધને સંપૂર્ણ આહાર માનવામાં આવે છે, તેમાં પોષક તત્ત્વોની ભરમાર હોય છે, તેમાં ભરપૂર કેલ્શિયમ હોય છે. તમે દહીં અને પનીર પણ ખાઇ શકો છો. તમારે શાકભાજી ખાવાં હોય તો પાલક, ફુદીનો, બીન્સ, બ્રોકલી લઇ શકો છો, તેમાં આયર્ન, વિટા‌મિનની સાથે-સાથે કેલ્શિયમ પણ ભરપૂર હોય છે.દરેક પ્રકારની દાળ પ્રોટીન, વિટા‌મિન, આયર્ન, ઝિંક, પોટેશિયમ, ફોલેટ, મેગ્નેશિયમ અને ફાઇબરથી ભરપૂર હોય છે. કેલ્શિયમની કમી દૂર કરવા માટે તમે ડ્રાય ફ્રૂટ્સ ખાઇ શકો છો. બદામ, કિશમિશ, ખજૂર તમારા માટે બેસ્ટ છે.ફળમાં સંતરાં બેસ્ટ છે. બેરિઝમાં પણ કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે. બ્લેકબેરી અને સ્ટ્રોબેરી બંને ફાયદાકારક છે. ફળનાં બીજમાં પણ કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે. તેનું સેવન તમે દૂધ સાથે કરી શકો છો. અળસી, કિનોવા, તલ વગેરે ખાઇ શકો છો.

સવારનો તડકો પણ તમને ભરપૂર કેલ્શિયમ આપે છે. સવારના ૫થી 20 મિનિટ સુધી તડકામાં બેસો100 ગ્રામ કાલે (એક પ્રકારની કોબિજ)માંથી 150mg કેલ્શિયમ મળે છે. 100 ગ્રામ બ્રોકોલીમાંથી 47 મિલીગ્રામ કેલ્શિયમની પૂર્તિ થાય છે. આ સિવાય ચીઝ અને દહીંમાંથી પણ કેલ્શિયમ મળી રહે છે. 100 ગ્રામ ચીઝમાંથી 721 મિલીગ્રામ કેલ્શિયમ અને 100 ગ્રામ દહીંમાંથી આશરે 125 મિલીગ્રામ જેટલું કેલ્શિયમ મળે છે. જો તમને આ વસ્તુઓ ના ભાવતી હોય તો તમે કેલ્શિયમની ગોળીઓ ખાઈ શકો છો, પરંતુ કેલ્શિયમની દવા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.