શુ તમને ખબર છે ભસ્મ આરતીમાં મહિલાઓએ શા માટે ઘૂંઘટ કરવો પડે છે, ચોક્કસ તમે નહીં જાણતાં હોય,જાણો વિગતે……

ભગવાન શિવને સમર્પિત સ્વયંભૂ જ્યોતિર્લિંગ મધ્યપ્રદેશના ઉજ્જૈન શહેરમાં આવેલું છે. આ મંદિર વિશે અનેક પૌરાણિક ગ્રંથોમાં વર્ણન મળે છે. અહીં મહાકાલના દર્શન માટે દેશ-દુનિયાથી ભક્તો આવે છે અને કુંભમેળા દરમિયાન તો લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં પહોંચે છે.

આ સાથે જ મહાકાલના મંદિર સાથે જોડાયેલ અનેક કિંવદંતી પ્રચલિત છે. આવા જ કારણોસર જ્યોતિર્લિંગની યાત્રા કરવા માગતા લોકોના લિસ્ટમાં આ મંદિર સૌથી ઉપર આવે છે. જાણો મહાકાલેશ્વર મંદિર સાથે જોડાયેલ આ રહસ્યો જેને આજ સુધી કોઈ ભેદી શક્યું નથી.

12 જ્યોતિર્લિંગોમાંથી એક એવા મહાકાલ તેની ભસ્મ આરતી વિશ્વભરમાં પ્રસિદ્ધ છે.અહીં મહાશિવરાત્રિ અને શ્રાવણ માસ દરમિયાન ભક્તોની ભારે ભીડ હોય છે.મહાકાલની ભસ્મ આરતી અને શ્રૃંગાર ખૂબ પ્રખ્યાત છે.અહીં દૂર દૂરથી ભક્તો દર્શન કરવા આવે છે. ભસ્મ આરતી રોજ ચાર કલાકે થાય છે.પરંતુ વર્ષમાં બે વખત આ આરતી બપોરે 12 કલાકે થાય છે.આ દિવસે મહાકાલના દર્શન કરવા લાખોની સંખ્યામાં ભક્તો આવે છે.

માન્યતાઓ અનુસાર ઉજ્જૈનમાં મહાકાલના પ્રાગટ્ય પાછળ એક કથા છે. જે મુજબ દૂષણ નામના અસૂરથી લોકોની રક્ષા માટે મહાકાલ અહીં પ્રગટ થયા હતા. અસૂરના વધ બાદ લોકોએ શિવજીને ઉજ્જૈનમાં જ કામયી વસવાટનો આગ્રહ કર્યો જેનાથી પ્રસન્ન થઈને શિવના જ્યોતિર્મયરુપ આ મહાકાલ શિવલિંગ પ્રગટ થયું. આ જ રીતે શ્રીકૃષ્ણનો પણ અહીંના શાસ્ત્રોમાં ઉલ્લેખ જોવા મળે છે. કેમ કે તેમનો અભ્યાસ અહીં જ સાંદિપનિ મુનીના આશ્રમમાં થયો હતો.

મહાશિવરાત્રિ પર્વ પહેલા શિવ વિવાહની વિધિ શરૂ થાય છે. આ નવ દિવસ દરમિયાન મહાકાલને અલગ અલગ શ્રૃંગાર કરવામાં આવે છે. આ શ્રૃંગાર કરી ભગવાનને વરરાજા તરીકે શણગાર કરવામાં આવે છે.ત્યારબાદ શિવરાત્રિની રાત્રે મહાકાલની પૂજા અને ભજન કિર્તન કરવામાં આવે છે.આ સમયે ભગવાનને સવા ક્વિંટલ ફૂલથી બનેલો મુકુટ પહેરવામાં આવે છે.

મહાકાલને સવા મણ ફૂલ અને ફળનો મુકુટ બાંધવામાં આવે છે, સોનાના કુંડળ, છત્ર, મોરપંખ, સોનાના ત્રિપુંડ કરવામાં આવે છે. વિવાહની વિધિ પૂર્ણ થયા બાદ ભસ્મ આરતી બપોરે 12 કલાકે થાય છે.આ જ પ્રકારની વિધિ મહાકાલ સાથે બીજા દિવસે પણ કરવામાં આવે છે. બીજા દિવસે મહાકાલને દૂધ, દહીં, પંચામૃતથી સ્નાન કરાવી ચંદન, અત્તર, કેસરનો લેપ કરવામાં આવે છે. ત્યારબાદ ભસ્મઆરતી શરુ કરવામાં આવે છે.

ઉજ્જૈનને પ્રાચીનકાળથી જ ધાર્મિક નગરની ઉપાધી પ્રાપ્ત છે. પરંતુ આજે પણ લોકોની ભારી ભીડ પાછળનું કારણ મહાકાલની ભસ્મ આરતી છે. હકીકતમાં મહાકાલને દૈનિક ચિતા ભસ્મથી આરતી કરવામાં આવે છે. આ દુર્લભ ક્ષણના સાક્ષી બનાવા માટે લોકો દૂર દૂરથી અહીં આવે છે. કહેવાય છે કે જેઓ ભસ્મ આરતીના દર્શન કરે છે તેના પર શિવ કૃપા રહે છે અને તેમને બધા જ સંકટ સ્વયં મહાકાલ દૂર કરે છે. તો આ આરતીના દર્શન કર્યા વગર તમારા ઉજ્જૈન જ્યોતિર્લિંગ દર્શન પૂર્ણ ગણાતા નથી. તો નાગ ચંદ્રેશ્વર મંદિર અને મહાકાલની શાહી સવારી પણ જિજ્ઞાસાનો વિષય બન્યા છે.

ભગવાન શિવના સૌથી રહસ્યમયી સ્વરૂપો માંથી એક છે મહાકાલ. વર્ચમાનમાં મહાકાલના રૂપમાં ભગવાન ભોલેનાથ તીર્થ નગરી ઉજ્જૈનમાં બિરાજમાન છે.ભસ્મ આરતી વહેલી સવારે 4 વાગે થાય છે.ચાલો જાણીએ તેના વિશે કેટલીક ખાસ વાતો.દરરોજ થતી આરતીમાં મહિલાઓ માટે કેટલાંક ખાસ નિયમ છે.મહિલાઓએ આરતીમાં સામેલ થવા માટે સાડી પહેરવી જરૂરી છે.જે સમયે શિવલિંગ પર ભસ્મ ચડાવવામાં આવે છે તે સમયે મહિલાઓએ ઘૂંઘટ કાઢવો જરૂરી છે.

માન્યતા છે કે તે સમયે ભગવાન શિવ નિરાકાર સ્વરૂપમાં હોય છે.આ સ્વરૂપના દર્શન કરવાની પરવાનગી મહિલાઓને નથી.આ રીતે શરૂ થઇ ભસ્મ આરતીની પરંપરા.પૌરાણિક કથાઓમાં જણાવવામાં આવ્યું છે કે પ્રાચીન કાળમાં દૂષણ નામના એક રાક્ષસના કારણે સમગ્ર ઉજ્જૈન નગરીમાં હાહાકાર મચાવી દીધો હતો.

નગરવાસીઓને આ રાક્ષસ માંથી મુક્તિ અપાવવા માટે ભગવાન શિવ  તેનો વધ કર્યો. તે પછી ગામવાસીઓ ભોલે બાબાને અહી વસી જવાનો આગ્રહ કરવા લાગ્યા.ત્યારથી ભગવાન શિવ મહાકાલના રૂપમાં ત્યાં વસી ગયાં.દૂષણની રાખથી કર્યો શ્રૃંગાર.શિવે દૂષણને ભસ્મ કર્યો અને તેની રાખથી શ્રૃંગાર કર્યો.

આ જ કારણે આ મંદિરનું નામ મહાકાલેશ્વર છે અને શિવલિંગની ભસ્મથી આરતી કરવાની શરૂઆત થઇ.ભસ્મની આરતીના નિયમ.અહી સ્મશાનમાં જે ચિતા પહેલી સળગે છે તેનાથી જ ભગવાન શિવનો શ્રૃંગાર કરવામાં આવે છે. આ ભસ્મ માટે લોકો પહેલાથી જ રજીસ્ટ્રેશન કરાવે છે અને મૃત્યુ બાદ તેની ભસ્મ દ્વારા ભગવાનનો શ્રૃંગાર કરવામાં આવે છે.

પુરુષો માટે પણ છે નિયમ.એવું નથી કે નિયમ ફક્ત મહિલાઓ માટે છે. પુરુષોએ પણ આ આરતીમાં સામેલ થવા માટે ફક્ત ધોતી પહેરવી પડે છે અને તે પણ સ્વચ્છ અને સુતરાઉની હોવી જોઇએ. પુરુષ આ આરતીને ફક્ત જોઇ શકે છે અને પૂજા કરવાનો અધિકાર ફક્ત અહીના પૂજારીઓનો છે.દિવસમાં 6 વાર થાય છે આરતી.

દેશભરમાં આ એકમાત્ર શિવમંદિર છે જ્યાં ભગવાન શિવની 6 વાર આરતી થાય છે. આ આરતીમાં ભગવાન શિવના એક નવા સ્વરૂપના દર્શન થાય છે.સૌપ્રથમ ભસ્મ આરતી, તે પછી બીજી આરતીમાં ભગવાન શિવ ઘટા ટોપ સ્વરૂપમાં હોય છે.ત્રીજી આરતીમાં શિવલિંગને હનુમાનજીનું સ્વરૂપ આપવામાં આવે છે.ચોથી આરતીમાં ભગવાન શિવને શેષનાગ અવતાર આપવામાં આવે છે. પાંચમી આરતીમાં શિવ ભગવાનને વરરાજાનું સ્વરૂપ આપવામાં આવે છે. છઠ્ઠી આરતી શયન આરતી હોય છે. જેમાં શિવ મૂળ અવતારમાં હોય છેન હોય છે.