શુ તમે જાણો છો કે મંદીરમા પ્રવેશતા,પહેલા શા માટે આ કામ સૌથી પહેલા કરવામા આવે છે..નથી ખબર તો જાણી લો

નમસ્કાર મિત્રો આજના આ લેખમા તમારા માટે એક નવી માહિતી લઈને આવ્યા છે મિત્રો આપણા ભારત દેશમા અસંખ્ય મંદિરો આવેલા છે અને તેની સાથે જોડાયેલી છે અસંખ્ય માન્યતાઓ અને દરેક લોકોની પોતાની અલગ અલગ માન્યાતાઓ રહેલી હોય છે જ્યારે પણ જીવનમાં કંઇક સમજાય નહીં અને તકરારને લીધે મન ખોવાઈ જાય છે ત્યારે પગલાંઓ મંદિર તરફ જવાની શરૂઆત કરે છે પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે મુસીબતોમા અટકતા મન મંદિરમા શા માટે સ્થિર થઈ જાય છે.

Advertisement

તો આપણા દેશમાં પ્રાચીન મંદિરો પૃથ્વીના સકારાત્મક ઉર્જા કેન્દ્રો પર બનાવવામાં આવ્યા છે અને આ મંદિરો આકાશી ઉર્જાના ગ્રીડ છે અને જ્યારે ભક્ત મંદિરમાં ઉઘાડપગું જાય છે ત્યારે આની સાથે તેના શરીરમાં અર્થ વહેવા માંડે છે. જ્યારે હાથ જોડાય છે ત્યારે શરીરનું ઉર્જા ચક્ર ચાલવાનું શરૂ કરે છે અને જો દેવ મૂર્તિની સામે માથું નમે છે તો મૂર્તિમાંથી પ્રતિબિંબિત પૃથ્વી અને અવકાશી તરંગો માથા પર પડે છે અને માથા પરના આદેશ વ્હીલને અસર કરે છે.

મિત્રો ભારતમાં મંદિરોને એક પવિત્ર સ્થાન માનવામાં આવે છે અને જ્યાં વ્યક્તિને આત્મા થી લઈને આધ્યાત્મ સુધી શાંતિ મળે છે અને મંદિરમાં જઈને વ્યક્તિનાં મનને શાંતિ મળે છે. પરંતુ તે સિવાય પણ એવી ઘણી ચીજો હોય છે જે દરેક વ્યક્તિ કરે છે જેમકે જ્યારે તમે કોઇ જગ્યાએથી પસાર થઈ રહ્યા હોય અને રસ્તામાં મંદિર અથવા કોઈ પૂજા સ્થળને જુઓ તો તેની સામે જોઈને પોતાનુ માથું નમાવીને પ્રણામ કરવું,અથવા હાથ જોડીને પ્રણામ કરવુ, જેવી આદતો વ્યક્તિની અંદર રહેલી હોય છે જે તે ક્યારેય ભૂલતો નથી.

મિત્રો તમને જણાવી દઇએ જે પ્રાચીન સમયમાં, મંદિરથી સંબંધિત દરેક વસ્તુ પાછળ વૈજ્ઞાનિક કારણ હતું અને આ મંદિરોની સ્થાપનાથી લઈને તેના નિર્માણ સુધી દરેક વસ્તુની પાછળ વૈજ્ઞાનિકો નુ મગજ હતું આજે અમે તમને મંદિર અને તેની પવિત્રતાને લગતા કેટલાક વૈજ્ઞાનિક કારણો જણાવીએ છીએ જેના કારણે થી તમે હજુ જાણતા નથી.અને તે સિવાય વધુ એક કામ એવું છે જે વ્યક્તિ મંદિરમાં પ્રવેશ કરતાં પહેલાં કરે છે એટલે કે વ્યક્તિ મંદિરમાં પ્રવેશ કરતાં પહેલાં મંદિરનાં પગથિયાંઓને સ્પર્શ કરે છે અને મંદિરનાં ગેટ પર લગાવવામાં આવેલી ઘંટડી વગાડવી પરંતુ મિત્રો શું તમે ક્યારેય વિચાર્યું છે કે આપણે આવું શા માટે કરીએ છીએ અથવા ફક્ત આપણા વડીલો દ્વારા કરવામાં આવેલી ચીજોને આપણે આંખો બંધ કરીને ચલાવતા આવીએ છીએ.

મિત્રો મંદિરમાં પ્રવેશ કરતાં પહેલાં ઘંટડી વગાડવી, પહેલા પગથિયાંને સ્પર્શ કરીને તેને માથા પર લગાવવું, આ એવા કામ છે જે સદીઓથી એકબીજાની દેખાદેખીથી લોકો કરતાં આવી રહ્યા છે પરંતુ કદાચ જ કોઈ વ્યક્તિ એવો હશે જે તેની પાછળનું તથ્ય અને કારણ જાણતો હશે અને હવે તેની પાછળનું કારણ તમે પણ વિચારી રહ્યા હશો તો ચાલો અમે તમને જણાવી દઈએ કે તેની પાછળનું કારણ શું છે.તો મિત્રો એવું માનવામાં આવે છે કે મંદિરમાં પ્રવેશ કરતા પહેલા જ આપણામાં ભગવાનની પૂજા શરૂ થઈ જાય છે અને તેમના સન્માનમાં આપણે પગથીયાને સ્પર્શ કરીએ છીએ અને વળી અમુક લોકોનું માનવું છે કે આપણે મંદિરમાં પ્રવેશ કરતાં પહેલાં અને પૂજા અર્ચના શરૂ કરતા પહેલા ભગવાનની પરવાનગી માંગીએ છીએ અને તેમને સન્માન આપીએ છીએ તો આ બંને વાત પરથી સ્પષ્ટ થાય છે કે આપણે આવું એટલા માટે કરીએ છીએ જેથી આપણે દેવતાઓને પોતાના વિનમ્ર સ્વભાવનો પરીચય આપી શકીએ.

અને મંદિરના દ્વારનું પહેલું પગથિયું તમને મુખ્ય મંદિર અને મૂર્તિ સાથે જોડે છે અને મિત્રો હિન્દુ મંદિરોમાં એક વિશિષ્ટ પ્રણાલીનુ અનુસરણ કરીને બનાવવામાં આવે છે જેના અનુસાર બધા મંદિરોનું નિર્માણ કરવામાં આવે છે અને મંદિરને બનાવવામાં ઘણા વેદોને ધ્યાનમાં રાખીને તેનું નિર્માણ કરવામાં આવે છે મિત્રો તમને જણાવી દઈએ કે હિન્દુ મંદિર વાસ્તુ કલા અને સ્થાપત્ય પર આધારિત હોય છે.

આ વેદ અનુસાર મંદિરનું નિર્માણ એવી રીતે કરવું જોઈએ જેથી મંદિરનાં પ્રવેશદ્વાર પર દેવતાના પગ હોય અને આ એટલા માટે કે મંદિરના પ્રવેશદ્વારને સ્પર્શ કરીને તેને માથે લગાવવામાં આવે છે જેનો અર્થ થાય છે કે તમે ઈશ્વરના ચરણસ્પર્શ કરી રહ્યા છો મતલબ કે જ્યારે પણ મંદિરમાં પ્રવેશ કરતા પહેલા તમે પહેલા પગથિયાને સ્પર્શ કરો છો તો ધ્યાન રાખવું કે તમે ભગવાનના ચરણ સ્પર્શ કરી રહ્યા છો.

અને હવે મંદિરમાં પ્રવેશ કરતા પહેલા ઘંટડી વગાડવાની વાત કરવામાં આવે તો તેની પાછળ એવું જ તથ્ય માનવામાં આવે છે કે મંદિરના પ્રવેશદ્વાર પર લગાવવામાં આવેલી ઘંટડી વગાડવાથી ઈશ્વરના આશીર્વાદ અને ધનની પ્રાપ્તિ થાય છે અને તેની સાથોસાથ જે જગ્યાએ અને મંદિરોમાં દરરોજ ઘંટડી વાગે છે તેને જાગ્રત દેવ મંદિર પણ કહેવામાં આવે છે.

 

Advertisement