શું તમે જાણો છો સૌરાષ્ટ્રની ધરતી પર જ્યાં સાક્ષાત બિરાજમાન છે એવા રાંદલ માતાજીનો ઈતિહાસ

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આપણો દેશ એક ધાર્મિક દેશ છે અને દેશની ઘણી જગ્યાઓએ ઘણા દેવી દેવતા હોવાના પરચાઓ આજે પણ મળતા આવ્યા છે. એવા જ એક દેવી રાંદલ માતાજીનો ઇતિહાસ પણ ખુબ જ ચમત્કારિક છે. તેમના પરચાઓ આજે પણ જગ વિખ્યાત છે. કોઈપણ શુભ પ્રસંગે રાંદલ માતાજીને તેડાવવાની વિધિ આજે પણ ખુબ જ ધામધૂમથી ઉજવાય છે.

Advertisement

તો ચાલો જાણીએ કાઠિયાવાડની ખમીરવંતી ધરતી ઉપર ગોંડલની બાજુમાં આવેલા ગામ દડવામાં બિરાજેલા માતા રાંદલના ઇતિહાસ વિશે.દડવા ગામમાં રાંદલ માતાજી બેજોડ સ્વરૂપે બિરાજેલા છે. અને આજે પણ અહીંયા માતાજીના પરચાઓ જોવા મળે છે. ભક્તો માતાજીના દર્શને આવે છે અને માતાજી પોતાના ભક્તોના દુઃખ દૂર કરતા હોવાના પુરાવા પણ આ ગામમાંથી મળે છે.

વર્ષો પહેલા એકવાર સૌરાષ્ટ્રના ગામમાં દુકાળ પડે છે.માલધારીઓ તેનાથી રક્ષણ મેળવવા માટે ટીમ્બામાં વસવાટ કરે છે ત્યારે એક નાની બાળકી ગામમાં પ્રવેશે છે અને તેમના પગલે અલૌકિક ચમત્કારો થવા લાગે છે. અપંગ, આંધળા અને કોઢથી પીડાતા લોકો સાજા સમા થઇ જાય છે.પરંતુ તે છતાં પણ કોઈ તેમને ઓળખી નથી શકતું, એ સાક્ષાત મા રાંદલ હોય છે.

સૌરાષ્ટ ની ધરા પર સ્થિત ગોંડલ નજીક દડવા મા રાંદલ માતાજી નુ દેવસ્થાન ખુબ જ પ્રખ્યાત છે. ગોંડલ થી મોવિયા અને ત્યા ની વાસાવાડ માર્ગે 35 કી.મી ના અંતરે દડવા ગામ મા બેજોડ સ્વરૂપે બિરાજેલા છે. રાંદલ માતાજી અધ્યાત્મ ની ભાષા મા જણાવીએ તો અહી બિરાજેલા રાંદલ માતાજી મા થી દિવ્ય અલૌકીક ઉર્જા ફેલાય છે.

દડવા ગામમાં રાંદલ માતાજી બેજોડ સ્વરૂપે બિરાજેલા છે. અને આજે પણ અહીંયા માતાજીના પરચાઓ જોવા મળે છે. ભક્તો માતાજીના દર્શને આવે છે અને માતાજી પોતાના ભક્તોના દુઃખ દૂર કરતા હોવાના પુરાવા પણ આ ગામમાંથી મળે છે.નવરાત્રી ના સમયગાળા મા અહી ના દર્શન જે અલગ હોય તો આજે આપણે જાણીએ દડવા મા રાંદલ માતાજી નો ઈતિહાસ. એક વખત સૌરાષ્ટ મા ખુબ જ ગંભીર દુષ્કાળ નુ વાતાવરણ સર્જાય છે. જેના થી રક્ષણ મેળવવા માટે માલધારી ઓ ટીંબા મા વાસ કરે છે જે બીજુ કોઈ નહી પરંતુ સ્વયં રાંદલ માતાજી છે.

વર્ષો પહેલા એકવાર સૌરાષ્ટ્રના ગામમાં દુકાળ પડે છે. માલધારી ઓ તેનાથી રક્ષણ મેળવવા માટે ટીમ્બામાં વસવાટ કરે છે ત્યારે એક નાની બાળકી ગામમાં પ્રવેશે છે અને તેમના પગલે અલૌકિક ચમત્કારો થવા લાગે છે. અપંગ, આંધળા અને કોઢથી પીડાતા લોકો સાજા સમા થઇ જાય છે. પરંતુ તે છતાં પણ કોઈ તેમને ઓળખી નથી શકતું, એ સાક્ષાત મા રાંદલ હોય છે.રાંદલ માતાજી બાજુ ના ધૂતારપુરા ગામ મા જાય છે કે જ્યા બાદશાહ ના સિપાઈઓ હોય છે.

દુધ ઘી આ માલધારીઓ પાસે થી લેવા માટે તેમની સમક્ષ તે 16 વર્ષ ની કન્યા ના સ્વરૂપ મા જાય છે. બાદશાહ સુધી આ વાત પહોંચતા તે આ સુંદરી જ્યા છે ત્યા આવે છે કે અને તેને પોતાની સાથે જ લઈ જવા માટે આ માલધારીઓ પર ત્રાસ ગુજારે છે.આ દ્રશ્ય જોઈ ને માતાજી ક્રોધિત થાય છે અને તેની પાસે ઊભેલા વાછડા ને પરીવર્તીત કરી નાખે છે અને સમગ્ર સેના નો નાશ કરી નાખે છે. જેથી , આ ગામ ને દડવા તરીકે ઓળખવા મા આવે છે રાંદલ માતાજી ને જોઈ ને ગ્રામજનો મા ખુશી ની લાગણી છવાઈ જાય છે.

આ પ્રસંગ બાદ રાંદલ માતા ગ્રામજનો ને વચન આપે છે કે જે કોઈ વ્યક્તિ તેમની સાચા હ્રદય થી તથા સંપુર્ણ શ્રધ્ધા થી ભક્તિ કરશે. તેમની તે સર્વ સમસ્યા હરી લેશે , અંધજન ને નેત્રો આપશે , અપંગ ને પગ આપશે , કોઢિયા નો કોઢ મટાડશે તથા નિઃસંતાન ને સંતાન આપશે.આ દેવસ્થાન મા દર નવરાત્રીએ યજ્ઞ થાય છે તથા રાંદલ માતાજી ના લોટા તેડાય છે , ચંડીપાઠ થાય છે તથા ગોરાણી જમાડાય છે તથા બટુક ભોજન પણ કરાવાય છે. દડવા મા રાંદલ માતા ના આ દેવસ્થાન મા પરોઢ તથા સંધ્યા સમય ની આરતી ના દર્શન કરવા એ પોતાના મા જ એક લ્હાવો પ્રાપ્ત કરવા જેવુ છે.

આ એક ઐતિહાસિક વાવ છે.જ્યાં માં રાંદલ નું અહીં પ્રાગટ્ય થયેલું અને બાદમાં દડવા વાવ ના દડવા તરીકે ઓળખાઈ છે.હાલ રાંદલમાં ના સાનિધ્ય માં રાંદલ તેડવા માટે 108 જોડી લોટા નો હોલ બનાવેલ છે ત્યાં દરેક ભક્તજનો માતાજી ના લોટા તેડવા અને ગોરણીઓ જમાડવામાં આવે છે.અહી પરોઢે ૫ વાગ્યે તથા સાંજે 7 વાગ્યે આરતી થાય છે. અહી પ્રાચીન રીત-રીવાજ મુજબ શંખ-ઢોલ-નગારા તથા ઘંટ ના સ્વર સાથે આરતી કરવા મા આવે છે. દડવા ના આ દેવસ્થાન ના દર્શનાર્થે દેશ-વિદેશ થી ભક્તો ની ભીડ ઉમટે છે. મિત્રો , અંતે ફક્ત એટલી જ વાત કહીશ કે , જ્યા માણસો ની વિચારવા ની ક્ષમતા નો અંત આવે છે ત્યા થી શ્રધ્ધા ના દ્વાર નો પ્રારંભ થાય છે.

તેવો જ બીજો પણ ચમત્કાર છે એક રાજા એક સુંદર કન્યાને જોતા જ મોહિત થઇ જાય છે અને તેને પોતાની સાથે લઇ જવા માટે માલધારીઓ ઉપર ત્રાસ ગુજારવા લાગે છે. આ દૃશ્ય જોઈને માતાજી ક્રોધિત થાય છે અને પોતાની પાસે રહેલા વાછરડાને રૌદ્ર રૂપ ધારણ કરાવી રાજાની સેનાનો નાશ કરાવે છે.જે જોઈને ગ્રામવાસીઓ ખુશ થાય છે અને માતાજીના ચરણોમાં શીશ નમાવે છે.ત્યારથી આ ગામને દડવા તરીકે ઓળખવામાં આવે છે.ત્યારબાદ માતાજી ગ્રામજનોને વચન આપે છે કે જે પણ ભક્ત તેમની સાચાં તન મનથી પ્રાર્થના કરશે, સેવા કરશે તેના તમામ દુઃખો માતાજી દૂર કરશે.અને જેના પ્રતાપે આજે પણ દડવા ગામનું મહત્વ ખુબ જ છે.દૂર દૂરથી ભક્તો માતાજીના દર્શન માટે આવે છે અને માતાજી તેમની મનોકામના પૂર્ણ કરે છે.

રાંદલ માતાજી ભગવાન વિશ્વકર્મા ના પુત્રી રૂપે અવતર્યા હતા. રાંદલ માતાજી જેમ જેમ મોટા થતા ગયા તેમ તેમ ભગવાન સૂર્યનારાયણ ને તેમના પ્રતિ લાગણી થઇ અને તેમની સાથે વિવાહ ની ઈચ્છા થઇ. તેઓએ સીધાજ ભગવાન વિશ્વકર્મા પાસે જઈ ને લગ્ન નો પ્રસ્તાવ મુક્યો, પરંતુ ભગવાન વિશ્વકર્મા એ તેમનો પ્રસ્તાવ સ્વીકાર્યો નહિ, છતાં પણ ભગવાન સૂર્યનારાયણ એ હાર માની નહિ.એક વખત રાંદલ માતાજી ના માતાજી ભગવાન સૂર્યનારાયણ ના ઘરે માટી નું બનેલું પાત્ર માંગવા ગયા,ભગવાન સૂર્યનારાયણ ના માતાજી એ તેઓને માટીનું પાત્ર આપ્યું પણ સાથે એક શરત રાખી કે જો આ પાત્ર તૂટી જશે તો તેઓએ પોતાની પુત્રી ના વિવાહ પોતાના પુત્ર ભગવાન સૂર્યનારાયણ સાથે કરવા પડશે.

ભગવાન સૂર્યનારાયણ એ આ શરત નો લાભ લીધો, જયારે રાંદલ માતાજી ના માતાજી પાત્ર લઇ ને ઘોડા પર પોતાના ઘેર જઈ રહ્યા હતા ત્યારે, ભગવાન સૂર્યનારાયણ તેમના રસ્તા માં બે આખલા ને લડતા મૂકી દીધા, જેના લીધે પાત્ર તેમના હાથ માંથી પડી ગયું અને તૂટી ગયું, શરત મુજબ રાંદલ માતાજી ના માતાજી એ તેઓના વિવાહ ભગવાન સૂર્યનારાયણ સાથે કરવા પડ્યા.ભગવાન સૂર્યનારાયણ સાથે વિવાહ પછી રાંદલ માતાજી ને એક પુત્ર યમરાજ અને એક પુત્રી યમુનાજી થયા. ભગવાન સૂર્યનારાયણ ના અતિશય તેજ ના લીધે માતાજી તેમની સામે જોવા સક્ષમ ન હતા, પરંતુ ભગવાન સૂર્યનારાયણ ને થયું કે માતાજી તેઓના સૌંદર્યના અભિમાન ના લીધે તેઓની સામે નથી જોતા, જેથી કરી ને ભગવાન સૂર્યનારાયણે તેમને શ્રાપ આપ્યો કે તેઓ જંગલ માં પોતાના સંતાનો સાથે ભટકશે.

ભગવાન સૂર્યનારાયણ ના શ્રાપ ના લીધે, રાંદલ માતાજી એ પોતાનું છાયા સ્વરૂપ પ્રગટ કર્યું અને ભગવાન ની સેવામાં લગાવી દીધા ને પોતે પોતાના પિતા ના ઘરે ચાલ્યા ગયા.જયારે ભગવાન વિશ્વકર્મા એ રાંદલ માતાજી ને પૂછ્યું કે તેઓ શા માટે ઘરે પાછા ફર્યા છે, ત્યારે માતાજી એ ઉત્તર આપ્યો કે તેઓ પોતાના પતિ ને છોડી ને અહી આવ્યા છે, ત્યારે વિશ્વકર્માજી એ કહ્યું કે વિવાહ પછી દીકરી નું સાચું ઘર તેનું સાસરું જ કહેવાય. જેથી કરી ને માતાજી પોતાના પિતાનું ઘર છોડી ને જંગલ માં તપ તપ એટલે ભૂખ્યા અને તરસ્યા રહીને ભગવાન ની પ્રાર્થના કરવી કરવા ચાલ્યા ગયા. રાંદલ માતાજી એ જંગલ માં 14000 વર્ષ સુધી તપ કર્યું. આપણુ એક વર્ષ એટલે તેઓ નો એક દિવસ.

રાંદલ માતાજી પાસે હવે કોઈ જ માર્ગ ન હતો, ન તો તેઓ પોતાના પતિ ના ઘરે જઈ શકે તેમ હતા ન તો પોતાના પિતા ના ઘરે, તેથી તેઓએ જંગલે માં તપ શરુ કર્યું. તે દરમિયાન માતાજી ના છાયા સ્વરૂપે જે સૂર્યનારાયણ દેવ પાસે હતા બે બાળકો ને જનમ આપ્યો શનિદેવ અને તાપીદેવી. એક વખત યમરાજ અને શનિદેવ વચ્ચે ઝઘડો થયો, ત્યારે શનિદેવ ના માતાજી એ યમરાજ ને શ્રાપ આપ્યો કે જયારે તેઓ પોતાના પગ જમીન પર મુકશે ત્યારે તેમાં થી લોહી નીકળશે. સાંજે જયારે સૂર્યનારાયણ દેવ ઘરે પાછા ફર્યા ત્યારે યમરાજ એ તેમને કહ્યું કે માતાજી ના શ્રાપ ના લીધે જયારે તેઓ જમીન પર પગ મુકે છે ત્યારે તેઓને લોહી નીકળે છે.

ત્યાર બાદ ભગવાન સૂર્યનારાયણે યમરાજ ને ઠીક કર્યાં ને મન માં વિચાર કર્યો કે કઈક ખોટું થઇ રહ્યું છે, નહીતર કોઈ માં પોતાના બાળકો ને શ્રાપ ના આપે, અને આપે તો પણ પોતાના બાળકો તે શ્રાપ થી ના પીડાય. તેથી તેમણે રાંદલ માતાજી ના છાયા સ્વરૂપ ને બોલાવ્યા ને સત્ય જાણવાનો પ્રયાસ કર્યો. છાયા સ્વરૂપે કહ્યું કે પોતે રાંદલ માતાજી જ છે, પરંતુ સૂર્યનારાયણ ભગવાન માન્યા નહિ ને કહ્યું કે જો તમે સત્ય નહિ કહો તો હું તમને બાળીને ભસ્મ કરી નાખીશ, જેથી તેણી એ સત્ય કહેવું પડ્યું. સત્ય જાણ્યા પછી સુર્યનારાયણ દેવે ભગવાન વિશ્વકર્મા ના ઘરે તપાસ કરી કે રાંદલ માતાજી ક્યાં છે, ત્યારે વિશ્વકર્માજી એ કહ્યું કે તેઓ ને પણ જાણ નથી કે ઘર છોડ્યા પછી રાંદલ માતાજી ક્યાં ગયા.

ઘણી તપાસ કર્યા પછી પણ માતાજી વિષે કોઈ જવાબ ના મળ્યો. પછી ભગવાન સૂર્યનારાયણે ધ્યાન કર્યું ને જોયું કે રાંદલ માતાજી ક્યાં છે, પછી તેઓએ ઘોડા નું સ્વરૂપ ધારણ કર્યું અને જ્યાં માતાજી તપ કરતા હતા ત્યાં ગયા અને માતાજી નું તપ ભંગ કર્યું અને તપ કરવા પાછળ નું કારણ પૂછ્યું, ત્યારે માતાજી એ કહ્યું કે તેઓ ભગવાન ના તેજ ના લીધે તેઓ ની સામે જોવા ને સક્ષમ ન હતા, આ સાંભળી ને સૂર્યનારાયણ ભગવાને પોતાનું તેજ ઘટાડ્યું અને પોતાનું તેજ ચાર અલગ વસ્તુઓ માં સરખા ભાગે વહેચી દીધું.

એ સમયે માતાજી એ વધુ બે પુત્રો ને જન્મ આપ્યો જેઓ અશ્વિનીકુમારો કહેવાયા, અશ્વિનીકુમારો ભગવાન ના વૈદ્ય હતા, ભગવાન સુર્યનારણ રાંદલ માતાજી ને પોતાના ઘરે પરત લાવ્યા, ત્યારે માતાજી ના છાયા સ્વરૂપે રાંદલ માતાજી ને તેઓને પોતે કરેલી સેવા ના બદલે આશીર્વાદ આપવા કહ્યું. ત્યારે રાંદલ માતાજી એ તેમને વચન આપ્યું કે જયારે કોઈ લોટા હિંદુઓ દ્વારા પોતાની ઈચ્છાપુરતી માટે થતું સત્કાર્ય તેડાવશે તત્યારે તેઓ બંને સાથે જોડ માં જ હશે જેમ કે એક રાંદલ માતાજી માટે અને એક તેમના છાયા સ્વરૂપ માટે, ભગવાન સૂર્યનારાયણે પણ વચન આપ્યું કે જયારે કોઈ લોટા તેડાવશે ત્યારે પોતે ઘોડા સ્વરૂપે ત્યાં આવશે અને જ્યાં સુધી ‘ઘોડો ખુંદવાનો’ પ્રસંગ પૂરો નહિ થાય ત્યાં સુધી લોટા તેડવાનું કાર્ય પૂર્ણ નહિ મનાય.

ત્યાર બાદ ભગવાન સૂર્યનારાયણે રાંદલ માતાજી ને આજ્ઞા કરી કે તેઓ મૃત્યુલોક પૃથ્વી પર જઈને લોકો ના દુ:ખ દુર કરે અને તેમને સત્ય અને ધર્મ નો માર્ગ બતાવે. રાંદલ માતાજી દડવા મંદિર નો ઇતિહાસ શ્રી રવિરાંદલ માતાજી નું પ્રાગટ્ય સ્થાન ધોળા દડવા ૐ શ્રી સંજ્ઞાદેવી ચ વિદમહે સૂર્ય પત્નિય ધીમહિ તનો રવિરાંદલ પ્રચોદયાત દરિયા દિલની માડી તારો મહિમા અપરંપાર રવિરાંદલ તારો પાલવ પકડે તેનો પળમા બેડો પાર રાંદલ મા દુઃખીઓ ના દુઃખ દૂર કરે છે, રોગીઓના રોગો દૂર કરે છે,કોઢીઓના કોઢ મટાડે છે,અપંગોને સાજા કરે છે,નેત્રહીનને નવી દૃષ્ટિ આપે છે.

Advertisement