શું તમને ખબર છે લગ્ન બાદ જ કેમ છોકરીઓ પહેરે છે ઝાંઝર અને વિંછીયા, કારણ જાણીને તમે હેરાન થઈ જશો

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, લગ્ન બાદ પહેરવામાં આવતા દાગીનામાં પાયલ અને વિંછીયાને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. પરંતુ શુ તમે જાણો છો કે આ બે દાગીના પહેરવા પાછળ પારંપારિક અને વૈજ્ઞાનિક કારણ પણ છે.

કારણકે લગ્ન બાદ દુલ્હનની જવાબદારી વધી જાય છે. તેની ઉપર તેના સાસરી પક્ષ યોગ્ય રીતે સાચવવાની અને વંશને આગળ લઇ જવાની જવાબદારી હોય છે. આ દરેકમાં કોઇ પ્રકારની મુશ્કેલી ન આવે અને દુલ્હનના જીવન ખુશીઓથી ભરેલુ હોય

તેના માટે તમામ પ્રકારના દાગીના પહેરવાની પરંપરા છે. દરેકનું તેનુ અલગ-અલગ મહત્વ છે અને તેનાથી જુદા-જુદા લાભ થાય છે જેમાથી પાયલ અને વિંછીયા પણ છે. આવો જોઇએ તે પહેરવા પાછળ પરંપરાઓથી અલગ વૈજ્ઞાનિક કારણ શુ છે.

ઝાંઝર નકારાત્મકતા કરે છે દૂર.લગ્ન બાદ પહેરવામાં આવતા દાગીનામાં ઝાંઝરને મહત્વ પૂર્ણ માનવામાં આવે છે. પરંપરાઓ અનુસાર એક વિવાહીત સ્ત્રીએ પાયલ પહેરવી જરૂરી છે. બીજું વૈજ્ઞાનિક કારણ છે જેનીની સકારાત્મક એનર્જી.. પાયલમાં લાગેલી ઘુઘરીઓથી નીકળનારા અવાજને ક્રિય શક્તિ કહે છે. કહેવામાં આવે છે કે જ્યારે તે અવાજ વાતાવરણમાં ગૂંજે છે તો તેને ધારણ કરનારાને તે નકારાત્મકતાથી બચાવે છે તેની સાથે જે તે એક રક્ષા કવચ બનાવી છે. જે સુહાગનને ખરાબ નજરથી બચાવે છે.

હાડકાને મજબૂત બનાવે છે ઝાંઝર.ઝાંઝર પહેરવા પાછળ એક વૈજ્ઞાનિક કારણ એવું પણ છે કે તે હાડકાને મજબૂત બનાવે છે. તેનુ કારણ એ છે કે ઝાંઝર જ્યારે પગ ઉપર નીચે થાય છે તો ત્વચાને માધ્યમથી તેના તત્વ હાડકાને લાભ પહોંચાડે છે. તે સિવાય એવું પણ માનવામાં આવે છે કે જો કોઇ પરણિત મહિલાના પગમાં સોજો આવી જાય અને તે ઝાંઝર પહેરે તો આ સમસ્યા દૂર થઇ જાય છે.

ઝાંઝરને લઇને આધ્યત્મિક માન્યતા.ચાંદી શરીરને ઠંડુ રાખે છે આજ કારણ છે કે પાયલ ચાંદીની જ કેમ પહેરવામાં આવે છે. જેથી તે શરીરના તાપમાનને નિયંત્રિત રાખે પાયલને લઇને આધ્યાત્મિક માન્યતા એવી છે કે જો કોઇ મહિલાનું સ્વાસ્થય વધારે ખરાબ રહે છે તો તે પહેરવાથી તેના સ્વાસ્થ્યમાં સુધારો આવવા લાગે છે.વાસ્તુશાસ્ત્રમાં પણ ઝાંઝર પહેરવાનું મહત્વ.વાસ્તુ શાસ્ત્ર અનુસાર પાયલમાં લાગેલી ઘુઘરીઓની અવાજ નકારાત્મક શક્તિઓથી બચાવે છે. તે સિવાય તેનાથી દેવી શક્તિઓપણ સક્રિય થાય છે. જે મહિલાને ખરાબ શક્તિઓથી બચાવે છે.

વિંછીયા પહેરવાનો ફાયદો.પરણિત મહિલાઓ માટે વિંછીયા પહેરવી ખૂબ જરૂરી હોય છે. તેના પણ દરેક સ્વાસ્થ્યને લગતા ફાયદા છે. એક્યુપ્રેશર પદ્ધતિમાં કહેવામાં આવે છે કે વિંછીયા પહેરવાથી તંત્રિકા તંત્ર અને માંસપેશીઓ મજબૂત થાય છે. એવું માનવામાં આવે છે કે વિંછીયા એક ખાસ નસ પર પ્રેશર કરે છે જે ગર્ભાશયમાં યોગ્ય રીતે લોહીનો સંચાર પ્રવાહિત કરે છે. તેનાથી ગર્ભધારણ ક્ષમતા સારી થાય છે.

માસિક ચક્ર નિયંત્રિત રહે છે.વિંછિયાના દબાણછી લોહી ભ્રમણ નિયમિત અને નિયંત્રિત થાય છે. ચિકિત્સા શાસ્ત્ર અનુસાર તે માસિક ચક્રને નિયમિત રાખવામાં મદદ કરે છે. વિંછીયા પહેરવાથી પગના તળિયાથી લઇને નાભિ સુધીની દરેક નાડીઓ અને પેશીઓ વ્યવસ્થિત રહે છે. કહેવામાં આવે છે કે માછલી આકારની વિંછીયા ઘણી અસરકારક હોય છે. માછલી આકાર વચ્ચે ગોળાકાર અને આગળ-પાછળ અણીદાર હોય છે જે બ્લડ સર્કુલેશનમાં મદદરૂપ સાબિત થાય છે.

ભારતીય સમાજમાં સ્ત્રી પુરુષોમાં ઘરેણા પહેરવાની પરંપરા જુના સમયથી ચાલતી આવેલ છે. ઘરેણા ધારણ કરવાનું પોતાનું એક મહત્વ છે જે શરીર અને મન સાથે જોડાયેલ છે. મોટા મોટા અન્વેશક અને વિજ્ઞાનવેતા પણ આપણા જુના ઋષિ મુનીઓ બ્રહ્મવેત્તાઓ અને પૂર્વજો દ્વારા પ્રમાણિત અનેક તથ્યો અને રહસ્યોને નથી સમજી શક્યા.જુના સમયમાં લોકો ભારતીય સંસ્કૃતિના ઘણા સિદ્ધાંતોને નકામાં અને ખોટા કહીને ખોટો પ્રચાર કરે છે. પણ હવે તે જ માથું નમાવીને તેનો સ્વીકાર કરીને કોઈને કોઈ રીતે જ માનવા પણ લાગ્યા છે.આજે આપણે તે જાણીશું કે ઘરેણા કેવી રીતે આપણા આરોગ્ય સાથે જોડાયેલ છે અને કેવી રીતે તે પહેરવા જોઈએ.

ઘરેણા પહેરવાના નિયમ.હમેશા સોનાના ઘરેણા માથા ઉપર અને ચાંદીના ઘરેણા પગમાં પહેરવા જોઈએ. સોનાના ઘરેણાની પ્રકૃતિ ગરમ છે અને ચાંદીના ઘરેણાની પ્રકૃતિ ઠંડી છે. તેથી જયારે ગરમીમાં કોઈના મોઢામાં છાલા પડી જાય છે તો તેને ઠંડક માટે મોઢામાં ચાંદી રાખવાની સલાહ આપવામાં આવે છે. તેનાથી ઉલટું સોનાના ટુકડા મોઢામાં રાખવામાં આવે તો ગરમીનો અનુભવ થશે. સોનાના ઘરેણા પવિત્ર, સોભાગ્ય વર્ધક અને સંતોષદાયક માનવામાં આવે છે.

ઘરેણા દ્વારા મળતી શક્તિ.સ્ત્રીઓ ઉપર સંતાનોપ્તીનો ભાર હોય છે. તેની પૂર્તતા માટે તેમણે ઘરેણા દ્વારા ઉર્જા અને શક્તિ મળતી રહે છે. માથામાં સોનું અને પગમાં ચાંદીના ઘરેણા ધારણ કરવામાં આવે, તો સોનાના ઘરેણા માંથી ઉત્પન થતી ઉર્જા પગમાં અને ચાંદીના ઘરેણા માંથી ઉત્પન થનારી ઠંડક માથામાં જતી રહેશે, અને જેમકે ઠંડી ગરમીને ખેંચી લેતી હોય છે.આવી રીતે માથાને ઠંડક અને પગને ગરમ રાખવાના મહત્વના સારવારના નિયમનું પૂરું પાલન થઇ જશે.

ઘરેણા પહેરતા પહેલા ધ્યાન રાખો.જો માથામાં ચાંદીના અને પગમાં સોનાના ઘરેણા પહેરવામાં આવે, તો આ પ્રકારના ઘરેણા ધારણ કરનારી મહિલાઓ ગાંડપણ કે કોઈ બીજા રોગોનો શિકાર બની શકે છે. એટલે કે માથામાં ચાંદી અને પગમાં સોનાના ઘરેણા ક્યારેય ન પહેરવા જોઈએ. જુના સમયની સ્ત્રીઓ માથા ઉપર સોનું અને પગમાં ચાંદીના વજન વાળા ઘરેણા ધારણ કરીને લાંબુ જીવન જીવતી અને સુંદર બનીને રહેતી હતી.જો માથા અને પગ બન્નેમાં સોનાના ઘરેણા પહેરવામાં આવે તો મસ્તિક અને પગ માંથી એકસરખી બે વિદ્યુત ધારાઓ પ્રવાહિત થવા લાગશે, જેના એક બીજા સાથે ઘર્ષણથી જેવી રીતે બે રેલ ગાડીઓનું એક બીજા સાથે ટકરાવા જેવું નુકશાન થાય છે તેવી જ અસર આપણા આરોગ્ય ઉપર પણ થશે.

જે પૈસાદાર કુટુંબની મહિલાઓ માત્ર સોનાના ઘરેણા વધુ ધારણ કરે છે અને ચાંદીના પહેરવા ઠીક નથી સમજતી, તે તેના કારણે જ કાયમી રોગથી ઘેરાયેલ રહે છે.ધાતુઓમાં ભેળસેળ છે ખતરનાક.વિદ્યુતનો વિજ્ઞાન ઘણું જટિલ છે. થોડી એવી ગડબડના પરિણામે કંઈક ને કંઈક થઇ જાય છે. જો સોનાની સાથે ચાંદીને પણ ભેળવીને આપવામાં આવે તો કઈક બીજા જ પ્રકારની વિદ્યુત બની જાય છે. જેવી કે ગરમીથી શરદીની જોરદાર મિલનથી સરભર થઇ જાય છે અને સમુદ્રમાં તોફાન ઉત્પન થઇ જાય છે.

આ પ્રકારે જે સ્ત્રીઓ સોનાના પતરાને ખોળ બનાવીને અંદર ચાંદી, તાંબા કે જસતની ધાતુઓ ભરાવરાવીને કડા, હંસલી વગેરે ઘરેણા ધારણ કરે છે, તે ખરેખરમાં તો ખુબ જ મોટી ભૂલ કરે છે. તે જાહેર રોગોને અને વિકૃત્તિઓને આમંત્રિત કરવાનું કામ કરે છે.ઘરેણામાં કોઈ વિપરીત ધાતુના ટાંકા માંથી પણ ગડબડ થઇ જાય છે એટલે કે કાયમ ટાંકા રહિત ઘરેણા પહેરવા જોઈએ અથવા જો ટાંકા હોય તો તે ધાતુના હોવા જોઈએ જેના ઘરેણા બનેલા હોય.

નાક અને કાનના ઘરેણાથી ફાયદા.વિદ્યુત હમેશા માથા અને કિનારી તરફથી પ્રવેશ કરે છે. એટલે કે મસ્તિકના બન્ને ભાગોને વિદ્યુતથી પ્રભાવશાળી બનાવે છે, તો નાક અને કાનમાં છિદ્ર કરીને સોનું પહેરવું જોઈએ. કાનમાં સોનાની બાલીઓ અથવા ઝૂમખાં વગેરે પહેરવાથી સ્ત્રીઓમાં માસિક ધર્મ સબંધી અનિયમિતતા ઓછી થાય છે, હિસ્ટીરિયા રોગમાં લાભ થાય છે અને આંતરડા ઉતરવા એટલે હર્નિયાનો રોગ થતો નથી.

નાકમાં નથની ધારણ કરવાથી નાસિકા સબંધી રોગ થતા નથી અને શરદી ખાંસીમાં રાહત મળે છે. પગની આંગળીઓમાં ચાંદીના વિછીયા પહેરવાથી સ્ત્રીઓમાં પ્રસુતિ પીડા ઓછી થાય છે. સાઈટીકા રોગ અને મગજના વિકારને દુર કરીને સ્મરણ શક્તિમાં વધારો થાય છે. પાયલ પહેરવાથી પીઠ, એડી અને ગોથાનના દુ:ખાવામાં રાહત મળે છે. હિસ્ટીરિયાનો હુમલો પડતો નથી અને શ્વાસના રોગોની શક્યતા દુર થઇ જાય છે. તેની સાથે જ લોહીમાં શુદ્ધિ થાય છે અને મૂત્રરોગની તકલીફ રહેતી નથી.

કાન વિંધાવવાથી ફાયદા.ભારતીય સંસ્કૃતિના વૈદિક રીવાજમાં શણગાર એટલા માટે મહત્વપૂર્ણ છે. તેમાં કાન વિંધાવવાનું ખુબ મહત્વ છે. દરેક બાળકોને, પછી તે છોકરો હોય કે છોકરી, ત્રણથી પાંચ વર્ષની ઉંમરમાં બન્ને કાન વિંધાવીને કડી કે સોનાની બાલીઓ જુના સમયમાં પહેરાવી દેવામાં આવતી હતી. આ વિધીનો ઉદેશ્ય ઘણા રોગોના મૂળ બાલ્યવસ્થામાં જ ઉખાડી નાખતા હતા.

ઘણા અનુભવી મહાપુરુષોનું કહેવું છે કે આ ક્રિયાથી આંતરડું ઉતરવું, અંડકોશ વધવું અને પાંસળીઓના રોગ થતા નથી. નાના બાળકોને પાંસળીઓ વારંવાર ઉતરી જાય છે તો તેને અટકાવવા માટે નવજાત શિશુ જયારે છ દિવસનો હોય છે, ત્યારે કુટુંબના તેને હંસલી અને કડું પહેરાવે છે. કડું પહેરવાથી શિશુના સંકોચાયેલ હાથ પગ પણ ગુરુત્વાકર્ષણને કારણે સીધા થઇ જાય છે. બાળકોને ઉભા રહેવાની ક્રિયામાં પણ કડું શક્તિ આપનાર હોય છે.

બિંદીયા તિલક અને સિંદુરના ફાયદા.એવી પણ માન્યતા છે કે મસ્તિક ઉપર બિંદી અથવા તિલક લગાવવાથી ચિત્તની એકાગ્રતા વિકસિત થાય છે અને મસ્તિકમાં ઉત્પન થતા વિચાર અસમંજસની સ્થિતિમાંથી મુક્ત થાય છે. આજકાલ બિંદીયા કે સિંદુરમાં ભળેલા લાલ તત્વ પારાનું લાલ ઓક્સાઈડ હોય છે, જે શરીર માટે ફાયદાકારક સિદ્ધ થાય છે. જો આજકાલ જે કેમિકલની બિંદી નીકળી પડેલ છે જે ફાયદાને બદલે નુકશાન કરે છે. બિંદી અને શુદ્ધ સિંદુર અને શુદ્ધ ચંદનના ઉપયોગથી મોં કરચલીથી રહિત થઇ જાય છે.ટીકા પહેરવાના ફાયદા.સેંથામાં ટીકા પહેરવાથી મસ્તિક સબંધી ક્રિયાઓ નિયંત્રિત, સંતુલિત અને નિયમિત રહે છે અને મસ્તિકને લગતા વિકારનો નાશ થાય છે.વીંટી પહેરવાના ફાયદા.હાથની સૌથી નાની આંગળીમાં વીંટી પહેરવાથી છાતીના દુ:ખાવો કે ગભરામણ સામે રક્ષણ થાય છે, અને જ્વર, કફ, દમ વગેરે પ્રકોપોથી બચાવ થાય છે.