શુધ્ધ ઘી થી ધોવામાં આવે છે ગુજરાતમાં આવેલ આ ચમત્કારી મંદિરને, જાણો તેની પાછળનું કારણ શું છે..

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે. તમને જણાવી દઈએ કે ગાંધીનગરનું રૂપાલ દેશ-વિદેશમાં વિખ્યાત છે. માતાના ભક્તોની આસ્થાનું પ્રતિક આ મંદિર ખાસ વિશેષતા ધરાવે છે. વરદાયિની માતાની કિર્તી સમગ્ર વિશ્વમાં ફેલાયેલી છે.

જ્યારે મા વરદાયિનીને ઘીનો અભિષેક કરવામાં આવે છે ત્યારે ઘીની નદીઓ વહે છે અને આખુ ગામ ઘીથી તરબતર થઈ જાય છે. સૈકાઓથી આ પ્રથા અહીં ચાલી આવે છે.નવપરણિત યુગલ અને નવજાત શિશુઓને માની પલ્લીની જ્યોતની પરીક્રમા કરાવવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ અને સુખાકારી આવે છે એવી ભક્તોને મા પર શ્રદ્ધા છે. નવરાત્રીમાં અહીં ખાસ પલ્લીનું આયોજન કરવામાં આવે છે.

કહેવાય છે કે સૃષ્ટિના નિર્માણથી અહીં બિરાજમાન છે માતાજી.કહેવાય છે કે માતા વરદાયીની તમામ દુઃખ દર્દ દૂર કરનારી અને ભક્તોની મનોકામના પૂર્ણ કરનારી દેવી છે. માતા વરદાયીના સ્મરણ માત્રથી ભક્તોના તમામ કષ્ટનો સંહાર થઈ જાય છે. ગાંધીનગર જિલ્લાના રૂપાલમાં આવેલું માતા વરદાયીનું મંદિર અંતિ પ્રાચીન અને અલૌકિક છે. કહેવાય છે કે અહીં માતાજી સૃષ્ટીના નિર્માણ સમયથી જ બિરાજમાન છે. આદ્યશક્તિના નવ સ્વરૂપો પૈકી દ્રીવતિય સ્વરૂપ બ્રહ્મચારીણી હંસાવાહીની સ્વરૂપે રૂપાલમાં માતા વરદાયીની બિરાજમાન છે.વણકર, સુથાર, વાણંદ, કુંભાર, મુસ્લિમ, પટેલ, ક્ષત્રિય પંચોલ સમાજ દ્વારા તૈયાર પલ્લી.

પલ્લીની શરૂઆત વણકર ભાઈઓ દ્વારા થાય છે. પલ્લી બનાવવા માટે વણકર ભાઈઓ પલ્લી બનાવવા માટે ખીજડાનું લાકડું લાવે છે. ત્યારબાદ સુથાર ભાઈઓ પલ્લીનું નિર્માણ કરે છે. વાણંદ ભાઈઓ વરખડાના સોટા પલ્લીને બાંધે છે. કુંભાર ભાઈઓ કુંડા છાન્દે છે અને મુસ્લિમ સમાજના પિંજારા ભાઈઓ કુંડામાં કપાસ પુરી છે. જ્યારે પટેલ સમાજના લોકો પલ્લીની પૂજા આરતી કરી કૂંડામાં અગ્નિ પ્રગટાવે છે. પલ્લીની આગળ ક્ષત્રિય સમાજના ચાવડા ભાઈઓ ખુલ્લી તલવારે ઉપસ્થિત રહે છે. તો પંચોલ સમાજના લોકો માતાજીના નિવેદ માટે સવા મણનો ખીચડો તૈયાર કરે છે.

ત્યારબાદ વાજતે ગાજતે પલ્લીની શરૂઆત થાય છે.ગુજરાત જ નહીં દેશ-વિદેશથી પણ આવે છે ભક્તો,પલ્લી સમગ્ર યાત્રા દરમિયાન 27 ચકલાઓ આગળ ઉભી રાખવામાં આવે છે જ્યાં લાખો ભક્તો ઘીનો અભિષેક કરે છે. સમગ્ર ગામમાં ભર્યા બાદ આરતી અને પૂજા અર્ચના બાદ પલ્લી પૂર્ણ થાય છે. આ પલ્લીના દર્શન માટે ન માત્ર ગુજરાત પરંતુ મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને દેશ બહાર અમેરિકા, લંડનથી પણ ભાવિક ભક્તો ઉમટે છે.

પલ્લી સાથે જોડાએલી લોકવાયકા.દ્વાપર યુગમાં પાંડવો જ્યારે ગુપ્તવાસમાં જતા પહેલા પોતાના શસ્ત્રો ખીજડાના વૃક્ષની નીચે છુપાવ્યા હતા. આ શસ્ત્રોની રક્ષા માટે વરદાયિની માતાને પ્રાર્થના કરી હતી. જંગલોની વચ્ચે ઘેરાયેલા રૂપાલ પંથકમાં ખીજડાના આ ઝાડની નીચે માતાજીની દેરી હતી. ગુપ્તવાસ પૂરો કરીને પાંડવો વિરાટનગર એટલે કે હાલના ધોળકામાં પાછા ફર્યા હતા. અને શસ્ત્રો લેવા માટે રૂપાલ આવ્યા હતા.

ત્યારે તેમણે શસ્ત્રો પૂજા કરીને તેમણે પાંચ દિવાની જ્યોતવાળી પલ્લી બનાવીને માતાજી પાસે મૂકી હતી આ પછી તેમણે હસ્તીનાપુર જીત્યુ હતુ. અને આ જીતનો આભાર માનવા ભગવાન શ્રી કૃષ્ણ સાથે રૂપાલ પરત ફરીને તેમણે સોનાની પલ્લી બનાવીને નગરયાત્રા યોજી હતી. બસ તે જ સમયથી એટલે કે પાંચ હજાર વર્ષોથી નવરાત્રીના નવમા નોરતે માની પલ્લી યોજાય છે.

બીજી કથા મુજબ, કળીયુગમાં પાટણના રાજા સિદ્ધરાજ જયસિંહની માળવાના રાજા યશોવર્માએ અવગણનાં કરતા તેની સાથે વેર બંધાતા, એમણે તેઓ યશોવર્માનો વધ ન કરે ત્યાર સુધી અન્ન ન લેવાની અવિચારી પ્રતિજ્ઞા લઈ અન્નનો ત્યાગ કર્યો. તથા સેના લઈ માળવા ઉપર ચઢાઈ કરવાનો પ્રયાસ કર્યો. રાજા ભૂખના કારણે ખૂબ પીડાવા લાગ્યો. તે સમય દરમિયાન તેમનો પડાવ રૂપાલમાં માતાજીના મંદિર પાસે હતો.

રાજા અવિચારી પ્રતિજ્ઞાથી ચિંતિત અવસ્થામાં નિદ્રાધીન થયા ત્યારે તેમને સ્વપ્નમાં માતાજીએ દર્શન આપ્યા અને કહ્યું કે, સવારે ઊઠી ગયા બાદ છાણાનો કિલ્લો બનાવી, તેમાં અડદના લોટનું શત્રુનું પૂતળું બનાવી તેનો વધ કરી અન્ન ગ્રહણ કરજે. આ રીતે તારી પ્રતિજ્ઞા પૂર્ણ થશે. ત્યારબાદ તું માળવા પર ચઢાઈ કરશે. માતાના આશીર્વાદથી યશોવર્માનો વધ કર્યો. ત્યાર બાદ સિદ્ધરાજ જયસિંહે રૂપાલ આવી માતાજીની પૂજા કરી. નવેસરથી મંદિર બનાવી, માતાજીની મૂર્તિ બનાવી તેની પ્રતિષ્ઠા કરી.

રૂપાલનો પલ્લી મેળો,આસો સુદ-૯ના દિવસે ગામમાં આનંદ અને ઉત્સાહનો મહાસાગર ઉમટે છે. સવારથી જ પલ્લી મેળાની તૈયારીની શરૂઆત થઈ જાય છે. આ તૈયારીમાં ગામના તમામ જ્ઞાતિના લોકો કોઈપણ જાતના ભેદ વગર ઉમંગથી ભાગ લે છે.વણકર ભાઈઓ પલ્લી માટે ખીજડો કાપે છે.સુથાર ભાઈઓ પલ્લી ઘડે છે.વાળંદ ભાઈઓ વરખડાના સોટા બાંધે છે.કુંભાર ભાઈઓ કુંડા છાન્દે છે.મુસ્લિમ પિંજારા ભાઈઓ કુંડામાં કપાસ પૂરે છે.પંચોલી ભાઈઓ માતાજીના નૈવેધ માટે સવા મણનો ખીચડો બનાવે છે.ચાવડા ભાઈઓ પલ્લીની રક્ષા માટે ખુલ્લી તલવારે હાજર રહે છે.

પટેલ ભાઈઓ પલ્લીની પૂજા આરતી કરી કુંડામાં અગ્નિ પ્રગટાવે છે અને આ રીતે પલ્લી યાત્રાની શરૂઆત થાય છે.પલ્લી યાત્રા દરમિયાન ગામના ૨૭ ચકલા આગળ પલ્લી ઊભી રાખવામાં આવે છે.મંદિરનાં મુખ્ય આકર્ષણો,પલ્લી યાત્રા અહીંનું મુખ્ય આકર્ષણ છે. મંદિરના વ્યવસ્થાપકના જણાવ્યા પ્રમાણે ગયા વર્ષે પલ્લીમાં ૧૨ લાખથી વધુ શ્રદ્ધાળુઓ આવ્યાં હતાં અને ચાર લાખ કિલો ઘીનો અભિષેક કરાયો હતો. પલ્લીના એક મહિના પહેલા આજુબાજુના ગામ લોકો દૂધ વેચવાનું બંધ કરી દે છે.

આરતીનો સમય.સવારે ૬.૦૦ વાગ્યે,સાંજે સંધ્યા સમયે ,દર્શનનો સમય, સવારે ૬.૦૦થી રાત્રે ૮.૩૦ સુધી, પૂનમના દિવસે દર્શનનો સમય સવારે ૬.૦૦થી રાત્રે ૯.૩૦ વાગ્યા સુધી હોય છે.કેવી રીતે જવું.ગાંધીનગરથી રૂપાલ ૧૫ કિ.મી. અને અમદાવાદથી ૩૬ કિલોમીટર દૂર છે. અમદાવાદથી જનાર વાયા અડાલજથી જાય છે. ગાંધીનગરથી અને અમદાવાદથી બસ કે પ્રાઇવેટ વાહનો મારફતે રૂપાલ જઈ શકો છો.