હવસની ભૂખી સ્ત્રીએ વડોદરાના યુવાનને પ્રેમજાળમાં તો ફસાવી લીધો પણ પછી જે થયું એ જાણીને તમે પણ દંગ રહી જશો….

મિત્રો આજના જમાનામાં આવા કિસ્સા બનવાએ સામાન્ય વાત બની ગઈ છે અને કાયમ માટે આવા કિસ્સા આપણને જાણવા મળતા હોય છે અને તેમજ હવે લોકોમાં એક બીજા પ્રત્યે ખૂબ જ નફરત થવા લાગી છે. આ ઘટના હજી તો એના અંત સુધી નથી પહોંચી પરંતુ તે પહેલાં જ એની સાથે સંકળાયેલાં તમામ પાત્રોના જીવ તાળવે ચોંટી ગયા છે. આ ધટનાનું મુખ્ય પાત્ર એટલે અભય. ઉ.વ. ૨૬. અભ્યાસ એમ.કોમ. એલએલ.બી. ખાધેપીધે સુખી બ્રાહ્નણ દંપતીનું એકમાત્ર સંતાન.

મિત્રો તે અભ્યાસ પૂર્ણ કરીને માંડ એક વર્ષ વીત્યું અને અભયને કેન્દ્ર સરકાર હસ્તકના એક ખાતામાં નોકરી મળી. નિમણૂકપત્ર હાથમાં આવ્યો ત્યારે અભયની ખુશીનો પાર નહોતો. ઓફિસમાં જોત જોતાંમાં હળીભળી ગયેલો અભય એની મહિલા સહકર્મચારી આરતીની આંખમાં વસી ગયો. એનાથી લગભગ સાત વર્ષ મોટી આરતી અપરિણીત હતી, એટલું જ નહીં સરકારી નોકરીમાં થયેલી બદલીના ભાગરૂપે વડોદરા આવેલી આરતી એનાં કુટુંબ-વતનથી દૂર અહીં એકલી જ રહેતી હતી.

મિત્રો તો જુવાન જોધ અભય એની ઉપરી અધિકારી આરતીની લલચામણી હરક્તોથી લપસ્યો. ઓફિસ સમય બાદ આરતીના ફ્લેટ ઉપર ખીલેલો એમનો રોમાંસ હવે ઓફિસમાં પણ છાનીછપની ચર્ચાનો વિષય બન્યો હતો. બંને આધુનિક યુગનાં, વિશાળ દ્રષ્ટિ ધરાવનાર હોવાથી આ સંબંધ માત્ર ‘મૈત્રી’ રૂપે જ જાળવવાના અને એકબીજાની પાસેથી અન્ય કોઇ અપેક્ષા નહીં રાખવાની ઉભયપક્ષે થયેલી સમજૂતીથી શરૂ થયા અને લગભગ એ સમજૂતીને અનુરૂપ આગળ વધતાં ગયાં અને અહીં એક વળાંક આવ્યો.

સૂત્રોના જણાવ્યા અનુસાર એક દિવસ અભયે ઓફિસમાંથી રજા લીધી. સ્વાભાવિક રીતે જ ઉપરી અધિકારી એવી આરતીએ એને રજા લેવાનું કારણ પૂછ્યું. અભયે કહ્યું ‘મમ્મી-પપ્પા સાથે મારે અમદાવાદ જવાનું છે- મારે માટે કન્યા જોવા.’ બસ, આ જ ક્ષણે આરતીમાં માલિકીહક્કનો ભાવ ધરાવતી સ્ત્રી જાગી ઊઠી. એણ અભયને કહ્યું ‘આ વિશ્વાસઘાત છે. અને, એ સાથે જ અભયના જીવનમાં ઝંઝાવાતનાં મંડાણ થયાં.

મિત્રો તે ઓફિસમાં ઉપરી અધિકારી તરીકે આરતીએ શરૂ કરેલા માનસિક ત્રાસથી બચવા અભયે શરણાગતિ સ્વીકારી એની સાથેના સંબંધો પણ ચાલુ રાખ્યા અને ખાનગી રાહે, પોતાના માટે યોગ્ય કન્યા જોવાની તજવીજ પણ ચાલુ રાખી.આખરે અભયની સહમતિથી એના માતા-પિતાએ એક કન્યા પર પસંદગી ઊતારી.

દરમિયાન કોણ જાણે ક્યાંથી ઓફિસમાં આરતીને આ વાતની જાણ થઇ. મારતી ગાડીએ અભયને ઘેર પહોંચી ગયેલી આરતીએ એનાં મા-બાપની હાજરીમાં જ અભયનો ઉધડો લીધો. છેલ્લા દોઢ વર્ષથી અભયના એની સાથેના શારીરિક સંબંધોનો ભાંડો આરતીએ ફોડી નાખ્યો. અભયે આરતીને સમજાવી , ‘મૈત્રી’ની સમજણ સાથે શરૂ થયેલા સંબંધમાં હવે આમ કેમ એવો પ્રશ્ન એણે ઉઠાવ્યો.

મળતી માહિતી પ્રમાણે આરતીએ કહ્યું ‘હું તને ખોવા નથી માગતી. અભયે આરતીને સાફ સાફ શબ્દોમાં કહ્યું ‘હવે, આપણી વચ્ચે કોઇ જ સંબંધ નથી. છંછેડાઇ ગયેલી આરતીએ રૌદ્ર રૂપ ધારણ કર્યુ. ઓફિસમાં અભયનું વારંવાર અપમાન કરવું, એને ધમકાવવો એવી ઉપરી અધિકારી તરીકેની ચીલાચાલુ રીતરસમોથી નહીં અટકેલી આરતીએ વડોદરાની અદાલતમાં ખાનગી ફરિયાદ દાખલ કરી. પોતે, અનુસૂચિત જાતિની હોવાનું અને અભયે તેને ભોળવીને, લગ્નની લાલચ આપી વારંવાર તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યાનો ગંભીર આક્ષેપ એણે કર્યો.

મિત્રો એટલું જ નહીં, પોતાનું અને અભયનું મેડિકલ ચેક-અપ કરી એની ખાતરી કરાવવાની તૈયારી હોવાનું જણાવ્યું. અદાલતમાંથી આવેલા સમન્સે અભયના કુટુંબમાં વધુ એક ધરતીકંપ સર્જ્યો. અભય હચમચી ગયો. કેન્દ્ર સરકારની નોકરી અને કુટુંબની આબરૂ બંને ખોવાના ભણકારા સંભળાતા હતા.

સૂત્રો અનુસાર આખરે આરતી સાથે ફરી સમાધાન કર્યુ. રડી-કકળીને એણે આરતીને મનાવી. રૂ. દોઢ લાખ રોકડા આરતીએ ગણી લીધા અને અદાલત સમક્ષ બંનેએ આપસી સમજૂતીથી સમાધાન કર્યુ. તેમના વચ્ચેના સંબંધોનો એકરાર પરંતુ હવે તેના પર પૂર્ણવિરામ એવી સમજુતી સ્ટેમ્પપેપર ઉપર થઇ. માથે ઝળુંબેલાં મહામુશ્કેલીનાં વાદળો માંડ ખસ્યાં. અભયે પોતાની થોડી વગ અને કેન્દ્ર સરકારના એક ઉચ્ચ અધિકારીને તગડી રકમ આપીને પોતાની બદલી અન્ય ઓફિસમાં કરાવી લીધી. અભયને હાશ થઇ.

મળતી માહિતી પ્રમાણે અભયનાં માતા-પિતાએ પણ સ્વસ્થતા ધારણ કરી અને એકના એક દીકરાને માટે ફરીથી યોગ્ય કન્યા જોવાનો પ્રારંભ કર્યો. એમની એ શોધ પૂરી થઇ. પોતાની જ જ્ઞાતિની અને દૂરના સંબંધીની સુંદર, સુશીલ, સંસ્કારી અને શિક્ષિત શર્વરી સાથે અભયનાં લગ્ન લેવાયાં. આઘાતજનક કડવો ભૂતકાળ ભૂલીને અભયે શવરી સાથે સાત ફેરા લીધા અને નવયુગલ ૧૫ દિવસના હનિમૂન ઉપર રવાના થઇ ગયું.દીકરો અને વહુ સલામત રીતે પહોંચી ગયાનો ફોન આવ્યો અને ‘હાશ’ કહીને મા-બાપ હજી તો લગ્નનો થાક ઊતારી રહ્યાં હતાં ત્યાં બીજે જ દિવસે સવારે ઘરની કોલબેલ વાગી.

દરવાજો ખોલીને જોયું તો ક્રોધથી કંપતી આરતીએ ઘરમાં આવીને હાથમાંના કવરમાંથી ઢગલાબંધ ફોટા ટીપોય ઉપર ફગાવ્યા. અભય અને આરતીના રોમેંટિક ફોટા ! અભયનાં માતા-પિતા કંઇ સમજે એ પહેલાં તો આરતીએ તેમની સામે એક કાગળ ધર્યો. તમારા દીકરા અભયે મારી સાથે રજિસ્ટર્ડ મેરેજ કર્યા છે. આ તેનું પ્રમાણપત્ર.’ સરકારી સિક્કા સાથેનું મેરેજ રજિસ્ટ્રારની સહીવાળું મેરેજ સર્ટિફિકેટ જોઇ અભયનાં માતા-પિતાના હોશ ઊડી ગયા.

તમારા દીકરાએ મારી સાથે દગો કર્યો છે હનિમૂન પરથી એ પાછો આવે એટલે હું એને બતાવી દઇશ. મને છોડીને એ શવરી સાથે સંસાર માંડે એ હું હરગીજ નહીં સાંખી લઉ.’ અભય શર્વરી હનિમૂન પરથી પરત આવે ત્યારે શું થશે એની કલ્પનામાત્રથી માતા-પિતા ફફડી રહયાં છે. નજીકના વિશ્વાસપાત્ર અને જાણકાર સંબંધીએ કહ્યુંછે કે, આ ફોટા કમ્પ્યૂટર ઉપર ટ્રિક્સથી તૈયાર કરાયેલા છે અને મેરેજ સર્ટિફિકેટ તો બોગસ પણ આસાનીથી મળે છે.

સૂત્રો અનુસાર હનિમૂનની રોમાંચક ક્ષણો માણી પાછા ફરતાં જ અભયના માથે વીજળી ત્રાટકવા તૈયાર બેઠી છે એ વાતથી એને કોણ ચેતવે એની ચર્ચા હાલ તો એના નિકટના મિત્રો કરી રહ્યાં છે. આ સત્યઘટના છે. કેન્દ્રિય સરકારનાં કર્મચારી અભય અને આરતીનાં નામો એમની સાચી ઓળખ છુપાવવાના ઇરાદે બદલ્યાં છે. આ બધા પુરાવા બોગસ હોય તોપણ નવી નવી આવેલી વહુ શર્વરી આ આખી બાબતને કઇ રીતે સ્વીકારશે. એ તો હાલ માત્ર અટકળનો વિષય છે. કારણ, અગાઉ અદાલતમાં થયેલી આપસી સમજુતીના કરારમાં અભયે આરતી સાથેના સંબંધો કબૂલ્યા છે. આ દસ્તાવેજની નકલ પણ આરતી અભયના ઘરે મૂકી ગઇ છે.

મિત્રો બીજો જ એક એવો કિસ્સો છે જેના વિશે જણાવા જઈ રહયા છે એ ઘટના શાહપુરમાં રહેતી યુવતીને ચપ્પાની અણીએ હોટલના રૂમમાં લઇ જઇને બળજબરીપૂર્વક રેપ કરીને તેનો વીડિયો ઉતારી લીધો હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. વીડિયો વાઇરલ કરવાની ધમકી આપીને યુવક અવારનવાર યુવતી સાથે શરીર સંબધ બાંધતો હતો જેમાં અંતે યુવતીએ કંટાળીને ન્યાય માટે પોલીસ ઘાટલોડિયા સ્ટેશનના દ્વાર ખખડાવતા પોલીસે પ્રકાશ મકવાણા નામના યુવક સામે ગુનો તેની ધરપકડ કરી છે.

મળતી માહિતી પ્રમાણે આ ફરિયાદમાં કરેલા આક્ષેપ પ્રમાણે યુવતી દોઢ વર્ષ પહેલાં ચાંદખેડામાં નર્સિંગનો કોર્સ કરતી હતી ત્યારે તેનો સંપર્ક ચાણક્યપુરીમાં રહેતા હિતેશ બંસલ સાથે થયો હતો. હિતેશે યુવતીને સંપર્ક પ્રકાશ મકવાણા સાથે કરાવ્યો હતો. જ્યા બન્ને જણાએ મોબાઇલ નંબરની આપ લે કરી હતી અને વોટ્સએપ કોલ અને ચેટિંગથી વાતચીત કરતાં હતાં.

સૂત્રો અનુસાર ગત મહિનામાં યુવતી નોકરી પર હાજર હતી ત્યારે પ્રકાશે તેને ફોન કર્યો હતો અને કહ્યુ હતું કે હિતેશ બંસલે ભાગીને લગ્ન કરી દીધાં છે. હિતેશ મળવા માગે છે એટલે તું દિલ્હી દરવાજા આવી જા. પ્રકાશની વાત સાંભળાને યુવતી દિલ્હી દરવાજા આવી ગઇ. જ્યાં બન્ને જણા એક્ટિવા લઇને ચાંદલોડિયા ગ્રીનપાર્ક હોટલ લઇ ગયાં હતાં. જ્યાં હિતેશ રોકાયો હોવાની વાત કરતાં બન્ને જણા હોટલના રૂમમાં ગયાં હતાં.

મિત્રો યુવતી યુવતીએ તેના પિતાને વાત કરતા અંતે ઘાટલોડિયા પોલીસે પ્રકાશ મકવાણા વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. પોલીસે પ્રકાશ મકવાણાની ધરપકડ કરી છે જ્યારે યુવતીને મેડિકલ ચેકઅપ માટે મોકલી આપી છે. પ્રકાશ સાથે રૂમમાં ગઇ ત્યારે તરત જ પ્રકાશે તેના ગળા પર ચપ્પુ મૂકી દીધું હતું અને તારે મારી સાથે શરીર સંબંધ બાંધવા પડશે અને જો તું બુમાબુમ કરીશ તો તને જાનથી મારી નાખીશ. પ્રકાશે યુવતી પર બળાત્કાર ગુજાર્યા બાદ તેના ન્યૂડ ફોટોગ્રાફ્સ પાડી લીધા હતા અને સોશિયલ મીડિયામાં વાઇરલ કરવાની ધમકી આપીને અવારનવાર શરીર સંબંધ બાંધ્યા હતા.

જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય તો આ લેખ ને લાઈક અને શેર જરૂર કરજો. તમારા માટે અમે આવા ઘણા રોજિંદા લેખ લાવીશું. જે તમારા જીવન માટે ખૂબ ઉપયોગી હશે, આ પેજ સાથે જોડાવા માટે આ પેજને લાઈક કરો, આ લેખ વાંચવા માટે તમારો આભાર.