સૂર્ય દેવનાં આ મંદિરના દર્શન કરવાથી જ દૂર થશે બધા દુઃખો પૂરી થશે બધી મનોકામના

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આખા દેશમાં સૂર્ય દેવનાં અનેક પ્રસિદ્ધ મંદિર છે. આમ પણ ભારત એક એવો દેશ છે કે જ્યાં આખી દુનિયાના દરેક દેશ કરતાં સૌથી વધારે નાનાં-મોટાં મંદિરો બંધાયેલાં જોવા મળે છે. અહીં દરેક દેવી-દેવતાઓનાં મંદિર છે કે જેના નામ વિશે પણ આપણને ભાગ્યે જ ખબર હોય. મુખ્ય ભગવાનનાં દેવાલય તો ખરાં જ પણ તે સિવાય પણ આપણા દેશમાં અનેક એવાં પણ દેવી-દેવતાઓનાં મંદિર બંધાયાં છે કે જેમનાં નામ વિશે આપણે ભાગ્યે જ જાણતાં હોઈશુ.

Advertisement

જોકે આજે આપણે જે મંદિર વિશે વાત કરવાની છે તે તો ઘણું જ પ્રસિદ્ધ મંદિર છે અને બિહારનાં પ્રખ્યાત મંદિરોમાંનું એક છે. બિહારના રંગાબાદ જિલ્લામાં આવેલા સૂર્યમંદિરનો એક આગવો ઇતિહાસ છે. જ્યારે છઠ્ઠ હોય ત્યારે તો આ મંદિરનું મહત્ત્વ બમણું થઈ જતું હોય છે. બિહારના આ સૂર્યમંદિરનું નામ દેવ મંદિર છે, લોકો તેને દેવાર્ક સૂર્યમંદિરના નામે પણ ઓળખે છે.

સૂર્યમંદિર માટે કહેવાય છે કે તે પૂર્વાભિમુખ જ હોય, જ્યારે દેવાર્ક એ એકમાત્ર એવું મંદિર છે પિૃમાભિમુખ છે. આ મંદિર તેની કલાકૃતિ માટે પણ ખૂબ જાણીતું છે. તેની કલાકૃતિના કારણે તેમજ તેની દિશાના કારણે આ મંદિર કાયમ માટે લોકોમાં, વૈજ્ઞાનિકોમાં, ઇતિહાસકારો માટે, ચોર માટે તેમજ વિદેશીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે.

આવુજ એક બીજું મંદિર મોઢેરા સૂર્ય મંદિર ગુજરાતના મહેસાણા જિલ્લાના પુષ્પાવતી નદીના કિનારે સ્થિત છે. પાટણ શહેરથી ૩૦ કિલોમીટર દૂર આ મંદિર આવેલું છે. તેમજ મહેસાણાથી ૨૫ કિલોમીટર દૂર આવેલું છે. આ મંદિર સૌપ્રથમ સોલંકી રાજા ભીમદેવ પ્રથમ શાસનકાળ દરમિયાન (1022-1063) બનાવ્યુ હતુ. આ સૂર્ય મંદિર ગુજરાતમાં સોલંકી શૈલીમાંથી બનાવેલ મંદિર સર્વોચ્ચ ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. આ મંદિર બે ભાગમાં વહેચવામાં એક ગર્ભગૃહનો અને બીજુ સભામંડપનુ છે. ગર્ભગૃહની લંબાઈ 51 ફૂટ 9 ઇંચ પહોળાઈ 25 ફૂટ 8 ઇંચ. તેમજ સભામંડપમાં કુલ 52 સ્તંભ આવેલા છે. આ સ્તંભોમાં રામાયણ તેમજ મહાભારત જેવા પ્રસંગો પણ ઉલ્લેખવામાં આવ્યા છે.

આ મંદિર એક અક્ષ પર બન્યું છે આ મંદિરની મુખ્ય ત્રણ ભાગ છે.પ્રદક્ષિણા-પથ યુક્ત ગૃહ એટલે કે મંદિરનો મુખ્ય ભાગ પડે છે.એક અલગથી બનાવેલુ સભા મંડળ જેની સામે એક અલંકૃત તોરણ છે.પથ્થરથી નિર્મિત એક કુંડ જેમાં નાના-મોટા લઘુ આકારના મંદિર નિર્મિત છે.આ મંદિરની સુંદરતા જોઈને કોઈ પણ આશ્ચર્યચકિત થઈ જશે. તેમજ આ મંદિરના પથ્થરો સ્તંભીય અષ્ટકોણીય આકારમાં ગોઠવાયેલા છે. જે અલંકૃત તોરણનો આધાર પ્રદાન કરે છે.

મંડપની બહારની દીવાલો ઉપર બાર આદિત્યો, દિક પાલો, દેવીઓ તથા અપ્સરાઓની મૂર્તિ પ્રતિષ્ઠા સ્થાપિત કરેલી છે. સભા મંડળ જે ત્રિકોણ આકારમાં બનેલું છે જે સુંદર સ્તંભથી જોડાયેલું છે. સભા મંડળની ચાર મુખ્ય દિશા પ્રવેશ હેતુ અર્ધવૃત્યીય અલંકૃત તોરણ આવેલું છે. સભા મંડળની સામે એક મોટું તોરણ દ્વાર છે. જેની સામે કુંડ આવેલો છે જેને સૂર્યકુંડ અથવા તો સ્થાનિક લોકો રામકુંડ પણ કહે છે.

સૂર્યકુંડ સુધી પહોંચવા માટે સીડીઓ આવેલી છે. તેમજ કુંડની અંદર નાના આકારના મંદિર પણ આવેલા છે. જેમાં દેવી-દેવતાઓ ગણેશ ભગવાન, શિવ, તથા અન્ય લોકો સમર્પિત કરેલા છે. તેમજ કુંડમાં લગભગ 108 જેવા મંદિર આવેલા છે.સભા મંડળની સન્મુખ ગભૅગૃહ આવેલું છે જ્યાં ભગવાન સૂર્યની 12 મૂર્તિઓ સ્થાપિત કરેલી છે. ગર્ભગૃહની મધ્યમાં અંતરાલ છે. ગર્ભગૃહમાં કોઈપણ પ્રતિમા સ્થાપિત કરેલી નથી. તેમજ મંદિરની બહારની દીવાલોમાં પણ વિભિન્ન દેવી-દેવતાઓને પ્રતિમા સ્થાપિત કરેલી છે.

મંદિરની પાછળ રહેલા સીલાલેખ પર આધારિત છે મંદિરનો ધોરણ અને સંભોગ દેલવાડાના વિમલ વંશી આદિનાથ મંદિર સાથે સામ્યતા ધરાવે છે.ભારતમાં ટોટલ ત્રણ સૂર્યમંદિર આવેલા છે જેમાં પહેલા ઓડિશાનો મંદિર બીજું જમ્મુ માતૅઙ મંદિર તેમજ ગુજરાતમાં મોઢેરાનું સૂર્ય મંદિરનો સમાવેશ થાય છે. શિલ્પકલાની અદભૂત ઉદાહરણ આ મંદિર પૂરુ પાડે છે.

પુરાણમાં મોઢેરાનો ઉલ્લેખ કરેલો છે સ્કંદપુરાણ તેમજ બ્રહ્મપુરાણ અનુસાર પ્રાચીન કાળમાં મોઢેરાની આજુબાજુ પૂરા ક્ષેત્રમાં “ધર્મરન્ય” નામથી ઓળખવામાં આવ્યુ હતુ. ભગવાન રામે રાવણનો સંહાર બાદ ગુરૂ વશિષ્ઠે એક એવું સ્થાન બતાવ્યું જ્યાં આત્માને સુધી તેમ જ બ્રહ્મહત્યાના પાપના નિવારણ થઈ શકે. ત્યારે ગુરૂ વશિષ્ઠે શ્રી રામને ધર્મ રન્ય જવાની સલાહ આપી. જેને મોઢેરાના નામથી ઓળખવામાં આવે છે.

આવુજ એક બીજું મંદિર કોણાર્કનું સૂર્યમંદિર ભારતના ઓરિસ્સા રાજ્યનાં પૂરી જિલ્લામાં કોણાર્કનમન એક્નાકળ કસ્બામાં સ્થિત છે. સૂર્યમંદિર પોતાના નિર્માણના ૭૫૦ વર્ષ પછી પણ પોતાની અદ્વિતીયતા, વિશાળતા અને કલાત્મક ભવ્યતાથી દરેકને નિરુત્તર કરી દે છે. વાસ્તવમાં જેને આપણે કોણાર્કના સૂર્યમંદિરનાં રૂપમાં જાણીએ છીએ -ઓળખીએ છીએ એ એની પાર્શ્વમાં બનેલો એ સૂર્યમંદિરનો જગમોહન કે મહામંડપ છે !!! જે બહુજ પહેલાથી દ્વસ્ત થઇ ચુક્યો છે !!!! કોણાર્કના સૂર્યમંદિરને અંગ્રેજીમાં બ્લેક પેગોડા પણ કહેવાય છે.

આને લાલ બલુઆ પત્થર તથા કાળા ગ્રેનાઇટ પત્થર થી ઈ.સ. ૧૨૩૬– ૧૨૬૪ માં ગંગ વંશના રાજા નૃસિંહદેવ દ્વારા બંધાવવામાં આવ્યું. આ મંદિર, ભારતના સૌથી પ્રસિદ્ધ સ્થળોમાં એક છે. આને યુનેસ્કો દ્વારા સન ૧૯૮૪માં વિશ્વ ધરોહર સ્થળ ઘોષિત કરાયું છે.[ કલિંગ શૈલી માં નિર્મિત] આ મંદિર સૂર્ય દેવના રથ ના રૂપ માં નિર્મિત છે. અને પત્થર પર ઉત્કૃષ્ટ નક્શી કરીને ખૂબ જ સુંદર બનાવાયા છે. સંપૂર્ણ મંદિર સ્થળને એક બાર જોડી ચક્રોવાળા, સાત ઘોડા થી ખેંચાતા સૂર્ય દેવ ના રથના રૂપમાં બનાવ્યા છે. મંદિર પોતાની કામુક મુદ્રાઓ વાળી શિલ્પાકૃતિઓ માટે પણ પ્રસિદ્ધ છે. આજે આનો ઘણો ભાગ ધ્વસ્ત થઈ ચુક્યો છે. આનું કારણ વાસ્તુ દોષ તથા મુસ્લિમ આક્રમણો કહેવાય છે. અહીં સૂર્યને બિરંચિ-નારાયણ કહેતા હતાં.

પુરાવિદ અને વાસ્તુકાર મંદિરની સંરચના , મૂર્તિશિલ્પ અને પથ્થરો પર અંકિત આક્રુતીઓને વૈજ્ઞાનિક, તકનીકી અને તાર્કિક કસોટીઓ પર કસીને તથ્યોને દુનિયાની આમે રાખે છે અને આ કામ લગાતાર ચાલુ જ છે. બહરહાલ આ મહામંડપ અથવા જગમોહનની વિરાટતા ભલે ભગ્ન થઇ ગઈ હોય પણ મુખ્ય મંદિરના ધાર પર ઉત્કીર્ણ સજ્જથી જ એને યુનેસ્કોની વિશ્વ વિરાસત સ્થળની પહેચાન મળી છે.ભારતમાંથી જ નહિ પણ દુનિયાભરનાં લાખો લોકો આને જોવાં માટે કોણાર્ક આવે છે. કોણાર્કમાં બનેલી આ ભવ્ય કૃતિને સહજ જોઇને સમજવી કઠીન છે કે આ કેવી રીતે બની હશે એને જોવાનો અન્નદ ત્યારે જ છે એનાં ઈતિહાસની પૃષ્ઠભૂમિ માં જઈને એને જોવામાં આવે.

સ્થાપના.સૂર્યમંદિરને ગંગ વંશના રાજા નરસિમ્હા દેવ પ્રથમે લગભગ ઈસ્વીસન ૧૨૭૮માં બનાવ્યું હતું કહેવાય છે કે આ મંદિર પોતાની પૂર્વ નિર્ધારિત અધિકાલ્પનાનાં આધાર પર નહોતું બનાવી શકાયું. મંદિરના ભારે ગુંબજના હિસાબે એની નીચ નહોતી બની !!! અહીના સ્થાનીય લોકોના માનવા પ્રમાણે આ ગુંબજ મંદિરનો જ હિસ્સો હતો પણ એની ચુંબકીય શક્તિને કારણે એ જયારે સમુદ્રી તોફાનો અને ભરતીને કારણે દુર્ઘટનાગર્સ્ત થવા લાગ્યો. ત્યારે આ ગુંબજ ત્યાંથી હટાવી લેવાયો હતો. કદાચ આજ કારણે એને બલેક પેગોડા પણ કહેવામાં આવે છે.

સૂર્ય મંદિરનુ સ્થાપત્ય.આ મંદિર સૂર્ય દેવના રથના રૂપમાં નિર્મિત છે. અને પત્થર પર ઉત્કૃષ્ટ નક્શી કરીને ખૂબ જ સુંદર બનાવાયું છે. સંપૂર્ણ મંદિર સ્થળને એક બાર જોડી ચક્રોવાળા, સાત ઘોડાથી ખેંચાતા સૂર્ય દેવના રથના રૂપમાં બનાવાયું છે. મંદિરની સંરચના, જે સૂર્યના સાત ઘોડા દ્વારા દિવ્ય રથને ખેંચવા પર આધારિત છે, પરિલક્ષિત હોય છે. હવે આમાંથી એક જ ઘોડો બચ્યો છે. આ રથના પૈડાં, જે કોણાર્કની ઓળખ બની ગયા છે,

ઘણાં ચિત્રોમાં દેખાય છે. મંદિરના આધાર ને સુંદરતા પ્રદાન કરતા આ બાર ચક્ર વર્ષના બાર મહિના ને પ્રતિબિંબિત કરે છે. જ્યારે પ્રત્યેક ચક્ર આઠ આરાથી મળી ને બન્યો છે જે દિવસના આઠ પહોરને દર્શાવે છે. મુખ્ય મંદિર ત્રણ મંડપોમાં બનેલ છે.આમાંથી બે મંડપ પડી ગયા છે.ત્રીજા મંડપમાં જ્યાં મૂર્તિ હતી ત્યાં અંગ્રેજોએ ભારતીય સ્વતંત્રતા પૂર્વ જ રેતી અને પત્થર ભરાવી બધાં દ્વારોને સ્થાયી રૂપે બંધ કરાવી દીધા હતાં, જેથી તે મંદિર વધુ ક્ષતિગ્રસ્ત ના થઈ શકે. આ મંદિરમાં સૂર્ય ભગવાનની ત્રણ પ્રતિમાઓ છે:

આના પ્રવેશ પર બે સિંહ હાથીઓ પર આક્રમક થતા રક્ષામાં તત્પર દેખાડ્યાં છે. આ સંભવતઃ તત્કાલીન બ્રાહ્મણ રૂપી સિંહોંનું બૌદ્ધ રૂપી હાથીઓ પર વર્ચસ્વનું પ્રતીક છે. બનેં હાથી, એક-એક માનવ ઊપર સ્થાપિત છે. આ પ્રતિમાઓ એક જ પત્થરની બનેલી છે. આ ૨૮ ટનની ૮.૪ ફીટ લાંબી ૪.૯ ફીટ પહોળી તથા ૯.૨ ફીટ ઊંચી છે. મંદિરના દક્ષિણી ભાગમાં બે સુસજ્જિત ઘોડા બનેલા છે, જેમને ઑડિશા સરકારે પોતાના રાજચિહ્નના રૂપમાં અંગીકાર કરી લીધા છે. ૧૦ ફીટ લાંબા અને ૭ ફીટ પહોળા છે.

મંદિર સૂર્ય દેવની ભવ્ય યાત્રાને બતાવે છે. આના પ્રવેશ દ્વાર પર જ નટ મંદિર છે. આ તે સ્થાન છે, જ્યાં મંદિરની નર્તકિઓ, સૂર્યદેવ ને અર્પણ કરવા માટે નૃત્ય કરતી હતી. પૂરા મંદિરમાં જ્યાં ત્યાં ફૂલ-બેલ અને ભૌમિતીક નમૂનાની નક્શીની ગકરાઈ છે. આ સાથે જ માનવ, દેવ, ગંધર્વ, કિન્નર આદિની આકૃતિઓ પણ એન્દ્રિક મુદ્રાઓમાં દર્શિત છે. આમની મુદ્રાઓ કામુક છે, અને કામસૂત્રથી લેવાઈ છે. મંદિર હવે અંશિક રૂપે ખંડેરમાં પરિવર્તિત થઈ ચુક્યો છે. અહીંની શિલ્પ કળાકૃતિઓ નો એક સંગ્રહ, ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગ ના સૂર્ય મંદિર સંગ્રહાલય માં સુરક્ષિત છે.

Advertisement