તમારા કાળા અને ગંદા પગ માત્ર 20 મિનિટમાં થઇ જશે ધોળા દૂધ જેવા,કરો આ ઘરેલું ઉપાય…..

આપણે આપણા ચહેરાની જેટલી કાળજી રાખીએ છીએ એટલું ભાગ્યે જ આપણા હાથ અને પગની સંભાળ રાખીએ છીએ. પરંતુ આપણા પગની સૌથી વધુ સ્વચ્છતા અને સંભાળની જરૂર હોય છે. ચહેરાની જેમ ધૂળ, ગંદકી અને સૂર્યના યુવી કિરણોની અસરને કારણે આપણા પગ પણ કાળા અને ગંદા થઈ જાય છે. આને કારણે, આપણા ચહેરા અને પગનો રંગ સંપૂર્ણપણે અલગ દેખાવા લાગે છે.તડકાના કારણે જે ભાગ કપડાથી ઢંકાયેલો હોય તે ભાગ સફેદ રહે છે અને બાકીનો ભાગ કાળો પડી જાય છે. એટલે કે મોટાભાગના લોકોની હાથ પગની ચામડી કાળી પડી જતી હોય છે. ઉનાળામાં ધમધોખતા તડકા ના કારણે સૂર્યના કિરણો સીધા આપણા શરીરના અંગો પર પડવાને કારણે આપણી ચામડીનો રંગ કાળો થઇ જાય છે. આના કારણે આપણી સુંદરતા પર પણ અસર પડે છે.

Advertisement

આવી સ્થિતિમાં, તમારે તમારા પગની નિયમિત કાળજી લેવી જોઈએ અને કાળાશ દૂર કરવા માટે તેને સ્ક્રબ કરવું જોઈએ. આજે અમે તમને જણાવીશું કે મગફળી અને મધથી તૈયાર થયેલું સ્ક્રબ કેવી રીતે બનાવાય. જે તમારા પગની કાળાશ દૂર કરશે અને તમારા પગ પહેલા કરતા વધારે સુંદર થઇ જશે.

સામગ્રી–  મગફળીનો પાવડર – 3-4 ચમચી.   મધ – 2 ચમચી.    ગુલાબ જલ – 2 ચમચી.કેવી રીતે બનાવવું સ્ક્રબ.સૌથી પહેલાં મગફળીને મિક્સરમાં પીસી લો અને પાવડર બનાવો. ત્યારબાદ એક બાઉલમાં મગફળીનો પાઉડર નાખો. મધ અને ગુલાબજળને એક સાથે મિક્સ કરો.આ ત્રણને બરાબર મિક્ષ કરીને પગ પર લગાવો.તેને 20 મિનિટ સુધી પગ પર મૂકો અને પછી તેને હળવા પાણીથી ધોઈ લો.અઠવાડિયામાં બે વાર આવું કરવાથી પગનો રંગ તરત બદલાઈ જશે.

 

મગફળીમાં વિટામિન-સી, ઇ અને મોટી માત્રામાં એન્ટીઓકિસડન્ટો હોય છે, જે ત્વચાને ક્લીન કરે છે અને જૂના ડાઘને દૂર કરે છે. મગફળી કરકરી હોય છે, તેથી તેને સ્ક્રબ તરીકે વાપરવાથી સ્ક્રીન પરની કાળાશ દૂર થાય છે. તે ત્વચામાં કોલેજન બનાવે છે, જે ત્વચામાંથી ફાઇન લાઇન અને કરચલીઓ દૂર કરે છે.મધમાં એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીઇંફેલેમેટરી ગુણધર્મો છે. મધ ત્વચા માટે ખૂબ જ સારો નેચરલ મોઇશ્ચરાઇઝર પણ છે. તેનો ઉપયોગ કરવાથી ત્વચાનું પીએચ લેવલ બેલેન્સ રહે છે, જે સ્ક્રીન પર ચેપની સંભાવના ઘટાડે છે.

બીજો ઘરેલું નુસખો બનાવવા માટે સાકર, ચણાનો લોટર અને 1 ટમેટું લેવું અને પછી એક વાટકીમાં થોડો ચણાનો લોટ અને ખાંડ નાખવી. ત્યાર પછી આ બંનેને એકદમ બરાબર રીતે મિક્ષ કરી લેવું. આ રીતે મિક્ષ કરીને એક પ્રકારનું સ્ક્રબ તૈયાર થઇ જશે.આ સ્ક્રબ બનાવ્યા પછી અડધું કાપેલું ટામેટું લેવું અને પછી આ તૈયાર કરેલા સ્ક્રબને ટામેટાની મદદથી તમારા પગ પર 10 થી 15 મિનિટ સુધી માલીશ કરતું રહેવું. માલીશ થઇ જાય એટલે પછી એને ઠંડા પાણીથી ધોઈ નાખવું.

માસ્ક બનાવવા માટે ચોખાનો લોટ, મધ અને બટાકા લઇ લેવા અને પછી બટાકાને છીણી લેવા. પછી એનું જ્યુસ કાઢી લેવું. એ પછી એક વાસણમાં 2 ચમચી ચોખાનો લોટ, અને 2 ચમચી બટાકાનું જ્યુસ અને થોડું મધ નાખીને બરાબર રીતે મિક્ષ કરી લેવું. આ તૈયાર છે સ્કીનને ગોરી બનાવવા માટેનું માસ્ક. આ માસ્કને તમારા પગ પર લગાવવું અને 10 થી 15 મિનિટ માટે આ માસ્ક ને લગાવી રાખવું અને પછી તાજા ઠંડા પાણીથી ધોઈ નાખવા. આ પ્રયોગ થોડો સમય કરવાથી તમારા પગની ચામડી ગોરી થઇ જશે.

Advertisement