તારક મહેતાની અંજલિ ભાભી રહે આવા આલિશાન ઘરમાં, અંદરની તસ્વીરો જોઈને દંગ રહી જશો..

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે. તમને જણાવી દઈએ કે ટેલિવિઝનની દુનિયામાં એક એવો શો જે કોઇ એકવાર જૂએ તો તે શોનો પ્રશંસક બની જાય છે. જી હા, અમે સબ ટીવી પર આવનારા શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ની વાત કરી રહ્યા છીએ, નાના પરદા પર ચાલનારો આ શો સૌથી બેસ્ટ છે.

Advertisement

મિત્રો આજે અમે તમને જણાવી રહ્યાં છીએ અંજલી ભાભી વિશે, જે તારક મહેતાની પત્નીની ભૂમિકા કરે છે. તેમના વિશે કેટલીક એવી વાતો, જેના વિશે ખુબ ઓછા લોકો જાણે છે.છેલ્લાં કેટલાંય વર્ષોથી ટોપટેન ટીવી સીરિયલમાં સામેલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ આજે ઘરે-ઘરે જોવાય છે. સીરિયલના પાત્રો પણ ખૂબ ફેમસ થઈ ગયા છે. આજે અમે તમને આ સીરિયલનું સિમ્પલ અને સુંદર પાત્ર અંજલીભાભી એટલે કે નેહા મહેતા વિશે વાત કરીશું અને તેના ઘરની તસવીરો દેખાડીશું.

સીરિયલમાં તારક મહેતાને કારેલા અને દૂધીનો જ્યૂસ પીવડાવ-પીવડાવ કરનાર અંજલીભાભી રિયલમાં પણ એકદમ હેલ્થ કોન્શિયસ છે. તેમણે ઈન્ડસ્ટ્રીઝમાં આવ્યા ત્યારથી ફીગરને મેન્ટેઇન કરીને રાખ્યું છે.41 વર્ષની અંજલી મહેતા સિંગલ છે અને લાઈફ પાર્ટનરને શોધી રહી છે. નેહાનો જન્મ ગુજરાતના ભાવનગરમાં થયો છે. જોકે, તેનો પરિવાર મૂળ તો પાટણનો છે. તો આવો જોઈએ પાટણમાં આવેલા તેમના બંધ ઘરની બહારની તસવીરો.

નેહા મહેતા, ગુજરાતી રંગભૂમી અને ચલચિત્રોની દુનિયામાં જાણીતી અભિનેત્રી છે. ગુજરાતી નાટકોથી જ અભિનયમાં કરિયર બનાવ્યું છે, ત્યાર પછી તેને ગુજરાતી ફિલ્મોમાં પણ સફળતા મેળવી. સમયની સાથે તેને પણ ટેલિવૂડમાં એન્ટ્રી લીધી. ગુજરાતી સિરિયલો અને હિન્દી સિરિયલોમાં તેને લોકપ્રિયતા મળી. નેહાને સાચી ઓળખ તેને અંજલી મહેતાના પાત્રથી મળી.

નેહા મહેતાનો જન્મ પહેલી એપ્રિલ 1976ના દિવસે ગુજરાતના ઐતિહાસિક શહેર પાટણમાં થયો હતો.મૂળ પાટણના અને ભાવનગરમાં જન્મ ભાવનગરમાં જન્મેલી અને ઉછેરેલી નેહા મહેતા મૂળ તો પાટણની છે. તેના પિતા જાણીતા ગીતકાર તથા કવિ છે. નેહાના ઘરમાં પહેલેથી જ ફિલ્મી વાતાવરણ હતું અને તેથી જ તે આ ક્ષેત્રમાં આગળ વધવા માગતી હતી. બાળપણમાં નેહાને ડાન્સ અને મ્યુઝિકનો શોખ હતો. નેહાએ વડોદરામાંથી મ્યુઝિકમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું છે. બાદમાં અમદાવાદમાંથી ડિરેક્શનનો કોર્સ કર્યો હતો.

સ્ટારહંટ તરીકે પસંદગી નેહા મહેતા અમદાવાદમાં ભણતી હતી ત્યારે આખા ગુજરાતમાંથી ‘સ્ટારહંટ’ તરીકે તેની પસંદગી થઈ હતી અને તેણે મુંબઈની વાટ પકડી હતી. જ્યાં તેને એક-પછી એક નાટક મળવા લાગ્યા. નેહાએ ‘પ્રતિબિંબના પડછાયા’, મસ્તમજાની લાઈફ’, ‘તુ જ મારી મૌસમ’, ‘હું જ તારો ઈશ્વર’ વગેરે નાટકમાં કામ કરીને નામ કમાયું હતું.

ભાભી સીરિયલથી આવી લાઈમલાઈટમાં.નેહાએ નાટક ઉપરાંત ગુજરાતી અને હિન્દી ટીવી સીરિયલ્સમાં પણ કામ કર્યુ હતું. નેહા ‘ભાભી’ સીરિયલથી લાઈમ લાઈટમાં આવી હતી, જેમાં તેણે 150 એસિપોડ કામ કર્યું હતું. આ દરમિયાન તેને અમુક કડવા અનુભવો થતાં તેણે સીરિયલ છોડી દીધી અને મુંબઈથી ફરી અમદાવાદ આવી ગઈ હતી. જોકે, થોડાક સમયમાં તે પાછી મુંબઈ પરત ફરી હતી.

મુંબઈ આવ્યા પછી ફરી નેહા મહેતાનું નસીબ ચમક્યું હતું. તેને ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ માં અંજલિભાભીની ભૂમિકા મળી હતી. જેમાં નેહાના કામના ખૂબ વાખણ થવા લાગ્યા હતા. બાદમાં તેણે આ ઉપરાંતં વાહ વાહ ક્યા બાત હૈં શોને હોસ્ટ કર્યો હતો.તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની બંને મુખ્ય ગુજરાતી અભિનેત્રીઓ દયાભાભી એટલે કે દિશા વાકાણી અને અંજલીભાભી એટલે કે નેહા મહેતા છેલ્લાં ઘણાય વર્ષોથી સારા જીવનસાથીની શોધમાં હતા.

એવામાં દિશા વાકાણીને મયુર પડિયા સાથે લગ્ન કરી લીધા હતા અને તેમને સંતાનમાં આજે એક દીકરી છે. બીજી બાજું નેહા મહેતાની જીવનસાથીની શોધ હજી પૂરી થઈ હતી.સમજી શકે એવા જીવનસાથી છે પસંદ.લગ્ન અંગે નેહા મહેતાએ જણાવ્યું હતું કે તેને હાલમાં લગ્નની કોઈ ઉતાવળ નથી. તેણે વધુમાં કહ્યું હતું કે તેને સમજે અને સંબંધોમાં ગણતરી ના કરે એવા જીવનસાથી પસંદ છે.અંજલી તારક મહેતા લગ્નથી છે વંચીત, નેહા મહેતા જે અંજલી તારક મહેતાના પાત્રમાં નજરે આવતી હતી તે પણ ચાલીસી વટાવી ચૂકી છે.

42 વર્ષની નેહાને એકલા રહેવામાં મજા આવે છે, તેને લગ્ન કરતા સિંગલ લાઇફ વધુ ગમે છે. બાદમાં તેનો વિચાર બદલાય અને લગ્ન કરે તો નવાઇ નહી.નેહા મહેતાનો જન્મ ભાવનગર, ગુજરાત ખાતે થયો હતો. તેણીનું વતન પાટણ, ગુજરાત ખાતે છે. તેણી જન્મ પછી વડોદરા અને અમદાવાદ ખાતે આવી હતી. તેણીનું કુટુંબ ગુજરાતી સાહિત્યક્ષેત્રમાં ઊંડા મૂળ ધરાવે છે અને તેણી પોતે પણ એક ગુજરાતી વક્તા છે. તેણીના પિતા એક લોકપ્રિય લેખક અને તેમની પ્રેરણા થકી તેણી એક અભિનેત્રી બની છે. તેણી ભારતીય શાસ્ત્રીય નૃત્ય માટેની માસ્ટર્સ ઇન પર્ફોર્મિંગ આર્ટ્સ (MPA) ડિગ્રી ધરાવે છે અને ગાયક અને નાટક માટેનો ડિપ્લોમા ધરાવે છે.

અભ્યાસ પૂર્ણ કર્યા બાદ નેહા મેહતા ભગવતી પ્રોડક્શન દિલ્હીના સ્ટાર મલ્ટી હંટ શોના ઓડિશન કાર્યક્રમમાં આખા ગુજરાતમાંથી પસંદગી પામી હતી અને તેણી મુંબઈ ખાતે આવી હતી. મુંબઈ પહોંચી તેણીને થિયેટરોની ઓફર મળવા લાગી. તેણીએ ‘તુ હી મેરા મૌસમ’, ‘હૃદય-ત્રિપુટી’, ‘પ્રતિબિંબ કા પરછાઈ’, ‘મસ્તી મજે કી લાઈફ’ જેવાં અનેક નાટકોમાં કામ કર્યું. ત્યાર પછી તેણીએ હિંદી અને ગુજરાતી ટીવી માટે કામ શરુ કર્યું. તેણીએ ‘પ્રેમ એક પૂજા’, ‘જન્મો-જનમ’, ‘બેટર હાફ’ જેવાં ગુજરાતી ચલચિત્રોમાં પણ કામ કર્યું.

Advertisement